________________
તેરમો જૈન સાહિત્ય સમારોહ
હ
૧૯૬૩થી ‘અમર ભારતી' સામયિકનો પણ પૂ. ગુરુદેવે પ્રારંભ કરાવ્યો હતો. રાજગૃહીની આ વીરાયતન સંસ્થાની સ્થાપના જેવા ક્રાંતિકારી પગલાથી તેઓશ્રીએ એક નવો રાહ ચીંધ્યો હતો.
–
તત્ત્વાર્થ સૂત્ર – કર્તા, કાલ ઓર ઉસકી પરંપરા – એક અનુશીલન : આ વિષય ઉપર વક્તવ્ય આપતાં ડૉ. પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે જૈન સમાજમાં તત્ત્વાર્થ સૂત્ર એક એવો ગ્રંથ છે કે જેને શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરા સમાન રૂપે માને છે. તત્ત્વાર્થ સૂત્રની રચના ઈસવીસનની ત્રીજી અને ચોથી સદીમાં ઉમાસ્વાતિજીએ કરી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ જૈન ધર્મ અને દર્શનને સંક્ષિપ્ત પરંતુ સારગર્ભિત અને સૂત્રરૂપમાં પ્રસ્તુત કરે છે. તત્ત્વાર્થ સૂત્રને જૈન પરંપરામાં લખાયેલો સર્વપ્રથમ સંસ્કૃત ગ્રંથ માનવામાં આવે છે, અને તે જૈનોમાં સર્વ ફિરકાઓને માન્ય છે અને પ્રમાણભૂત શાસ્ત્રીય ગ્રંથ તરીકે તે સ્વીકારાયો છે. પુણ્યવંતી રાજગૃહી :
શ્રી જયેન્દ્રભાઈ શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે વર્તમાનમાં રાજગીર તરીકે ઓળખાતું આ શહેર પ્રાચીન નગર રાજગૃહી હતું. રાજગૃહી જૈન, બૌદ્ધ, હિન્દુ અને મુસ્લિમોનું પવિત્ર શહેર ગણાય છે. ભગવાન મહાવીરે અહીં ચૌદ ચાતુર્માસ ગાળ્યા હતા. ગૌતમ બુદ્ધની આ મુખ્ય વિહારભૂમિ હતી. જૈનોના વીસમા તીર્થંકર શ્રી મુનિ સુવ્રત સ્વામીની આ જન્મભૂમિ છે.
રાજગૃહીની ભૌગોલિક રચના જોતાં તેની આસપાસ ટેકરીઓ આવેલી દેખાય છે. તેથી તેનું નામ ગિરિવ્રજ અપાયેલું છે. આ નગરનું કુશાગ્રપુર નામ ચીની પ્રવાસી હ્યુએનસાંગના પ્રવાસવર્ણનમાં પણ આવે છે. તેમજ જૈન તથા બૌદ્ધ ધર્મગ્રંથોમાં પણ આ નામોલ્લેખ જોવા મળે છે.
ચતુર્થ બેઠક :
મંગળવાર, તા. ૧૪મી માર્ચ, ૧૯૯૫ના રોજ સવા૨ના સવા નવ વાગે વીરાયતન સંસ્થાના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની અંતિમ અને ચોથી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન શ્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org