________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૬૦
પ્રારબ્ધનો અંત આવવાની તૈયારી હતી અને આયુષ્ય પૂર્ણ થવાનો યોગ નજીકમાં આવી પહોંચ્યો હતો. જે હક્તિનું પૂર્વ સચિત પ્રારબ્ધ જેવા પ્રકારનું હોય પ્રાયઃ તે વ્યકિતને પોતાના પ્રારબ્ધ પ્રમાણે અનુકૂળ પ્રતિકૂળ નિમિત્તો મળી નય છે. પ્રતિવાસુદેવના દૂતનો સંદેશો ત્રિપૃષ્ઠકુમાર માટે વાસુદેવપણું પ્રાપ્ત કરવામાં નિમિત્ત બન્યો. અને પ્રતિવાસુદેવના મૃત્યુ માટે નિમિત્તરૂપ થયો.
વાસુદેવ-નિવાસુદેવનું યુદ્ધ અને વાસુદેવનો વિજય
દૂતના મુખેથી પ્રતિવાસુદેવનો સંદેશો શ્રવણ કરવાની સાથે જ પ્રતિવાસુદેવની નિર્લજ અને અતિ અનુચિત માગણી અંગે ત્રિપૃષ્ઠકુમારનું લોહી ખૂબ ગરમ થઈ ગયું. તેમજ પ્રતિવાસુદેવના દૂતનો અત્યન્ત તિરસ્કાર કરી તેને હાંકી કાઢ્યો. તે પોતાના સ્વામી પાસે જઈ પોતાનો તિરસ્કાર થયાની સર્વ હકીક્ત જણાવી. અશ્વગ્રીવનું હૈયું પણ આ હકીકત સાંભળતાં અતિશય રોષે ભરાયું અને ત્રિપૃષ્ઠકુમાર સાથે રણસંગ્રામ કરી તેને હરાવી સ્વયંપ્રભાને પોતાના અંત:પુરમાં લાવવાનો નિર્ણય કર્યો. વિશાળ સૈન્યને તૈયાર કરી ત્રિપૃષ્ઠકુમારની હદમાં અશ્વ- ગ્રીવ આવી પહોંચ્યો. ત્રિપૃષ્ઠકુમારને તો રણસંગ્રામ અત્યન્ત પ્રિય હતો. તેનાં શાસન અને વીવલ્લાસ અદ્ભુત હતાં. પિતાજીની આજ્ઞા લઈ પોતાના સૈન્ય સાથે
ત્રિy^£કુમાર ૫ણું રણસંગ્રામના મોખરે આવી પહોંચ્યો. રણસંગ્રામમાં અગણિત સિનિકો મરણને શરણ થયા. ખૂનખાર રંગ જામ્યો. અશ્વગ્રીવ અને ત્રિપૃષ્ઠકુમાર બન્ને વીર પુરુષો રણસંગ્રામમાં સામસામા આવી ગયા. અશ્વગ્રી ગુસામાંને ગુરસામાં પોતાનું ચક્રરત્ન ત્રિપૃષ્ણકુમાર તરફ ફેંક્યું. પરંતુ વિશિષ્ટ પુણ્યબળના કારણે કુમારને ક્ષણવાર મૂ સિવાય ચક્રરત્નની ખાસ બીજી કશી અસર ન થઈ. ત્રિપૃષ્ઠકુમારે એજ ચક્ર હાથમાં લઈને પ્રતિવાસુદેવ ઉપર ફેંક્યું. પ્રતિવાસુદેવનો કાળ નજીક આવી પહોંચ્યો હતો. એટલે પોતાના જ ચતથી પોતાનો શિરચ્છેદ થતાં અશ્વગ્રીવ અવનિ ઉપર ઢળી પડ્યા અને આયુષ્ય પૂર્ણ કરી સાતમી નરકના અતિથિ થયા તે જ અવસરે ગગનમાં રહેલા દેવોએ ત્રિyકુમારને જય જય શબ્દોથી વધાવી લીધા. વાસુદેવનાં સાતરનો પૈકી શાંગધનુષ્ય, મુકી ગદા વગેરે જે રત્નો બાકી હતાં તે તેમને અર્પણ કર્યો અને એ દેવોએ ત્રિપૃષ્પકુમારની વાસુદેવ તરીકે જાહેરાત કરતાં અત્યાર સુધી પ્રતિવાસુદેવ અશ્વગ્રીવની આજ્ઞામાં વર્તતા ભરતના ત્રણેય ખડના નાના મોટા રાજાએ એ વાસુદેવ ત્રિપૃષ્ઠ મહારાજાની આજ્ઞાનો સ્વીકાર કર્યો. આ પ્રમાણે ભગવાન મહાવીર દેવના આત્માએ અઢારમા ભાવમાં વાસુદેવપણું પ્રાપ્ત કર્યું.
(ક્રમશઃ)
4.
A$