________________
પ્રકરણ-૧
ગામ-નગર, મંદિર, પ્રકૃતિ, દીક્ષા મહોત્સવ, જિનમંદિરની પ્રતિષ્ઠા, સંઘયાત્રા, જન્મોત્સવ, લગ્ન વર્ણન : સ્વર્ગારોહણ, યુદ્ધ વગેરે વર્ણનો સ્થાન ધરાવે છે. આ વર્ણન માહિતી પ્રધાન છે.
ધર્મોપદેશ-સાંપ્રદાયિક સાહિત્યમાં ધર્મોપદેશએ સર્વસામાન્ય લક્ષણ છે. સાહિત્ય જનસમૂહની કલ્યાણ માટે છે. મનોરંજનએ ક્ષુલ્લક હેતુ છે મુખ્યત્વે તો આત્મા કર્મથી મુક્ત થઈને સ્વ-સ્વરૂપને પામે તે માટે પ્રભુની દિવ્ય વાણી વિવિધ રીતે કાવ્યોમાં સ્થાન પામી છે જે ઉપદેશાત્મક વિચારો ગણાય છે.
૫
સમકાલીન દેશ-સમાજ સ્થિતિની માહિતી સાહિત્યમાંથી પ્રાપ્ત થાય છે સમાજ અને કુટુંબજીવન, રાજકીય પરિસ્થિતિ, ધાર્મિક તહેવારો શુકન-અપશુકન જ્યોતિષ લગ્નઉત્સવો આર્થિક સમૃદ્ધિ, રાજા અને પ્રજાનું જીવન વગેરે માહિતી પ્રાપ્ત થાય છે. કોઈ એક સદી કે યુગનાં સામાજિક અને રાજકીય વિગતો સાહિત્યાંથી મળે છે.
રસ નિરુપણ કાવ્યમાં રસનું સ્થાન મહત્વનું છે જૈન કાવ્યોમાં મુખ્યત્વે ઉપશમ શાંતરસ રહેલો છે. પ્રસંગોચિત શ્રૃંગાર અને કરુણ, પાર્શ્વ ભૂમિકા તરીકે જોવા મળે છે. યુદ્ધ જેવા પ્રસંગોમાં રૌદ્ર અને વીરરસ અને મોક્ષ પુરુષાર્થની સાધનામાં પણ અભૂતપૂર્વ વીરસની સ્થિતિ નોંધપાત્ર બને છે. ચમત્કારના નિરુપણમાં અદ્ભુત રસ છે રસ નિરુપણ ભૌતિક જીવનના આનંદ કરતાં આધ્યાત્મિક આનંદની અનુભૂતિને વિશેષ રીતે વ્યક્ત કરે છે. ત્યાગ અને વૈરાગ્ય દ્વારા ભૌતિક શૃંગારમાંથી આધ્યાત્મિક શૃંગારમાં સંક્રમણાની સ્થિતિ સર્વ સામાન્ય રીતે નિહાળી શકાય છે. ભક્તિ રસ એ કોઈ સ્વતંત્ર રસ નથી પણ શાંતિ રસમાં તેનો સમાવેશ થાય છે. એટલે જૈન સાહિત્યમાં વી૨૨સનું નિરુપણ થયું છે તેનું અર્થઘટન નીચે પ્રમાણે છે.
દયાવી૨ :જૈન સાધુઓ અને મહાપુરુષો અહિંસા ધર્મનું પાલન કરે છે તે દૃષ્ટિએ દયાવીર કહેવાય છે.
દાનવીર : સાધુ ભગવંતો શ્રુતજ્ઞાનનું દાન કરે છે અને ભવ્યાત્માઓને મોક્ષમાર્ગ તરફ પ્રયાણ કરવા માટે પ્રેરણા આપે છે.
યુદ્ધવી :—સાધુભગવંતો પંચમહાવ્રત રચીકારીને અષ્ટકર્મના નાશનો પુરુષાર્થ કરે છે
એટલે કર્મ સામે યોદ્ધા સમાન લડે છે.
ધર્મવી૨ ધર્મદ્વારા વીરતાપૂર્વક મોક્ષ પુરુષાર્થની સાધના કરનારા મુનિ ભગવંતો એ ધર્મવીર છે. ‘વીરતા” વગર આ ચાર પ્રકારની પ્રવૃત્તિ થાય નહિ એટલે પાત્રો અંતે સંયમ સ્વીકારીને ચાર પ્રકારની વીરતાનું સાક્ષાત્ દર્શન કરાવે છે. જૈન સાહિત્યની આ વીરતા સાંસ્કૃતિક વારસાનું પ્રતીક છે.
ધાર્મિક વસ્તુને કારણે ભક્તિરસની ધારા અસ્ખલિતપણે વહેતી જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org