________________
-
-
૧૩૪_
જૈિન સાહિત્ય સમારોહ-ગુજ રાજાને સંતોષ થયો. ચેલ્લણા બચી ગઈ છે તે જાણી રાજાને આનંદ થયો. ચિલ્લણા દીક્ષા લઈને મોક્ષમાં ગયાં.
જેમને શ્રેણિક રાજાએ કહ્યું હતું, “તમારી એક સામાયિકનું ફળ મને આપો. હું તમને મારું અડધું રાજપાટ આપું,” તે પુણિયા શ્રાવક રાજગૃહીનું શ્રાવકરત્ન હતા. પાંચસો સત્તાવીશ આત્માઓને પ્રતિબોધ પમાડી સંયમમાર્ગે દોરનાર ચરમ કેવલી જંબૂકુમાર પણ અહીં જ થયા હતા.
આત્મકલ્યાણના પંથે ગયેલા આ મહાત્માઓનું પુણ્યસ્મરણ કર્મનિર્જરાનું કારણ બને છે. એ પુણ્યશાળીઓને અને આ પુણ્યવંતી ભૂમિને પ્રણામ.
વર્તમાનમાં આ શહેરનું ધાર્મિક મહત્ત્વ જૈનધર્મનું કારણ છે. અહીંની ટેકરીઓ મંદિરોથી શોભી રહી છે.
વિપુલગિરિ અને રત્નગિરિ પર શ્રી મુનિ સુવ્રત સ્વામી અને શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં મંદિરો છે. સ્વર્ણગિરિ પર શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથનાં મંદિરો છે. વૈભારગિરિ પર શ્રી મહાવીર સ્વામી અને શ્રી મુનિ સુવ્રત સ્વામીનાં મંદિરો છે.
વિપુલગિરિની તળેટી પાસે ગરમ પાણીના પાંચ કુંડો વિદ્યમાન છે. ભગવાન મહાવીર વિપુલગિરિ અને ગુણશીલ ચૈત્યમાં ઘણો કાળ રહ્યા હતા. પંદરમી શતાબ્દીમાં અહીં બે જૈન મંદિરો બંધાયાં હોવાનો ઉલ્લેખ મળે છે. તેમાંના એક પાર્શ્વનાથ ભગવાનના મંદિરની પ્રશસ્તિવાળો એક શિલાલેખ રાજગીરમાં સ્વ. પૂરણચંદ નાહરના શાંતિભવન નિવાસસ્થાને સુરક્ષિત છે.
- વિપુલગિરિના જોડાણમાં રત્નગિરિ પર જવાય છે. અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. વચ્ચેના સ્તૂપમાં શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિદ્યમાન છે.
રત્નગિરિથી નીકળી ઊતર્યા પછી ઉદયગિરિ પર જવાનો રસ્તો આવે છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર રાજગીરનું સૌથી પ્રાચીન મંદિર છે.
સ્વર્ણગિરિ પર ઉદયગિરિની પાસેથી જવાય છે. અહીં તળેટીમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org