________________
પ્રકરણ-૧
છે. ચારિત્રાત્મક નિરૂપણ - સાંપ્રદાયિક સાહિત્ય એ માત્ર ફળદ્રુપ ભેજાની કલ્પનાઓ નથી પણ વાસ્તવિક રીતે જીવનમૂલ્યો-આદર્શો ચરિતાર્થ થયા છે તેનું નિરુપણ ચરિત્રાત્મક રીતે થયું છે. જૈન સાહિત્યમાં અનેકવિધ ચરિત્રોનો પ્રત્યક્ષ-પરોક્ષ રીતે સંદર્ભ પ્રાપ્ત થાય છે જેના દ્વારા ભવ્યાત્માઓ ધર્માભિમુખ થવાની પ્રેરણા મેળવીને આત્માનું કલ્યાણ કરે છે. ચરિત્રાત્મક સાહિત્યની દૃષ્ટિએ જૈન સાહિત્ય અતિ સમૃદ્ધ અને પ્રથમ કક્ષાનું સ્થાન ધરાવે છે. રાસ-ફાગુ, વેલિ, વિવાહલો, બારમાસા, પંચ કલ્યાણક સ્તવન, ઢાળિયાં, છંદ, શ્લોકો, પ્રબંધ, પ્રવાડો, ધવલ, ભાસ, નિર્વણ, વગેરે પ્રકારમાં આવાં ચરિત્રો પ્રાપ્ત થાય છે. આ સાહિત્યનું લક્ષજીવન છે. જીવનનું ઊર્ધ્વગમન થાય તેવા સાંસ્કૃતિક વિચારો વિવિધ વિવિધ પ્રકારના કાવ્યો દ્વારા વ્યક્ત થયા છે. વસ્તુ સાંપ્રદાયિક છે પણ અભિવ્યક્તિમાં સાહિત્ય કળાનાં લક્ષણો ઓછેવત્તે અંશે ચરિતાર્થ થયાં છે. ટૂંકમાં સાહિત્ય અને જીવનનો સંબંધ દર્શાવતી કાવ્ય સૃષ્ટિ છે.
મધ્યકાલીન કાવ્ય પ્રકારોની સંક્ષિપ્ત માહિતી સંગ્રહ, સમુચ્ચય, સંદોહ, મંજરી પ્રકાશ વગેરે સંજ્ઞાવાળી કૃતિઓમાં ભક્તિપ્રધાન ચૈત્યવંદન સ્તુતિ. અને તાત્વિક માહિતીનો સંચય થાય છે. સ્તોત્ર સ્તવન છેદ વગેરે કૃતિઓનો સંગ્રહ છે સંગ્રહ ઉપરથી સંગ્રહણી લધુસંગ્રહ બૃહદ્ સંગ્રહણી ગ્રંથો રચાયા છે આ પ્રકારની કૃતિઓમાં તાત્ત્વિક વિચારોનો સંગ્રહ પણ થયો છે. કુલકસંગ્રહ પ્રાચીન સ્તવનાદિ સંદોહ લોક પ્રકાશ, જિન ગુણમંજરી જૈન કાવ્ય પ્રકાશ. આખ્યાનક-આખ્યાન-ચરિત્રા ચારિત્ર ચરિયું, ચરિત્ત-એ સમાન અર્થવાચક શબ્દો દ્વારા ચરિત્રાત્મક નિરૂપણનો સંદર્ભ પૂરો પાડે છે.
સ્તવ-સ્તવન-સમાનાર્થી પ્રભુ ગુણગાન કરતી રચના છે. – પત્ર-લેખ-કાગળ-એ મધ્યકાલીન સમયમાં પત્ર દ્વારા સંદેશો પહોંચાડવાની માહિતી દર્શાવે
છે. વિનતી સંદેશો વિજ્ઞપ્તિ-સંદેશો એ સંજ્ઞા સાથે સામ્ય ધરાવે છે. અનુશાસન સંજ્ઞા-વ્યવસ્થિત ચોક્કસ-નિયમબદ્ધ રચનાનો સંદર્ભ દર્શાવે છે કાવ્યનુશાસન,
શબ્દાનુશાસન – સવૈયા પધ્ધરી-ઝૂલણા છંદ છે. કવિઓએ વિવિધ છંદપ્રયોગો કરીને કાવ્યોની રચના કરી
છે તેમાં આ છંદ વધુ પ્રચલિત હતો. આ સંજ્ઞાવાળી કૃતિઓ છંદ મૂલક છે. - સમાલોચના-વિવરણ-ટીકા-વૃત્તિ વગેરે સંજ્ઞાઓ ગ્રંથ-પુસ્તકના વિચારોનું પૃથક્કરણ કરીને
સર્વસાધારણ જનતાને આત્મસાત્ કરવામાં ઉપયોગી નીવડે છે. મોટે ભાગે સંસ્કૃત પ્રાકૃત ભાષાના ગ્રંથોનું આ રીતે વિવેચન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org