________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા દુહા-દોહરા-દોહરો-એક જ અર્થબોધક સંજ્ઞા છે એટલે કે સમાનાર્થી છે. સ્તુતિ-થઈ-થોય-સમાનાર્થી સંજ્ઞા છે. “ગાથા” પ્રાત દે છે પણ વ્યવહારમાં “કડી’ની જગાએ તેનો પ્રયોગ થાય છે. સ્તવન, સજઝાય, થોયમાં ગાથા શબ્દ પ્રયોગ વિશેષ
પ્રચલિત છે. - અધિકાર-ઠવણી-ઢાળ-કડવાં, સર્ગ વગેરે સંજ્ઞાઓ દીર્ઘ કાવ્યોમાં વસ્તુવિભાજન માટે
પ્રયોજાય છે. પાંચ ઢાલનું સ્તવન. – આરાધના-જ્ઞાન અને ક્રિયાના સમન્વયવાળી કૃતિ માટેનો શબ્દપ્રયોગ છે. શાસ્ત્રાનુસાર
આચાર ધર્મની વિધિ કરવાની માહિતી છે, મુખ્યત્વે પર્વ આરાધન-તપની આરાધનાનો તેમાં સમાવેશ થાય છે... પ્રકીર્ણ-પ્રકીર્ણક-સમાનાર્થી શબ્દો દ્વારા એમ સમજવાનું છે કે જેનો કોઈ ચોક્કસ વિભાગમાં સમાવેશ થયો નથી તેને આ સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. તેમાં આવી કૃતિઓનો સંચય હોય છે. પરિશિષ્ટ-મૂળકૃતિના સંદર્ભમાં વિશેષ માહિતી અને અન્ય સંદર્ભો દર્શાવતી સંજ્ઞા-પુસ્તકના વિચારોને સમજવામાં ઉપયોગી છે. મહાભ્ય-મહાભ્ય-સંજ્ઞા તીર્થંકર-તીર્થ મહાપુરુષોના ગુણગાન-પ્રભાવ દર્શાવતી સંજ્ઞા છે.
અસાધારણ વ્યક્તિત્વનો પરિચય આવી કૃતિ દ્વારા થાય છે. – કડખો-કડખા-ઝૂલણા છંદને મળતી એક પ્રકારની દેશી છે. રાગનો એક પ્રકાર પણ કહેવાય
ચંદ્રાઉલા-ચંદ્રાવલા-આ પ્રકારની કૃતિ ચરિત્રાત્મક નિરૂપણવાળી છે તેમાં આ નામની દેશીનો પ્રયોગ થયેલો હોવાથી આ સંજ્ઞા આપી છે દા.ત. પાર્શ્વનાથજીના સંવેગરગરસ ચંદ્રાવલી સીમંધર સ્વામીના ચંદાલા. કહા-કથાનક-કથા-સમાનાર્થી શબ્દો દ્વારા કથાનુયોગનો સંદર્ભ રહેલા છે. કહા-માત્ર કથા અર્થ વાચક નથી પણ ચરિત્રાત્મક રચના છે એટલે જીવનકથા એવો શબ્દપ્રયોગ સાહિત્યમાં થાય છે. પ્રાકૃત ભાષાની ‘સિરિસિરિવાબ કહા” સુપ્રસિદ્ધ છે. ટબો-બાલાવબોધ-સ્તકત-મૂળ સ્તબક શબ્દ પરથી દબો શબ્દ રચાયો છે. ત્રણેનો અર્થ સમાન છે. કાવકૃતિને સમજવા માટે દરેક પૃષ્ઠ ઉપર નોંધ આપવાની પદ્ધતિ પ્રચલિત હતી. જ્ઞાનમાં બાળક જેવા વર્ગના મનુષ્યોને કૃતિઓ આસ્વાદ કરવા માટેની ચાવી નોંધ (સ્પષ્ટતા) ઉપયોગી નીવડે છે. રચના પદ્યમાં હોય પણ તેની માહિતી ગદ્યમાં હોય છે. આ પ્રકરણની રચના મધ્યકાલીન ગદ્યના દૃષ્ટાંતરૂપ છે. “સ્તબક શબ્દ કૃતિના અનુવાદ માટે પ્રયોજાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org