________________
પુણ્યવંતી રાજગૃહી.
[ ૧૩૫ સપ્તધારાના ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં ભગવાન શ્રી આદિનાથનું મંદિર છે. મંદિર પાસેથી ઊતરવાના રસ્તે કામશિલા નામની વિશાળ જગ્યા છે. અહીં નિગ્રંથ મહાત્માઓ તપશ્ચર્યા કરતા હતા. પહાડ ઊતરતાં એક નાની નદીની સામે વૈભારગિરિ અને તેની જમણી બાજુએ મણિયાર મઠ આવે છે.
રાજગૃહના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રને તેમના પિતા દેવલોકમાંથી વસ્ત્રાલંકારોની પેટીઓ રોજ મોકલતા. આ વસ્ત્રાલંકારો એક દિવસ વાપરીને નિર્માલ્ય તરીકે કૂવામાં ફેંકી દેવામાં આવતાં. તેને નિર્માલ્ય કૂઈ કહેવામાં આવતી હતી. આજે આ સ્થળને મણિયાર મઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી મળી આવેલી શાલિભદ્રની પાદુકાઓ અત્યારે પટણાના મ્યુઝિયમમાં છે.
મણિયાર મઠની સામે સોનગુફા નામની ગુફા છે. આ ગુફા સપ્તધારાના કુંડોથી એક માઈલ દૂર છે. અહીં ચૌમુખી જિન પ્રતિમાઓ છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી અહીં બૌદ્ધ ભિક્ષુઓની પરિષદ મળી હતી.
વૈભારગિરિ પાછળ શ્રેણિક રાજાનો ભંડાર તથા રોહણિયા ચોરની ગુફા છે. તળેટીમાં ગરમ પાણીનો બ્રહ્મકુંડ અને બીજા કેડો પણ છે. અહીં ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધર ભગવંતો નિર્વાણ પામ્યા છે. વર્તમાનમાં અહીં ચાર જિનમંદિરો છે.
પટણાથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું રાજગીર જાપાનના બૌદ્ધ અનુયાયીઓએ બાંધેલા શાંતિસૂપ, વિપુલાચલની તળેટીએ આવેલા ઝરાઓના કુંડમાંના ગુરુ નાનક કુંડ અને બીજા મુસ્લિમ સંતના નામવાળા કુંડના કારણે તમામ ધર્માનુયાયીઓનું પવિત્ર સ્થાન બની રહ્યું છે. નાલંદા વિદ્યાપીઠ એ બૌદ્ધોનું મોટું વિદ્યાધામ હતું. અહીંથી થોડે દૂર આવેલું પાવાપુરી તીર્થ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org