________________
જૈન યુગ
૨૬
જાન્યુઆરી ૧૯૬૦
હતા, કે ન લબ્ધિઓ કે સિદ્ધિઓનો પ્રયોગ તેઓએ કર્યો હતો કે ન કોઈ દેવી સાધના એમણે કરી હતી; તેઓ પણ તમારી અમારી જેવા જ હાડમાંસના બનેલાં પૂતળાં હતાં. ફક્ત ભગવાન પ્રત્યેનો એમનો અગ વિશ્વાસ, એકનિષ્ઠ આત્મવિશ્વાસ જ એમનું ખરું બળ
જ્યારે પણ સાધકનું મન આધિ-વ્યાધિ-ઉપાધિજન્ય પીડાઓથી પીડિત હોય છે, ત્યારે એ નાના બાળકના જેવી સાત્ત્વિક લાગણીથી ભગવાનને પોકારે છે. અને જેવી રીતે મા હજાર કામ પડતાં મૂકીને પોતાના કાળજાની કોર જેવા બાળકનો પોકાર સાંભળીને દોડી જાય છે અને એને હૈયા સરસું ચાંપીને શાંતિ અનુભવે છે, એ જ રીતે ભગવાન પણ પોતાના ભકતનો દીનતા ભર્યો પોકાર સાંભળી દોડીને એને હૈયે લગાવે છે. ભકતનો સાચો પોકાર ભગવાનને વિવશ બનાવી મૂકે છે. સાચી પ્રાર્થના જ સાધકની પરમ વિભૂતિ છે; એ જ પરાભકિત છે. આ પરાભકિત દ્વારા જ પરમ પદની પ્રાપ્તિ થાય છે.
ભગવાનને આધીન બનેલા ભકતને મન સ્વર્ગ વગેરે બધાં સુખો તુચ્છ છે.
અસાધ્યમાં અસાધ્ય રોગ, વિષમમાં વિષમ વ્યાધિઓ મુશ્કેલીમાં મુશ્કેલ પરિસ્થિતિઓ ભકતની ભગવાન પ્રત્યે અચલ શ્રદ્ધાને બળ દૂર થઈ ગયાનું જોવામાં આવ્યું છે. કુદરતના કાનૂતોનું ઉલ્લંઘન પણ ભક્તોએ કર્યું હોય, એવું જોવામાં આવ્યું છે. ભક્ત મીરાંનું વિષપાન અમૃતપાન કેવી રીતે થઈ ગયું? નરસિંહ મહેતાની આબરૂ કેવી રીતે રહી ? સતી ચંદના, સીતા, સુભદ્રા, સુદર્શન શેઠ વગેરેના જીવનની અલૌકિક ઘટનાઓ એમના શ્રદ્ધાભર્યા હદયમાંથી નીકળેલ પ્રાર્થનાની જ ચમત્કાર હતા. નહીં તો, ન તો એ કોઈ તાંત્રિક
કોઈ એવો સવાલ કરી શકે કે આ શકિત ભકતમાં આવી ક્યાંથી ? આનો ખુલાસો એજ કે-જયારે અ૮૫ શકિતવાળા માનવીનો સીધો સંબંધ સર્વશકિતમાન પરમાત્મા સાથે કે ગુરુ સાથે થઈ જાય છે, ત્યારે એ પરમશકિતમાન પરમાત્મા કે સશુરુ પાસેથી એને સીધી શકિત પ્રાપ્ત થાય છે, અને એ જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા હાંસલ કરે છે. એને પોતાના અંતરમાં સાક્ષાત અનુભવ થાય છે કે અંદર કોઈને પ્રેરક શકિત મોજુદ છે, કે જેની પ્રેરણાને આધારે આ જીવનક્રમ ચાલી રહ્યો છે.
ભગવાન ઉપર અવિચલ શ્રદ્ધા રાખનાર ભકતના હૃદયનો એક જ સાત્ત્વિક પોકાર, ભગવાનના પગની સાંકળ બનીને, ભગવાનને એ તરફ ખેંચી લાવે છે; અને આ પોકાર જ પ્રાર્થના છે, અને એવા તો જ સાચા ભકત છે. (મૂળ હિદીનો અનુવાદ)
कॉन्फरन्स को आप किस प्रकार से मदद कर सकते हैं?
सभा स द बन कर पेटन 'अ' वर्ग - - रु. १००१ प्रदान कर વેદન “a” a – – ક. ૧૭ '' સાવન સભ્ય “અ” વ . ૨૨ ” ” ” “a” a ૬. ૨૦૨ ”
कॉन्फरन्स द्वारा जैन साहित्य प्रचार जेसलमेर ज्ञानभंडार सूचि और धी जैन रिलीजीअन अन्ड लिटरेचर के लिए ज्ञान विभागमें (खातामें) उचित रकम भिजवा कर अथवा स्वयं प्रदान कर
जैन युग माहक पनकर वार्षिक उपहार रु. १ (प्रतिमास ता. १ को प्रकट किया जाता है )