________________
19__________ સાહિત્ય સમારોહ-ગુw - અનુયાયી બન્યો હતો. પર્વતોના વિસ્તારની બહાર તેણે નવા રાજગૃહની સ્થાપના કરી હતી એમ ચીની યાત્રિક ફાહિયાને નોંધ્યું છે. પાલિ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અવંતિના રાજા ચંડ પ્રદ્યોત તરફથી સંભવિત આક્રમણને ખાળવા શહેરના કિલ્લાઓનું તેણે સમારકામ કર્યું હતું.
તે સમયે રાજગૃહ રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર હતું. પાલિ ગ્રંથોના ટીકાકાર બુદ્ધઘોષના અભિપ્રાય પ્રમાણે આ શહેરના અંતર્નગર અને બહિર્નગર એમ બે ભાગ હતા. શહેરને ૩૨ વિશાળ દરવાજા હતા, અને ૬૪ નાના દરવાજા હતા. આ શહેરની વસ્તી બંને ભાગોની મળીને ૧૮ કરોડની હતી એવો ઉલ્લેખ છે, પરંતુ તેમાં અતિશયોક્તિ હોવાનો સંભવ છે.
રાજગૃહમાં ગૌતમ બુદ્ધ ઘણાં વર્ષો સુધી ધર્મપ્રચાર કર્યો હતો તેથી બૌદ્ધ ધર્મનું પણ તે મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. તેઓ આ શહેરના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. પરંતુ વિશેષ કરીને તેઓ ગૃધ્રકૂટ પર વસ્યા હતા. તેમણે આ શહેરની અને તેની આસપાસના વાતાવરણની પ્રશંસા કરેલી છે. બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુ તેમના અવશેષો રાજગૃહમાં લાવ્યો હતો અને એક સ્તુપ બનાવીને તે અવશેષો તેમાં રાખ્યા હતા. તે પછી કેટલાક મહિનાઓ પછી અગ્રણી બૌદ્ધ સાધુઓએ બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ કરવા એક પરિષદ યોજવાનો નિર્ણય કર્યો ત્યારે અજાતશત્રુએ શતપર્ણી ગુફાની સામે એક વિશાળ ખંડ બંધાવી તેમાં પરિષદ યોજવાની વ્યવસ્થા કરી આપી હતી. જૈન ધર્મગ્રંથોમાં અજાતશત્રુને કોણિક તરીકે અને જૈન અનુયાયી તરીકે ઓળખવામાં આવ્યો છે.
જૈનોના ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીએ રાજગૃહ અને તેના ઉપનગર નાલંદામાં ૧૪ ચોમાસાં કર્યાં હતાં.
રાયગિહિં નગરે નાલંદં ચ બાહિરિયે નીસાએ ચોધરા અંતરાવાસે વાસાવસે ઉવાગએ / (કલ્પસૂત્ર) •
પ્રેરક સ્મૃતિઓ અષ્ટમીનો મહિમા વર્ણવતા એક સ્તવનમાં કવિ કાંતિવિજયજીએ રાજગૃહીમાં ભગવાન મહાવીરસ્વામીના સમવસરણનું અને શ્રેણિક મહારાજાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org