________________
જૈન યુગ
જાન્યુઆરી ૧૯૬૦
અને શ્રમણ વર્ગોના ભેદનો નિર્દેશ છે, તેમાં જ સાચા બ્રાહ્મણ અને સાચા શ્રમણનું સમીકરણ જોવા મળે છે. બૌદ્ધ પિટકોમાં પણ એવું જ સમીકરણ છે. મહાભારતમાં વ્યાસે સ્થળે સ્થળે સાચા બ્રાહ્મણની વ્યાખ્યા સાચા શ્રમણ રૂપે જ આપી છે. વનપર્વમાં અજગર રૂપે અવતરેલ નહુષે સાચો બ્રાહ્મણ કોણ, એવો પ્રશ્ન યુધિષ્ઠિરને પૂછ્યો છે. ઉત્તરમાં યુધિષ્ઠિરના મુખે મહર્ષિ વ્યાસે કહ્યું છે કે દરેક જન્મ લેનાર સંકર પ્રજા છે. મનુના શબ્દો ટાંકી વ્યાસે સમર્થન કર્યું છે કે પ્રજામાત્ર સંકર જન્મા છે, અને સત્તવાળો શુદ્ધ એ જન્મબ્રાહ્મણથી પણ ચડિયાતો છે. વ્યક્તિમાં સચ્ચરિત્ર અને પ્રજ્ઞા હોય ત્યારે જ તે સાચો બ્રાહ્મણ બને છે. આ થઈ પરમાર્થદષ્ટિ.
ગીતામાં ત્રહ્મ પદનો અને ધા ઉલેખ આવે છે. સાથે જ તમ પદ પણ ઉચ્ચ અર્થમાં મળે છે. પરિતા સમરિનઃ ! એ વાક્ય તો બહુ જાણીતું છે. સુત્તનિપાત નામના બૌદ્ધ ગ્રંથમાં એક પરમસુત્ત છે. તેમાં ભારપૂર્વક કહ્યું છે કે બીજા ઊતરતા કે ખાટા, અને હું શ્રેષ્ઠ, એ પરમાર્થદષ્ટિ નથી.
ગંગા અને બ્રહ્મપુત્રાનાં પ્રભવસ્થાનો જુદાં, પણ તેમનું મિલનસ્થાન એક. આમ છતાં બન્ને મહાનદીઓના પટ જા, ઘાટ જુદા, કિનારાની વસતીઓ જુદી, ભાષા અને આચારો પણ જુદાં. આ જુલાઈમાં જ રચ્યાપચ્યા રહેનારાઓ મિલનસ્થાનની એકતાને જોઈ નથી શકતા. તેમ છતાં એ એકતા તો સાચી જ છે. એ જ રીતે ભિન્ન ભિન્ન પ્રભવસ્થાનથી ઉદ્ભવેલ વિચારપ્રવાહો ભિન્ન ભિન્ન રીતે પંથાવાને લીધે એના સ્થળ આવરણમાં રાચતા અનુગામીઓ બન્ને પ્રવાહોનું સમીકરણ જોઈ નથી શકતા, પણ એ તથ્ય અબાધિત છે. એને જોનાર પ્રતિભાવાન પુરુષો સમયે સમયે અવતરતા જ રહ્યા છે, અને તે બધી જ પરંપરાઓમાં.
સમત્વ એ મુદ્રાલેખ હોવા છતાં જૈન અને બૌદ્ધ જેવી શ્રમણ પરંપરાઓમાં બ્રહ્મચર્ય અને બ્રહ્મવિહાર શબ્દો એટલા બધા પ્રચલિત થયા છે કે તેને એ પર પરાથી છૂટા પાડી શકાય તેમ છે જ નહીં. એ જ રીતે બ્રહ્મ તત્વનો મુદ્રાલેખ ધરાવનાર વર્ગમાં પણ સમ પદ એવી રીતે એકરસ થયું છે કે તેને બ્રહ્મભાવથી કે બ્રાહ્મી સ્થિતિથી વિખૂટું પાડી શકાય તેમ છે જ નહીં.
પ્રાચીન કાળથી જ ચાલી આવતી આ પરમાર્થદષ્ટિ ઉત્તર કાળમાં પણ કાળજીપૂર્વક પોષાતી રહી છે. તથી જ જમે બ્રાહ્મણ, પણ સંપ્રદાયે બૌદ્ધ એવા વસુબંધુએ અભિધર્મકોષમાં સ્પષ્ટ કહ્યું કે કાયમનો મા:
શ્રીવ તતા એના જ બંધુ અસંગે પણ એવી મતલબની સૂચના ક્યાંક કરી છે.
પરમાર્યદૃષ્ટિની આ પરંપરા સાંપ્રદાયિક ગણાય એવા નરસિંહ મહેતામાં પણ વ્યક્ત થઈ છે. આખા વિશ્વમાં એક તસ્વરૂપે એમણે હરિનું કીર્તન કર્યું અને પછી એ હરિના ભક્ત વૈષ્ણવજનના એક લક્ષણરૂપે સમદષ્ટિ ને તૃષ્ણાત્યાગી ” એમ પણ કહ્યું. એ જ રીતે સાંપ્રદાયિક મનાતા ઉપાધ્યાય યશોવિજયજીએ પણ કહ્યું કે સમત્વ પ્રાપ્ત કરવું એ જ બ્રહ્મપદની પ્રાપ્તિ છે.
છે આ પરમાર્થ અને વ્યવહાર દષ્ટિનો ભેદ તેમ જ પરમાર્ગદષ્ટિની યથાર્થતા . એ. બી. ધ્રુવે પણ દર્શાવી છે. એક બ્રાહ્મણીના હાથનું ભોજન તેમણે ન સ્વીકાર્યું ત્યારે તેમણે કહ્યું કે આ તો મારા એક કુટુંબગત નાગર સંસ્કાર છે, એનું વાસ્તવિક હું તાદ્ધ માનતો જ નથી, માત્ર સંસ્કારને અનુસરું છું એટલું જ. ખરી દષ્ટિ એમણે બીજે સ્થળે નિર્દેશી છે. જૈન આગમ સૂત્રકૃતાંગની પ્રસ્તાવના લખતા તેમણે કહ્યું છે : ““જૈન” (શ્રવણ) થયા વિના “બ્રાહ્મણ થવાતું નથી, અને
બ્રાહ્મણ' થયા વિના “જૈન” થવાતું નથી. તાત્પર્ય કે જૈન ધર્મનું તત્ત્વ ઈન્દ્રિયોને અને મનોવૃત્તિઓને જીતવામાં છે. અને બ્રાહ્મણ ધર્મનું તત્ત્વ વિશ્વની વિશાળતા આત્મામાં ઉતારવામાં છે.”
આટલા સંક્ષેપ ઉપરથી આપણે એટલું પામી શકીએ છીએ કે બુદ્ધિ છેવટે એક જ સત્યમાં વિરમે છે. અને સાથે એ પણ સમજી શકીએ છીએ કે વ્યવહારના ગમે તેટલા ભેદો અને વિરોધો અસ્તિત્વમાં હોય છતાં પરમાર્થદાજ કદી લોપાતી નથી.
તત્વજ્ઞાનનું અધ્યયન-અધ્યાપન
અહીં પ્રસંગવશ એક બીજા મુદ્દાની ચર્ચા પણ કરી લેવી પ્રસ્તુત છે. એ મુદ્દા છે તત્ત્વજ્ઞાનના અભ્યાસ અને વાતાવરણને લગતો. પશ્ચિમના સંપર્કને લીધે કોલેજો અને યુનિવર્સિટીઓમાં પશ્ચિમીય તત્ત્વજ્ઞાને અભ્યાસ ક્રમમાં સ્થાન લીધું. શરૂઆતમાં મુખ્યપણે અધ્યાપકો પાશ્ચાત્ય અને તેઓ અંગ્રેજીમાં જ શીખવે; પુસ્તકો પણ