________________
૧૪૬
––– ૧૩૩
પુeતી રાજગૃહી પત્નીએ કહ્યું, “કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ત્યારે એ વચને જાગ્રત થઈ તરત જ દીક્ષા માટે તૈયાર થઈ ગયા. સાળા-બનેવી બંનેએ ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. બંને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ગયા છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિનો વૃત્તાંત રાજગૃહીની પાસેના વનમાં બન્યો છે. વૈભારગિરિ પર સમવસરેલા પ્રભુ મહાવીરને વંદન કરવા ગયેલા શ્રેણિક રાજાએ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્રની ગતિ વિષે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભુએ કહ્યું, “સાતમી નરકે જાય.' ફરી પૂછતાં તે “પાંચમી નરકે જાય' તેમ કહ્યું. ફરી પૂછતાં “સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જાય' તેમ કહ્યું. ફરી પૂછતાં પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું હોવાની જાણ થઈ. પ્રસન્નચંદ્ર ધ્યાનમાં હતા છતાં અધ્યવસાયોની ચડતી અને પડતી જ તેમની ગતિનું કારણ હતી તેવો ખુલાસો ભગવાન પાસેથી શ્રેણિક રાજાએ મેળવ્યો.
શ્રેણિક રાજાની ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તેમનો સંથારો છેલ્લે બારણા પાસે આવ્યો. તેથી સાધુઓની અવરજવરથી પગ અડવાથી તથા સંથારામાં ધૂળ પડવાથી તેઓ ઊંઘી શક્યા નહિ. સવારે પ્રભુ પાસે આવીને ઘેર પાછા જવાની ઇચ્છા દર્શાવી. પ્રભુએ તેમને પૂર્વજન્મમાં ભોગવેલાં કષ્ટોની વાત કહી સંયમમાં સ્થિર કર્યા.
જેમને પરિવ્રાજક સંબડ દ્વારા પ્રભુએ “ધર્મલાભ' કહેવડાવ્યો હતો. તે સૌભાગ્યશાલિની સુલસા રાજગૃહીના નાગ નામના રક્ષિકનાં ધર્મપત્ની હતાં. અંબડે તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને પ્રભુ મહાવીરનાં રૂપો ઇંદ્રજાલશક્તિથી સર્જીને લોકોને આકર્ષ્યા પરંતુ સુલસા સમ્યકત્વમાં દઢ રહી તેનાથી આકર્ષાઈ નહીં.
ચેટક રાજાનાં પુત્રી અને શ્રેણિક રાજાનાં પટ્ટરાણી એદલણાના સતીત્વ પર રાજાને એક વાર શંકા થઈ હતી. તે નિદ્રામાં બોલી ગયાં હતાં કે, “તેને કેમ હશે ?' આ એક જ વાક્યથી શંકાશીલ બનીને રાજાએ અંતઃપુર સળગાવવાનો આદેશ આપ્યો હતો. અભયકુમારે યુક્તિપૂર્વક ઘાસ સળગાવી આ આદેશનો અમલ કર્યો. રાજાએ ભગવાન મહાવીર સ્વામીને
ચેલણાના સતીત્વ વિષે પૂછતાં ભગવાને તે સતી હોવાનું કહ્યું તે Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org