________________
જેન યુગ
જાન્યુઆરી ૧૯૬૦
યસ ડાઈજેસ્ટ', સીલોન, અંક ૧૨, ૧૯૫૭); જૈન અને બૌદ્ધ દર્શનની તુલના ડો. રાધાકૃષ્ણ ચૌધરીએ કરી છે ( પ્રબુદ્ધ ભારત', નવેમ્બર ૧૯૫૭) અને ડૉ. ઇન્દ્ર જૈનોની જ્ઞાનમીમાંસા પર એક અભ્યાસપૂર્ણ લેખ આપ્યો છે ‘ઇન્ડિયન ફિલોસોફી એન્ડ કલ્ચર', પૃ. ૩, અંક ૨-૭, જુન-સપ્ટેમ્બર ૧૯૫૮).
હિન્દીના ક્ષેત્રમાં, શ્રી. રવીન્દ્રકુમાર જૈને કવિ બનારસીદાસ અને તેમની કૃતિઓ વિષે પીએચ. ડી. માટે મહાનિબંધ લખ્યો છે. બનારસીદાસ સત્તરમા સૈકામાં થઈ ગયા. જૈન તત્ત્વજ્ઞાન નિરૂપતું એમનું કાવ્ય સમયસાર, ” બહુ રસપ્રદ આત્મકથ ત્મિક રચના “અર્ધકથાનક આદિ જાણીતાં છે. શ્રી. અગરચંદ નાહટાએ ભટ્ટારક કનકકુશલ તથા એમના શિષ્ય કુંવરકુશલ વિષે માહિતી પૂર્ણ નિબંધ લખ્યો છે (‘આચાર્ય શ્રીવિજ્યવલ્લભરિ મારક ગ્રન્થ). આ બન્નેય અઢારમા સૈકામાં થઈ ગયા, અને તેઓ એ સમયના કચ્છના રાજકર્તાના આશ્રિતો હતા. કોશ, અલંકાર, છંદશાસ્ત્ર અને બીજા કેટલાક વિષયો ઉપર તેમણે વ્રજભાષામાં કરેલી રચનાઓની ટૂંકી સમાલોચના શ્રી. નાહટાએ કરી છે. કુંવરકુશલ તા ફારસીના પણ વિદ્વાન હતા, અને “પારસી નામમાલા” નામે ફારસી-સંસ્કૃત કોશનું તેમણે વ્રજભાષામાં ભાષાંતર કર્યું હતું. કચ્છનું પાટનગર ભુજ યતિઓની વ્રજભાષાની સાહિત્યપ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું, અને લગભગ ઈસવી સનની ઓગણીસમી સદીના પૂર્વાર્ધ સુધી તેમના ઉપાશ્રય કવિપદેષુઓ માટેની તાલીમશાળા જેવા હતા.
સંગ્રહનું સંપાદન ખૂબ કાળજીપૂર્વક કરવામાં આવ્યું છે, અને કાવ્યોમાં પ્રયોજાયેલા તમામ શબ્દોની સંપૂર્ણ સૂચિ, વ્યુત્પત્તિવિષયક નોંધો સાથે અંતે અપાઈ છે. ઈસવી સનની સોળમી સદીના આરંભમાં થઈ ગયેલા સાધુસુદરગણિત “ઉતરત્નાકર'નું સંપાદન શ્રી, જિનવિજયજીએ કર્યું છે (રાજસ્થાન પુરાતન ગ્રન્થમાલા નં. ૧૬, જયપુર, ૧૯૫૭). આ કૃતિ એક “ ક્તક ' અર્થાત્ સંસ્કૃત વ્યાકરણ વિષે જૂની ગુજરાતીમાં રચાયેલું પાઠયપુરતક છે; પ્રત્યેક ઓક્તિમાં નાનો કે મોટો સંસ્કૃત-ગુજરાતી શબ્દકોશ આપવામાં આવે છે. આ પ્રકારના બધા જ નમૂનાઓ ભાષાવૈજ્ઞાનિક અભ્યાસ માટે ઘણું ઉપયોગી છે. શ્રી. અગરચંદ નાહટા અને શ્રી. વરલાલ નાહટાએ “જ્ઞાનસાર ગ્રન્થાવલિ'નો પ્રથમ ભાગ પ્રકટ કર્યો છે (કલકત્તા, ૧૯૫૯). જ્ઞાનસારછ એક વિદ્વાન યતિ હતા, અને ઈ. સ ની અઢારમી સદીમાં બીકાનેરમાં થઈ ગયા. તેઓ યોગી હતા અને આયુર્વેદ તેમ જ જયોતિષમાં પણ નિપુણ હતા. રાજસ્થાનીમાં થયેલી એમની બહુસંખ્ય કાવ્યરચનાઓનો આ સંગ્રહ છે. નાહટા બંધુએ “સમયસુંદરકૃતિકુસુમાંજલિ પણ પ્રસિદ્ધ કરી છે (કલકત્તા, ૧૯૫૭). ઈસવી સનના ૧૬મા સૈકામાં થઈ ગયેલા વિખ્યાત કવિ સમયસુંદરનાં ૫૬૩ ટૂંકાં કાવ્યોનો આ સંગ્રહ છે. એમાંના મોટા ભાગનાં કાવ્યો ગુજરાતી-રાજસ્થાનમાં, અને થોડાંક સંરકૃત-પ્રાકૃતમાં છે. બન્ને પુસ્તકોની પ્રસ્તાવના બહુ ઉપયાગી અને માહિતીપૂર્ણ છે. પ્રો. રમણલાલ શાહ સમયસુંદરકૃત “નલદવદંતી રાસ” ટિપણી સાથે સંપાદિત કયો છે (અમદાવાદ, ૧૯૫૭).
ગુજરાતી-રાજસ્થાની ભાષામાં (જેનું મારુ-ગુર્જર એવું સુભગ નામકરણ પ્રો. ઉમાશંકર જોશીએ કર્યું છે તે ભાષામાં) પ્રાચીનતમ ઉપલબ્ધ સાહિત્ય જેને સાહિત્ય છે એ જાણીતું છે; એ સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે અને એનું શાસ્ત્રીય પ્રકાશન ભગિનીભાષાઓના ઐતિહાસિક અધ્યયનમાં પણ ઉપયોગી છે. પ્રો. બ. ક. ઠાકોર, શ્રી. મોહનલાલ દેસાઈ અને પ્રો. મધુસૂદન મોદીએ “ગૂર્જર રાસાવલિ'નું સંપાદન કર્યું છે (ગાયકવાઝ ઓરિયેન્ટલ સિરીઝ, ગ્રન્થ ૧૧૮, વડોદરા, ૧૯૫૬). રાસ, ફાગુ, વીનતી, ચોપાઈ આદિ વિવિધ સાહિત્યપ્રકારોનું પ્રતિનિધિત્વ ધરાવતાં, ૧૪મા અને ૧૫મા સિકામાં રચાયેલાં છ જૂનાં ગુજરાતી કાવ્યો એમાં છે. એમાંનું એક સુદીર્ઘ કાવ્ય, શ લિસૃષ્ટિનું ‘વિરાટપર્વ,” સાદ્યન્ત અક્ષરમેળવૃત્તોમાં રચાયેલું છે.
જૂના ગુજરાતીમાં રચાયેલાં, પદ્યાનુસારી ગદ્યવર્ણકોનો સંગ્રહ, “વર્ણક-સમુચ્ચય', ભાગ ૧ (મૂલ પાઠ) મેં કેટલાક સમય પહેલાં સંપાદિત કર્યો હતો (વડોદરા યુનિવર્સિટી, ૧૯૫૬). એ વર્ણકોમાંની અનેકવિધ સામગ્રીનું સાંસ્કૃતિક અધ્યયન તથા સંપૂર્ણ શબ્દસૂચિઓ આપતો, ડૉ. રામલાલ નાગરજી મહેતાના સહકારમાં, મેં તૈયાર કરેલો એનો બીજો ભાગ તાજેતરમાં બહાર પડ્યો છે (વડોદરા, ૧૯૫૯). . પ્રો. બલવંતરાય ક. ઠાકોરે સંપાદિત કરેલો, ઉદયભાનુકૃત “વિક્રમચરિત્ર રાસ' (ઈ. સ. ૧૫૦૯), ડૉ. રણજિત પટેલે તૈયાર કરેલ કરતાવના તથા શબ્દકોશ સહિત પ્રકટ થયો છે (વડોદરા ૧૯૫૭). ડૉ. રણજિત પટેલે એમના પીએચ ડી.ના