________________
સિદ્ધ પરમાત્મા
તીર્થકરો હંમેશાં જઘન્યથી સાત હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની કાયાવાળા જ સિદ્ધ થાય.
મરુદેવી માતા પર૫ ધનુષ્યની કાયાવાળા હતાં, પરંતુ તેઓ બેઠાં બેઠાં મોક્ષે ગયાં હતાં એટલે તેમની અવગાહના તેટલી ઓછી હતી.
કાળ આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : (૧) પહેલા અને બીજા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય.
(૨) ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય.
(૩) પાંચમા આરામાં અને છઠ્ઠાના આરંભમાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય.
વળી, “સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે, તેમ આસન આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય :
उम्मंथिअ उद्धठिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्ताणग सिद्धा उ कमेण संखगुणा || [ઉન્મથિત આસને સિદ્ધ થયેલા થોડા, તેથી ઊર્ધ્વસ્થિત આસને, કટ આસને, વીરાસન, ન્યુન્જાસને (નીચી દૃષ્ટિ રાખી બેઠેલા), પાસિલ્લગ આસને (એક પડખે સૂઈ રહેલા), તથા ઉત્તાનાસને (ચત્તા સૂઈ રહેલા) સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાતાનુણા જાણવા.
પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : तीसा अडयाला सट्ठी बावत्तरि य बोधव्वा । चुलसीई छिन्नुवई य दुरहिय अठुत्तरसयं च ।।
એક સમયમાં (સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે ? અને તે નિરંતર કેટલા સમય સુધી ? - આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે ?
(૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે.
ગુચ્છ ૪ – ૬ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org