________________
૧૨
_________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
હાં રે મારે આગમ જાણી જિનનો શ્રેણિકરાય જો આવ્યો રે પરવર્યા હયગય રથ પાયગે રે લોલ હાં રે મારે દઈ પ્રદક્ષિણા વંદી બેઠો ઠાય જો સુણવા રે જિનવાણી મોટે ભાગે રે લોલ. ૭ હાં રે મારે ત્રિભુવન નાયક લાયક નવ ભગવંત જો આણી રે જનકરુણા ધર્મકથા કહે રે લોલ હાં રે મારે સહજ વિરોધ વિસારી જગજંત જો.
સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮ પુણ્યવંતી રાજગૃહી નગરી સાથે અનેક તપસ્વીઓ, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતીઓ, રાજપુત્રો અને રાજપરિવારની પ્રેરક સ્મૃતિઓ સંકળાયેલી છે.
રોજ સાત મનુષ્યોની હત્યા કરનાર ભયંકર હત્યારા અર્જુનમાલીનું હૃદયપરિવર્તન અહીં થયું હતું. રોહિણેય ચોરના કાનમાં અકસ્માતુ ભગવાનની વાણી પ્રવેશી અને ચોર મટીને તે મુનિ બન્યો હતો. “અભયકુમારની બુદ્ધિ હજો” એવી પ્રાર્થના જેમના નામ પરથી આપણે કરીએ છીએ તે અભયકુમાર શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા. આર્દ્રકુમારને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારીને તપશ્ચર્યા દ્વારા અનુત્તર વિમાનમાં ગયા છે. જન્મ ચંડાલ એવા મુનિવર ધર્મની સમતા સુપ્રસિદ્ધ છે. સુવર્ણકારને ત્યાં ગોચરી વહોરવા જતાં સુવર્ણના જવ કૌંચપલી ગળી જતાં સુવર્ણકાર તરફથી ચામડાની વાધરી માથા પર બાંધવામાં આવતાં સમતાભાવે કષ્ટ સહન કરી તેઓ મોક્ષ પામ્યા.
શ્રેણિક મહારાજાના વૈભવને ઝાંખો પાડી દે તેવા વૈભવશાળી શાલિભદ્ર રાજગૃહી નગરીને શોભાવતા હતા. તેમના પિતા સ્વર્ગલોકમાંથી રોજ દિવ્ય આભૂષણોની તેત્રીસ પેટીઓ મોકલતા હતા. માતાએ જ્યારે શ્રેણિક રાજાની ઓળખાણ આપી ત્યારે “મારા માથે પણ રાજા છે ?” એ વિચારથી પ્રતિબોધ પામ્યા અને રોજ એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા. તે વાત પરથી ધન્ય શ્રેષ્ઠિએ પોતાની પત્ની અને શાલિભદ્રની બહેનને ટોણો મારતાં કહ્યું કે, “રોજ એક એક પત્ની ત્યજવામાં શી બહાદુરી ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org