________________
પુણ્યવતી રાજગૃહી . અર્થ કરાયો હોય તેમ બને. પરંતુ રાજા કુશાગ્ર સાથે આ નામને વધુ સંબંધ હોય તેમ લાગે છે. રાજગૃહ એટલે રાજાનું નિવાસસ્થાન. આ શહેર મગધનું પાટનગર હતું અને સૈકાઓ સુધી પાટનગર રહ્યું હતું તેથી આ અર્થ બરોબર બંધ બેસે છે.
- રાજગીરની ફરતે આવેલી ટેકરીઓની સંખ્યા પાંચ છે. તેનાં નામો જુદા જુદા ગ્રંથોમાં જુદાં જુદાં જોવામાં આવે છે. મહાભારતમાં વૈભાર, વરાહ, વૃષભ, ઋષિગિરિ અને ચૈત્યક એવાં નામો છે. એ જ ગ્રંથમાં અન્ય સ્થળે પાંડર, વિપુલ, વરાહ, ચૈત્યક અને માતંગ એવાં નામો આપવામાં આવ્યાં છે. પાલિ ગ્રંથોમાં વૈભાર, પાંડર, વૈપુલ્ય, ગૃધ્રકૂટ અને ઋષિગિરિ–એ પ્રમાણે નામો છે. વર્તમાનમાં વૈભાર, વિપુલ, રત્ન, છાતા, શૈલ, ઉદય અને સોના–એ પ્રમાણે નામો પ્રચલિત છે. અત્યારનાં નામોને પ્રાચીન નામો સાથે સરખાવવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. અત્યારે જે ટેકરી વૈભાર નામથી ઓળખાય છે તે પાલિ ગ્રંથોમાં કહેલી વૈભાર ટેકરી છે તે ચોક્કસ છે છતાં તેને હ્યુએન-સાંગે પિપુલો એટલે કે વિપુલ તરીકે ઓળખાવી છે.
બિંબિસાર રાજા ગૌતમ બુદ્ધના તેમજ ભગવાન મહાવીરના સમયમાં (ઈ. સ. પૂર્વે પ૪૩-૪૯૧) મગધ ઉપર રાજ્ય કરતો હતો. ઉત્તર ભારતમાં જે ચાર સમ્રાટો હતા તેમાંનો તે એક હતો. બીજા ત્રણ સમ્રાટો હતા કોશલનો પ્રસેનજિત, વત્સાનો ઉદાયન અને અવંતિનો પ્રદ્યોત. બિંબિસારનો વંશવિસ્તાર જો કે લાંબો નથી પરંતુ વીરતા અને રાજ્યના વિસ્તારમાં તે બીજા સમ્રાટો જેવો જ પરાક્રમી હતો. આ મગધ રાજ્ય પછીથી અશોકના સમયમાં ભારતવર્ષ અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું એક મહાન સામ્રાજ્ય બન્યું હતું.
બૌદ્ધ ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે બિંબિસાર બુદ્ધનો અનુયાયી અને બૌદ્ધ સિદ્ધાંતોનો પ્રશંસક હતો. જૈન ધર્મના ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે તે (શ્રેણિક નામ સાથે) ભગવાન મહાવીરનો ચુસ્ત અનુયાયી હતો. વૃદ્ધાવસ્થામાં તેના પુત્ર અજાતશત્રુએ (શાસનકાળ ઈ. સ. પૂર્વે ૪૯૧-૪૫૯) કેદ કર્યો હતો અને મારી નાખ્યો હતો. બૌદ્ધ ગ્રંથો પ્રમાણે તે અજાતશત્રુ બુદ્ધનો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org