________________
પુણ્યવંતી રાજગૃહી
જયેન્દ્ર એમ. શાહ જયતિ વિજિતાન્ય તેનઃ સુરાસુરધીશ સેવિતઃ શ્રીમાનું વિમલસ્ત્રાસવિરહિતસ્ત્રિભુવન ચૂડામણિ ભગવાન /
(શ્રી સકલાત્ સ્તોત્ર-૨૮) “બીજાં તેજોને હરાવનારા, દેવો અને ભવનપતિઓના ઇદ્રોએ પૂજેલા, સંપત્તિશાળી, પવિત્ર, ત્રાસ વિનાના અને ત્રણ ભુવનના મુકુટ સમાન પ્રભુ વિજય પામે છે.”
વર્તમાનમાં રાજગીર તરીકે ઓળખાતું શહેર પ્રાચીન શહેર રાજગૃહ હતું. તે જૈન, બૌદ્ધ અને હિંદુઓનું પવિત્ર શહેર ગણાય છે. તેના પ્રખ્યાત ગરમ પાણીના ઝરા પાસે અધિક માસમાં હિંદુઓનો મેળો યોજાય છે. ભગવાન મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ ગાળ્યા હતા. ગૌતમ બુદ્ધની આ મુખ્ય વિહારભૂમિ હતી. જૈન ધર્મના વીસમા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામીનું આ જન્મસ્થાન છે.
પ્રાચીન કાળમાં રાજગીરનાં એકથી વધુ નામો જાણવા મળે છે : વસુમતી, બાહેદ્રથપુર, ગિરિધ્વજ, કુશાગ્રપુર અને રાજગૃહ. રામાયણમાં વસુમતી નામ આવે છે. બ્રહ્માના પુત્ર વસુરાજા સાથે તેનો સંબંધ હોવાનું મનાય છે. બાહેદ્રથપુરનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં પણ છે. તે રાજા બૃહદ્રથ સાથે સંબંધ ધરાવે છે. બૃહદ્રથ રાજા વિખ્યાત રાજા જરાસંધનો પિતામહ હતો.
શહેરની ભૌગોલિક રચના જોતાં તેની આસપાસ ટેકરીઓ આવેલી દેખાય છે. તેથી તેનું નામ ગિરિધ્વજ અપાયેલું છે. ટેકરીઓથી ઘેરાયેલું શહેર એવો તેનો અર્થ થાય છે. કુશાગ્રપુર નામ હ્યુએન-સાંગ નામના ચીની પ્રવાસીના પ્રવાસવર્ણનમાં, જૈન ધર્મગ્રંથો તથા બૌદ્ધ ધર્મગ્રંથોમાં આવે છે. હ્યુએન-સાંગ તેનો અર્થ “ઉચ્ચ કક્ષાના ઘાસનું શહેર' – એવો કરે છે. ખસ તરીકે ઓળખાતું સુગંધી ઘાસ અહીં ઊગે છે તે કારણે આવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org