________________
જૈન સાહિત્યના કાવ્ય પ્રકારો : સ્વરૂપ અને સમીક્ષા ફળશ્રુતિ :-કાવ્યને અંતે ફળશ્રુતિનો ઉલ્લેખ થયેલો હોય છે. મુખ્યત્વે ઐહિક જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ, આત્માનું કલ્યાણ, મોક્ષ પ્રાપ્તિ, રોગ-શોક-દુઃખ-દારિદ્રનું નિવારણ જેવા વિચારો પ્રગટ થયા છે. - અને કાવ્યને અંતે સ્ત્રી-પુરુષ પાત્રો દીક્ષા અંગીકાર કરીને આત્માનું કલ્યાણ કરે છે. મોક્ષ
પ્રાપ્ત કરે છે એમ ધર્મ પુરુષાર્થ મોક્ષ પુરુષાર્થની સિદ્ધિનો આદર્શ ચરિતાર્થ થયો છે. આ
લક્ષણ સર્વ સામાન્ય રીતે ઉપદેશ સમાન જોવા મળે છે. – છંદ/દેશીઓનો પ્રયોગ :-ગદ્ય-પદ્યનો ભેદ રચના રીતિથી છે. કવિઓએ શારમીય રાગ,
માત્રામેળ-વર્ણમેળ છંદો અને વિવિધ દેશીઓનો પ્રયોગ કરીને કાવ્યમાં ગેયતા સિદ્ધ કરી છે. ઢાળ બદ્ધ કૃતિઓમાં દેશનો વિશેષ પ્રયોગ થયો છે. પદ-ગીત-સ્તવન-પૂજા સજઝાય લાવણી આદિમાં શાસ્ત્રીય રાગ અને દેશીઓનો પ્રયોગ વિશેષ રીતે નોંધપાત્ર બન્યા છે. દૈવી તત્ત્વ-ચમત્કાર-ધર્મ અને ચમત્કાર એક બીજા સાથે અતૂટ સંબંધ ધરાવે છે. ધર્મનો પ્રભાવ ચમત્કારથી વધુ અસરકારક બને છે આકાશ વાણી દુંદુભિ નાદ થવો, આકાશગામિની વિદ્યાનો પ્રયોગ, જાતિ સ્મરણા જ્ઞાનથી પૂર્વભવની સ્મૃતિ, દૈવી સહાયથી ભૌતિક જીવનમાં લાભ થવો પરકાયા પ્રવેશ, પક્ષીઓ અને પ્રાણીઓ સાથે વાર્તાલાપ, વગેરે દ્વારા ચમત્કારનું તત્ત્વ અભુત રસની અલૌકિક અનુભૂતિ કરાવે છે. પશ્ચિમના ગ્રીકઅંગ્રેજી સાહિત્યમાં પણ આ તત્ત્વ કાર્યરત થયેલું જાણવા મળે છે. શૈલી શબ્દ અતિ વિસ્તારવાળો છે. છતાં ધાર્મિક સાહિત્યમાં પ્રત્યક્ષ કથન, પરોક્ષ સંવાદ, કથન વર્ણન પ્રધાન, પ્રશ્નોત્તર, વગેરે પ્રકારની શૈલીનો આશ્રય લઈને કવિઓએ કાવ્યસર્જન કર્યું છે. શીર્ષક રચના-મધ્યકાલીન કવિઓ વસ્તુ વાચક શીર્ષક રચનાની સાથે કાવ્ય પ્રકારનો સંબંધ સર્વ સામાન્ય રીતે દર્શાવ્યો છે. દા. ત. પાર્શ્વનાથ વિવાહલો - પાર્શ્વનાથ એ વ્યક્તિ વાચક અને વિવાહલો એ વિવાહનારૂપક કાવ્યનો નિર્દેશ કરે છે. ગૌતમ, સ્વામીનો રાસ નેમિનાથ ફાગુ મેતારક મુનિની સઝાય, શુભવેલિ આદિનાથ ભાસ, આર્દ્રકુમાર ધવલ, મૃગાવતી આખ્યાન શાંતિનાથ ભગવાનની આરતી વગેરે શીર્ષકો દૃષ્ટાંતરૂપે પ્રગટ કર્યા છે તે ઉપરથી શીર્ષક રચના સ્પષ્ટ થાય છે તદુપરાંત જૈન દર્શનના વિષયોને સ્પર્શતી કાવ્યકૃતિઓમાં આ રીતે શીર્ષક રચના થઈ છે. દા.ત. સપ્તક્ષેત્રિરાસ, ધર્મમંજરી, બારવ્રતના છપ્પા, અધ્યાત્મ બાવની, શ્રીઅહંદગીતા ભાવપ્રકાશ નમસ્કાર સ્વાધ્યાય વગેરે દર્શનશાસ્ત્રના વિષયોને સ્પર્શ છે. કવિઓએ એક જ કૃતિને બેત્રણ કાવ્ય પ્રકાર સાથે સંબંધ દર્શાવ્યા છે. દા.ત. જગડુ પ્રબંધ-રાસ, ચોપાઈ, નેમિનાથ નવરસો અથવા સ્તવન શંખેશ્વર પાર્શ્વનાથ સ્તવન અથવા છંદ, આષાઢાભૂતિ સઝાય અથવા ધમાલ અથવા ચરિત્ર, પ્રશ્નોત્તર માલિકા અથવા પાર્શ્વચન્દ્રમત દલન, ચોપાઈ, તીર્થમાળા સ્તવન અથવા પૂર્વદેશ ચૈત્યપરિપાટી ઉપરોક્ત ઉદાહરણા ઉપરથી વિષયવસ્તુની સાથે કાવ્ય પ્રકાર છંદ પ્રયોગની પણ માહિતી પ્રાપ્ત થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org