Book Title: Jain Shwetambar Conference Herald 1910 Book 06
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Jain Shwetambar Conference
View full book text
________________
રાજય સરકારમાં માલના ઉળવણી. " " " (જાન આરી
(૬) – ધાર્મિક શિક્ષણની પદ્ધતિ કેવી હેવી જોઇએ?
જ્યાં સમય એવો આવી લાગે છે કે (Things first and Words after) પ્રથમ વસ્તુ દેખાડવી અને પછી તેનું નામ આપવું-પદાર્થનું પ્રદર્શન પ્રથમ અને પદો તેનું શબ્દજ્ઞાન–૧૨૪૮=૮૬ ને પાડે પણ હવે પ્રથમ બાર વાર આઠ અથવા આઠ વાર બાર
મણકા કે કેડી મૂકીને બાલકને ૯૬ થાય છે તેની ખાત્રી કર્યા પછી બાર આઠ છનું : ગેખાવવાનું સ્વીકારાય; ત્યાં-તેવે સમયે ધર્મ શિક્ષણ જેવા સૂક્ષ્મતમ આધ્યાત્મિક વિષય ઉપર પુસ્તકો રચવાની રૂપરેખા દર્શાવવાનું હું સાહસ કરી શકતા નથી.
ધર્મનું શિક્ષણ આપવાનું જ કરે, તે અંકગણીતના શાસ્ત્રની પેઠે એનો મ એક સંખ્યા એક પદાર્થ કે એક વસ્તુના પ્રદર્શનથી સાક્ષાત કરી બતાવાય છે, તેમ ગે ઠવીને પગથીએ પગથીએ તત્ત્વષ્ટિ સુધી તેને લઈ જ.
ગણપતરામ અનુપરામ ત્રવાડી. જન્મથી તે નિશાળે મુકતાં સુધી પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું નથી, પણ બાવકના મનમાં પરોક્ષ રીતે ઘર્મના સંસ્કાર પડે એવી ગોઠવણ કરવાની છે. બની શકે તે એની આસપાસનું વાતાવરણ જ ધમમય કરવું. આ ફરજ તેના માબાપની છે.
નિશાળે મોકલ્યા પછી સરળ રીતે વાંચતાં અને વાંચેલું સમજતાં આવડે ત્યાં સુધી ધર્મનીતિનું શિક્ષણ કેવળ મહેલેથી જ આપવું. શિક્ષકો ભલે પુસ્તકનો ઉપયોગ લે પણ બાળકને તે લેવાનું નથી. આ અવસ્થામાં પણ ધમેનીતિનું શિક્ષણ જેટલું પરોક્ષ અપાય એટલું પારૂં. છોકરાઓ સમજે અને એમને રસ પડે એવી અને જેને ધમ અને નીતિની સાથે સંબંધ છે એવી વાતો શિક્ષકે કરાઓને કહેવી. સાર કહેવો નહિ; તેમ છોકરાં પાસે કહેવરાવ પણ નહિ, પરંતુ વાત એવી રીતે કરવી કે જેથી સ્વાભાવિક રીતે છોકરાઓને પોતાના મનમાં કંઇક સાર સમજાય. તે ઉપરાંત નાનાં નાનાં સુંદર પધો, જે તેમને ગાવાં ગમે તેવી રીતે રચેલાં હોવાં જોઇએ, તે હાડે કરાવવાં; અને નિયંત્રણ રાખવું.
સારૂં વાંચતાં આવડે એટલું જ નહિ પણ વાંચેલું સમજવાની થોડી ઘણી શક્તિ અપાવે ત્યારથી એટલે ગુજરાતી પાંચમી ચોપડીને અભ્યાસ શરૂ કરવામાં આવે ત્યારથી પુસ્તક રિા. ધમ-નીતિનું શિક્ષણ અપાવું જોઈએ. તેમાં પણ ધર્મ અને નીતિના સિદ્ધાંતો સિદ્ધાંતે રૂપે શીખવવા નહિ, પરંતુ વાર્તા અને સંવાદના રૂપમાં શીખવવા. આને માટે એક પુસ્તક રચવ ની જરૂર છે કે જેની અંદર ઈતિહાસ પુરાણમાંથી ચૂંટી કાઢેલી કેટલીક સુંદર વાર્તાઓ કેટ પાક સંવાદો અને કેટલાં નાનાં રસમય અને સુંદર પો આપેલા હોય, આ અવસ્થામાં છોકરા ને વિચાર કરતાં અને પોતાની મેળે સારી કાઢતાં શીખવવું. પછી રામાયણ અને મહાભ રત (જૈન ધર્મનાં પુસ્તકોની મને ખબર નથી) શીખવવાં. અંગ્રેજી ત્રીજા વેરણ સુધી આ પ્રમાણે ધર્મનું શિક્ષણ આપવું જોઈએ.
બહેચરલાલ નટવરજી ત્રિવેદી, બી. એ. એલ. એલ. બી.