Book Title: Jain Sahitya Samaroha Guchha 4
Author(s): Ramanlal C Shah
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/014004/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ ગુચ્છ–૪ | •પ્રકાશક: શ્રી મહાવીર જૈન વિદ્યાલય Page #2 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ [અહેવાલ અને અભ્યાસલેખો] ગુચ્છ ૪ સંપાદક રમણલાલ ચી. શાહ પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૯ Page #3 -------------------------------------------------------------------------- ________________ Dn Ll Jain Sahitya Samaroh [Reports & Essays : Part 4] Price: Rs. 50-00 પ્રથમ આવૃત્તિ : ઓક્ટોબર, ૧૯૯૫ D. કિંમત : રૂપિયા પચાસ પ્રકાશક : શ્રી વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, મુંબઈ-૪૦૦ ૦૩૬ મુદ્રક : સૂર્યમુખી ટાઇપ સેટિંગ ઘેલાભાઈની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ શ્રી મહાવીર જૈન વિદ્યાલય જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ક્રમ નામ સ્થળ (૧) શ્રી કેશવરામ કા. શાસ્ત્રી (૨) પં. દલસુખભાઈ માલવણિયા (૩) ડૉ. ભોગીલાલ સાંડેસરા (૪) શ્રી અગરચંદજી નાહટા (૫) ડૉ. રમણલાલ ચી. શાહ (૬) શ્રી ભંવરલાલ નાહટા (૭) ડૉ. ઉમાકાન્ત પી. શાહ (૮) ડો. સાગરમલ જૈન (૯) પૂ. શ્રી યશોદેવસૂરિ મહારાજ (૧૦) ડૉ. નગીનદાસ જે. શાહ (૧૧) પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજ (૧૨) ડૉ. રમણલાલ ચી. શાહ (૧૩) ડો. સાગરમલ જૈન મુંબઈ ૧૯૭૭ મહુવા ૧૯૭૯ સુરત ૧૯૮૦ સોનગઢ (સૌરાષ્ટ્ર) ૧૯૮૩ માંડવી (કચ્છ) ૧૯૮૪ ખંભાત ૧૯૮૫ પાલનપુર ૧૯૮૬ સમેતશિખર (બિહાર) ૧૯૮૭ પાલિતાણા ૧૯૮૭ બોંતેર જિનાલય (કચ્છ) ૧૯૮૮ ચારૂપ (પાટણ) ૧૯૮૯ બોંતેર જિનાલય (કચ્છ) ૧૯૯૪ રાજગૃહી (બિહાર) ૧૯૯૫ (i) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય શ્રી મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપનાના પ્રેરક પ. પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની તથા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના આદ્ય સ્થાપક મંત્રી સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડિયાની ભાવના વિદ્યાલય દ્વારા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ અને રહેઠાણની સરસ સગવડ કરવા ઉપરાંત જૈન સાહિત્ય અને સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કરવાની હતી. એમની એ ભાવના અનુસાર વિદ્યાલયે વખતોવખત ભિન્ન ભિન્ન પ્રકારની જૈન સાહિત્યની પ્રવૃત્તિ હાથ ધરી છે. જૈન સાહિત્યના લેખનપ્રકાશનમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઘણું મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વિદ્યાલયનું ગ્રંથાલય મુંબઈનું એક સમૃદ્ધ ગ્રંથાલય છે. વળી વિદ્યાલય પાસે જૈન હસ્તપ્રતોનો સમૃદ્ધ ભંડાર પણ છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે ઈ. સ. ૧૯૬૦ના અરસામાં આપણા આગમગ્રંથોનું સંશોધન-સંપાદન કરાવી, અધિકૃત વાચના સાથે એના પ્રકાશનની યોજના હાથ ધરી હતી. આ યોજનાના પ્રેરક શ્રુતશીલવારિધિ, આગમપ્રભાકર પ. પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મહારાજ હતા. એમણે પોતે કેટલાક આગમગ્રંથોનું સંશોધન-સંપાદન કરી આપ્યું હતું. એમના કાળધર્મ પછી એ જવાબદારી ૫. પૂ. મુનિ શ્રી જંબૂવિજયજી મહારાજે સ્વીકારી છે. આ યોજનામાં ઘણાખરા મહત્ત્વના આગમગ્રંથો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને એ પ્રકાશનકાર્ય હજુ ચાલુ જ છે. આ કાર્ય માટે વિદ્યાલયે જિનાગમ ટ્રસ્ટના નામથી જુદા ટ્રસ્ટની રચના કરી છે અને તેના ઉપક્રમે જૈન સાહિત્યની વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી રહી છે. ઈ. સ. ૧૯૭૭માં શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો હીરક મહોત્સવ યોજવામાં આવ્યો હતો. એ પ્રસંગે જૈન સાહિત્ય સમારોહના નામથી એક વધુ પ્રવૃત્તિનું આયોજન થયું અને પ્રથમ જૈન સાહિત્ય સમારોહ એ પ્રસંગે મુંબઈમાં પદ્મશ્રી કેશવરામ કા. શાસ્ત્રીના પ્રમુખપદ હેઠળ યોજવામાં આવ્યો હતો. ત્યારથી આજ દિવસ સુધીમાં (૧) મુંબઈ, (૨) મહુવા, (૩) સુરત, (iii) Page #5 -------------------------------------------------------------------------- ________________ (૪) સોનગઢ, (૫) માંડવી (કચ્છ), (૬) ખંભાત, (૭) પાલનપુર, (૮) સમેતશિખર, (૯) પાલિતાણા, (૧૦) બોંતેર જિનાલય (કચ્છ), (૧૧) ચારૂપ (પાટણ), (૧૨) બોંતેર જિનાલય (કચ્છ) અને (૧૩) રાજગૃહી એમ તેર જેટલા જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યા છે. આ પ્રવૃત્તિને મળેલા ઉત્સાહભર્યા સહકારની એ પ્રતીતિ કરાવે છે. જૈન સાહિત્ય સમારોહની બેઠકોમાં રજૂ થયેલા નિબંધોમાંથી પસંદ કરેલા નિબંધો ગુચ્છ-૧, ગુચ્છ-૨ અને ગુચ્છ-૩ તરીકે ગ્રંથરૂપે અગાઉ પ્રકાશિત થઈ ગયા છે. હવે આ ગુચ્છ-૪ પ્રકાશિત થાય છે એ અમારા માટે અત્યંત હર્ષની વાત છે. આ ગુચ્છ-૪ના સંપાદનની જવાબદારી જૈન સાહિત્ય સમારોહના સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહે સ્વીકારી છે અને માનાર્હ કાર્ય કરી આપ્યું છે એ બદલ અમે એમના ઋણી છીએ અને એમને ધન્યવાદ આપીએ છીએ. આ ગુચ્છ-૪માં જે જે લેખકોના લેખો પ્રગટ કરવામાં આવ્યા છે તે તે લેખકોનો પણ અમે આભાર માનીએ છીએ. આ ગ્રંથના મુદ્રણ કાર્યની જવાબદારી ડૉ. શિવલાલ જેસલપુરાએ સ્વીકારી છે અને પ્રેસકોપી શ્રી ચીમનલાલ એમ. શાહ – “કલાધરે' તૈયાર કરી આપી છે એ માટે અમે તેઓ બંનેના પણ આભારી છીએ. અમને આશા છે કે જૈન સાહિત્ય સમારોહની આ પ્રવૃત્તિ ઉત્તરોત્તર વિકસતી રહેશે અને એ દ્વારા જૈન સાહિત્યના અભ્યાસ તથા સંશોધનના ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય થતું રહેશે. મુંબઈ : શ્રાવણ સુદ ૧૫ સં. ૨૦૧૧ વસનજી લખમશી શાહ ચેરમેન, શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટ (iv) Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય ‘જૈન સાહિત્ય સમારોહ (અહેવાલ અને નિબંધો)' ગુચ્છ-૪ નામનો આ ગ્રંથ પ્રગટ થાય છે એ મારા માટે બહુ આનંદનો અવસર છે. ‘જૈન સાહિત્ય સમારોહ’ ગુચ્છ-૧ ૧૯૮૫માં અને ગુચ્છ-૨ ૧૯૮૭માં પ્રગટ થયા હતા. ત્યારપછી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ અનિયમિતપણે ચાલતી રહી હતી, એટલે ગુચ્છ-૩ અને ગુચ્છ-૪ના પ્રકાશનનું કાર્ય વિલંબમાં પડી ગયું હતું. સદ્ભાગ્યે છેલ્લાં ત્રણેક વર્ષથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ફરી નિયમિત બની છે. તેથી ગુચ્છ-૩ અને ગુચ્છ૪ના પ્રકાશનનું કાર્ય સરળ બન્યું છે. મારા મિત્ર અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહે આ પ્રવૃત્તિને ફરી નિયમિત કરવા માટે સક્રિય રસ લઈને વહીવટી જવાબદારી સ્વીકારી લીધી છે. એથી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને અને ગુચ્છના પ્રકાશનને નવો વેગ સાંપડ્યો છે. ગયે વર્ષે માર્ચ, ૧૯૯૪માં કચ્છમાં બોંતેર જિનાલય ખાતે બારમો જૈન સાહિત્ય સમારોહ યોજવામાં આવ્યો હતો. ત્યારપછી તેરમો જૈન સાહિત્ય સમારોહ માર્ચ ૧૯૯૫માં રાજગૃહી (બિહાર) ખાતે યોજવામાં આવ્યો હતો. આમ અત્યારસુધીમાં તેર જેટલા સાહિત્ય સમારોહ યોજાઈ ગયા છે. ગુચ્છ-૧ અને ગુચ્છ-૨માં સાતમા જૈન સાહિત્ય સમારોહ સુધીના અહેવાલો અને પસંદ કરાયેલા નિબંધો આપવામાં આવ્યા છે. ગુચ્છ-૩માં આઠમાથી બારમા સુધાના તેમજ આ ગુચ્છ-૪માં તેરમા જૈન સાહિત્ય સમારોહના અહેવાલો આપવામાં આવ્યા છે. જૈન સાહિત્ય સમારોહના ગુચ્છના પ્રકાશન માટે નિબંધો, અભ્યાસલેખો વગેરેની પસંદગીની બાબતમાં એવું ધોરણ રાખવામાં આવ્યું છે કે સામાન્ય રીતે દરેક લેખકનો એક જ નિબંધ લેવામાં આવે. ગુચ્છ-૧ અને ગુચ્છરના પ્રકાશન વખતે આવો જ નિયમ રાખવામાં આવ્યો હતો. એક રીતે આ નિયમ ઇષ્ટ છે, કારણ કે આવાં પ્રકાશનોમાં ખર્ચ ઠીક ઠીક થતો હોય છે અને વળતરની ખાસ અપેક્ષા હોતી નથી. (v) Page #7 -------------------------------------------------------------------------- ________________ એકથી સાત સુધીના જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ કેટલાક એવા છે કે જે ગ્રંથ સ્વરૂપે છાપી શકાય એવા છે અને ગુચ્છની અંદર સ્થાન પામી શકે એવા છે. વળી આઠમાથી બારમા સુધીના પાંચ જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા નિબંધોમાંથી પણ પસંદગી કરવાને ઠીક ઠીક અવકાશ રહે છે. આમ છતાં પ્રત્યેક ગુચ્છમાં દરેક લેખકનો ફક્ત એક જ નિબંધ પ્રકાશિત કરવા માટે લેવાનું ધોરણ ચાલુ રાખ્યું છે. જૈન સાહિત્ય સમારોહ માટે આવતા બધા જ નિબંધોનું ધોરણ એકસરખું ઉચ્ચ નથી હોતું. તેમ છતાં પ્રકાશિત કરવા યોગ્ય નિબંધોની સંખ્યાનું પ્રમાણ ઠીક ઠીક સારું રહે છે. એ ઘણી મોટી આશા જન્માવે છે. આ ગ્રંથમાં જૈન સાહિત્ય સમારોહના લેખોમાંથી પસંદગી કરવામાં કેટલીક બાબતો લક્ષમાં લેવી પડી છે. જૈન સાહિત્ય સમારોહમાં રજૂ થયેલા લેખો પૈકી કેટલાક લેખો અતિ વિસ્તૃત છે, તો કેટલાક લેખો અતિ સંક્ષિપ્ત માત્ર નોંધરૂપે જ જોવા મળ્યા છે. કેટલાક વિષયો ઉપર એક કરતાં વધુ લેખો છે. કેટલાક લેખો લેખકો પાસે જ રહી ગયા હોય અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય પાસે એની નકલ ઉપલબ્ધ ન હોય એવુંય બન્યું છે. સમારોહ બાદ કોઈ કોઈ લેખકોએ પોતાના લેખની નકલ સુધારા-વધારા માટે પાછી મંગાવી લીધી હોય એવું પણ બન્યું છે. બધા પ્રમુખો અને વિભાગીય પ્રમુખોનાં વ્યાખ્યાનો પણ ઉપલબ્ધ નથી, કારણ કે કેટલાકે મૌખિક વક્તવ્ય રજૂ કર્યું છે. આ બધી મર્યાદાઓને આ સંપાદન તૈયાર કરતી વખતે લક્ષમાં લેવી પડી છે. - જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને સંસ્થાકીય બંધારણીય માળખામાં બાંધવાનું હજુ વિચારાયું નથી, કારણ કે આર્થિક પ્રશ્ન મૂળભૂત અને મહત્ત્વનો હોવાથી કેટલીક ભૂમિકા તૈયાર થવાની અપેક્ષા રહે છે. વળી અંદાજિત ખર્ચને લક્ષમાં લેતાં ભાષા અને પ્રાદેશિક વિસ્તારની મર્યાદા પણ નક્કી કરવાની રહે છે. એ માટેની યોગ્ય કાળ જ્યારે પરિપક્વ થશે ત્યારે આ પ્રવૃત્તિ સ્વયમેવ બંધારણીય સ્વરૂપ ધારણ કરશે. પરંતુ ત્યાં સુધી તો વૃક્ષની જેમ તેનો વિકાસ સ્વયમેવ અનૌપચારિક રીતે થતો રહે એ જ Page #8 -------------------------------------------------------------------------- ________________ ઇષ્ટ છે. તેર જેટલા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થઈ શક્યું એ જ આ અનૌપચારિક પ્રવૃત્તિની ફલશ્રુતિ છે. આવી પ્રવૃત્તિને નિમિત્તે કેટલાક નવોદિત લેખકોની કલમ વિકસી છે અને કેટલાક સમર્થ લેખકો દ્વારા સરસ અભ્યાસલેખો મળ્યા છે એ એની મહત્ત્વની ફલશ્રુતિ છે. અમારે માટે એ ખરેખર ખૂબ આનંદની વાત છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયે સંપાદનની આ જવાબદારી મને સોંપી તે માટે હું વિદ્યાલયનો અને જિનાગમ ટ્રસ્ટના ચેરમેન શ્રી વસનજી લખમશી શાહનો ઋણી છું. આશા છે કે આ ગ્રંથ વિદ્વાનો અને ભાવકોને સંતોષ આપશે. મુંબઈ : શ્રાવણ સુદ ૧૫ સં. ૨૦૫૧ (vii) રમણલાલ ચી. શાહ સંપાદક Page #9 -------------------------------------------------------------------------- ________________ અહેવાલ ૧. તેરમો જૈન સાહિત્ય સમારોહ સં. ચીમનલાલ એમ. શાહ – ‘કલાધર’ અભ્યાસલેખો ૧. સ્વરૂપમંત્ર પં. પન્નાલાલ જગજીવનદાસ ગાંધી ૨. સિદ્ધ પરમાત્મા અનુક્રમણિકા રમણલાલ ચી. શાહ ૩. તમિળ જૈન કૃતિ - ‘નાલડિયાર’ નેમચંદ ગાલા ૪. માધ્યસ્થ ભાવના તારાબહેન ૨. શાહ ૫. જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય કવિન શાહ ૬. હેમચંદ્રાચાર્યકૃત ‘યોગશાસ્ત્ર’માં બ્રહ્મચર્યની વિભાવના પન્નાલાલ ૨. શાહ ૭. પુણ્યવંતી રાજગૃહી જયેન્દ્ર એમ. શાહ (viii) પૃષ્ઠ ૧ - ૧૪ ૪૭ ૯૪ ૧૦૩ ૧૧૧ ૮. કવિ ઋષભદાસ : મધ્યકાલીન જૈન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક ૧૩૬ ચીમનલાલ એમ. શાહ ‘ કલાધર’ ૧૨૩ ૧૨૮ Page #10 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ અહેવાલઃ ચીમનલાલ એમ. શાહ – “કલાધર' પૂર્વભૂમિકા : બિહારમાં પટણા શહેરથી સો કિલોમીટરના અંતરે આવેલ રાજગૃહી પ્રાચીન ભારતના મગધ રાજ્યની રાજધાનીનું શહેર હતું. પ્રાચીન કાળમાં આ નગર ક્ષિતિપ્રતિષ્ઠિત, ઋષભપુર, કુશાગ્રપુર, ગિરિધ્વજ અને રાજગૃહના નામે પણ ઓળખાતું હતું. આ નગરમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રતસ્વામીના અવનજન્મ, દીક્ષા અને કેવળજ્ઞાન એમ ચાર કલ્યાણકો થયા હોવાથી પ્રાચીન કાળથી જ આ નગર જૈનોના તીર્થસ્થાન-રૂપે સુપ્રસિદ્ધ છે. અંતિમ તીર્થકર શ્રી મહાવીરસ્વામીના ચૌદ ચૌદ ચાતુર્માસ પણ આ પવિત્ર ભૂમિમાં થયા છે. ભગવાન બુદ્ધનું નામ પણ રાજગૃહી સાથે જોડાયેલું છે. “ઔપપાતિકસૂત્રમાં મગધની આ રાજધાનીની ભવ્યતા, વિશાળતા અને સમૃદ્ધિનું સુંદર વર્ણન કરેલું છે. ગગનચુંબી રાજમહેલો, શ્રેષ્ઠિઓની હવેલીઓ અને મંદિરોની હારમાળાથી રાજગૃહીની શોભા અપૂર્વ હતી. અહીંની કુત્રિકાપણમાંથી જગતભરની કોઈ પણ વસ્તુ મળી શકતી. અહીં ગુણશીલ, મેડિકુચ્છ, મોગ્ગરપાણિ આદિ યક્ષોના ચૈત્યો હતા. નાલંદા જેવા વિશાળ વિસ્તારો રાજગૃહીનાં ઉપનગરો ગણાતા. મેતાર્ય, અઈમુત્તા, ધન્ના, શાલિભદ્ર, મેઘકુમાર, નંદિષેણ, મહારાજા શ્રેણિક, મહામંત્રી અભયકુમાર, કયવન્ના શેઠ, જંબુસ્વામી, પ્રભાસ, શવ્યંભવસૂરિ, તુલસા શ્રાવિકા, પુણિયો શ્રાવક વગેરે અનેક નામાંકિત મહાપુરુષો આ નગરનાં રત્નો હતા. હત્યારા અર્જુનમાલી અને રોહિણીય ચોરનું આ નગરમાં હૃદયપરિવર્તન થયું હતું. આ નગરમાં વિપુલગિરિ, રત્નગિરિ, ઉદયગિરિ, સ્વર્ણગિરિ અને વૈિભવગિરિ નામની રમણીય ટેકરીઓ પર પ્રાચીન જિન મંદિરો અને તીર્થકરોની ચરણપાદુકાઓની દહેરીઓ છે. નૈસર્ગિક સૌંદર્યથી ભરપૂર એવી રાજગૃહીની પવિત્રભૂમિ કલાપ્રેમીઓને આકર્ષે છે, તો ભક્તહૃદયમાં આહલાદ જગાવે છે. ગળ ૪ - Page #11 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છક આવી તીર્થકરોની પાવન ભૂમિ રાજગૃહી (બિહાર) મધ્યે મુંબઈની સુપ્રસિદ્ધ જૈન શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૨, ૧૩, ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ તેરમા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું. રાજગૃહી ખાતે વીરાયતન સંસ્થામાં પૂ. દર્શનાચાર્ય શ્રી ચંદનાજીની પાવન નિશ્રામાં અને પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાનના નિયામક અને જૈનધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. સાગરમલ જૈનના પ્રમુખસ્થાને યોજાયેલ આ તેરમા જૈન સાહિત્ય સમારોહમાં ઉદ્ઘાટન બેઠક અને સાહિત્યની બેઠકો સહ કુલ પાંચ બેઠકો આયોજિત થઈ હતી. આ જૈન સાહિત્ય સમારોહમાં વીસેક જેટલા વિદ્વાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તે પૈકી તેર જેટલા વિદ્વાનોએ પોતાના અભ્યાસપૂર્ણ પેપર્સ રજૂ કર્યા હતાં. ઉદ્દઘાટન બેઠકઃ રવિવાર, તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રોજ સવારના દસ વાગે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં પૂ. શ્રી ચંદનાજીના મંગલાચરણથી આ સાહિત્ય સમારોહનો પ્રારંભ થયો હતો. સ્વાગત અને ભૂમિકા? આ સાહિત્ય સમારોહના પ્રાણ અને મુખ્ય સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને આ વર્ષે શ્રી વસનજી લખમશી શાહ પરિવાર તરફથી, તેમના માતુશ્રી રતનબહેન લખમશી ઘેલાભાઈની સ્મૃતિમાં, પૂરક આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં રાજગૃહી ખાતે આ તેરમો જૈન સાહિત્ય સમારોહ યોજાયો છે. વિરાયતન જેવી સુંદર સંસ્થા અને પૂ. શ્રી ચંદનાજીનું શુભ સાંનિધ્ય આ કાર્યક્રમને પ્રાપ્ત થયું છે તેનો આનંદ છે. આપ સૌનું સ્વાગત કરતાં અત્યંત હર્ષ અનુભવું છું. “જૈન સાહિત્ય સમારોહ એ સાંપ્રદાયિક કે સંકુચિત દૃષ્ટિથી નથી Page #12 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ 3 શરૂ કરાયો. પરંતુ જૈનો પાસે અઢળક સાહિત્ય અને કલાનો વારસો છે. તેને વ્યવસ્થિત કરવાનો તથા તેના અભ્યાસીઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ છે. આ સાહિત્ય સમારોહ યોજવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તત્ત્વદર્શનની પ્રવૃત્તિને વેગ આપવાનો છે. અગાઉ વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં જૈન સાહિત્યનો એક જુદ્ધે વિભાગ રહેતો. કેટલાંક વર્ષોથી એ વિભાગ બંધ થયો છે. આથી જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનને વધુ સક્રિય બનાવવાની દૃષ્ટિથી આ અલગ સમારોહ યોજવાની ભૂમિકા રચાઈ હતી અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી જ્ઞાનસમૃદ્ધ સંસ્થાએ એ જવાબદારી ઉપાડી લીધી છે. આ જૈન સાહિત્ય સમારોહનું કોઈ ઔપચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહનું કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કોઈ લવાજમ રાખવામાં આવ્યું નથી. આ એક સ્વૈરપણે વિકસતી પ્રવૃત્તિ છે. એમાં કોઈ ફિરકાભેદ કે જૈન-જૈનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા પણ નથી. જૈન સાહિત્યનાં સંશોધન, સંપાદન, અધ્યયન ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિને વિકસાવવા તથા નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહિત કરવાના આશયથી લગભગ બે દાયકાથી આ સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિ માટે આર્થિક તથા અન્ય પ્રકારનો સહયોગ વિવિધ સંસ્થાઓ અને શ્રેષ્ઠિઓ દ્વારા અમને મળતો રહ્યો છે તે માટે અમે સૌના ઋણી છીએ.' દીપ-પ્રાગટ્ય : મંગલદીપ પ્રગટાવીને સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન કરતાં ત્યાગમૂર્તિ શ્રી જોહરીમલ પારેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘આજે આપણા રાષ્ટ્રમાંથી શાંતિ અને સંતોષ અદૃશ્ય થતાં જાય છે. વિઘા, રાજનીતિ, વ્યવસાય વગેરે દરેક ક્ષેત્રમાં અસંતોષનો અગ્નિ પ્રજ્વલિત થતો જોવા મળે છે. તેનું મૂળ કારણ ચારિત્રનો હ્રાસ છે. આપણું આજનું નેતૃત્વ ખતમ થઈ ચૂક્યું છે ! ‘ધમ્મ નાયગાણું’–ધર્મનું નેતૃત્વ જ હવે દેશને બચાવશે. આ જગતમાં વિદ્વાન બનવું સહેલું છે પણ સમ્યગ્ જ્ઞાની બનવું કઠિન છે. Page #13 -------------------------------------------------------------------------- ________________ _જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૪ તર્કનો સહારો લઈ કોઈ કદી સમ્યગૂ જ્ઞાની બની શકે નહિ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જ સમ્યગ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય તપ જ કરી શકે. તપમાં તમે વિકાસ નહિ કરો ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થશે નહિ.” જ્ઞાનનો મહિમા : આ ઉદ્ઘાટન બેઠકમાં વિદ્વાન વ્યાખ્યાતા પ્રા. તારાબહેન ૨. શાહે ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે “જૈન ધર્મમાં જ્ઞાનનો ભારે મહિમા ગવાયો છે. આપણાં શાસ્ત્રોમાં જ્ઞાનને દીપકની ઉપમા આપવામાં આવી છે. એક સૂર્યમાંથી બીજો સૂર્ય પ્રગટ થઈ શકતો નથી, પરંતુ એક દીપકમાંથી અનેક દીપકો પ્રગટ થઈ શકે છે, તેમ છતાં મૂળ દીપકનું તેજ જરા પણ ઓછું થતું નથી. દીપકની હાજરીમાં જેમ અંધકાર ટકી શકતો નથી તેમ જ્ઞાનરૂપી દીપક જેમનાં અંતઃકરણમાં વિદ્યમાન છે તેમનાં અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, ઇર્ષ્યા અને અસૂયારૂપી અંધકારમાંથી ઉત્પન્ન થનાર અશાંતિ, દુઃખ, ખેદ કે શોકરૂપી દુર્ગુણો ટકી શકતા નથી.' જ્ઞાન ગુણનું સેવન : શ્રી નેમચંદ ગાલાએ સાહિત્ય સમારોહની આ સમ્યક પ્રવૃત્તિથી લેખનપ્રવૃત્તિને કેવો વેગ મળે છે તે અંગે પોતાના અનુભવની વાત સાથે જ્ઞાનદોષના નિર્મુલન અને જ્ઞાન ગુણના સેવન પર વિશેષ ભાર મૂક્યો હતો. સમત્વપ્રાપ્તિ-આત્માનું લક્ષ્ય : તેરમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડો. સાગરમલ જૈને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આજે આપણે દુર્ભાગ્ય છે કે ધર્મ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ તેના આચરણ તરફ એટલા ગંભીર નથી. ધર્મના નામે આપણે સંપ્રદાયની દીવાલ ઊભી કરી દીધી છે અને તેના વ્યામોહમાં જૈન શાસનનો વિકાસ આપણે રૂંધી નાખ્યો છે. આપણે ધર્મને ન તો જીત્યો છે, ન તો તેની અનુભૂતિ કરી છે. ભગવાન મહાવીરે ભગવતીસૂત્રમાં આત્માને સમત્વરૂપ કહ્યો છે. સમત્વ પ્રાપ્ત કરવું એ જ આત્માનું પરમ Page #14 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ લક્ષ્ય હોવું ઘટે. જૈન સમાજ ઓચ્છવ-મહોત્સવ વગેરેમાં અઢળક પૈસો ખર્ચ છે પરંતુ જૈન સાહિત્ય માટે ખાસ કંઈ કરવાની રસ-રુચિ ધરાવતો નથી. દુનિયા પાસે ન હોય તેટલું વિપુલ સાહિત્ય જૈનો પાસે હોવા છતાં તેનો ઉપયોગ નહિવતું થાય છે તે અત્યંત ખેદની વાત છે.' સાહિત્ય-જીવનનું ધ્યેય : પૂ. શ્રી ચંદનાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “તીર્થંકરની આ પવિત્ર ભૂમિ રાજગૃહીમાં સાહિત્યકારો સાથે વાર્તાલાપ કરવાનો અનોખો આનંદ મળ્યો છે તે અમારા માટે મોટા સદ્ભાગ્યની વાત છે. સાહિત્ય એ જીવનનું મહત્ત્વનું અંગ છે, ધ્યેય છે. જે સમાજમાં સાહિત્ય અને સાહિત્યકારોની ઉપેક્ષા થાય છે તે સમાજ કદાપિ પોતાનો વિકાસ સાધી શકતો નથી. આપ સૌ આપની તેજસ્વી કલમ દ્વારા ધર્મ-સંસ્કૃતિને વધુ ને વધુ ઉદ્યોત કરતા રહો એવી આ તકે મારી શુભ કામના છે.” પ્રથમ બેઠક : રવિવાર તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રોજ બપોરના ત્રણ વાગે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની પ્રથમ બેઠકનો શુભારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન પ્રા. ઉત્પલાબહેન કે. મોદીએ કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. માધ્યસ્થ ભાવના : પ્રા. તારાબહેન ૨. શાહે માધ્યસ્થ ભાવના એ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જેન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને જૈન શાસ્ત્રોમાં શુભ ભાવના તરીકે ઓળખવામાં આવી છે. કદર્ષિ, કિલ્બર્ષિ, અભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. પ્રા. તારાબહેન શાહે ચાર પ્રકારની શુભ ભાવનાની ચર્ચા કરતાં માધ્યસ્થ ભાવના મનુષ્ય જીવનમાં શો ભાગ ભજવે છે તેનો સરસ ચિતાર આપ્યો હતો. Page #15 -------------------------------------------------------------------------- ________________ ન્યાયસંપન્ન વૈભવ : શ્રી નેમચંદ ગાલાએ આ વિષય પર પોતાનું અભ્યાસપૂર્ણ પેપર રજૂ કરતાં કહ્યું હતું કે જૈનશાસ્ત્રોમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો દર્શાવ્યા છે. તેમાં પ્રથમ ગુણ તરીકે “ન્યાયસંપન્ન વૈભવ'ને મૂકવામાં આવ્યો છે. ન્યાય, નીતિ, પ્રામાણિકતાથી વ્યવસાય, નોકરી કરી ધન ઉપાર્જન કરવું તેને ન્યાયોપાર્જિત ધન અથવા ન્યાયસંપન્ન આજીવિકા કહે છે. શ્રી ગાલાએ જૈન દર્શનના અને અન્ય દર્શનોનાં ઘણાં ઉદાહરણો આપી આ વિષયને વધુ પ્રમાણિત અને રોચક બનાવ્યો હતો. દ્વિતીય બેઠકઃ રવિવાર, તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રાત્રિના આઠ વાગે વિરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની બીજી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ એમ. શાહે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. વિજયશેખરકૃત નલ-દવદંતી રાસ : આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે સત્તરમા સૈકામાં થયેલ અચલગચ્છના મહાકવિ વિજયશેખરગણિત આ નલ-દવદંતી રાસ મધ્યકાલીન સાહિત્યની એક ઉત્તમ રાસકૃતિ છે. વિ. સ. ૧૬૭૨માં મારવાડના લાદ્રહપુરમાં આ કૃતિની રચના કરી છે. કવિ પોતે અચલગચ્છના છે. જે સમયે રાજસ્થાનમાં ખરતરગચ્છનું જોર વધારે હતું તે સમયે કવિએ રાજસ્થાનમાં રહીને આ રાસની રચના કરી છે. કવિએ રાસમાં દરેક ખંડને અંતે પોતાના દાદાગુરુ શ્રી કલ્યાણસાગરસૂરિનો નિર્દેશ કર્યો છે. કવિએ આ સુદીર્ઘ રાસકૃતિમાં નલદવદંતીની કથા, જૈન પરંપરાની મૂળ કથાને બરાબર વફાદાર રહીને વર્ણવી છે. જૈન પરંપરાની નલ-દવદંતીની કથામાં નલ અને દવદંતીના પૂર્વભવની વાત પણ આવે છે. અને નલ-દવદંતીના પછીના ભવની વાત પણ આવે છે. કવિએ એ રીતે સમગ્ર કથાનું સવિગત નિરૂપણ આ રસની ચાર ખંડની સત્તાવન ઢાળમાં Page #16 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ સાડા અગિયાર સો કડીમાં કર્યું છે. કવિએ આ રીતે નલ-દવદંતી વિશેના મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તીર્થોનું ગૌરવઃ આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. હંસાબહેન સુરેશ શાહે જણાવ્યું હતું કે ભારતીય જનતાના હૃદયમાં સતત આધ્યાત્મિકતા ધબકે છે. અને તેથી તમે જ્યાં જ્યાં ફરશો ત્યાં ત્યાં તમને ભક્તિ અને શ્રદ્ધાનાં પ્રતીક સમાં ધર્મસ્થાનો જોવા મળશે. આપણાં તીર્થસ્થળો મોટા ભાગે પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર હોય છે. અને તીર્થસ્થળોની સાત્વિકતાનો મહિમા આપણે પ્રાચીનકાળથી જાળવતા આવ્યા છીએ. તેમ છતાં આપણાં બધાં તીર્થસ્થળોની શી પરિસ્થિતિ છે તે ખરેખર આજે સંશોધનનો વિષય બની રહે તેમ છે. આપણાં તીર્થસ્થળો વિદ્યાધામ બને તેવી કલ્પના હવે સાકાર થવી જોઈએ. તીર્થસ્થાનોમાં વિદ્યાસંસ્થાઓ સારી રીતે નભી શકે તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. કવિ ઋષભદાસ – એક અભ્યાસ : - શ્રી ચીમનલાલ કલાધરે આ વિષય પર વક્તવ્ય આપતાં કહ્યું હતું કે સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલ કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા આપણા એક ઉત્તમ સાહિત્યસર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમનું સ્થાન તેમના સમકાલીન મહાકવિઓ નયસુંદર અને સમયસુંદરની સમકક્ષ આવે છે. કવિ ઋષભદાસ ખંભાતના વિસા પ્રાધ્વંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદે હતું. કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ, ૫૮ જેટલાં સ્તવનો અને અન્ય કેટલીક ઉત્કૃષ્ટ રચનાઓ કરી છે. મોક્ષ : પ્રા. ઉત્પલાબહેન કાંતિલાલ મોદીએ આ વિષય ઉપર બોલતાં કહ્યું હતું કે સંસારનાં ભૌતિક સુખોથી આ આત્મા અનંતકાળ ભટકતો રહે છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પણ તેને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય એટલે મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થઈ શકે એમ આપણાં ધર્મશાસ્ત્રો કહે છે. સંસારનાં સુખોમાં લુપ્ત આ જીવ મોક્ષસુખની ખાસ દરકાર કરતો નથી, કારણ કે તેને તે વિશે વાસ્તવિક જ્ઞાન નથી. તૃતીય બેઠક : સોમવાર, તા. ૧૩મી માર્ચ, ૧૯૯૫ના રાત્રિના ૭-૩૦ કલાકે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. લેશ્યા : આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. સાગરમલ જૈને જણાવ્યું હતું કે જૈન દર્શનમાં લેશ્યાને કર્મમાં બાંધનારી વસ્તુ તરીકે ઓળખાવવામાં આવી છે. લેશ્યાને એક પ્રકારના પૌદગલિક પર્યાવરણરૂપે પણ માનવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લેશ્માનું નિરૂપણ સ્વરૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્યના આધાર પર કરવામાં આવ્યું છે. લેશ્યા છ પ્રકારની બતાવવામાં આવી છે તે છે ઃ (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેોલેશ્યા (૫) પદ્મલેશ્યા અને (૬) શુકલલેશ્યા. લેશ્યા સિદ્ધાંતમાં આત્માના સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામની ચર્ચા કરવામાં આવી છે, અને દરેક લેશ્યાનો જુદો જુદો રંગ બતાવવામાં આવ્યો છે. લેશ્યાના પ્રકારોનાં નામ તે રંગ અનુસાર બતાવવામાં આવ્યાં છે. પૂ. ગુરુદેવ ઉપાધ્યાય અમરમુનિજીકા ચિંતન : આ વિષય પર પ્રવચન આપતાં પૂ. સાધ્વી શ્રી યશાજીએ જણાવ્યું હતું કે પુ. ગુરુદેવ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, આગમ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા ગ્રંથો વગેરેની સાથે બૌદ્ધ સાહિત્યના પણ ઊંડા અભ્યાસી હતા. તેમણે પોતાની કલમ દ્વારા વિવિધ વિષયો પર પંચોતેર જેટલા ગ્રંથોનું સર્જન કર્યું હતું. લેખનની સાથે કાવ્યકલા પણ તેમને સહજ સાધ્ય હતી, Page #18 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ હ ૧૯૬૩થી ‘અમર ભારતી' સામયિકનો પણ પૂ. ગુરુદેવે પ્રારંભ કરાવ્યો હતો. રાજગૃહીની આ વીરાયતન સંસ્થાની સ્થાપના જેવા ક્રાંતિકારી પગલાથી તેઓશ્રીએ એક નવો રાહ ચીંધ્યો હતો. – તત્ત્વાર્થ સૂત્ર – કર્તા, કાલ ઓર ઉસકી પરંપરા – એક અનુશીલન : આ વિષય ઉપર વક્તવ્ય આપતાં ડૉ. પ્રકાશ પાંડેએ જણાવ્યું હતું કે જૈન સમાજમાં તત્ત્વાર્થ સૂત્ર એક એવો ગ્રંથ છે કે જેને શ્વેતામ્બર અને દિગમ્બર બંને પરંપરા સમાન રૂપે માને છે. તત્ત્વાર્થ સૂત્રની રચના ઈસવીસનની ત્રીજી અને ચોથી સદીમાં ઉમાસ્વાતિજીએ કરી છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે તે સંપૂર્ણ જૈન ધર્મ અને દર્શનને સંક્ષિપ્ત પરંતુ સારગર્ભિત અને સૂત્રરૂપમાં પ્રસ્તુત કરે છે. તત્ત્વાર્થ સૂત્રને જૈન પરંપરામાં લખાયેલો સર્વપ્રથમ સંસ્કૃત ગ્રંથ માનવામાં આવે છે, અને તે જૈનોમાં સર્વ ફિરકાઓને માન્ય છે અને પ્રમાણભૂત શાસ્ત્રીય ગ્રંથ તરીકે તે સ્વીકારાયો છે. પુણ્યવંતી રાજગૃહી : શ્રી જયેન્દ્રભાઈ શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે વર્તમાનમાં રાજગીર તરીકે ઓળખાતું આ શહેર પ્રાચીન નગર રાજગૃહી હતું. રાજગૃહી જૈન, બૌદ્ધ, હિન્દુ અને મુસ્લિમોનું પવિત્ર શહેર ગણાય છે. ભગવાન મહાવીરે અહીં ચૌદ ચાતુર્માસ ગાળ્યા હતા. ગૌતમ બુદ્ધની આ મુખ્ય વિહારભૂમિ હતી. જૈનોના વીસમા તીર્થંકર શ્રી મુનિ સુવ્રત સ્વામીની આ જન્મભૂમિ છે. રાજગૃહીની ભૌગોલિક રચના જોતાં તેની આસપાસ ટેકરીઓ આવેલી દેખાય છે. તેથી તેનું નામ ગિરિવ્રજ અપાયેલું છે. આ નગરનું કુશાગ્રપુર નામ ચીની પ્રવાસી હ્યુએનસાંગના પ્રવાસવર્ણનમાં પણ આવે છે. તેમજ જૈન તથા બૌદ્ધ ધર્મગ્રંથોમાં પણ આ નામોલ્લેખ જોવા મળે છે. ચતુર્થ બેઠક : મંગળવાર, તા. ૧૪મી માર્ચ, ૧૯૯૫ના રોજ સવા૨ના સવા નવ વાગે વીરાયતન સંસ્થાના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની અંતિમ અને ચોથી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન શ્રી Page #19 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ચીમનલાલ કલાધરે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. ગુણસ્થાન સિદ્ધાંત ઉદ્ભવ એવમ્ વિકાસ : ૧૦ — આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. સાગરમલ જૈને જણાવ્યું હતું કે વ્યક્તિની આધ્યાત્મિક શુદ્ધિના વિભિન્ન સ્તરોને સ્પષ્ટ કરવા માટે જૈન દર્શનમાં ગુણસ્થાન સિદ્ધાંત પ્રચલિત છે. ગુણસ્થાન અવધારણા જૈન ધર્મની મુખ્ય અવધારણા છે. તો પણ પ્રાચીન સ્તરના આગમોમાં આચારંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન, ઋષિભાષિત, દશવૈકાલિક, ભગવતી સૂત્ર વગેરેમાં એનો કોઈ ઉલ્લેખ મળતો નથી. શ્વેતામ્બર પરંપરામાં સર્વપ્રથમ સમવાયાંગમાં જીવસ્થાનના નામથી એનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. સમવાયાંગમાં જો કે ચૌદ ગુણસ્થાનોનાં નામનો નિર્દેશ મળે છે પરંતુ તેમાં તેને ગુણસ્થાન કહેવાને બદલે જીવસ્થાન(જીવઠાણ)થી ઓળખવામાં આવ્યા છે. આમ એકથી ચૌદ સુધીના ગુણસ્થાનોની ચર્ચા કરી ડૉ. જૈને ગુણસ્થાન સંબંધી જૈન ધર્મગ્રંથોના આધારે તુલનાત્મક વિવેચન કર્યું હતું. Jain Economics Thoughts: ત્યાગમૂર્તિ શ્રી જોહરીમલ પારેખે આ વિષય પર પ્રવચન કરતાં કહ્યું હતું કે સંસારમાં બધાંને સુખ જોઈએ છે પણ સુખની વ્યાખ્યા શી ? દુઃખનું કારણ પરિગ્રહ છે. જીવનમાંથી પરિગ્રહને દૂર કરો તો તમારી આર્થિક સમસ્યાનો તમને આપોઆપ ઉકેલ મળી જશે. ભગવાન મહાવીરે સ્પષ્ટ જ કહ્યું છે કે જેટલી આકાંક્ષા ઓછી કરશો એટલું વધુ સુખ તમે મેળવશો. સિદ્ધ પરમાત્મા : આ વિષય પર ઉદ્બોધન કરતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવામાં આવ્યો છે. ભવભ્રમણ કરતાં જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની ઉચ્ચતમ એ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચતમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે. એમાં પણ રહસ્ય રહેલું છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ તેરમો જૈન સાહિત્ય સમારોહ__ –– ––– – – ––––– સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતિ અને ચાર અઘાતિ એમ આઠ કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીર, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે. અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતિ કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્મા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ ભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે. અર્થાત્ અવિનાશી છે. આમ સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ, કારણ કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવે છે, જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય છે. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી આપણે અરિહંત પરમાત્માને પહેલો નમસ્કાર કરીએ છીએ. લગ્નચર્ય, બ્રહ્મચર્ય, આનંદચર્ય : પ્રા. મલુકચંદ રતિલાલ શાહે આ વિષય પર બોલતાં કહ્યું હતું કે માનવજીવનનું ધ્યેય મોક્ષપ્રાપ્તિનું છે અને મોક્ષપ્રાપ્તિની સાધના માટે જેના ધર્મમાં બ્રહ્મચર્યની ક્રમિક ઉપાસનામાં શ્રાવક કે ગૃહસ્થ માટે ચોથા અણુવ્રત દ્વારા સ્વદારા–સંતોષની વાત પર ભાર મુકાયો છે. અને પોતાના પરિણિત પાત્ર સિવાય અન્ય કોઈ પણ ચેતનવ્યક્તિ કે જડ પદાર્થ સાથેના સંબંધ, સ્પર્શ કે ચેષ્ટા પર નિષેધ મૂકવામાં આવ્યો છે. સમત્વ : આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. શિલ્પા નેમચંદ ગાલાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિની બ્રાહ્મણ અને શ્રમણ એમ બે મુખ્ય Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ _______ઉન સાહિત્ય સમારોહ-મુછ જ વિચારધારાઓ, બ્રાહ્મણ સંસ્કૃતિ “બ્રહ્મ પર અને શ્રમણ સંસ્કૃતિ “સમ' પર આધારિત છે. સમસ+કૃતિ = સંસ્કૃતિ. સમભાવપૂર્વકની કૃતિ એટલે સંસ્કૃતિ. માનવીની સામ્યભાવના થકી સંસ્કૃતિનો ઉદય થયો છે. જૈન શુતરૂપે પ્રસિદ્ધ બાર અંગો કે ચૌદ પૂર્વમાં સામાયિકનું સ્થાન પ્રથમ છે. સામાયિક એટલે સમતામાં રહેવું તે. સમત્વ એ આત્માનો સહજ સ્વભાવ છે. જૈનદર્શનનો સાર જ સમતા છે. સમતા એટલે નિર્બળતા, કાયરતા, જડતા કે ભાવશૂન્યતા નહિ પરંતુ સમતા છે. એટલે અંતરની ઉદારતા, સૌમ્યતા, ક્ષમાપના અને સ્વસ્થતા. સમતા એ સદાચારની જનની છે. અને સદાચાર એ તમામ ધર્મોની આધારશીલા છે. પુણ્યતીર્થ : વિરાયતન સંસ્થાના વર્તમાન સમયમાં પ્રાણસમા પૂ. શ્રી ચંદનાજીએ જૈન સાહિત્ય સમારોહમાં સમાપન-પ્રવચન કરતાં કહ્યું હતું કે બિહારની આ પવિત્ર ભૂમિ ખરા અર્થમાં તપોભૂમિ છે. આ પવિત્ર ધરા તીર્થકરોના વિહારની સાથે સંબંધિત હોવાથી તેનું નામ બિહાર પડ્યું છે. પ્રાચીનકાળમાં રાજગૃહી, મગધ દેશની રાજધાની હતી અને આ નગર હિન્દુ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું. જૈન સાહિત્યમાં અનેક સ્થાનો પર રાજગૃહીની સમૃદ્ધિ, વૈભવ અને ધર્મ-સંસ્કૃતિના અભ્યદયનું વર્ણન જોવા મળે છે. રાજગૃહીના સુવર્ણકાળને જીવંત કરતું પુણ્યતીર્થ વીરાયતન એ જનકલ્યાણનું મંગલમય તીર્થ છે. સન ૧૯૭૩થી પૂ. ઉપાધ્યાય શ્રી અમરમુનિજીની પ્રેરણા અને આશીર્વાદથી આ સંસ્થાનો પ્રારંભ થયો હતો અને આજે આ સંસ્થાએ સાહિત્ય, કલા અને સમાજસેવાના ક્ષેત્રે કેટલીક ઠીક ઠીક પ્રવૃત્તિ હાથ ધરી છે. પૂ. શ્રી ચંદનાજીએ જૈન સાહિત્ય સમારોહ જેવી પ્રવૃત્તિ રાજગૃહીમાં યજવામાં આવી તે બદલ પોતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો અને અહીં પુનઃ પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું. આ સાહિત્ય સમારોહની વિશેષતા એ રહી હતી કે સમારોહપ્રમુખ ડૉ. સાગરમલ જેને દરેક વિદ્વાનોના નિબંધ વાંચન પછી તેમના વિષય પર વિદ્વતાપૂર્ણ વિવેચન આપી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ તેરમો જેન સાહિત્ય સમારોહ – – – – – –– – – – – – ––– અન્ય નિબંધો : તેરમા જૈન સાહિત્ય સમારોહ માટે જેમના નિબંધો મળ્યા હતા પણ જે વિદ્વાનો ઉપસ્થિત રહી શક્યા ન હતા તેમના નામ અને નિબંધો આ પ્રમાણે છે : (૧) શ્રી ભંવરલાલ નાહટા (કલકત્તા) - નાગવિદ્યા (૨) ડૉ. કવિન શાહ (બિલિમોરા) - જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય (૩) ડૉ. કોકિલાબેન હેમચંદ શાહ (મુંબઈ) - શ્રીમદ્ રાજચંદ્રત આત્મસિદ્ધિજ્ઞાન અને ભક્તિયોગ (૪) શ્રી ગોવિંદજી જીવરાજ લોડાયા (મુંબઈ) - સમતાનું મૂળ અનેકાંત (૫) ડૉ. ધવલ નેમચંદ ગાલા (માંડવી-કચ્છ) Antiquity and Rationale of Jainism (૬) શ્રી સુદર્શનાબહેન કોઠારી (મુંબઈ) – શ્રાવક ધર્મનાં બાર વ્રતો. અભિવાદન : તેરમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડૉ. સાગરમલ જૈનનું, ઉદ્દઘાટક શ્રી જોહરીમલ પારેખનું, સાહિત્ય સમારોહના સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહનું, શ્રી નેમચંદ ગાલાનું. સાહિત્યની બેઠકોનું સંચાલન કરનાર પ્રા. ઉત્પલાબહેન મોદીનું, શ્રી જયેન્દ્રભાઈ શાહનું અને શ્રી ચીમનલાલ કલાધરનું તેમજ યાત્રા-પ્રવાસનું આયોજન કરનાર અને તેની વ્યવસ્થા સંભાળનાર શ્રી શાંતિલાલ ગડાનું આ પ્રસંગે અભિવાદન કરવામાં આવ્યું હતું. તીર્થયાત્રા : આ સાહિત્ય સમારોહમાં ઉપસ્થિત વિદ્વાન ભાઈ-બહેનોને રાજગૃહી ઉપરાંત પાવાપુરી, કુંડલપુર, નાલંદા, ગુણિયાજી, ક્ષત્રિયકુંડ (લચ્છવાડ), ઋજુવાલિકા, સમેતશિખર આદિ તીર્થોની યાત્રા કરાવવામાં આવી હતી. આ ઉપરાંત કલકત્તા, દાર્જીલીંગ અને સિક્કીમનો પ્રવાસ પણ સૌએ સાથે મળીને આનંદોલ્લાસપૂર્વક સંપન્ન કર્યો હતો. આમ શાસનદેવની કૃપાથી અને સૌ ભાઈ-બહેનોના મળેલા સહયોગથી આ તેરમો જૈન સાહિત્ય સમારોહ અનેક રીતે વિરલ, વિશિષ્ટ, યશસ્વી અને યાદગાર બની રહ્યો હતો. Page #23 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર પં. પનાલાલ જગજીવનદાસ ગાંધી આત્મામાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ તપાસવાથી અહંકાર અને આસક્તિ દૂર થાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતાની અંદર રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સબુદ્ધિનો વિકાસ થાય છે અને સબુદ્ધિના વિકાસથી સદ્ગતિ હસ્તકમલવત્ બને છે. જેટલો અહંકાર એટલું સત્યનું પાલન ઓછું અને જેટલું સત્યનું પાલન ઓછું એટલી અનેક દોષમાં દૃઢતા વધુ. અર્થાત્ કામ, ક્રોધ, લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા અને બુદ્ધિની દુષ્ટતા નાશ પામે છે એટલું જ નહિ પણ મનની કોમળતા-નમ્રતા, ઉદારતા અને સજ્જનતાના ગુણ વિકસિત થાય છે. મનનું બળ મંત્રથી વિકસે છે. ‘મન' એટલે વિચારવું અને ‘ત્ર’ એટલે રક્ષણ કરવું. મનસ્ત્ર = મંત્ર. આમ મંત્ર શબ્દનો અર્થ વિચારનું રક્ષણ થાય છે. વિચારનું રક્ષણ કરવું એટલે વિચારને—વિકલ્પને શિવસંકલ્પરૂપ બનાવવા અથવા શુભ સાત્ત્વિક ભાવસ્વરૂપ બનાવવા. મંત્રોમાં સૌથી શ્રેષ્ઠ મંત્ર ‘નમસ્કાર મહામંત્ર' છે, કેમ કે તે જીવ માત્રના સત્ય, સાધ્ય અને સાધક સ્વરૂપને કહેનારો, સમજાવનારો, જાગ્રત કરનારો તેમજ સત્યસ્વરૂપમાં લાવનારો, મનને તે મય બનાવનારો મંત્ર છે, માટે જ તેને ‘પરમ ઇષ્ટ મંત્ર’ યા તો ‘સ્વરૂપ મંત્ર’ કહ્યો છે. નમસ્કારરૂપી વજ્ર, અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવીના મનોમય કોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમય કોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે. નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણે કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગનો સુભગ સુમેળ છે. કહો કે ત્રિવેણી સંગમ છે. શુભકર્મનું Jain Education-International Page #24 -------------------------------------------------------------------------- ________________ વરૂપ મંત્ર ફળ પુણ્યોદય (સુખ અનુકૂળતા); ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિકાસાત્મક બુદ્ધિ (શ્રદ્ધા) તે સદ્દબુદ્ધિ છે જે શાંતિદાયક છે, અને એ નમસ્કારથી વિકસે છે. એટલું જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે. જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે. બુદ્ધિનો વિકાસ અને હૃદયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયા, શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા અને અભેદતાથી ચિત્ત(બુદ્ધિ)ની સ્થિરતા-એકાગ્રતા વધે છે. નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે, હૃદયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે અને ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે, જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે, અર્થાત્ દૂર થાય છે. અઘાતિકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે, એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતિકર્મના ક્ષયપૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શંખેશ્વર અને અંતરિક્ષ” એ બનાવરૂપ પ્રભાવ છે. જ્યારે લોકોગ્રે શિખરારૂઢ પાર્શ્વનાથ પરમાત્મતત્ત્વ એ સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે. અહંકાર કરનાર વ્યક્તિ પોતે તો ડૂબે છે પરંતુ અન્યને ડૂબવામાં નિમિત્ત બને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યક્તિ પરંપરાએ નમસ્કારના Page #25 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પ્રભાવે સ્વર્ય નમસ્કાર્ય બની જાય છે અને અન્ય સંપર્કમાં આવનારના ઉત્કર્ષમાં નિમિત્ત બને છે. અહંકારને ઓગાળનાર, મામ (મારાપણા)ને ગાળનાર પ્રથમ મંગળરૂપ નમસ્કાર વિષયક મહાપ્રભાવક નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર નીચે પ્રમાણે છે જે પ્રાકૃત ભાષામાં છે..... ણમો અરિહંતાણં શમો સિદ્ધાણ સમો આયરિયાણં ણમો ઉવજઝાયાણ ણમો લોએ સવ્વસાહૂણં એસો પંચ નમુક્કારો સત્ર પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્યસિ પઢમં હવઈ મંગલ.' એનાં નવ પદ હોવાથી તે “નવકારમંત્ર' તરીકે પણ પ્રસિદ્ધ છે. એની વિશિષ્ટતા એ છે કે એમાં જે નમસ્કાર કરવામાં આવેલ છે, તે કોઈ વ્યક્તિવિશેષને નહિ પરંતુ ગુણ-પર્યાયને નમસ્કાર કરવામાં આવેલ છે. પદને-ગુણને નમસ્કાર કરવામાં આવ્યો છે. કોઈ વ્યક્તિવિશેષનો નમસ્કાર નથી અને તેથી જ આ મહામંત્રને “સ્વરૂપમંત્ર” કહેલ છે. માટે જ તે મંત્ર સાંપ્રદાયિક નથી. જીવમાત્રના મૂળ સત્ય સ્વરૂપને કહેનાર શબ્દરૂપ કલ્પવૃક્ષ છે, જે સહુ કોઈને લક્ષ્ય કરવા યોગ્ય છે. એટલું જ નહિ પણ તે જીવ માત્રની માંગ છે - ચાહ છે. પછી તે જીવ ચાહે તે શાબ્દિક ધર્મનો હોય, જાતિનો હોય કે ચાહે તે દેશનો હોય. નમસ્કાર મહામંત્રને જાણતો હોય કે ન જાણતો હોય પણ પ્રત્યેક માનવ જાણ્યું કે અજાણ્ય નમસ્કાર મહામંત્રના ભાવને જ ચાહી રહ્યો છે, ઇચ્છી રહ્યો છે, માંગી રહ્યો છે, પ્રાર્થી રહ્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૧૭ એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી, પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્ત્વ અથવા પ્રતિકૂળ તત્ત્વ હોય ત્યાં સુધી પોતાની અસિદ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઇચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય ? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઇચ્છે છે અને સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી; વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાત્ અરિ નથી. ‘અરિ'થી હણાયેલો ‘અરિહત' છે જ્યારે ‘અરિ’ને જેણે હણી નાંખ્યાં છે તે ‘અરિહંત' છે. પ્રશ્ન એ થાય છે કે શત્રુ કોણ ? પુદ્ગલદ્રવ્ય આત્મદ્રવ્યથથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે. તે શત્રુ છે માટે પુદ્ગલ એ શત્રુ છે (વિશેષ સ્પષ્ટતા માટે અરિહત-અરિહન્ન અને અનુયોગનો પરિશિષ્ટમાં આપેલ લેખ અવશ્ય વાંચવો.) અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માંતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ, પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલીન વિકૃત કરી રહ્યો છે, તે પણ અરિરૂપ છે. અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભયપ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગ-દ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે ‘અરિહંત’ છે. રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રાગીને જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ છે. જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દ્વેષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શક્યતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, મોહ, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત્ પરસ્પર શત્રુતા છે. તો ગુચ્છ ૪ – ૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - - - - - _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બહારના શત્રુઓને હણ્યા વગર તેમને મિત્ર બનાવવા હોય અને અાતશત્રુ અર્થાત્ સર્વમિત્ર થવું હોય તો અંતરમાં અંતરના શત્રુઓને હણવા પડે અને “અરિહંત' બનવું પડે જે બનવાની ઇચ્છા એવો કોણ છે જે ન રાખતો હોય ? સહુને સહુ કોઈ પોતાના મિત્ર બને તે પસંદ છે અને નહિ કે શત્રુ. જગતનું એવું સ્વરૂપ નથી કે જીવ સંખ્યા માત્ર એક છે. જીવની જાતના બે વિભાગ, સંસારી અને સિદ્ધ, ઉભયમાં જીવની સંખ્યા પણ અનંત છે. સંસારી જીવને બીજા સંસારી જીવોની સાથે અને જીવોની વચ્ચે રહેવું પડે અને જીવન જીવવું પડે એવો વિશ્વનો અટલ નિયમ છે. તેથી જ પરસ્પર એકબીજાના જીવનનો આધાર થઈને અને આધાર લઈને જીવવું પડે એવો એટલ નિયમ છે. આ નિયમથી, જીવનું જીવ પ્રત્યેનું આચરણ અને વર્તન સિદ્ધ થાય છે. “પરસ્પર ૩૫pદો ગીવાનામ્'. આચરણ અને વર્તન બે પ્રકારના હોઈ શકે છે. સદ્વર્તનસદાચાર અને અસદ્વર્તન-દુરાચાર. પરસ્પર સદ્વર્તન વડે જ જીવ, જીવની સાથે સત્ય અને પ્રમાણિક જીવન જીવી શકે છે કે જે તેને પોતાના પરમ સ્વરૂપ સુધી લઈ જાય છે અર્થાત્ પરમ સ્વરૂપ સુધી પહોંચાડે છે. એ જ “અરિહંત” અને “સિદ્ધ” શબ્દનો વાસ્તવિક અર્થ છે. કોઈનો શત્રુ રહેતો નથી અને અસિદ્ધિનો પછી પ્રશ્ન રહેતો નથી. એક વ્યક્તિને સો મિત્ર હશે અને એક શત્રુ હશે, તો તે એક શત્રુ ચોવીસે કલાક યાદ આવશે પણ મિત્ર યાદ નહિ આવે. પણ જો એક વ્યક્તિને સો સંયોગ અનુકૂળ હશે અને એક સંયોગ પ્રતિકૂળ હશે, તો તે પ્રતિકૂળ સંયોગ, નિત્ય સ્મરણરૂપ બની રહેશે. અંદર ઊંડાણમાં સૂક્ષ્મ રીતે અવગાહન કરીશું તો, આપણને ખાત્રી થશે કે “અરિહંત' અને “સિદ્ધ' શબ્દના અર્થની જ માંગ મારી – આપણા સહુ કોઈની છે. આમ જેણે સિદ્ધ બનવું હશે, એણે અરિહંત થવું પડશે અને તે માટે જીવ માત્ર પ્રત્યે સદ્વર્તન કરવા રૂપ સદાચારી બનવું પડશે. દયા, દાન, સેવા, પ્રેમ, કરુણા, મૈત્રી, માધ્યસ્થતા, ક્ષમા, ઉપેક્ષા, પ્રમોદ (ગુણાનુરાગ) આદિ ગુણો કેળવવા પડશે. અનાચાર, દુરાચારથી દૂર થવું જોઈશે. એ માટે આચાર-અનાચાર, Page #28 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્રા સદાચાર-દુરાચારનો વિવેક કરવો પડશે. એ વિવેક કરવા માટે અજ્ઞાનતા હઠાવવી પડશે અને જ્ઞાન મેળવવું જોઈશે તે માટે કરીને વિનયી બની નમ્રતાપૂર્વક ઉપાધ્યાય-અધ્યાપક (વિદ્યાગુરુ શિક્ષક) પાસે જઈ અધ્યયન કરવું પડશે. અધ્યયન માટે સાધના કરવી પડશે, બાધક મટી સાધક થવું પડશે. દુર્જન-દુષ્ટ મટી સજ્જન-સાધુ થવું પડશે અને અન્ય સાધકની સંગતમાં-સત્સંગમાં સહન કરતાં શીખીને તેમજ સહાયક બનીને અને સહાય લઈને સાધનાપંથે આગળ વધવું પડશે એ માટે જ....... ણમો લોએ સવ્વસાહૂણં' પદથી સાધુ માત્રને અર્થાત્ સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરેલ છે અને તેથી જ પોતાના જીવનમાં સાદુરૂપ સાધક અવસ્થાની આવશ્યક્તા એકાંતે ઊભી થાય છે. પરમાત્માની દ્રવ્યપૂજા ઔચિત્ય સહિત, નમ્રતાથી, વિનયપૂર્વક કરવાની છે. ત્યારબાદ જ્ઞાન અને પ્રકાશ વડે ભાવપૂજા કરતાં, મન અને બુદ્ધિ ભાવપૂજામાં પરમાત્માના ચરણે ધરી દેવાના છે. જે મન અને બુદ્ધિ પરમાત્માને અર્થાત્ અરૂપી તત્ત્વને ધર્યાં તેને પાછા રૂપી એવા પર પદાર્થ, વિરુદ્ધ ધર્મી એવાં પુદ્ગલ દ્રવ્ય એટલે કે શરીર, ઇન્દ્રિય આદિને ન ધરાય. સાધુ ભગવંતો તો સદા સર્વદા સતત ભાવપૂજામાં રત હોય છે. સાધુ ભગવંતો પોતાનાં મન અને બુદ્ધિ પરમાત્માને ધરી ચૂક્યા હોય છે, જેથી તેમનાં શરીર ઇન્દ્રિયાદિ પણ મન-બુદ્ધિને આધીન રહી સતત ભાવ પરમાત્મપૂજામાં રત રહે છે અને દુન્યવી તત્ત્વોથી અલિપ્ત રહે છે. આમ સાધુ-ભગવંતો સમગ્રપણે પરમાત્મમય હોય તેઓને પંચ પરમેષ્ઠિ નવકારમંત્રમાં “મો લોએ સવ્વસાહૂણ” પદથી નમસ્કાર કરવામાં આવેલા છે. સાધુ-ભગવંતનું સ્થાન પંચ પરમેષ્ઠિના પાંચમા પદમાં છે. તે જ પ્રમાણે આગળ ઉપર. ણમો ઉવજઝાયાણં પદથી સર્વ ઉપાધ્યાય-ભગવંતોને “મો આયરિયાણં' પદથી સર્વ આચાર્ય-ભગવંતોને, મો સિદ્ધાણં' પદથી સર્વ સિદ્ધ પરમાત્મ-ભગવંતોને અને ણમો અરિહંતાણં' પદથી સર્વ અરિહંત-પરમાત્મ-ભગવંતોને નમસ્કાર કરવામાં આવેલ છે. આ પાંચે પદો અંતઃકરણમાં ભાવરૂપ છે, અંતઃઆંતરિક (Internal) Page #29 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ અંદરમાં આપણા મતિજ્ઞાનના ઉપયોગરૂપ સાધન (કરણ) જે આપણાથી અભેદ છે તે અંતઃકરણ છે. અંતઃકરણ એટલે કરણના ભેદોમાં અંતિમ કરણ-અંતિમ સાધન, જેનાથી આગળ, સાધન અર્થમાં કોઈ કારણ નથી. તેની પૂર્વમાં અને સાથે ઊપકરણ અને કરણ છે, જે અંતઃકરણની શુદ્ધિ માટે સહાયક અને પૂરક સાધન છે. જીવનું પરમાર્થ સ્વરૂપ સિદ્ધ થયેથી, સર્વ સાધનોથી જીવ પર લઈ જાય છે. એ અપેક્ષાએ સર્વ સાધનનો અંત કરનાર જે કરણ છે તે અંતઃકરણ છે. અરિહત અને સિદ્ધ પરમાત્મામાં, પરમાત્મ તત્ત્વની પૂર્ણતા વડે તેઓ સાધન અને સાધનાથી પર છે. એ અર્થમાં અંતઃકરણનો આ રહસ્યમય અર્થ છે. આ પાંચ, સહુ કોઈને પરમ ઇષ્ટ છે. તેથી તે પાંચને પંચ પરમેષ્ઠિ તરીકે ઓળખાવેલ છે. સ્વરૂપમંત્ર-નમસ્કારમંત્ર-નવકારમંત્ર દ્વારા, તે પંચ પરમેષ્ઠિનું સ્મરણ કરતાં કરતાં “અરિહતમાંથી અરિહંત' બનવાનું છે. “અસિદ્ધમાંથી સિદ્ધ' થવાનું છે. જે માટે દુર્જન મટી સજ્જન અને દુષ્ટ મટી સાધુ બનવાનું છે. અભણ-અબૂઝ-ગમાર-અજ્ઞાની-અભાન મટી જઈ સભાન-સચેત-જ્ઞાની-પાઠક-ઉપાધ્યાય થવાનું છે અને આગળ ઉપર પંચાચાર પાલન કરનાર આચારયુક્ત આચાર્ય એવા સર્વોચ્ચ સાધક બનવાનું છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચારના પાલનને પંચાચાર પાલન કહે છે. અજ્ઞાની છીએ એટલે જ દુરાચારી-અનાચારી છીએ અને તેથી જ દુષ્ટ દુર્જન છીએ, દુર્જન છીએ તેથી દુશ્મનો છે, માટે અરિહત છીએ. અને અગાઉ જણાવ્યા મુજબ અરિહત હોય તે અસિદ્ધ જ હોય ! અરિહન્ત' એ સત્ય સ્વરૂપનામ છે. “અરિહંત' એ અસત્ય અને વિરૂપ નામ છે. જીવના આંતરિક આધ્યાત્મિક સાચાં નામ પાંચ છે : (૧) અરિહન્ત (૨) સિદ્ધ (૩) આચાર્ય (૪) ઉપાધ્યાય (૫) સાધુ. પ્રથમ બે નામ સાધ્ય અવસ્થાનાં છે અને પછીનાં ત્રણ નામ સાધક અવસ્થાનાં છે. આ નામથી તેઓને નમસ્કાર કરવાથી અને તે મુજબ બનવાથી ને જીવન જીવવાથી અરિહન્ત અને સિદ્ધ સ્વયં બની શકાય છે. જગતમાં અધ્યાત્મશાસ્ત્ર સમજાવનારા મહાન છે. એટલે જ Page #30 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૨૧ પંચપરમેષ્ટિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને સ્થાન મળેલ છે. તેઓ ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી સાચું ચારિત્ર્યયુક્ત જીવન જીવનારા છે. ઉચ્ચતમ એવા પરમાત્મા સાથે સંબંધ કરી ઊંચું જીવન જીવે તેનું જીવન ઊંચું હોય. પરમાત્મા સાથે યથાપ્રમાણ સંબંધ – અનુભવ કર્યા પછી પદવી ઉપર અવાય. પરમાત્મા કે પરમાત્વતત્ત્વ સાથે સંબંધ કર્યા વિના, સદ્વિચાર, સર્તન સત્યજ્ઞાન આવતું નથી. પરમાત્મતત્ત્વ સાથે સંબંધ રાખીને, જગત સમક્ષ આવનાર જ, લોકોનો પરમાત્મા સાથે સંબંધ કરાવડાવી, જગત સુધારવા શક્તિમાન બને છે. પરમાત્મતત્ત્વ, નિર્મોહીવીતરાગ દેહાતીત તત્ત્વ છે અને તેથી જો આત્મા એવા વીતરાગ પરમાત્મતત્ત્વ સાથે પોતાના મતિજ્ઞાનના ઉપયોગથી ભળે તો, આત્મા સ્વયં પરમાત્માસિદ્ધાત્મા બની શકે છે. પરમાત્મ તત્ત્વ એ સર્વ ગુણની ખાણ છે. એ તત્ત્વને જેટલું લઢીએ અને જેટલું રટીએ, તેટલા તેટલા આત્માના ગુણ ખીલતા જાય. સર્વ સત્યનું સત્ય, સર્વના સર્વ, સર્વ સુખના સુખરૂપ, સર્વ સમાં સત્ સ્વરૂપ, બ્રહ્માંડમાં કોઈ હોય તો તે અરિહંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા છે. આમ સમગ્ર વિશ્વમાં સર્વેસર્વા કોઈ હોય તો તે સર્વેશ્વરા એવા અરિહંતેશ્વરા, સિદ્ધેશ્વરા છે. પરમાત્મા કેવલજ્ઞાનના ઉપયોગથી વિશ્વમૂર્તિ છે, (કેમ કે કેવલજ્ઞાનમાં સમગ્ર વિશ્વ પ્રતિબિંબિત થાય છે.) તો આખા વિશ્વને પરમાત્માની મૂર્તિમાં જોતાં શીખવું જોઈએ. પરમાત્મા બનવા અહં ટાળવું જોઈએ, જે પરમાત્મા પ્રત્યે દાસત્વ ભાવના સ્વીકારવાથી ટળે છે. ‘અહં' ટાળવાથી અહઁ એટલે કે ત્રિલોકપૂજ્ય બનાય છે. નવકારમંત્રમાં રહેલ પંચપરમેષ્ટિ ભગવંત, વિશ્વના સર્વસાત્ત્વિક ભાવના સમૂહરૂપ છે. અરિહંત સિદ્ધ પરમાત્માનું કેવલજ્ઞાન મહાસાગરરૂપ છે. જ્યારે આચાર્યો, ઉપાધ્યાયો, સાધુભગવંતો અધ્યવસાય સ્થાનકરૂપી શ્રુતનદીઓ છે. શ્રુતજ્ઞાન સરિતા છે જે મહાસાગરમાંથી નીકળે છે અને મહાસાગરમાં ભળે છે. સુંદર ભાવો અધ્યવસાયરૂપ નદીઓ છે. અરિહંત સિદ્ધ પદ એ નિર્વિકલ્પ દશા, નિર્વિકલ્પ બોધ છે, જે નિરપેક્ષ શુદ્ધ સ્વરૂપ સહજાવસ્થા છે. સંકલ્પ-વિકલ્પ રહિત એવી નિર્વિકલ્પ Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨૨–––– _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ સહજાત્મ સ્વરૂપ આનંદાવસ્થા એટલે અરિહંત અને સિદ્ધની અવસ્થા. એ સાધકનું સાધ્ય છે, ધ્યેય છે, સાધ્યની અવસ્થા છે, સાધ્યનું સ્વરૂપ છે, જ્યારે આચાર્ય-ઉપાધ્યાય-સાધુપદ એ સાધ્યના લક્ષ્ય સાધકની સાધકાવસ્થા છે. સાધ્યના સ્વરૂપને, સાધનામાં ઉતારી, તે મુજબ જીવવું તે જ સાધકની સાધના છે. માટે જ જેટલું નિર્વિકલ્પદશામાં અર્થાત્ સ્વભાવદશામાં જીવી શકાય તેટલું નિશ્ચયથી સાધુપણું છે. બાહ્ય ચારિત્રપાલનનો આ જ મહત્ત્વનો ભેદ ભવિ અને અભવિ વચ્ચે છે. પંચપરમેષ્ઠિનું સ્વરૂપ એ પ્રત્યેક જીવનું સ્વ-સ્વરૂપ છે એટલે કે સ્વગુણપર્યાય છે. જ્યારે પંચપરમેષ્ઠી વ્યક્તિ એ સજાતિય પર દ્રવ્ય છે. પંચપરમેષ્ઠિનો શબ્દાર્થ એ જ જગતમાં સત્યજીવન છે. વિરોધી પદાર્થના સંયોગનો નાશ કરવો અથવા પુદ્ગલથી સર્વથા જુદા પડવું તેનું જ નામ અરિહંત' અને ફરી પાછા પુદ્ગલસંગી (દેહરૂપી પગલાવરણને ન ધારણ કરવા) ન બનવું તેનું નામ “સિદ્ધ'. સિદ્ધ જ સાચા દિગંબર છે કેમ કે એમને દેહાંબર પણ નથી. અર્થાતુ અદેહી છે. અંતિમ સિદ્ધિને કાર્યસિદ્ધિ કહેવાય. સિદ્ધ પરમાત્માને સિદ્ધ એટલા માટે કહેલ છે કે ત્યાં આત્યંતિક એવી અંતિમ સિદ્ધિ છે, જે થયા પછી કાંઈ થવાપણું, કરવાપણું, કે બનવાપણું આગળ રહેતું જ નથી. સિદ્ધાવસ્થામાં જતન (જાળવણી-સાચવણી-રક્ષણ), પતન (વિકૃતિ-અવનતિ) કે ઉત્થાન (સંસ્કૃતિ-ઉત્કર્ષ-ઉન્નતિ) હોતા નથી. જતનમાં પરાધીનતા છે; વિકૃતિમાંપતનમાં મલીનતા છે. અને સંસ્કૃતિના ઉત્થાનમાં ઊણપ-અભાવ-અપૂર્ણતા છે. આમાંનું સિદ્ધને કશુંય હોતું નથી. “અરિહંત' અને “સિદ્ધ' પદ સાથે આપણું સ્વરૂપ-ઐક્ય છે. તેમજ જાતિ-ઐક્ય છે. જાતિથી અરિહંત, સિદ્ધ અને આપણે સહુ જીવ જાતિનાચૈતન્ય જાતિના છીએ. પુદ્ગલ જડ જાતિનું છે. તેમ આપણે ચૈતન્ય જાતિના છીએ. વળી સ્વરૂપથી આપણે પરમાત્મ રૂપી છીએ. અરિહંત અને સિદ્ધ અવસ્થાને પામેલ વ્યક્તિનું પરમાત્મસ્વરૂપ પ્રગટે છે. ત્યારે આપણું પરમાત્મા સ્વરૂપ સત્તામાં છે પણ વેદનામાં નથી, જે આપણે આવરણ હઠાવી, કર્મનાં પડળો દૂર કરી પ્રગટાવવાનું છે. અનુભવમાં Page #32 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૨૩ વેદનમાં લાવવાનું છે. તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરીને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે, તદૂરૂપ થવાનું છે. પંચપરમેષ્ટિ ભગવંતોને આનંદ સ્વયં આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ પર જીવ-અજીવ સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે ૫૨ પદાર્થને બનાવ્યો છે. ૫૨૫દાર્થ નૈમિત્તિક આપણે વેદન કરીએ છીએ. તેથી ૫૨૫દાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સ્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત સાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ-સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા શુદ્ધ સ્વરૂપથી આત્મા અભાન છે. તેથી બેભાન બની, બેફામ બની ભમે છે, ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે. ભૌતિક ભોગને સાધનો કે કરતાં ભોક્તા એવા જીવની કિંમત વધારે છે, જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવા પરમાત્મતત્ત્વની કિંમત વધારે છે. પરમાત્મતત્ત્વની એનાં નામ સ્થાપના દ્રવ્ય ભાવ એમ ચારેય સ્વરૂપમાં રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધનો, જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. “પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવંત; ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમો નમો શ્રી જિનભાણ.” ચારે નિક્ષેપથી ભગવાનને ભજવો, જેથી મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે : નામ નિક્ષેપાથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપાથી દર્શન-સ્મરણ, દ્રવ્ય નિક્ષેપાથી પરમાત્મ-જીવનકથાશ્રવણ સ્મરણ અને ભાવ નિક્ષેપાથી કર્મક્ષય (આઠ કર્મના નાશ)થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ. Page #33 -------------------------------------------------------------------------- ________________ ––– – ––– – – _જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ – –– પરમાત્મ તત્ત્વ નિરાલંબન, સ્વાધીન, અનૈમિત્તિક અને નિરપેક્ષ એવું પૂર્ણ તત્ત્વ છે. જેમ સો (૧૦૦)ની સંખ્યામાં નવ્વાણું(૯૯)ની સંખ્યા સમાય પણ ૯૯માં ૧૦૦ નહિ સમાય, તેમ અપૂર્ણતત્ત્વ, પૂર્ણતત્ત્વમાં સમાય પણ અપૂર્ણ તત્ત્વમાં, પૂર્ણતત્ત્વ નહિ સમાય. બાહ્યદૃશ્યની જે જે સુંદરતા છે તેના ઉપાદાન અને નિમિત્ત કારણમાં જીવભાવ છે. જીવભાવમાં શ્રેષ્ઠ ભાવ પંચપરમેષ્ઠિ પામે છે. માટે એમના સિવાય પ્રધાન શ્રેષ્ઠતા અન્યમાં નથી. પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવો નહિ નીકળે ? આપણે અગાઉ જોયું તે મુજબ પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ બે વીતરાગ સ્વરૂપ સાધ્યપદ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ વૈરાગી સાધકપદ છે. અરિહંત અને સિદ્ધને સાધ્ય પદ કહ્યાં પરંતુ વાસ્તવિક તે ઉભય ધ્યેયપદ, લક્ષ્યપદ છે. સૂક્ષ્મ રીતે વિચારીએ તો સમભિરુઢનય પ્રમાણે શબ્દ ફરતાં અર્થ ફરે તે મુજબ સાધ્ય અને લક્ષ્ય શબ્દમાં ભેદ છે. લક્ષ્ય અરિહંત અને સિદ્ધ બનવાનું છે અને સાધ્ય વીતરાગતાની પ્રાપ્તિ છે, વીતરાગતાની સાધના છે અને વીતરાગતાની ફળપ્રાપ્તિ રૂપ અરિહંત-સિદ્ધ પદની પ્રાપ્તિ છે. તેથી જ જ્ઞાનવિમલસૂરિશ્વરજીએ ગાયું છે કે : વીતરાગ ભાવ ન આવહી જ્યાં લગી મુજને દેવ; ત્યાં લગે તુમ પદકમલની સેવના રહેજો ટેવ; મનમાં આવો રે નાથ ! હું થયો આજ સનાથ” તેમાંય અરિહંતને નવકારમંત્રમાં પ્રથમ સ્થાન આપેલ છે, કારણ કે અરિહંત એ સદેહી-સયોગી-સાકાર અને અષ્ટપ્રાતિહાર્યો તથા અતિશયોના પ્રભાવયુક્ત પરમાત્મ સ્વરૂપ છે, જેથી કરીને અરિહંત સાથે વ્યવહાર શક્ય છે. વળી પ્રભાવયુક્ત પ્રભાવશાળી હોવાથી સહુ કોઈ સહજ જ આકર્ષાય છે. આપણે સહુ દેહધારી છીએ. દેહધારીને દેહના માધ્યમથી વ્યવહાર છે. સિદ્ધ પરમાત્મા અશરીરી-અદેહી હોઈ, દેહનું માધ્યમ નથી. તેથી તેઓની સાથે વ્યવહાર શક્ય નથી એટલે અરિહંત ભગવંતની જેમ તેઓ વ્યવહાર ઉપકાર નિમિત્ત બની શકતા નથી. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેથી જ ગાયું છે કે..... Page #34 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર' ‘સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વ્યવહાર; કા કહીએ કછુ કહ્યો ન જાયે તું પ્રભુ અલખ અપાર.’ ૨૫ અરિહંત ભગવંતો, અરિહંત પરમાત્મા બન્યા બાદ, દેહ હોવાના કારણે દેહ હોય ત્યાં સુધી, દેહના માધ્યમથી નિર્વાણ થતા સુધીના શેષ આયુષ્યકાળ દરમિયાન, લોકસંપર્કમાં હોવાથી લોકો ઉપર દેશના આદિ દ્વારા ખૂબ ખૂબ ઉપકાર કરે છે. જ્યારે અરિહંત ભગવંતનું નિર્વાણ થતાં તેઓ સિદ્ધ બને છે. અદેહી થાય છે. પછી તેમની સાથે વ્યવહાર શક્ય નથી. છતાં ય તેઓ સિદ્ધપદેથી ધ્રુવતારક બની આપણને સિદ્ધ બનવામાં પ્રેરણારૂપ રહે છે. બાપને ઓળખાવનાર માનું મહત્ત્વ જેમ બાપ કરતાં અધિકું છે એમ સિદ્ધને ઓળખાવનાર અને સિદ્ધ પદે પહોંચાડનાર, અરિહંત પદનું મહત્ત્વ અધિકું છે. આ નમસ્કાર મહામંત્ર સંબંધી વળી એક શાસ્ત્રીય પાઠ છે કે...... ‘નવકાર ઈક અબ્બર પાવ ફેડઇ સત્ત અયરાઈ.....’ સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા થાય, તેટલી કર્મનિર્જરા, નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચે પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે ? પદ-ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત સંયોગી-સદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે, જ્યારે આચાર્ય શાસનધૂરા-ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે. ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે. સાધુ, સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનારા તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધા અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દૃષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે. અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી-નિશ્રામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાનમોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત, Page #35 -------------------------------------------------------------------------- ________________ જેના સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ૬ – – – – – – આચાર્ય, ઉપાધ્યાય, સાધુની નિશ્રામાં અથવા તો માત્ર શરણથી કેવલજ્ઞાન, મોક્ષપ્રાપ્તિનું કે પછી તેની પૂર્વભૂમિકામાં પુણ્યાનુબંધી પુણ્ય, સમક્તિ, દેશવિરતિ અને સર્વવિરતિની પ્રાપ્તિનું ફળ મળી શકે છે. ફળપ્રાપ્તિ અંગે પાંચે પદ સરખું ફળ આપવા સમર્થ છે. આ અંગે મૃગાવતી સાધ્વી અને ચંદનબાળા સાધ્વીજી, અર્ણિકાપુત્ર આચાર્ય અને પુષ્પચૂલા સાધ્વીજી, ચંડરુદ્રાચાર્ય અને તેમના વિનયી શિષ્ય, ગૌતમસ્વામીજી અને પંદરસો તાપસના શાસ્ત્રીય દૃષ્ટાંત આપણી પાસે મોજુદ છે. તેથી જ તો ગાયું છે કે... ગુરુ રહ્યા છઘસ્થ પણ વિનય કરે ભગવાન.' હવે આપણે “અરિહન્ત” શબ્દ વિષે થોડી વિસ્તૃત છણાવટ કરીશું. અરિહન્તપણું એટલે અરિરૂપી દોષ જે જીવના ખરા શત્રુ છે, તેને હણવાની-દૂર કરવાની ક્રિયા, એ જીવની સાધના છે. જ્યારે “અરિહંત'ને - અરદસ્ (અરહન) તરીકે પણ ઓળખવામાં આવે છે. મહાદેવ વીતરાગ સ્તોત્રમાં કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે ગરદન શબ્દની વિસ્તૃત સમજ તેના ચાર અક્ષર “ગ' “” “દ' અને “ર' ઉપર એક એક શ્લોકની રચના કરીને આપી છે. અરહનું શબ્દના પ્રથમ “અ” અક્ષર ઉપર નીચે પ્રમાણેનો શ્લોક છે. 'अकार आदि धर्मस्य आदि मोक्ष प्रदेशकः । स्वरूपे परमभ् ज्ञानभ् अकारस्तेन उच्यते ।।' અ”નો લક્ષ્ય અર્થ અક્ષર, “અક્ષર” એટલે કે જેનો “ક્ષર' અર્થાત્ વિનાશ નથી તે “અવિનાશી” અથવા તે અક્ષર એટલે શ્રુતજ્ઞાનનું મૂળ. ભગવાને આપેલ દ્વાદશાંગીનું મૂળ શું ? સ્વર અને વ્યંજનરૂપ વર્ણ એ દ્વાદશાંગીનું મૂળ છે એટલે કે...... અક્ષરનો સમૂહ શબ્દ બને છે. કર્તા અને ક્રિયાપદ પૂર્વક શબ્દના સમૂહથી સૂત્ર બને છે. સૂત્રનો સમૂહ અધ્યાય બને છે. “અધ્યાયનો સમૂહ આગમ બને છે અને આગમનો સમૂહ તે દ્વાદશાંગી. આમ દ્વાદશાંગીનું મૂળ અક્ષર છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર જેમ કેવલજ્ઞાની સ્વયં અક્ષર છે તેમ કેવલજ્ઞાનીના વદન-કમલમાંથી મળેલ દ્વાદશાંગી પ્રમાણ શ્રુતજ્ઞાનનું મૂળ, સ્વર અને વ્યંજન રૂપ જે વર્ણ છે, તેને પણ અક્ષર કહેવાય છે. એટલે કે અક્ષર એવા કેવલજ્ઞાનના મૂળ રૂપ પણ અક્ષર અને અક્ષરનું ફળ પણ અક્ષર એવું કેવલજ્ઞાન. જેમ કેવલજ્ઞાન નિર્વિકલ્પક છે તેમ કોઈ પણ સ્વર અને વ્યંજન રૂપ એક વર્ણાક્ષરના ચિંતવન કે ઉચ્ચારથી કોઈ પણ વિકલ્પ સિદ્ધ થતો નથી. એથી કરી અક્ષર માત્રના ઉચ્ચારથી પદાર્થ સંબંધી કોઈ પણ ભાવ થઈ શકતા ન હોવાથી માત્ર અક્ષર ઉપરનું ચિંતવન નિર્વિલ્પકતા છે. આમ ‘’ એ આદિ છે, મૂળ છે. કેવલજ્ઞાનનું બીજ છે માટે કેવલજ્ઞાન” છે. બીજો શ્લોક ‘' અક્ષર ઉપર નીચે પ્રમાણે છે : रूपि द्रव्यम् स्वरूपम् या द्रष्टवा ज्ञानेन चक्षुषा । दष्टं लोकम् या रकारस्तेन उच्यते ।। ‘’નો લક્ષ્ય અર્થ રૂપીથી રૂપીનું અને અરૂપીથી રૂપી ને અરૂપી ઉભયનું દર્શન છે અથવા તો લોકાલોક જોનારું “કેવલ દર્શન” છે. ત્રીજા શ્લોકમાં “” અક્ષર ઉપરની સમજૂતી આ પ્રમાણે આપી છે.... हता रागाश्चदेषाश्च हताः मोह परिषहाः । हतानी येन कर्माणि हकारस्तेन उच्यते ।। g' નો લક્ષ્ય અર્થ રાગદ્વેષાદિ દોષરૂપી શત્રને હણવાની ક્રિયા જે ચારિત્ર છે. અથવા તો અબ્રહ્મભાવ, સંસારભાવ, વૈતભાવ કાઢી નાખવાથી પ્રગટ થયેલ ચારિત્ર છે. છેવટનો ચોથો “ર” અક્ષર ઉપરનો શ્લોક નીચે મુજબ છે : संतोषेणामि संपूर्णो प्रतिहार्याष्टकेन च । ज्ञात्वा पुण्यम् च पापम् च हकारस्तेन उच्यते ।। નુ નો લક્ષ્ય અર્થ નિષેધ છે, પરનો નિષેધ અને સ્વનો અનુરોધ. એટલે કે ઇચ્છાનિરોધ અર્થાત્ તલપ (ઇચ્છા-તલસાટ) ઉપર તપ ક્રિયા દ્વારા વિજય અને અંતે પૂર્ણકામ તૃપ્તદશા જે તપ છે. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૮-- જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ રાગી આત્માને કામી કહેવાય છે જે બાધક ભાવ છે. વેરાગી આત્માને નિષ્કામ કહેવાય છે જે સાધક ભાવ છે અને વીતરાગીને પૂર્ણ કામ કહેવાય છે જે સિદ્ધિ છે. નકારાત્મકવૃત્તિ જે શુભાશુભ પુણ્ય પાપના ઉદયને અસદુ (નાશવંત) ગણવારૂપ વૃત્તિ છે તે તપ છે અને તેમાંથી ઉદ્દભવતી તૃપ્તિ છે તે નિરિતિભાવ છે, જે નિર્વિકલ્પ ભાવ છે. એટલે કે પોતાના આત્માના પ્રદેશથી અભેદ એવા ચાર આઘાતી કર્મ, ઔદારિક શરીર અને બાકીના ક્ષેત્રભેદથી સર્વ બાહ્ય પદાર્થોના એકસરખા જ્ઞાતા દ્રષ્ટા છે. અર્થાતું તેમાં કોઈ રાગ-દ્વેષ, હેત કે પ્રયોજન છે નહિ તે તેમનો પૂર્ણ જ્ઞાતાદ્રષ્ટા ભાવ છે. આ પ્રમાણે ‘સર’ શબ્દનું અદભુત આયોજન રહસ્ય કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે મહાદેવ વીતરાગ સ્તોત્ર દ્વારા સમજાવ્યું છે કે ‘સરદ' શબ્દમાં “જ્ઞાન”, “દર્શન', “ચારિત્ર” અને “તપ” સંકલિત થયેલ છે કે જે પાછા આત્માના સ્વરૂપગુણ છે. અરિહંત અર્થાતુ અરહનું તૈલોક્ય પૂજ્ય હોવાથી મર્દ' તરીકે પણ ઓળખાય છે. સંસ્કૃત ભાષામાં “અરહ' ધાતુનો અર્થ પૂજવાને યોગ્ય છે. આ “અહ” શબ્દનું આયોજન પણ ખૂબ સુંદર અને રહસ્યમય છે. “અહ” શબ્દમાં “રામ' (આત્મા)' શબ્દનો સમાવેશ થઈ જવા ઉપરાંત વધારામાં “હ” અક્ષર જોડાયેલ છે તે મહાપ્રમાણ Aspirate છે, જે હૃદયમાંથી ઊઠે છે (ઉચ્ચારાય છે), અને તે સ્વર અને વ્યંજનનો સત્તાધીશ છે. ઉપરાંત “અ” જેમ બારાખડી વર્ણમાળાનો આઘાક્ષર છે તેમ “હ” એ અંત્યાક્ષર છે. આમ આદ્યાતાભ્યામ્ ન્યાયે, આદિ અને અંત આવી ગયા હોય એટલે સર્વ મધ્યના અક્ષરો એમાં સમન્વિત થઈ ગયા છે એમ કહેવાય એટલે જ ઋષિમંડલ સ્તોત્રનો શ્લોક છે કે...... આઘતાક્ષર સંસ્થમક્ષરં વ્યાપ્ય થતુસ્થિત અગ્નિ વાલાસમં નાદ, બિંદુ રેખા સમન્વિતમ'. એટલું જ નહિ પણ “ઘ' જેમ વાયુતત્ત્વ છે. ‘વ’ જેમ જલતત્ત્વ છે, ‘ત્ત' જેમ પૃથ્વીતત્ત્વ છે, તેમ “' એ આકાશતત્ત્વ છે અને “' એ અગ્નિ તત્ત્વ છે. Page #38 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૯ ‘અ' અને ‘હ'ની વચ્ચે ‘૨' અક્ષર જે અગ્નિ તત્ત્વ છે તેને ગોઠવવાથી; ‘અ’ અને ‘હ’ અક્ષરના માથે ‘મ’ ચઢી જે ‘અહં’ શબ્દ બન્યો છે તે ‘અહં’ને ભસ્મીભૂત કરવાના (બાળી નાખવાના) સૂચનરૂપ છે. આવી રહસ્યમય ‘અહં’ શબ્દની પણ શબ્દવ્યુત્પત્તિ છે. જગતમાં કોઈ ન હણાતું હોય તો તે અર્જુન છે. અર્હમ્ સત્તત્ત્વ છે. અસત્ તત્ત્વ હોય તે જ હણાય. સત્ તત્ત્વ ક્યારેય હણાતું નથી. અર્હનો આશરો લેનારો અર્થાત્ સત્તત્ત્વને આધાર લેનારો હણાતો નથી. જન્મ-મરણ, જીવન હણે છે. જન્મ-મરણનો અંત અર્થાત્ ભવાંત કરનારા પરમાત્મા છે જે અર્હમ્ છે. પ્રથમ પાપવૃત્તિથી અટકી, પાપપ્રવૃત્તિથી વિરમવાનું છે, જેના અંતે પાપપ્રકૃતિનો નાશ કરવાનો છે. પાંચ મહાવ્રતના અંગીકારથી પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિના નાશની શરૂઆત થાય છે. પરંતુ પાપપ્રકૃતિ ઘાતિકર્મનો નાશ તો નિર્વિકલ્પ ઉપયોગમાં રહેવાથી થાય છે. માટે જ ‘સવ્વપાવપ્પણાસણો’ એમ નવકારમંત્રમાં કહેલ છે. વળી પાપથી મુક્ત થવામાં મુક્તિ છે. પાપબંધ એ અધર્મ છે, તેથી જ અઢારે પ્રકારનાં પાપથી પાપસ્થાનકોથી વિરમવાનું છે. - પુણ્યબંધથી થતા પુણ્યોદયમાં સુખની ઇચ્છા, સુખની લાલસા, આસક્તિ અને મોહ હોય છે. માટે જ પુણ્યબંધનું લક્ષ્ય રાખવાનું નથી. દુઃખનો મોહ કોઈને નથી. માટે જ ખોટા સુખનો (પરાધીન સુખનો) મોહ છોડી નિર્મોહી થવું તે ધર્મ છે. પુણ્યના બંધ અને પુણ્યના ઉદયનો ઉપયોગ, પાપનાશ માટે કરવાનો છે અને નહિ કે નવા પાપબંધ માટે. પાપનાશથી મોક્ષ છે. માત્ર પુણ્યપ્રાપ્તિથી મોક્ષ નથી. હા ! પુણ્યપ્રાપ્તિથી દર્દ, દરિદ્રતા અને નર્ક તીર્થંચ ગતિ ટળે છે તેટલા પૂરતી પુણ્યની આવશ્યકતા, પાપનાશ અને મુક્તિપ્રાપ્તિના લક્ષ્ય જરૂરી ખરી. જીવ પાપ બંધનથી અટકે એટલે પુણ્યના આગમનનો સવાલ જ રહેતો નથી. શુભ ભાવથી બંધાતું પુણ્ય તે સમયે અમૃતરૂપ છે અને દશ્યરૂપે ઉદયમાં આવે ત્યારે જીવ તેનો કેવો ઉપયોગ કરે છે તે પ્રમાણે તે વિષ કે અમૃત બને છે. આથી જ ચૂલિકામાં ‘સવ્વપાવપ્પણસણો’ કહ્યું પણ પુણ્યનો કોઈ સંકેત ન કર્યો. Page #39 -------------------------------------------------------------------------- ________________ _ _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે “અભેદજ્ઞાન.” એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે અને જુદા પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન. અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગદ્વેષરૂપી અંતરંગ શત્રને હણ્યા છે તે અરિહન્ત. જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતિકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ “અરિ' એટલે દ્રવ્યાનુયોગ અને “હત્ત' એટલે ચરણકરણાનુયોગ પણ કહી શકાય. અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચૂલિકામાંના “સવ્વપાવપણાસણો” એ સાતમા પદ વિષે વિચારીશું. ચાર ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિરૂપ છે. જ્યારે ચાર અઘાતિકર્મમાં પુણ્ય પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિ બંધાય. ઘાતિકર્મ, પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતિકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી તેથી જ તેને પાપપ્રકૃતિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે નિદ્રા એ ઘાતકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવવાનો અંત આણવા સુધી જાય છે તો એને પાપપ્રકૃતિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે નિદ્રા એ જડવતું દશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદીય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નથી અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી. માટે તેને પાપપ્રકૃતિ કહેલ છે. “મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં”. સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠી પદોને કરવામાં આવતો નમસ્કાર છે. અહીં હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો ? પાપને ગાળે તે મંગલ એ “મંગલ” શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ “મંગલ' શબ્દના એવા ઘણા અર્થ થાય છે, જ્યાં આનંદ યા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય Page #40 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મેત્ર – – – – –– ––––– ત્યાં આનંદ અને સુખ અવશ્ય હોય જ. “મંગલ થાઓ'. એ આશીર્વચન કલ્યાણ અને હિતને સૂચવે છે. હિત અને સુખ એ બેમાં મોટ ભેદ છે. હિત અને કલ્યાણ નિત્યતત્ત્વ છે. જ્યારે હિત અને કલ્યાણનિરપેક્ષ સુખ અનિત્ય છે. માટે જ નમસ્કાર મહામંત્રની ચૂલિકામાં, “સર્વ પાપનો પ્રણાશ થાઓ !” અને “સર્વનું મંગલ થાઓ !” એવી જે રચના છે તે જીવને પરમાર્થતત્ત્વની મહા-મૂલ્યવાન બક્ષિસરૂપ છે. આ રીતે નમસ્કાર મહામંત્રમાં એકેક શબ્દની રચના અને યોજના વિસ્મયકારક, અને અદ્ભુત અલૌકિક અર્થાતુ લોકોત્તર છે. અગાઉ જોઈ ગયા તે મુજબ “હ” એ મહાપ્રાણ છે, જે હૃદયમાંથી ઉચ્ચારાય છે. તેમ મંત્રાક્ષર - હૃદયમાં શ્રદ્ધા અને લાગણી શુદ્ધ કરે છે. માયા બીજ છે જ્યારે 3ૐ બુદ્ધિ શુદ્ધ કરે છે, જે મસ્તિકમાંથી ઉચ્ચારાય છે અને તે મંત્રાલર પ્રણવબીજ છે. વળી આ ડૅમાં પંચ-પરમેષ્ઠીનો સમન્વય થયેલો છે જે નીચે પ્રમાણે છે : સંસ્કૃત ભાષાના અક્ષર-સંધિના નિયમ મુજબ અરિહન્તનો “અ” અને અશરીરી કે સિદ્ધ ભગવંતનું મુખ્ય વિશેષણ છે તેનો “અ” મળી અ+અ = આ થાય છે. એમાં આચાર્ય શબ્દનો પહેલો અક્ષર “આ” ભળવાથી આઆ = આ. એમાં ઉપાધ્યાય શબ્દનો પહેલો અક્ષર “ઉ' મળવાથી આ + ઉ = ઓ થાય છે. અને મુનિનો પહેલો અક્ષર “મ” જોડાવાથી ઓ+મ = ઓમ શબ્દ બને છે. હવે પ્રશ્ન એ થાય છે કે પાંચમા સાધુ પદના સાધુ શબ્દનો “સા' અક્ષર ન લેતાં મુનિ શબ્દનો “મ” અક્ષર કેમ લેવામાં આવ્યો ? તેનું કારણ એ છે કે પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિરૂપી અષ્ટપ્રવચન માતાની આરાધનાનું અંતિમફળ જો કોઈ હોય તો તે મનનું મૌન છે. અને મૌન એ અબોલ તત્વ છે. એટલે આત્મા મૌનથી પણ પર છે તેથી “મુનિ' શબ્દ લક્ષ્યઅર્થથી બહુ મહત્ત્વનો હોઈ સાધુના સ્થાને અત્રે પ્રયોજ્યો છે અને સાધુને મુનિ તરીકે પણ ઓળખવામાં આવે જ છે. લિપિભેદે “ઓમ” બે પ્રકારે લખાય છે. આ “ૐ”નું બીજું રહસ્ય એ છે કે સચરાચર વિશ્વ-બ્રહ્માંડ અસીમ ગોળાકાર છે અને તેનું મૂળ એક Page #41 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪ ૩૨ બિંદુરૂપ આકાશપ્રદેશ પણ જે અવિભાજ્ય છે તે ગોળાકારે છે. આમ અંત્યસીમાંત અને અસીમ ઉભય ગોળાકાર રૂપનું ૐ લિપિમાં આલેખન થયેલ છે. સ્વરૂપમંત્રથી સ્વરૂપપદે પહોંચેલ પરમાત્માને નમસ્કાર થાય છે જે નમસ્કારના ત્રણ ભેદ છે. (૧) કાયયોગથી ચરણ, ઘૂંટણ, હસ્ત, નાસિકા અને મસ્તક એમ પાંચ અંગ ધરતી સરસા અડાડી થતો પંચાંગ પ્રણામ-નમસ્કાર. (૨) વચનયોગથી ૫૨માત્મ ભગવંતની સ્તુતિ કરવા દ્વારા થતો નમસ્કાર. (૩) અને મનોયોગથી પરમાત્માના શુદ્ધ સ્વરૂપના જ્ઞાન ધ્યાનમાં લીન થવા દ્વારા અતિ સૂક્ષ્મતાએ શૂન્ય બનવા દ્વારા થતો પ્રણિધાનરૂપ સર્વોત્કૃષ્ટ નમસ્કાર કે જે ત્રીજા પ્રકારના નમસ્કાર વિષે જ કહેવાયું છે. ‘ઈક્રોવિ નમુક્કારો જિનવર વ સહૂસ્સ વદ્ધમાામ્સ સંસાર સાગરાઓ તારેઇ નર વા નારી વાં.... પંચપરમેષ્ઠીના ભાવપદને ત્રણે યોગથી નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપનો પ્રણાશ એટલે કે મૂળથી નાશ અર્થાત્ ક્ષય થાય છે. તેથી જ ‘સવ્વ પાવપ્પણાસણો' કહેલ છે. નમસ્કાર કરવા દ્વારા સર્વ પાપના ડુંગરોને ઓળંગવાના છે. ખતમ કરવાના છે. પંચપરમેષ્ઠીની આરાધના એટલે પુણ્યના ડુંગરો ખડકવા એમ નથી સમજવાનું, પરંતુ પંચપરમેષ્ઠીને નમસ્કાર એટલે પાપોના ડુંગરોનો નાશ. નમસ્કાર એટલે કે નમન અને નમન એટલે નમવું અર્થાત્ ઊલટવું. મનને ઊલટાવવું એટલે નમ. તેમ મનને ઊલટાવવું એટલે કે મનને અમન કરવું. આમ નમવું એટલે પરિણમવું-તરૂપ થવું. અર્થાત્ અમન થવું. અમન થવું એટલે ઇચ્છારહિત થવું, નિરિહિ થવું. વ્યાકરણશાસ્ત્રના નિયમ પ્રમાણે ‘મન’ શબ્દનો અર્થ વિચારવું ‘To think’ એટલે કે બુદ્ધિ તત્ત્વ છે. તે જ પ્રમાણે મનની ચંચળતાના અર્થમાં મન એ વિકલ્પ અને ઇચ્છાનું પોટલું છે. આમ નમસ્કાર એટલે કે નમન. એ અમન ઇચ્છારહિત Page #42 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ___ નિરિહિ-પૂર્ણકામ બની પરમાત્મ સ્વરૂપનું પ્રાગટ્ય કરવાની ક્રિયા છે. એથી જ તો શ્રીમદ્જીએ ગાયું છે કે...... શુભ ભાવ વડે મન શુદ્ધ કરો, નવકાર મહાપદને સમરો, નહિ એ સમાન સુમંત્ર કહો, ભજીને ભગવંત ભવંત લો. શાસ્ત્રીય પરિપાટીથી પંચપરમેષ્ઠીમાં અરિહંત ભગવંત એ છે કે જેઓ અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી બાર ગુણોથી યુક્ત છે. જ્યારે આઠ કર્મોના ક્ષયથી પ્રગટેલા આઠ ગુણોથી યુક્ત છે તે સિદ્ધ ભગવંત. છત્રીસ ગુણો ધરાવે છે તે આચાર્ય છે, પચીસ ગુણોને જે ધારણ કરે છે તે ઉપાધ્યાય છે અને સત્તાવીસ ગુણોથી જે ગુણવાન છે તે સાધુ છે. બધાં મળીને ૧૨+૮+૩૬+૨૫+૨૭ = ૧૦૮ ગુણો થતા હોવાથી નવકારમંત્ર ગણવાની માળા જેને નવકારવાળી કહેવાય છે તે માળાના કુલ મણકા અથવા પારા એક સો આઠ છે. નવકારના પદ નવ છે અને પંચપરમેષ્ઠીના ગુણોનો સરવાળો ૧૦૮ છે તેના અંકોનો સરવાળો નવ છે કે જે નવનો આંક અખંડ અને અભંગ ગણાય છે. એ એક ગણિત-ચમત્કાર છે કે નવના આંકને ગમે તે અંકથી ગુણીએ તો ગુણાકારની રકમનો આંકનો સરવાળો નવ જ આવશે. વળી નવના કોઠા પલાખા વિષે વિચારીશું તો ય જણાશે કે નવ એકે નવમાં, નવથી શરૂ થઈ આંકડો ક્રમબદ્ધ ઊતરતો ઊતરતો દાયે નવે નેવુંમાં, ૯૦ના શૂન્ય સુધી પહોંચે છે. તેમ કોઈપણ ગમે તેટલા આંકડાની રકમના અંકોના સરવાળાને તે મૂળ રકમમાંથી બાદ કરતાં આવતી રકમના અંકોનો સરવાળો હંમેશ નવ આવશે. જેમ ૩૩૨ ત્રણ આંકડાનો સરવાળો આઠ. ૩૩રમાંથી આઠ જાય એટલે ૩૨૪ એ ત્રણનો સરવાળો નવ રહેશે. પાંચ અસ્તિકાયરૂપ વિશ્વનું મૂળ એક પ્રદેશત્વ જે અવિભાજ્ય છે તે ગોળાકાર શુન્ય રૂપ છે અને તેનો વિસ્તાર પણ અસીમ એવું આકાશ દ્રવ્ય ગોળાકાર રૂપ છે. ગૃચ્છ ૪ – ૩ Page #43 -------------------------------------------------------------------------- ________________ જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ * – – – – – – – – – –– શૂન્ય એ મૂળ (બીજ) છે અને શુન્ય એ ફળ છે. અહીં શૂન્ય એટલે શુન્યત્વ અર્થાતુ પરમાત્મ તત્ત્વ. મૂળમાં સત્તાગત આપણામાં જ રહેલા આપણા પરમાત્મતત્ત્વનું આપણે પ્રગટીકરણ કરવાનું છે. સ્કૂલમાંથી સૂક્ષ્યમાં થઈ શૂન્યમાં જવાનું છે. અહીં શુન્ય એટલે પદાર્થ-દ્રવ્યનો અભાવ નહિ પરંતુ પરસ્પર વિરુદ્ધ પદાર્થની અસરનો અભાવ, કોઈને બાધા પહોંચાડે નહિ અને કોઈથી બાધા પામે નહિ તેવી અવ્યાબાધ અવસ્થા તે શૂન્યાવસ્થા. એ અવસ્થાનો સંકેત ઉપરોક્ત ગણિત-ચમત્કારમાં છે. એટલું જ નહિ પણ ગણિતમાં શૂન્યની અવસ્થા એવી જ છે. શુન્યને કોઈ રકમમાં ઉમેરો કે કોઈ રકમમાંથી બાદ કરો, યા તો કોઈ રકમ વડે તેને ગુણો કે ભાગો તો તે રકમ અકબંધ રહેશે. કોઈ અસર તે રકમને થશે નહિ. તેમ શુન્ય પણ શુન્ય જ રહેશે. આમ ગણિત-ચમત્કાર પણ અધ્યાત્મ તરફ દોરી જાય છે. ઉપરાંત અરિહંત ભગવંતનો રંગ શ્વેત છે, સિદ્ધ ભગવંતનો રંગ રક્ત (લાલ) છે. આચાર્ય ભગવંતનો રંગ પીત્ત (પીળો) છે, ઉપાધ્યાય ભગવંતનો રંગ હરિત (લીલો) છે, અને સાધુ ભગવંતનો રંગ શ્યામ (કાળો) છે. પંચપરમેષ્ઠીના પાંચ રંગોની જે કલ્પના કરી છે, તે કેટલી યથાયોગ્ય છે, તેનો વિચાર કરીએ...... પંચપરમેષ્ઠી જેમ જપનો વિષય છે તેમ પરમાર્થથી ધ્યાનનો વિષય છે. ધ્યાન સાધનાનાં અનેક કેન્દ્રો અને ભેદો છે. તેમાં આપણા શરીરની રચનામાં મુખ્ય તાળવું છે. જ્યારે બાળક જન્મે છે ત્યારે હાડકાનો ભાગ પુરાયેલો હોતો નથી અને તે કોમળ હોય છે. એ જ સહસદલ કમલનું કેન્દ્ર છે કે જેમાં પરમાત્મપદની સ્થાપના છે. ત્યાંથી નીચે ઊતરતાં છ ચક્રમાંનું છઠું ચક્ર કે જેને “આજ્ઞાચક્ર' કહેવામાં આવે છે તેનું સ્થાન બે નેણ વચ્ચે રહેલ ભૂકુટિ છે તે ગુરુનું સ્થાન છે અને ગુરુપદને સાધીએ તો જ તેમના દ્વારા “પરમાત્મદેવનું મિલન થાય છે એટલે સુખાસને બેસીને ચિત્તને સ્થિર કરીને, ચક્ષુ બંધ કરીને તે ભૂકુટિસ્થાનમાં ઇચ્છા અને વિચારને સ્થગિત કરી દઈને, ત્યાં શું બંધ આંખે દેખાય છે તે દ્રષ્ટા બની Page #44 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર_. જોયા કરવું, ધ્યાન કરવું તે અનેક પ્રકારના ધ્યાનના ભેદોમાં મહત્ત્વનો ઊંચો ભેદ છે, કારણ કે પરમાત્મતત્ત્વ પૂર્ણ જ્ઞાતા અને દ્રષ્ટા છે. માટે સાધકે પણ કર્તા-ભોક્તા મટીને એટલે કે ઇચ્છા અને વિચારને છોડીને દશ્યથી જુદાં પાડવા માટે દૃશ્યને જોતાં શીખવું જોઈએ. પરંતુ ઇચ્છા અને વિચારથી દશ્ય સાથે ભળવું ન જોઈએ. આ રીતે આજ્ઞાચક્રમાં માનસિક ત્રાટક કરી ધ્યાન કરવાનું શરૂ કરીશું એટલે પહેલાં કાળું ધબ દેખાશે ને એ પ્રમાણે સતત દર્શન કરવાથી તે કૃષ્ણવર્ણમાં તૂટફૂટ થશે અને ક્રમિક વિકાસ પ્રમાણે નીલવર્ણ જેવું દેખાશે. આગળ તે દર્શનને દૃઢ કરતાં કરતાં વણતર થયા જ કરશે અને પરિણામે પરમ ઉજ્વલ, પરમ તેજસ્વી શ્વેત વર્ણ દેખાશે. આવો આ સાધનાનો પ્રયોગ છે. હવે કયા સાધકે પૂર્વભવમાં કેવી સાધના કરી હોય અને ક્યાં સુધી પહોંઓ હોય તે કહેવું અશક્ય છે. તેથી તેની સાધના જ્યાં અધૂરી રહી હોય ત્યાંથી શરૂ થાય એટલે ગમે તે વર્ણ દેખાય. વળી સાધનામાં જો ચઢઊતર થાય તો તે પ્રમાણે પણ વર્ણાતર થાય. પરંતુ આ વર્ણદર્શનનો સાર એ છે કે સાધ એ નિર્ણય કરવો કે જ્યારે જે વર્ણ દેખાય ત્યારે તે પદનું અજપાજાપરૂપે ધ્યાન થઈ રહ્યું છે. એ રીતે સતત અભ્યાસ કરી સાધકે આગળ વધવું અને અનુભવ કરવો. આ હકીકતની વાતો કરવાથી કાંઈ ન વળ પણ પ્રયોગ કરવાથી મળે. અહીં પ્રશ્ન એ ઉભવે કે પંચપરમેષ્ઠીના વર્ણમાં, સિદ્ધ પરમાત્મા અશરીરી હોવાથી તેમના બીજી અપેક્ષાએ જે ૩૧ ગુણો વર્ણવ્યા છે એમાં અવર્ણ, અગંધ, અરસ આદિ ગુણો કહેલ છે, તો સિદ્ધ ભગવંતમાં લાલ વર્ણ કેમ આરોપાય ? સાધકને ઉપર જણાવેલ પ્રયોગની અપેક્ષાએ વર્ણન કરવામાં આવેલ છે. જેમ સૂર્યોદય વેળાએ જેને ઉષા કહેવામાં આવે છે તે વખતે સૂર્યનો વર્ણ રક્ત હોય છે જે પછી શ્રેત બને છે તે પ્રમાણે સાધકને ધ્યાનની પ્રક્રિયામાં દર્શન થાય છે. જેવી રીતે પંચપરમેષ્ઠીના પાંચ વર્ણો છે તેવી જ રીતે ચોવીસ તીર્થંકર ભગવંતો પણ પંચ વર્ષમાં વહેંચાયેલા છે. દોય રાતા જિનવર અતિ ભલા, * દોય ધોળા જિનવર ગુણનીલા, Page #45 -------------------------------------------------------------------------- ________________ - _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ દોય નીલા, દોય શામળ કહ્યાં, સોળે જિન કંચન વર્ણ લહ્યાં. સાધુ સાધનાની પ્રાથમિક ભૂમિકામાં હોવાથી એમનો રંગ કાળો સૂચવ્યો છે. વળી ધ્યાનની પ્રક્રિયામાં પણ સાધકને શરૂઆતમાં પ્રથમ કાળું ધબ દેખાય છે. ત્યારબાદ સાધનામાં વિકાસ થાય છે. તેના નિર્દેશરૂપ ઉપાધ્યાયનો રંગ લીલો કહ્યો છે, જે શુદ્ધીકરણ સૂચવે છે. અને એ જ પ્રમાણે ધ્યાનમાં પણ કાળા રંગ બાદ જાંબલી, નીલો, લીલો રંગ દેખાય છે. તેથી આગળ સાધનામાં વિકાસની ઉપલી ભૂમિકામાં કર્મમલને ભસ્મીભૂત કરવાના સામર્થ્યરૂપ, જે તેજ પ્રગટ થયું છે એના સંકેતરૂપે, આચાર્યનો રંગ પીળો બતાવ્યો છે. જે પ્રમાણે ધ્યાનમાં પણ બને છે એ જ પીળો રંગ પછી લાલચોળ રક્ત વર્ણ થઈ અંતે શ્વેત રંગમાં પરિણમે છે. કોલસો પણ પહેલાં કાળો હોય છે જેને અગ્નિથી સળગાવતાં એમાં પ્રથમ લીલી-પીળી ઝાંય ઊઠે છે ને અંતે શ્વેત રાખ બને છે. તેવી જ રીતે ગાઢ તિમિરમાંથી હો ફાટે છે જે ઉષા ટાણે રક્ત, પીત્ત રંગ ધારણ કરે છે અને પૂર્ણ સૂર્યોદય થયા બાદ શ્વેતવર્ણ પ્રકાશરૂપે પરિણમે છે. . અનેક મંત્રો ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે. જેવી જેની વાંછના. એ મંત્રોના બે મુખ્ય ભેદ છે. કેટલાક ક્રૂર મંત્રના આરાધ્ય દેવ છે જે અધિષ્ઠાયક દેવતા કહેવાય છે તે પણ ક્રૂર હોય છે, જ્યારે સૌમ્યમંત્રના અધિષ્ઠાતા દેવ સૌમ્ય હોય છે. ક્રૂર મંત્રની સાથે દાન કે તપનો કોઈ સંબંધ હોતો નથી. જ્યારે સૌમ્ય મંત્રના જાપ સાથે જો દાન અને તપ ભળે છે તો તે મંત્રને બળ મળે છે જેથી તે શીઘ્ર ફળે છે. જોકે ફળ પણ શ્રેષ્ઠ હોય છે. નમસ્કાર મહામંત્ર એ સૌમ્ય પ્રકારનો મંત્ર છે જેનો જાપ શીધ્ર અને શ્રેષ્ઠ ફળપ્રાપ્તિ અંગે દાન અને તપ સહિત કરવા યોગ્ય છે, કારણ કે બીજા મંત્રોના અધિષ્ઠાયક દેવોની અવસ્થા તપ, ત્યાગ અને દાન સ્વરૂપ નથી હોતી. જ્યારે પંચપરમેષ્ઠીનાં પાંચ પદો સ્વયં તપ, ત્યાગ, દાનાદિ અનેક ગુણની પરાકાષ્ઠારૂપ છે. માટે જ આનાથી ચઢિયાતો મહાન મંત્ર કયો હોઈ શકે ? વળી અન્ય મંત્રોની આરાધનામાં ધ્યેય, ધ્યાન, ધ્યાતા ત્રણે ભિન્ન Page #46 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર થાય છે અને કદી અભેદ થતાં નથી. કારણ કે ધ્યાન કરનાર ધ્યાતાની જે દશા હોય છે તે જ રહે છે, અને એના માર્ગ દ્વારા પ્રાપ્ત થયેલ વાંછિત પદાર્થ કાયમ રહેતો નથી. તેને યાચકપણું પણ ટળતું નથી. એટલું જ નહિ પણ આપનાર અધિષ્ઠાયક દેવ-દેવીની અવસ્થા સ્થિતિ પણ સાદિ સાન્ત હોય છે. જ્યારે પંચપરમેષ્ઠી મંત્રનાં પદો અવિનાશી છે અને ધ્યાતાને અવિનાશી બનાવી, ધ્યાનથી પર કરી અભેદ થાય છે, સાધનાકાળે ત્રણે ભિન્ન હોવા છતાં સાધ્યપ્રાપ્તિ થયે ત્રણે અભેદ થાય છે. 30 ઉદાહરણ તરીકે, કોઈ દેવદેવીના મંત્રની આરાધના-સાધના કરનાર જો સ્વયં તે દેવ કે દેવીના પદની વાંછના રાખે તો કાંઈ એવું ન બને કે તે દેવ-દેવી પદચ્યુત થઈ એમની ગાદી, એમનું પદ સાધકને આપી દે. ઊલટા તેવી માગણી કરનાર ઉપર તે કોપાયમાન થાય. જ્યારે અરિહંત અને સિદ્ધ પદનો આરાધક અરિહંત અને સિદ્ધ પદની માગણી કરી શકે અને તે પદ સાધકને પ્રાપ્ત પણ થાય. નવપદજીની ઓળીમાં પ્રત્યેક પદના દુહામાં આ જ પ્રકારની માંગ આવે છે. અરિહંત પદ ધ્યાતો થકો, દુવ્વહ ગુણ પજ્જાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર. વીર જિનેશ્વર ઉપદિશે, સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. રૂપાતીત સ્વભાવ જે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વીર. ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે, વીર. તપ સજ્જાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે, ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગાતા રે. વીર. અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે; સાધુ સુધા તે આતમા, શું મુંડે શું લોચે રે. વીર. Page #47 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ તસ થાય રે; દર્શન તેથી જ આતમાં, શું હોય નામ ધરાવે રે. વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ શાય રે. તો હું અહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. વીર. જાણ ચારિત્ર તે આતમ, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલ કર્યા, મોહવને નવી ભમતો રે. વીર. ઇચ્છારાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આતમા, વર્ત નિજ ગુણ ભોગે રે. વીર. આમ છતાંય સમક્તિ દેવ-દેવીનું માહાત્મ છે, જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે : મમ મંગલ અરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અ, સન્મ-દિઠી-દેવા હિતું સાહિં ચ બોષ્ઠિ .” આ ગાથા એમ સૂચવે છે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને શ્રુતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમકિત દૃષ્ટિ દેવ-દેવીઓ સહાયક છે. એ સમતિ દષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવા તીર્થંકર પરમાત્મા, તીર્થંકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસનપ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે. જેમ આપણી લઘુતા, નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે અને નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દષ્ટ અને અષ્ટરૂપે સહાયતા કરે છે, દેવોના જીવનમાં. તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શકતા નથી તેથી જ તે ગાયું છે કે..... . “સમરો મંત્ર ભલો નવકાર એ છે ચૌદપૂર્વનો સાર... દેવો સમરે, દાનવ સમરે, સમારે રાજા રંક... Page #48 -------------------------------------------------------------------------- ________________ ૯ સ્વરૂપ મંત્ર એટલું જ નહિ, પણ ૧૫૦ ગાથાના સ્તવનમાં મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ પણ સમકિતદષ્ટિ દેવોનું માહાત્મ વર્ણવ્યું છે કે.. સમકિત દષ્ટિ સુર તણી આશાતના કરશે જે લાલ રે, બોધિ દુર્લભ એ થશે થાણાર્થે ભાખ્યું એક લાલ રે...” નમસ્કાર મહામંત્રમાં નામસ્મરણ છે. અરિહંત અને સિદ્ધ એ જીવ માત્રના સ્વરૂપનામ છે. એ સ્વરૂપનામનું સ્મરણ, નમસ્કાર મહામંત્રના જાપ કરવાથી થાય છે તે નામસ્મરણની મહત્તા મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજાએ આ રીતે બતાવેલ છે : ન કો મંત્ર, નવિ યંત્ર, નવિ તંત્ર મોટો, જિસ્યો નામ તાહરી સમામૃત લોટો; પ્રભુ નામ તુજ મુજ અક્ષય નિધાન, ધ ચિત્ત સંસાર તારક પ્રધાન, આ પંક્તિનું પરમ રહસ્ય શું છે ? મનુષ્યયોનિમાં જન્મેલો જીવ ચાહે તે જાતિ, જ્ઞાતિ કે ક્ષેત્રનો હોય પરંતુ તે વિશ્વના કોઈ પણ પદાર્થના અર્થ કે ભાવને જન્મતાંની સાથે જાણતો કે સમજતો નથી. પરંતુ બીજાના શબ્દોચ્ચાર વડે સાંભળીને, પહેલાં તો તે ઉચ્ચારાયેલ શબ્દને જ પકડે છેગ્રહણ કરે છે. ત્યારબાદ અવસ્થાની પરિપક્વતાએ ધારણામાં રાખેલ તે શબ્દના અર્થ અને ભાવને પામે છે. તે પ્રમાણે આપણે પણ. આપણા સ્વરૂપમંત્ર રૂપ આ નવ પદોનાં નામોની ખૂબ ૨ટણપૂર્વક જપક્રિયા કરવી જોઈએ જેથી આપણે તેના અર્થ અને ભાવને પામી શકીએ. આમ પંચપરમેષ્ઠીના શબ્દોચ્ચાર રૂપ, નામ સ્મરણ અને તેના જપનું કેટલું મહત્ત્વ છે, તે જીવનના અનુભવથી સહુ કોઈ સહજ જ સમજી શકે છે. આથી જ ચાર નિક્ષેપામાં નામ નિક્ષેપાને પ્રથમ ક્રમાંકે સ્થાન આપ્યું છે. વિશ્વમાં ગમે તે ધર્મમાં, ગમે તે ભાષામાં, ગમે તેટલા મંત્રો હોય, પરંતુ બધાય મંત્રોનું મૂળ આ પાંચ શબ્દો હોવાથી આ પાંચ પદોનું સ્મરણ કરીને જો બીજા મંત્રોની સાધના કરે તો જ તે મંત્રોને બળ મળે અને તેનું ફળ મળે. કારણ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ .. -__________ ળ સાહિત્ય સમારોહ- ૪ કે તેના પંચપરમેષ્ઠી શબ્દ-રૂપ મંત્ર-સ્વરૂપ છે. જ્યારે બીજા બધા મંત્રો તેના અંશરૂપ-દેશરૂપ છે. જેમ જ્ઞાન સ્વરૂપ કહેવાય અને ક્રિયા દેશરૂપ કહેવાય એવું આ મંત્રનું છે. જ્ઞાન પરમાર્થથી અવિનાશી છે, જ્યારે ક્રિયા વિનાશી છે. અવિનાશી સ્વયંભૂ હોય જ્યારે વિનાશી એ અવિનાશીનો આધાર લઈને જ ઉત્પન્ન થાય અને વ્યય થાય ત્યારે તેમાં જ લય પામે. પંચપરમેષ્ઠી મંત્રની સ્તુતિ નીચેના શ્લોકથી કરવામાં આવે છે. અહંન્તો ભગવત્ત ઇન્દ્ર મહિતા: સિદ્ધાચ્ચે સિદ્ધિસ્થિતા; આચાર્યા જિનશાસનોનિકરા: પૂજ્યા ઉપાધ્યાયકા: // શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવર: રત્નત્રયા આરાધના પંચ પરમેષ્ઠીનઃ પ્રતિદિન કુર્વનું વો મંગલમ્ / આ શ્લોકમાં અરિહંત ભગવંતો ઇન્દ્રોને પૂજ્ય છે એમ ઇન્દ્ર મહિતા” શબ્દોથી કહેવાયું છે. તો પછી પ્રશ્ન થાય કે નરેન્દ્ર-નરદેવ એવાં ચક્રવર્તીવાસુદેવ-પ્રતિવાસુદેવ મહિતા એમ કેમ ન કહેવાયું ? એનું કારણ એ છે કે....તીર્થકરને બાદ કરતાં સર્વાધિક પુણ્યના સ્વામી ઇન્દ્ર જેવા ઇન્દ્ર જો અરિહંત ભગવંતની પૂજા અભિષેક, વૃષભનું રૂપ લઈને ય કરતા હોય તો પછી બીજાં એનાથી ઊતરતા પુણ્યશાળીઓ તેમ કરે એમાં નવાઈ શી ? આખું વિશ્વ દ્રવ્ય ભાવાત્મક છે. દ્રવ્ય એટલે પાંચ અસ્તિકાય અને ભાવ એટલે દ્રવ્ય ગુણ અને પર્યાય. અનાદિકાળથી જીવ માત્ર પોતાના સ્વયંભૂષણાથી, સ્વ-અસ્તિત્વથી, સ્વ-સત્તાથી, વ્યક્તિ રૂપે પોતે પોતાને પ્રાપ્ત છે. પરંતુ સ્વ શુદ્ધ ગુણપર્યાયથી, અપ્રાપ્ત છે. એટલે જૈનદર્શનમાં પહેલાં જીવના શુદ્ધ ગુણપર્યાયનું લક્ષ કરીને નમસ્કાર મહામંત્ર, સામાન્ય પદ રૂપે સ્થાપિત કરેલ છે. આવા શુદ્ધ ગુણપર્યાયને જે પ્રાપ્ત કરે તે વ્યક્તિ પ્રગટ પરમાત્મ સ્વરૂપ વ્યક્તિ છે. એટલે હવે એવી વ્યક્તિના સંશોધનનો પ્રશ્ન Page #50 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંગ_. – – – – – – ' ઉપસ્થિત થયો. એ પ્રશ્નોનો જવાબ લોગસ્સ-ચતુર્વિશતિસ્તવ-નામસ્તવ સૂત્ર છે, જેમાં વર્તમાન ચોવિસીના ચોવીસેય તીર્થકર ભગવંતનાં નામ-નિર્દેશ છે. તેથી લોગસ્સ સૂત્રમાં શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયનો સમાવેશ થાય છે. માટે જ કાઉસગમાં લોગસ્સનો કાઉસગ્ગ એ મુખ્ય ધ્યાન સાધના છે, જ્યારે નમસ્કાર મહામંત્ર એ મુખ્યત્વે જપ સાધના છે. પ્રાયઃ પ્રત્યેક મંત્રનો યંત્ર હોય છે તે પ્રમાણે નમસ્કાર મહામંત્રનો યંત્ર છે, જે સિદ્ધિચયંત્ર યા નવપદજી યંત્ર તરીકે પ્રસિદ્ધ છે. જેનું પૂજન, નમન, વંદન અને આરાધના થાય છે. એ યંત્ર કમલાકારે હોય છે. કમલના મધ્ય ભાગ કેન્દ્રમાં અરિહંત ભગવંત બિરાજમાન કરવામાં આવે છે. અને તેની આસપાસ આઠે દિશામાં કમળની આઠ પાંખડીમાં સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપની સ્થાપના અનુક્રમે ઉત્તર, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ, ઈશાન, નૈઋત્ય, અગ્નિ અને વાયવ્ય દિશામાં કરવામાં આવે છે. આ યંત્રમાં રત્નત્રયી અને તત્ત્વત્રયી સમાવિષ્ટ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ રત્નત્રયી છે. જ્યારે અરિહંત ને સિદ્ધ એ દેવ; આચાર્ય, ઉપાધ્યાય, સાધુ એ ગુરુ અને દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ, ધર્મ છે. એમ દેવ-ગુરુ અને ધર્મ તત્ત્વત્રયી છે. વળી આમાં પાંચ ગુણી અથવા ધર્મી છે. જે પાંચ અરિહંત, સિદ્ધ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અહીં અરિહંત અને સિદ્ધ પરમાત્માને “વષ્ણુ સહાંઓ ધમ્મોએ અર્થમાં ધર્મી કહેલ છે જ્યારે બાકીના ચાર દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ ગુણ છે અથવા ધર્મ છે, એટલું જ નહિ પણ એમાં અરિહંત અને સિદ્ધ પરમાત્મા સાધ્ય સ્વરૂપ છે. જ્યારે આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ, સાધક સ્વરૂપ છે. તથા દર્શન, જ્ઞાન, ચારિત્ર ને તપ એ ચાર સ્વરૂપ છે. એ ચાર જીવના શુદ્ધ સ્વરૂપગુણ છે તે અંશ રૂપે અથવા લક્ષણચિહ્નરૂપે જીવમાત્રમાં શ્રદ્ધા (વિશ્વાસ), બુદ્ધિ (જ્ઞાન), શ્રમ (વર્તન) અને તલપ (ઇચ્છા ત૫) રૂપે અસ્તિત્વ ધરાવે છે. જે સ્વમાં સત્તાગત અંશરૂપે પણ હોય તે જ પૂર્ણ સ્વરૂપે અશુદ્ધિ, આવરણ હઠી જતાં પ્રગટે અર્થાત્ પ્રકાશમાં આવે. પર ક્યારે ય સ્વ થાય નહિ. સત્તામાં રહેલ, આ શ્રદ્ધા, બુદ્ધિ, શ્રમ (વર્તન) Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ – – – – – – – – – – _જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૪ અને ઇચ્છાને સુધારવાના છે અસદુ થયેલ છે. વિનાશી (સાદિ સાત્ત) બનેલ છે તેને સદુ-અવિનાશી બનાવવાના છે. સદ્ ઇચ્છા રાખી, સદ્ગદ્ધિ વાપરી, સ૬ વર્તન આચરી, સત્ એવા અવિનાશી પરમાત્મામાં શ્રદ્ધાવિશ્વાસ રાખી, તેમનાં આદર, બહુમાન, સન્માન, વંદન, પૂજન કરવા સહ, સ્વયં પરમાત્મા બનવાનું છે અને આત્માના ચાર શુદ્ધ સ્વરૂપગુણ દર્શન (કેવલદર્શન), જ્ઞાન (કેવલજ્ઞાન), ચારિત્ર (યથાખ્યાત ચારિત્ર સહજાનંદ સ્વરૂપ), તપ (પૂર્ણકામ) છે; તેનું પ્રાગટ્ય અશુદ્ધિ-કર્મપડળ હઠાવીને કરવાનું છે. તે માટે શ્રદ્ધા-બુદ્ધિ-શ્રમ અને ઇચ્છાને પરમાત્મતત્ત્વ સાથે જોડવાના છે અને મોક્ષ લક્ષ્ય સમ્યગુ બનાવવાના છે. ત્યારબાદ દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર એ પાંચ આચાર-પંચાચારનું પાલન કરવાનું છે. માટે જ પંચપરમેષ્ઠી નમસ્કાર મહામંત્રના જાપ કરવાના છે અને સિદ્ધચક્ર યંત્રની નવપદજીની આરાધના કરવાની છે. નવપદજીની ઓળી જે ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદિ પૂનમ અને આસો સુદિ સાતમથી આસો સુદિ પૂનમ દરમિયાન વર્ષમાં બે વાર આવે છે ત્યારે આયંબિલનું તપ કરવા સહ વિશિષ્ટ રીતે એકેક પદની, એકેક દિવસ આરાધના કરવા દ્વારા નવપદજીની આરાધના થાય છે. આ આરાધના પર્વને શાશ્વતી ઓળી, શાશ્વતી અઠ્ઠાઈ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ નવપદની આરાધના, પૂજન દરમિયાન નીચે મુજબની ભાવના ભાવી શકાય.... અરિહંત એવો હું અરિહંત બનવા માટે, અરિહંત ભગવંતો કે જેઓએ પોતાના અત્યંત વિશુદ્ધ એવા, સાકાર પરમાત્મ સ્વરૂપનું પ્રગટીકરણ કર્યું છે અને વર્તમાને તીર્થકર સ્વરૂપે વિહરમાન છે, તે સર્વ અરિહંત ભગવંતો તથા પૂર્વે થયેલા અને હવે થનાર સર્વ અરિહંત ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ અરિહંતપણાનો નાશ અને અરિહંતપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૩ૐ નમો મરિહંતi ll Page #52 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપ મંત્ર ૪૩ અસિદ્ધ એવો હું સિદ્ધ બનવા માટે, અનંત સિદ્ધ ભગવંતો કે જેઓ પોતાના અત્યંત વિશુદ્ધ એવાં નિરંજન નિરાકાર પરમાત્મસ્વરૂપનું પ્રગટીકરણ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્ર શિખરે સ્થિત થયાં છે, વર્તમાને ચૌદમા ગુણસ્થાનકે રહી સિદ્ધ થઈ રહ્યાં છે અને જેઓ હવે સિદ્ધ થનાર છે; તે સર્વે સિદ્ધ ભગવંતોનાં દર્શન, વંદન, ફળ સ્વરૂપ, અસિદ્ધપણાનો નાશ અને સિદ્ધપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ નમો સિદ્ધાનું !! અસદાચારી એવો હું, સદાચારી બનવા માટે, આચાર્ય ભગવંત, જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, પંચાચાર પાળી રહ્યાં છે, પંચાચારની પાલના કરાવી રહ્યાં છે, અરિહંત અને સિદ્ધ બનવામાં નિમિત્તભૂત, સહાયભૂત થઈ રહ્યા છે, એવા સર્વોચ્ચ સાધક, સર્વ આચાર્ય ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ અસદાચારનો નાશ અને સદાચારરૂપ પંચાચારની સર્વથી પ્રાપ્તિ સહ સર્વોચ્ચ સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું. મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ નમો આયરિયાળ અજ્ઞાની એવો જ્ઞાની બનવા માટે, અવિનયી એવો વિનયી થવા માટે ઉપાધ્યાય ભગવંતો કે જેઓ અરિહંત અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્યના માર્ગદર્શન હેઠળ, જ્ઞાન મેળવી રહ્યા છે અને જ્ઞાન આપી રહ્યા છે, તેવા વિનય ગુણથી ઓપતા, ઉત્તમ સાધક સર્વ ઉપાધ્યાય ભગવંતનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેનાં ફળ સ્વરૂપ અજ્ઞાનનો નાશ, જ્ઞાનની પ્રાપ્તિ, વિનયગુણની પ્રાપ્તિ, ઉત્તમ સાધકપદની પ્રાપ્તિને હું ઇચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! || ૐ નમો ઉવજ્ઞાયાળું દુર્જન એવો સજ્જન બનવા, શઠ એવો સાધુ બનવા, બાધક મટી સાધક થવા માટે, આપ સાધુ ભગવંતો કે જેઓ અરિહન્ન અને સિદ્ધ બનવાના લક્ષ્ય, અરિહંત અને સિદ્ધની નિશ્રામાં, આચાર્ય અને ઉપાધ્યાય માર્ગદર્શન હેઠળ, સાધના કરી રહ્યા છો, સાધના કરનારાને સહાયક થઈ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૪ . જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ રહ્યા છો, અને સાધનાનો આદર્શ આપી રહ્યા છો, એવા સર્વ સાધુ ભગવંતોનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ દુર્જનતાનો નાશ, સજ્જનતા-સાધુતાની પ્રાપ્તિ, બાધકતાનો નાશ, સાધકતાની પ્રાપ્તિને હું ઇચ્છું છું, મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! // ૐ પાને નg સવ્વસાહૂi / કેવલદર્શન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે કેવલદર્શનની પ્રાપ્તિ માટે, હું દર્શનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થક; તેના ફળ સ્વરૂપ કેવલદર્શનની પ્રાપ્તિને ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલદર્શન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલદર્શનને આપનાર સમ્યગદર્શન અને તેને આપનાર સુદેવ, સુગુરુ, સુધર્મના સંયોગ ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થાઓ. // ૐ ઢUTY / કેવલજ્ઞાન કે જે મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપગુણ છે તે કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે હું જ્ઞાનપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી કેવલજ્ઞાન પ્રાપ્ત ન થાઓ ત્યાં સુધી કેવલજ્ઞાનને આપનાર સમ્યગુજ્ઞાન, નમસ્કાર મહામંત્રથી લઈ દ્વાદશાંગી સુધીનું ઉત્તરોત્તર પ્રાપ્ત થાઓ ! // ૐ નમો નાગણ // વીતરાગ સ્વરૂપ યશાખ્યાત ચારિત્ર, એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ વિરતિ ચારિત્ર, દેશવિરતિ, સદ્વર્તન, સદાચારની મને પ્રાપ્તિ થાઓ ! ચારિત્રને સ્વરૂપ વેદનના અર્થમાં ઘટાવીએ તો તે અપેક્ષાએ નીચે મુજબની ભાવના પણ ભાવી શકાય. Page #54 -------------------------------------------------------------------------- ________________ – – – – – – – સ્વરૂપ મંત્ર આત્મસ્થિરતા, આત્મલીનતા, સ્વરૂપ રમણતા, સહજાનંદાવસ્થા એ મારા આત્માનો પરમવિશુદ્ધ આત્મગુણ, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે સહજાનંદિતાની પ્રાપ્તિ માટે, હું ચારિત્રપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન, આ સિદ્ધિચક્ર યંત્ર દ્વારા કરતો થકો; તેના ફળ સ્વરૂપ આત્મસ્થિતતા, આત્મલીનતા, સ્વરૂપ રમમાણતા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિને ઇચ્છું છું તે મને પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી સ્વરૂ પાવસ્થા, સહજાનંદાવસ્થાની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સુખ અને દુઃખથી અલિપ્ત રહી, શાતા અને અશાતાની પર થઈ, સ્વમાં સ્થિર થઈ, સ્વરૂપમાં લીન બની નિજાનંદની મસ્તી માણતો માણતો સહજાનંદી થાઉં ! | ૐ નો ચારિત્રસ છે. નિરિહિતા, આત્મતૃપ્તતા, અણાહારિતા, વીતરાગતા, પૂર્ણકામ એ મારા આત્માનો પરમ વિશુદ્ધ આત્મગુણ છે, સહજ શુદ્ધ સ્વરૂપ ગુણ છે, તે નિરિહિતા, તૃપ્તતા, વીતરાગતા, પૂર્ણકામ અવસ્થાની પ્રાપ્તિ માટે, તપપદનાં દર્શન, વંદન, નમન, પૂજન, સન્માન, સત્કાર, બહુમાન આ સિદ્ધિચક્રમંત્ર દ્વારા કરતો થકો તેના ફળ સ્વરૂપ અણાતારિપદ, વીતરાગતા, પૂર્ણકામને હું ઇચ્છું છું ! મને તે પ્રાપ્ત થાઓ ! પ્રાપ્ત થાઓ ! જ્યાં સુધી વીતરાગતા, અણાહારિતા, પૂર્ણકામની પ્રાપ્તિ ન થાઓ ત્યાં સુધી સર્વ સંયોગો, પ્રસંગો અને પરિસ્થિતિમાં હું સદા સર્વદા સંતુષ્ટ રહું. સમભાવમાં વર્તુ. || $ પામો તવસ || નમસ્કાર મહામંત્રમાંનાં પંચ પરમેષ્ઠી પદો, તેઓના તથા પ્રકારના ગુણોને અંગે, સ્વરૂપપદ, ધ્યાનપદ, સમાધિપદ, સમતાપદ, શાંત-પ્રશાંતપદ, યોગપદ, પવિત્રપદ, આનંદપદ આદિ છે. માટે પંચપરમેષ્ઠી પદને તથા પ્રકારના ભાવથી, ભાવવાથી, તે પ્રકારના ભાવને પામી શકાય છે માટે... હે જીવ ! જો તું તારા વિરૂપથી, વિભાવોથી પીડાય છે તો તું પંચપરમેષ્ઠીને, સ્વરૂપપદે ભાવશે તો તું સ્વરૂપને, સ્વભાવદશાને પામીશ. હે જીવ ! તું અશાંત છો ? તો પંચપરમેષ્ઠીપદને, શાંત-પ્રશાંત પદે ભાવીશ તતો શાંત-ઉપશાં-પ્રશાંત ભાવે પામીશ. હે જીવ! તું મમતાથી મૂંઝાણો છો ? તો આ પંચપરમેષ્ઠી પદોને, Page #55 -------------------------------------------------------------------------- ________________ TE જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ સમતાપદે ભાવીશ તો સમતા મેળવીશ. હે જીવ ! તું ભોગની ભુતાવળોથી છૂટવા ઇચ્છે છે ? તો યોગની પ્રાપ્તિ થશે. હે જીવ ! તું ઉપાધિગ્રસ્ત છો ? તો સમાધિ પદે આ પંચપરમેષ્ઠીને જપીશ તો ઉપાધિ વચ્ચે પણ સમાધિમાં રહી શકીશ. આમ આ પંચપરમેષ્ઠી-નમસ્કાર મહામંત્ર-સ્વરૂપમંત્ર-નવકારમંત્રનું દૃઢ ઇચ્છાશક્તિથી પૂર્ણ વિશ્વાસપૂર્વક સ્મરણ કરવામાં આવે, તો તે તથા પ્રકારના ફળને આપનાર કલ્પતરુ એવો ચિંતામણિમંત્ર છે. સ્વરૂપનામ અને સ્વરૂપપદના જાપમંત્રને મેળવવા પુણ્યશાળી એવાં આપણે તે સ્વરૂપનામજાપ સ્મરણથી સ્વરૂપપદને પામવા ભાગ્યાશાળી થઈએ એવી અભ્યર્થના ! અનાદિકાળથી સંસારી જીવ માત્ર મોહ અને અજ્ઞાનવશ, મિથ્યાત્વ, અવિરતિ અને કષાયની વૃત્તિ, પ્રવૃત્તિ કરે છે અને તેને અંગે ચાર ગતિમાં રખડે છે. તેમાં નામકર્મના ઉદયને અંગે જે ગતિના અને ઇન્દ્રિયના ભેદે નામ ઘટે છે, વ્યવહારના અંગે જે નામકરણ કરવામાં આવે છે, તે તો દૃશ્ય જગતના વ્યવહારિક છે, અને તે ફરતાં જ રહે છે. પંચપરમેષ્ઠીના યથા નામો તથા ગુણા અનાદિ અનંત છે તે વિપરીત ભાવને પામતા નથી તેમ આપણા સંસારભાવો-મોહ ભાવ અને ચેષ્ટાએ અંદરની દશાએ પંચપરમેષ્ઠીનાં નામોથી વિરુદ્ધ નામો સર્વ જીવને સરખાં લાગુ પડે છે. એ જ જીવ માત્રનાં પાંચ નામ ‘અરિહંત, અસિદ્ધ, આચારભ્રષ્ટ, ‘અભણ-અજ્ઞાની-અબુઝ-ગમાર' અને શઠ છે. આ જીવના સંસારભાવે કલંકિત નામો છે. તેની જ સામે પંચપરમેષ્ઠીનાં નામો આપણને આપણી સાચી દશાનું ભાન કરાવનારાં સાચી દશામાં લાવનારાં છે. માટે વાચકો વિચારે કે આ પંચપરમેષ્ઠી સ્વરૂપ મંત્રનાં નામો કયા સંપ્રદાયનાં ? કોના ધર્મનાં ? કયા વર્ણનાં ? કઈ જાતિનાં ? કયા દેશનાં ? પદસ્વરૂપમંત્રને કહેનારા પાંચ શબ્દોના સ્મરણ અને રટણ વિના ત્રણે કાળમાં કયા ધર્મનો ? કયા સંપ્રદાયનો ? કયા વર્ણનો ? કઈ જાતિનો ? કયા દેશનો ? કોના સંસારનો ? – ઉદ્ધાર થઈ શકે ? *** Page #56 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા રમણલાલ ચી. શાહ નવકારમંત્રમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠીને નમસ્કાર કરવામાં આવે છે. ભવભ્રમણ કરતાં જીવોનું અંતિમ લક્ષ્ય છે મોક્ષ, નિર્વાણ, સિદ્ધદશા. જીવની ઉચ્ચતમ એ અવસ્થા છે. સિદ્ધાવસ્થા ઉચ્ચતમ હોવા છતાં નવકારમંત્રમાં પ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને અને પછી બીજો નમસ્કાર સિદ્ધ પરમાત્માને કરવામાં આવે છે એમાં પણ રહસ્ય રહેલું છે. જન્મ-જન્માન્તરમાં માનનારાં, સંસારના ભવભ્રમણમાંથી મુક્તિ મેળવવાના અંતિમ ધ્યેયમાં માનનારાં ભારતીય દર્શનોમાં જીવ કેવી રીતે ભવભ્રમણમાંથી મુક્તિ પામે છે, તેની શુદ્ધ આત્મસ્વરૂપ સિદ્ધાવસ્થા કેવી હોય છે અને તેનું અંતિમ પરિણામ કેવી રીતે કેવા પ્રકારનું આવે છે, તે વિશેની ભિન્ન ભિન્ન માન્યતા રહેલી છે. તેમાં જૈન દર્શનની માન્યતા અનોખી છે. સિદ્ધ' શબ્દ ઘણાં દર્શનોમાં વપરાયો છે, પણ એની પણ જુદી જુદી અર્થચ્છાયા છે. “સિદ્ધ” શબ્દના સામાન્ય અર્થો થાય છે કૃતકૃત્ય, નિષ્પન્ન, પરિપૂર્ણ, દિવ્ય, સંપ્રાપ્ત, સજ્જ, પરિપક્વ, અમર ઇત્યાદિ. કેટલાંક અન્ય દર્શનોમાં જે વ્યક્તિ લબ્ધિસિદ્ધિયુક્ત હોય તેને “સિદ્ધ' કહેવામાં આવે છે. અમુક મહાત્મા “સિદ્ધ પુરુષ' છે, એમ જ્યારે કહેવામાં આવે ત્યારે એનો અર્થ એટલો જ કે તેઓ કોઈક સિદ્ધવાળા આત્મદર્શી મહાત્મા છે અને તેમને દુન્યવી વસ્તુઓ મેળવવા માટે કોઈ પણ પ્રકારની વાસના કે પરતંત્રતા રહેતી નથી. વિશાળ અર્થમાં જેઓ પોતાના પ્રયોજનને કે ધ્યેયને પાર પાડે છે તેઓ તે તે વિષયના સિદ્ધ કહેવાય છે. પોતાનું કાર્ય કરવામાં જેઓ અત્યંત કુશળ હોય છે તેઓને સિદ્ધહસ્ત કહેવામાં આવે છે. જુદા જુદા પ્રકારના સિદ્ધોનો નિર્દેશ નીચેની ગાથામાં કરવામાં આવ્યો છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ re कम्मे सिप्पे अ विज्जा य, मंते योगे अ आगमे अत्थ जत्ता अभिप्पाए तवे कम्मकखए इय કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ, અર્થસિદ્ધ, યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ, તપસિદ્ધ તથા કર્મક્ષયસિદ્ધ એમ ઘણા પ્રકારના સિદ્ધ હોય છે. અર્થસિદ્ધ તરીકે મમ્મણ શેઠનું, અભિપ્રાયસિદ્ધ તરીકે અભયકુમારનું, તપસિદ્ધ તરીકે દૃઢપ્રહારીનું ઉદાહરણ આપી શકાય. આ પ્રકારના સિદ્ધોમાં નામસિદ્ધ, સ્થાપનાસિદ્ધ વગેરે પ્રકારો ઉમેરીને ચૌદ પ્રકારના સિદ્ધ ગણાવવામાં આવે છે, જેમ કે, ૧. નામસિદ્ધ, ૨. સ્થાપનાસિદ્ધ, ૩. દ્રવ્યસિદ્ધ ૪. કર્મસિદ્ધ, ૫. શિલ્પસિદ્ધ, ૬. વિદ્યાસિદ્ધ, ૭. મંત્રસિદ્ધ, ૮. યોગસિદ્ધ, ૯. આગમસિદ્ધ, ૧૦. અર્થસિદ્ધ, ૧૧. બુદ્ધિસિદ્ધ, ૧૨. યાત્રાસિદ્ધ, ૧૩, તપસિદ્ધ, ૧૪. કર્મક્ષયસિદ્ધ. આ બધા પ્રકારના સિદ્ધોમાં કેટલાકની સિદ્ધિ લૌકિક પ્રકારની હોય છે. વળી એવા કેટલાકની સિદ્ધિ તો ભવભ્રમણ વધારનારી હોય છે. પરંતુ આ બધામાં સર્વોચ્ચ સિદ્ધ તે ‘કર્મક્ષયસિદ્ધ' છે. આધ્યાત્મિક ક્ષેત્રે તો તે જ સાચા સિદ્ધ છે. પંચપરમેષ્ઠીમાં જેમને આપણે નમસ્કાર કરીએ છીએ તે આ ‘કર્મક્ષયસિદ્ધ’ છે, સિદ્ધ ૫૨માત્મા છે. ‘સિદ્ધ’ શબ્દની જુદી જુદી વ્યાખ્યા નીચે પ્રમાણે આપવામાં આવે છે : सिद्धे निट्टिए सयलपओयणजाए ऐऐऐसिमिति सिद्धाः । [સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયાં છે, જેમનાં સકલ પ્રયોજનોનો સમૂહ તે સિદ્ધો કહેવાય.] सितं यैस्ते सिद्धाः । જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪ *** बद्धमष्टप्रकारं कर्मेन्धनं ध्मातं- दग्धं जाज्वल्यमान शुक्लध्यानानलेन [જાજ્વલ્યમાન એવા શુક્લ ધ્યાનથી જેમણે કર્મરૂપી ઇંધણોને બાળી નાખ્યાં છે તે સિદ્ધો છે.] *** सेन्धन्तिस्म अपुनरावृत्या निवृत्तिपुरीमगच्छन् । Page #58 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ______---------* જ્યિાંથી પાછા ફરવાનું નથી એવી નિવૃત્તિપુરીમાં જેઓ સદાને માટે ગયા છે તે સિદ્ધ છે.] निरुवमसुखाणि सिद्धाणि ऐसिं ति सिद्धाः । [જેમનાં નિરુપમ સુખ સિદ્ધ થયાં છે તે સિદ્ધ) सिद्धः निष्ठिताः कृतकृत्याः सिद्धसाध्याः नष्टाष्टकर्माणः જેઓ નિષ્ઠિત છે એટલે કે પોતાના સ્વરૂપમાં પૂર્ણપણે સ્થિત છે, કૃતકૃત્ય છે, જેઓએ પોતાના સાધ્યને સિદ્ધ કરી લીધું છે અને જેઓએ આઠ કર્મને નષ્ટ કર્યા છે તે સિદ્ધ છે.] . अठ्ठपयारकम्मक्खऐण सिद्धिसद्दाम एसिं ति सिद्धाः । [આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધાં.] सियं-बद्धं कम्मं झायं भसमीभूयमेऐसिमिति सिद्धाः । .. [સિત એટલે બદ્ધ અર્થાત્ જેમનાં ઉપાર્જન કરેલાં બધાં જ કર્મો ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો.]. * * * सिध्यन्तिस्म - निष्ठितार्था भवन्तिस्म । । જેિમને બધાં જ કાર્યો હવે નિતિ અર્થાત્ સંપન્ન થઈ ગયાં છે તે સિદ્ધ છે.] * * * सेधन्ते स्म-शासितारोऽभवन् माङ्गल्यरुपतां वाऽनुभवन्ति स्मेति सिद्धाः । [જેઓ આત્માનુશાસક છે તથા માંગલ્યરૂપનો અનુભવ કરે છે તેઓ સિદ્ધ છે.] : : : મૃચ્છ ૪ – ૪ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૫૦ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ―――― सिद्धाः नित्या अपर्यवसानस्थितिकत्वात् प्रख्याता वा भव्यैरुपलब्धगुणसंदोहत्वात् । [જેઓ નિત્ય અર્થાત્ અપર્યવસિત છે તે સિદ્ધ છે. જેઓ ભવ્ય જીવો દ્વારા ગુણસંદોહને કારણે પ્રખ્યાત છે તે સિદ્ધ છે.] *** સિદ્ધા-નિત્યા ! સિદ્ધો અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી ‘નિત્ય’ કહેવાય છે.] *** સિદ્ધા-પ્રઘ્યાતા | [સિદ્ધો પોતાના અનંત ગુણોને કારણે ભવ્ય જીવોમાં પ્રસિદ્ધ અર્થાત્ પ્રખ્યાત હોય છે.] *** વિધૂ ચાં-પાછા ન આવવું પડે એ રીતે ગયેલા તે સિદ્ધો. *** વિષ્ણુ સંરાૌ-સિદ્ધ થયેલા, નિષ્ઠિતાર્થ થયેલા. *** વિધૂ શાસ્ત્રમાં તત્ત્વયોઃ—જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂ૫ થયા છે. ‘સિદ્ધ’ની જુદી જુદી વ્યાખ્યાઓના અર્થનો સમાવેશ કરતી નીચેની ગાથા શાસ્ત્રકારે આપેલી છે : मातं सितं येन पुराणकर्म यो वा गतो निर्वृतिसोधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे || [જેઓએ પૂર્વે બાંધેલાં પ્રાચીન કર્મોને બાળી નાખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલની ટોચે પહોંચી ગયા છે, જેઓ જગતના જીવોને માટે મુક્તિમાર્ગનું અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે, તથા તેમનાં સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે એવા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.] Page #60 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા _ _ ____ _ _ _ _ _ _ _ _ _ સિદ્ધ પરમાત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્નભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે “સિદ્ધાણં બુદ્ધા ની પહેલી ગાથામાં કહ્યું છે : सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं लोएग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं । આમ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉન્મુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઇત્યાદિ શબ્દો સિદ્ધ પરમાત્મા માટે પ્રયોજ્યા છે. સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) નિર્વાણ, (૪) સિદ્ધિ-સિદ્ધગતિ-સિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કેવલ્ય, (૬) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિઃશ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિર્માણ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખલય, (૨૦) પંચમ ગતિ. આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે : पट्ठट्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा लोयग्गठिया णिच्या सिद्धा ते एरिसा होंति [જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, જેઓ આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે. આચારાંગ સૂત્ર(૧/૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે ? सव्वे सरा नयटृति तक्का जत्थ न विज्जई मइ तत्थ ण गाहिया, आए अप्पइठ्ठाणस्सं खेयन्ने [જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને Page #61 -------------------------------------------------------------------------- ________________ પર_–– ________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ સમર્થ નથી), જ્યાં તર્ક (કલ્પના) પહોંચી શકતી નથી, બુદ્ધિને જે ગ્રાહ્ય નથી એવી સિદ્ધાવસ્થા છે.] આવી સકલ કર્મથી રહિત અવસ્થામાં માત્ર ચૈતન્ય સંપૂર્ણ જ્ઞાનમય દશામાં બિરાજે છે. જીવને કર્મ અનાદિ કાળથી વળગેલાં હોય છે. સિદ્ધ ભગવંતો જ્યારથી કર્મરહિત થયા હોય છે, ત્યારથી એમની એ કર્મરહિત અવસ્થા પછી તો અનંત કાળ સુધી રહેવાની છે. એટલે સિદ્ધદશા સાદિઅનંતના પ્રકારની હોય છે. સિદ્ધશિલા ઉપર રહેલા મુક્તાત્માઓ કેવા હોય છે ? કેવા નથી હતા તે જાણવાથી તેનો કંઈક ખ્યાલ આવી શકે. આચારાંગસૂત્રમાં કહેવાયું છે : से ण दीहे ण हस्से ण वट्टे ण तंसे ण चउरंसे ण परिमंडले ण आइतंसे ण किण्हे ण नीले ण लोहिऐ ण हालिदे ण सुक्किले ण सुरभिगंघे ण दुरभिगंधे ण तित्ते ण कडुऐ ण कसाऐ ण एंबिले ण कऽखडे ण मउए ण गुरुए ण लहुए ण सीए ण उण्हे ण णिद्धे ण लुक्खे ण काउ ण रूदे ण संगे ण इत्थी ण पुरिसे ण अन्नहा, परिणे सण्ण उवमा ण विज्जति अरूवीसता अपयस्स पयणत्थि से ण सदे ण रुवे ण गंधे ण रसे ण फासे इच्चेव तिबेमि. સિદ્ધાવસ્થાના જીવો દીર્ઘ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણાકાર નથી, ચતુષ્કોણાકાર નથી, પરિમંડલ(કંકણ)ના આકારના નથી, કાળા નથી, લીલા નથી, રાતા નથી, પીળા નથી, ધોળા નથી, સુગંધિત નથી, દુર્ગધવાળા નથી, તીખા નથી, કડવા નથી, કસાયેલા નથી, ખાટા નથી, મધુર નથી, ભારે નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રુક્ષ નથી, કર્કશ નથી, મૃદુ નથી, તેઓ સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી. એટલે જ તેઓને માટે કોઈ ઉપમા નથી. તેઓ અરૂપી સત્તા છે અને અલક્ષ્ય છે. તેઓનું વર્ણન કરવાને કોઈ શબ્દ નથી, રૂપ નથી, ગંધ નથી, રસ નથી, સ્પર્શ નથી. આમ, સિદ્ધ ભગવંતોને વર્ણવવા માટે કોઈ શબ્દ નથી. કે તેમની ઉપમા આપવા માટે, સરખાવવા માટે કોઈ પૌલિક પદાર્થ નથી. આમ છતાં, અન્ય પક્ષે જોઈએ તો તેઓ અનંત ગુણથી મુક્ત છે. એમાં પણ Page #62 -------------------------------------------------------------------------- ________________ – – – – – સિદ્ધ પરમાત્મા ___ એમના આઠ મુખ્ય ગુણ બતાવવામાં આવે છે. એ આઠ ગુણ તે આઠ કર્મના ક્ષયથી પ્રગટ થતા ગુણ છે. શાસ્ત્રકાર કહે છે : दीहकालरयं जंतु कम्मं से सियमट्ठहा सियं धंतं ति सिद्धस्स सिद्धत्तमुवजायइ [દીર્ઘકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાખ્યાં છે, તે આત્મા પણ સિદ્ધપણાને પ્રાપ્ત કરે છે.] ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે : કરી આઠ કર્મ ક્ષયે પાર પામ્યા, જરા જન્મમરણાદિ ભય જેણે વામ્યા, નિરાવરણ જે આત્મરૂપે પ્રસિદ્ધ થયા પાર પામી સદા સિદ્ધ બુદ્ધા.” શાસ્ત્રકાર લખે છે : अष्टकर्म क्षयं कृत्वा शुक्लध्यानानलेन यैः चिदानंदमया मुक्ताः सिद्धाः सिद्ध प्रयोजनाः ॥ अतुल सुख संपन्नाः विदेहा अजरामरः भवे जन्मे कुतस्तेषां कर्मबीजं न विद्यते ।। [જેમણે શુક્લધ્યાનરૂપી અગ્નિ વડે આઠે કર્મોનો સંપૂર્ણ ક્ષય કર્યો છે, જેઓ ચિદાનંદમય સ્વરૂપ બન્યા છે, જેઓ મુક્ત થયા છે, જેમણે સર્વ પ્રયોજનો સિદ્ધ કર્યા છે, તે સિદ્ધ પરમાત્મા છે. જેઓ અતુલ સુખને પામ્યા છે, જેઓ દેહરહિત છે, જેઓ અજર અને અમર છે, જેમને હવે કર્મરૂપી કોઈ બીજ રહ્યું નથી એવા સિદ્ધ પરમાત્માનો સંસારમાં ફરીથી હવે જન્મ ક્યાંથી થાય ?] શ્રી હરિભદ્રસૂરિ “પડ્રદર્શન સમુચ્ચય'માં લખે છે : आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते । [દેહાદિ સંયોગોનો આત્યંતિક વિયોગ અને મોક્ષ કહે છે.] Page #63 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪ ‘સિરિસિરિવાલકહામાં કહ્યું છે તે પ્રમાણે સિદ્ધ ભગવંતો અનંત ગુણવાળા અથવા એકત્રીસ ગુણવાળા અથવા આઠ ગુણવાળા તથા અનંત ચતુષ્ટયવાળા છે. saगुणा विगुणा इगतीस गुणा अ अहव अठ्ठगणा । सिद्धाणंत चउक्का ते सिद्धा दिंतु मे सिद्धिं ॥ સિદ્ધ પરમાત્માના આઠ મુખ્ય ગુણ નીચે પ્રમાણે છે : (૧) અનંત જ્ઞાન, (૨) અનંત દર્શન (૩) અનંત સુખ (અવ્યાબાધ સુખ), (૪) અનંત ચારિત્ર (ક્ષાયિક સમ્યક્ત્વ) (૫) અક્ષય સ્થિતિ, (૬) અરૂપીપણું, (૭) અગુરુલઘુ અને (૮) અનંત વીર્ય, આ આઠ ગુણમાંથી અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય એ ચાર ગુણને અનંત ચતુષ્ક (ચતુ) તરીકે ઓળખવામાં આવે છે. સિદ્ધ ભગવંતનો કયો ગુણ કયા કર્મના સંપૂર્ણ ક્ષયથી પ્રગટ થાય છે તે જોઈએ : (૧) અનંત જ્ઞાન જ્ઞાનવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળજ્ઞાન-અનંતજ્ઞાન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સમસ્ત સ્વરૂપને જાણી શકાય છે. (૨) અનંત દર્શન દર્શનાવરણીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આત્માને કેવળ દર્શન પ્રગટ થાય છે. આ ગુણથી લોકાલોકના સ્વરૂપને સામાન્ય ધર્મથી જોઈ શકાય છે. (૩) અવ્યાબાધ દશા વેદનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. આ ગુણથી સર્વ પ્રકારની પીડાથી રહિતપણુંનિરુપાધિકપણું પ્રાપ્ત થાય છે, અવ્યાબાધ સુખમય સ્થિતિ પ્રાપ્ત થાય છે. પુદ્ગલના સંયોગથી જે સુખ પ્રાપ્ત થાય છે તે સાંયોગિક સુખ હોવાથી તે બાધાસહિત, વિનશ્વર હોય છે. સિદ્ધદશામાં અસાંયોગિક સુખ હોવાથી તેમાં બાધા થવાનો કોઈ જ સંભવ રહેતો નથી. માટે આ અવ્યાબાધ સુખ સહજ સ્વભાવરૂપ, અનંત હોય છે. - Page #64 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા __ (૪) અનંત ચારિત્ર – મોહનીય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. દર્શન મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં ક્ષાયિક સમ્યકત્વ પ્રગટ થાય છે અને ચારિત્ર મોહનીય કર્મનો સંપૂર્ણ ક્ષય થતાં વીતરાગતા યથાખ્યાત ચારિત્ર)નો ગુણ પ્રગટ થાય છે. આથી સિદ્ધ પરમાત્મા સ્વ-સ્વભાવ રૂપ ચારિત્રમાં અનંત કાળને માટે અવસ્થિત રહે છે. (૫) અક્ષય સ્થિતિ – આયુષ્ય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રાપ્ત થાય છે. સિદ્ધના જીવોને જન્મ, જરા, મૃત્યુ હોતાં નથી. આ ગુણથી અજરામર અવસ્થાની પ્રાપ્તિ થાય છે. અનંત કાળ સુધી તેઓ પોતાની આ શુદ્ધ સ્થિતિમાં રહે છે. () અરૂપિત્વ – નામકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. નામકર્મનો નાશ થવાથી તેની સાથે જોડાયેલાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દનો પણ નાશ થાય છે. આત્મા સર્વ પ્રકારના સ્થૂલ રૂપમાંથી મુક્ત બને છે એટલે કે અરૂ પીપણું પ્રાપ્ત કરે છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અતીન્દ્રિય હોય છે. તેઓ નિરંજન અવસ્થામાં હોય છે. આથી જ એક જ સ્થળે સિદ્ધ પરમાત્મા ગમે તેટલી સંખ્યામાં સ્થિતિ કરી શકે છે. તેઓ અરૂપી હોવાથી તેમનું અરૂપીપણું ઇન્દ્રિયગ્રાહ્ય અનુલ વમાં આવી શકતું નથી. (૭) અગુરુલઘુત્વ – ગોત્ર કર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી ભારે કે હળવો, ઊંચો કે નીચો ઇત્યાદિ પ્રકારના વ્યવહારથી રહિત એવી અવસ્થા આત્મા પ્રાપ્ત કરે છે. જો ગુરુત્વ રહે તો આત્મા લોઢાના ગોળાની જેમ નીચે પડી જાય અને જો લઘુત્વ રહે તો આકડાના ફૂલની જેમ હવામાં ગમે ત્યાં ઊંચે ઊડ્યા કરે. (૮) અનંત વીર્ય – અંતરાય કર્મનો સર્વથા ક્ષય થવાથી આ ગુણ પ્રગટ થાય છે. આથી આત્મા અનંત શક્તિવંત બને છે. દાનાંતરાય, લાભાંતરાય; ભોગવંતરાય, ઉપભોગાંતરાય અને વિયંતરાય એ પાંચ પ્રકારનાં અંતરાય કર્મનો નાશ થતાં આત્મામાં અનંત વીર્યાદિ પાંચ પ્રકારની ક્ષાયિક શક્તિ લબ્ધિ, ઉત્પન્ન થાય છે. એ શક્તિ કેવી છે ? સિદ્ધ પરમાત્મા પોતાની શક્તિથી સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરવા સમર્થ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૫૬__ _જેન સાહિત્ય સમારોહ-ગુરુ * હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્મા પોતાની તેવી શક્તિ કદી ફોરવતા નથી કારણ પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ હવે તેમને રહેતી નથી. વળી તેઓને તેમ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. આ શક્તિથી જ તેઓના આત્મિક ગુણોમાં જરા પણ પરિવર્તન થતું નથી. શ્રી જ્ઞાનવિમલસૂરિ “નવકાર ભાસ'માં નવકારમંત્રના બીજા પદનો મહિમા વર્ણવતાં સિદ્ધ પરમાત્માના આઠ ગુણ આઠ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે દર્શાવતાં લખે છે : “નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ, જેહમાં ગુણ છે આઠ રે. શુક્લ ધ્યાન અનલે કરી રે લોલ, કેવળજ્ઞાન અનંત રે. દર્શનાવરણ ક્ષયથી થયો રે લોલ, કેવલ દર્શન કંત રે. અખય અનંત સુખ સહજથી રે લોલ, વેદની કર્મનો નાશ રે. મોહની કર્મે નિરમતું રે લોલ, ક્ષાયિક સમક્તિ વાસ રે. અખયથિતિ ગુણ ઉપનો રે લોલ, આયુકર્મ અભાવિ રે. નામકર્મક્ષયે નીપનો રે લોલ, રૂપાદિક ગત ભાવ રે. અગુરુલઘુગુણ ઉપનો રે લોલ, ન રહ્યો કોઈ વિભાવ ૨. ગોત્ર કર્મલયે નીપનો રે લોલ, નિજ પર્યાય સ્વભાવ રે. અનંતવીર્ય આતમતણું રે લોલ, પ્રગટ્યો અંતરાય નાસ રે. આઠ કર્મ નાશ થયો રે લોલ, અનંત અખય સુખવાસ રે.' ' Page #66 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૫ સિદ્ધ પરમાત્માના આ જ આઠ ગુણ કેટલાક ભિન્ન શબ્દો દ્વારા દર્શાવવામાં આવે છે. ઉ.ત., सम्मतणाण- दसण-वीर्यं सुहुमं तहेव अवगहणं । अगुरुलघु अव्वाबाह्या अट्ठ गुणा होंति सिद्धाणं || *** સમક્તિ દર્શન જ્ઞાન, અગુરુલઘુ અવગાહના, સૂક્ષ્મ વીરજવાન, નિરાબાધ ગુણ સિદ્ધકે. સિદ્ધના આઠ ગુણ આ પ્રકારે ગણાવવામાં આવે છે : (૧) ક્ષાયિક સમ્યક્ત્વ (૨) અનંત દર્શન (૩) અનંત જ્ઞાન (૪) અગુરુલઘુત્વ, (૫) અવગાહનત્વ, (૬) સૂક્ષ્મત્વ, (૭) અનંત વીર્ય અને (૮) અવ્યાબાધ. ‘સમાવાયાંગસૂત્રમાં આઠ પ્રકારનાં કર્મોની કુલ એકત્રીસ પ્રકારની મુખ્ય પ્રકૃતિ બતાવીને સિદ્ધના એમ એકત્રીસ ગુણોનો નીચે પ્રમાણે નિર્દેશ કરવામાં આવ્યો છે. नव दरिसणंमि चत्तारि, आउए पंच आईमे अंते से से दो दो भैया खीणभिलावेण इगतीसं [નવ ગુણ દર્શનાવરણીયના ક્ષયથી, ચાર આયુષ્ય કર્મના ક્ષયથી, પાંચ અંતરાય કર્મના ક્ષયથી અને બાકીનાં કર્મોના પ્રત્યેકના ક્ષયથી બે બે એમ એકત્રીસ ગુણ થાય છે.] સિદ્ધ ભગવંતોએ આઠે કર્મનો સંપૂર્ણ ક્ષય કર્યો હોય છે. એ આઠ કર્મના નીચે પ્રમાણે મુખ્ય એકત્રીસ પેટા પ્રકારો ગણાવવામાં આવે છે. એ કર્મથી રહિત સિદ્ધ ભગવંતો હોવાથી એ રહિતપણું તેમના ગુણ તરીકે દર્શાવાય છે. (૧) પાંચ પ્રકારનાં જ્ઞાનાવરણીય કર્મથી રહિત (૨) નવ પ્રકારનાં દર્શનાવરણીય કર્મથી રહિત (૩) બે પ્રકારનાં વેદનીય કર્મથી રહિત (૪) બે પ્રકારનાં મોહનીય કર્મથી રહિત (૫) ચાર પ્રકારનાં આયુ કર્મથી રહિત (૬) બે પ્રકારનાં નામ કર્મથી રહિત Page #67 -------------------------------------------------------------------------- ________________ પટ ૫૮ _. _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ (૭) બે પ્રકારનાં ગોત્ર કર્મથી રહિત (૮) પાંચ પ્રકારનાં અંતરાય કર્મથી રહિત આમ કુલ ૩૧ પ્રકારનાં કર્મથી રહિત હોવાથી ૩૧ ગુણ થાય છે. સિદ્ધ ભગવંતના એકત્રીસ ગુણ અન્ય રીતે પણ ગણાવવામાં આવે છે. સિદ્ધ ભગવંતોમાં નીચેના એકત્રીસ પદાર્થો કે લક્ષણો નથી હોતાં. તેનાથી રહિતપણું તે તેમના ગુણ તરીકે દર્શાવાય છે. આ એકત્રીસ વસ્તુ નીચે પ્રમાણે. ૧. પાંચ પ્રકારનાં સંસ્થાન (૧. વાટલું, ૨. ત્રિપુણ, ૩. ચોખુણ, ૪. લાંબું, ૫. પરિમંડલ). ૨. પાંચ વર્ણ (૧. શ્રેત, ૨ લીલો, ૩ પીળો, ૪. રાતો, ૫. કાળો) ૩. બે પ્રકારની ગંધ (સુગંધ અને દુર્ગધ). ૪. પાંચ રસ (૧. ખાટો, ૨ ખારો, ૩. તીખો, ૪. તૂરો, ૫. મધુર) ૫. આઠ સ્પર્શ (૧. ટાઢો, ૨. ઊનો, ૩. લૂખો ૪. ચોપડો, ૫. હળવો ૬. ભારે, ૭. સુંવાળો, ૮. બરછટ). ૬. એક શરીર - કાયયોગ ૭. ત્રણ વેદ (સ્ત્રીવેદ, પુરુષવેદ, નપુંસકવેદ) ૮. એક પદાર્થ (પદાર્થસંગ). ૯. એક પુનર્જન્મ (ફરીથી જન્મ લેવો તે) - આમ કુલ એકત્રીસ વસ્તુથી રહિત હોવાથી પ્રગટતા તે એકત્રીસ ગુણ આ રીતે પણ ગણાવવામાં આવે છે ? આઠ પ્રકારનાં કર્મોમાં જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય એ ચાર કર્મો ઘાતી કર્મો છે અને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર અદાલતી કર્મો છે. ચાર ઘાતી કર્મો આત્માનો ઘાત કરનારાં છે. ઘાતી કર્મોનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રગટે છે. અરિહંત પરમાત્મા ચાર ઘાતી કર્મોનો ક્ષય કરી, કેવળજ્ઞાન પ્રગટ થતાં તીર્થ પ્રવર્તાવે છે. એમને આયુષ્ય, નામ, ગોત્ર અને વેદનીય એ ચાર કર્મોનો ક્ષય કરવાનો બાકી હોય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા -- ૫૯ સિદ્ધ પરમાત્માએ ચાર ઘાતી અને ચાર અઘાતી એમ આઠ કર્મોનો ક્ષય કરેલો હોય છે. એટલે કર્મક્ષયની દૃષ્ટિએ, મોક્ષગતિ પ્રાપ્ત કરવાની દૃષ્ટિએ સિદ્ધ પરમાત્મા અરિહંત પરમાત્મા કરતાં ચડિયાતા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી, અકર્મા અને અવિનાશી છે. અરિહંત પરમાત્મા દેહધારી હોય છે અને એમનો દેહ પણ અંતે તો નાશવંત છે. અરિહંત પરમાત્માને હજુ ચાર અઘાતી કર્મ ઉદયમાં વર્તતાં હોય છે. સિદ્ધ પરમાત્મા સર્વથા અકર્યા છે. અરિહંત પરમાત્માને હજુ નિર્વાણપદ પામવાનું, સિદ્ધ થવાનું બાકી હોય છે. કાળ શરીરભક્ષક છે અને તે અરિહંત પરમાત્માને પણ છોડતો નથી. પરંતુ અશરીરી સિદ્ધ પરમાત્મા તો કાળનું પણ ભક્ષણ કરનારા છે અર્થાત્ અવિનાશી છે. આમ સિદ્ધ પરમાત્મા ચડિયાતા હોવા છતાં નવકારમંત્રમાં આપણે સર્વપ્રથમ નમસ્કાર અરિહંત પરમાત્માને જ કરીએ છીએ કારણ કે સિદ્ધ પરમાત્માની ઓળખ કરાવનાર અરિહંત પરમાત્મા જ છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવે છે અને જીવોને મોક્ષમાર્ગ બતાવે છે અને એ તરફ દોરી જાય છે. અરિહંત પરમાત્મા ન હોય તો જીવ મિથ્યાત્વના ગાઢ અંધકારમાં અટવાતો હોય. સિદ્ધગતિ એટલે શું એની પણ એને ખબર ન હોય. આમ, સિદ્ધ પરમાત્માને ઓળખાવનાર અરિહંત પરમાત્મા હોવાથી અરિહંત પરમાત્માને આપણે પહેલો નમસ્કાર કરીએ છીએ. વળી, અરિહંત પરમાત્મા ભવ્ય જીવોને દેશના આપી, ધર્મબોધ પમાડી મોક્ષમાર્ગ તરફ લઈ જાય છે તેની સાથે તેમનું પોતાનું લક્ષ્ય પણ નિર્વાણપદ, સિદ્ધગતિ પ્રાપ્ત કરવાનું હોય છે. વળી તેઓ પોતે જ્યારે સ્વયં દીક્ષિત થાય છે ત્યારે સિદ્ધ ભગવંતોની સાક્ષીએ થાય છે અને “નમો સિદ્ધાણં' બોલીને સામાયિક વ્રત ઉચ્ચરે છે. સિદ્ધત્વની પ્રાપ્તિ એ જો અરિહંત ભગવાનનું અંતિમ ધ્યેય ન હોય અને જીવોને તેઓ જો મોક્ષમાર્ગ ન બતાવે તો તેમનું અરિહંતપણું રહેતું નથી. વ્યવહારદષ્ટિએ જોઈએ તો અરિહંત પરમાત્મા દેહધારી હોવાથી સાકારી પરમાત્મા છે. સિદ્ધ પરમાત્મા અશરીરી છે અને તેથી અદૃષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે (તેમની અવગાહના આકારવાળી હોય Page #69 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ૬૦ છે). એટલે પ્રથમ ભક્તિ સાકારી પરમાત્માની અને પછી નિરાકારી પરમાત્માની ભક્તિ એ ક્રમ જીવ માટે ગ્રહણ કરવો સરળ છે. એટલે નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર છે તે યોગ્ય છે. નવકારમંત્રમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ સદેવમાં; આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ સદ્ગુરુમાં અને ચૂલિકાનાં ચાર પદનો સમાવેશ સધર્મમાં કરવામાં આવે છે. આમ, અરિહંત અને સિદ્ધ બંનેનો સમાવેશ સદેવમાં થતો હોવાથી દેવત્વની દૃષ્ટિએ અરિહંત અને સિદ્ધ બંનેને સરખા ગણી શકાય. પંચપરમેષ્ઠીનું વર્ગીકરણ બે વિભાગમાં કરવામાં આવે છે : (૧) સિદ્ધ અને (૨) સંયતિ. સિદ્ધમાં અરિહંત અને સિદ્ધનો સમાવેશ કરાય છે અને સંયતિમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુનો સમાવેશ કરાય છે. ઉત્તરાધ્યયન સૂત્ર (૨૦/૧)માં કહ્યું છે : सिद्धाणं णमो किच्चा, संजयाणं चं भावओ ! अत्यधम्मगई तच्च आणुसट्ठि सुणेह मे ॥ અહીં અરિહંત ભગવાનનો ‘સિદ્ધમાં સમાવેશ કર્યો હોવાથી સિદ્ધના બે પ્રકાર બતાવવામાં આવ્યા છે : (૧) ભાષક સિદ્ધ એટલે જેઓ બોલતા હોય, વાણીનો ઉપયોગ દેશના આપવા માટે કરતા હોય તે. અરિહંત ભગવાનનું અંતિમ લક્ષ્ય સિદ્ધગતિનું હોય છે અને તીર્થંકર પદ પૂર્ણ થતાં તેઓ તે જ ભવમાં ભવિષ્યમાં સિદ્ધગતિ અવશ્ય પામવાના જ છે માટે તેમને ભાષક સિદ્ધ તરીકે ઓળખવામાં આવ્યા છે. (૨) અભાષક સિદ્ધ એટલે આઠે કર્મોનો ક્ષય કરીને જેઓ અશરીરી બન્યા છે અને જેમને હવે બોલવાનું રહેતું નથી તે સિદ્ધ ભગવંતો. અરિહંત પરમાત્માની પ્રતિમા-પૂજા તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવાની હોય છે. અરિહંત પરમાત્મા તીર્થ પ્રવર્તાવ્યા પહેલાં, કેવળજ્ઞાન પૂર્વે, ઊઠતાં, બેસતાં, ચાલતાં એમ વિવિધ સ્થિતિમાં વિવિધ આકારે જોવા મળે અને તીર્થ પ્રવર્તાવ્યા પછી પણ વિવિધ. આકારે જોવા મળે. પરંતુ તેઓ ફક્ત પર્યંકાસને અથવા કાયોત્સર્ગ મુદ્રાએ જ નિર્વાણ પામે, સિદ્ધગતિ પામે. એટલે તીર્થંકર ભગવાનની પ્રતિમા આ બે અવસ્થામાં જ હોય. Page #70 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા — — — —— — — — — — — — — — — —તીર્થકર ભગવાન સમવસરણમાં પાદપીઠ ઉપર પગ રાખીને દેશના આપતા હોય છે, તો પણ તેમની પ્રતિમા–પૂજા તો તેમના સિદ્ધ સ્વરૂપે જ કરવામાં આવે છે. જે તીર્થકર ભગવાન હજુ નિર્વાણ નથી પામ્યા એવા વીસ વિહરમાન જિનેશ્વરોની તથા અનાગત તીર્થકરોની પ્રતિમા પણ નિર્વાણ મુદ્રામાં જ કરવામાં આવે છે. આમ, બધી દૃષ્ટિએ વિચારતાં અરિહંત અને સિદ્ધ એ બે પદ લગભગ એકબીજાના પર્યાય જેવાં હોવાથી નવકારમંત્રમાં અરિહંત પરમાત્માને પ્રથમ નમસ્કાર કરાય તે જ સર્વથા ઉચિત છે. જગતના જીવોમાં કર્મની વિચિત્ર લીલાને કારણે અનંત પ્રકારનું વૈવિધ્ય જોવા મળે છે. એમાં એટલી જ અસમાનતા, વિષમતા, વિચિત્રતા રહેલી છે. સિદ્ધ દશામાં સર્વ જીવો સમાન છે. તીર્થકર ભગવાન સિદ્ધ થાય કે સામાન્ય કેવલી સિદ્ધ થાય, તેમની સિદ્ધ દશામાં ઊંચનીચપણું કે અસમાનતા નથી. વ્યવહારમાં દાખલો આપવામાં આવે છે કે જેમ રાજા અને ભિખારીના જીવનમાં આભજમીનનો ફરક હોય છે, પરંતુ મૃત્યુ પામ્યા પછી ચિતા પર ચડેલાં બંનેનાં શબ વચ્ચે એવું કોઈ અંતર નથી તેમ જુદા જુદા જીવો ગમે તે પ્રકારનાં જન્મમરણ કરીને આવ્યા હોય અથવા ગમે તે ભેદે સિદ્ધગતિ પામ્યા હોય, પણ સિદ્ધ દશામાં તેઓ બધા સરખા જ છે. તેઓ સર્વ સરખું જ શિવસુખ અનુભવે છે. કેવા પ્રકારના જીવો કેવી રીતે સિદ્ધગતિ પામે છે તેને આધારે સિદ્ધના પંદર પ્રકારો બતાવવામાં આવે છે. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : સિદ્ધા પUારવિદા પૂજાતા'. “નવતત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जिण अजिण तित्थऽतित्था गिहि अन्न सलिंग थी नर नपुंसा ।। पत्तेय सयंवुद्धा बुद्धाबोहिय इक्क-णिकवा य ।। સિદ્ધાના પંદર પ્રકાર નીચે પ્રમાણે છે : (૧) તીર્થસિદ્ધિ – તીર્થંકર પરમાત્માના શાસનકાળ દરમિયાન જે Page #71 -------------------------------------------------------------------------- ________________ જૈિન સાહિત્ય સમારોહ-ગુચ્છક સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે તીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત. ગણધરો સર્વ તીર્થસિદ્ધ હોય છે. (૨) અતીર્થસિદ્ધ – તીર્થંકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પહેલાં અથવા તીર્થનો વિચ્છેદ થઈ ગયા પછી જે સિદ્ધ થાય તે અતીર્થસિદ્ધ કહેવાય. ઉ.ત., ઋષભદેવ ભગવાનનાં માતા મરુદેવા અતીર્થસિદ્ધ કહેવાય છે. (૩) તીર્થકર સિદ્ધ (જિનસિદ્ધ) – જેઓ તીર્થકરપદ પામીને, તીર્થ પ્રવર્તાવ્યા પછી સિદ્ધગતિ પામે તે “તીર્થકર સિદ્ધ' કહેવાય. ઉ.ત., નેમિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાવીરસ્વામી વગેરે તીર્થકર સિદ્ધ કહેવાય. (૪) અતીર્થકર સિદ્ધ (અજિનસિદ્ધ) – જે સામાન્ય કેવળીઓ હોય તે સિદ્ધ ગતિ પામે તેમને અતીર્થકર સિદ્ધ કહેવામાં આવે છે. (૫) સ્વયંસંબુદ્ધ સિદ્ધ – જાતિ સ્મરણાદિ જ્ઞાન થતાં, ગુરુ વિના સ્વયં દીક્ષા ધારણ કરીને જેઓ સિદ્ધ થાય તે સ્વયંસંબુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત., કપિલ મુનિ. (૬) પ્રત્યેકબુદ્ધ સિદ્ધ – જેઓ ધજા, વૃક્ષ, વૃષભ કે એવા કોઈ પદાર્થને અથવા વ્યક્તિને કે સ્થળ વગેરે જોઈને અનિત્યાદિ ભાવના ભાવતાં ભાવતાં, સ્વયં દીક્ષા લઈ કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય છે. ઉ.ત., કરકંડ મુનિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ હતા. (૭) બુદ્ધબોધિત સિદ્ધ – જેઓ દીક્ષા લઈ આચાર્યદિના પ્રતિબોધથી આત્મવિકાસ કરતાં કરતાં કેવળજ્ઞાન પામી સિદ્ધ થાય તે બુદ્ધબોધિત સિદ્ધ કહેવાય. (૮) સ્ત્રીલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર સ્ત્રીના અવયવ રૂ૫ શરીરથી સિદ્ધ થાય તે સ્ત્રીલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., ચંદનબાળા, મૃગાવતી વગેરે સ્ત્રીલિંગ સિદ્ધિ કહેવાય છે. (૯) પુરુષલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર પુરુષના અવયવ રૂપ શરીરથી સિદ્ધ થાય તે “પુરુષલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત., ગૌતમસ્વામી વગેરે ગણધરો પુરુષલિંગ સિદ્ધ કહેવાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ - ––––––52 સિદ્ધ પરમાત્મા (૧૦) નપુંસકલિંગ સિદ્ધ – વેદ વિકારનો ક્ષય કરી, માત્ર નપુંસક એવા શરીરથી સિદ્ધ થાય તે “નપુંસકલિંગ સિદ્ધ' કહેવાય છે. ઉ.ત., ગાંગેય મુનિ નપુંસકલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૧) સ્વલિંગ સિદ્ધ – સર્વવિરતિધર સાધુ, જેઓ મુહપતી રજોહરણ ઇત્યાદિ સાધુનાં વેષ-ચિહ્ન ધારણ કરનાર સિદ્ધ થાય તે “સ્વલિંગ સિદ્ધ” કહેવાય. ઉ.ત., જૈન સાધુઓ સ્વલિંગ સિદ્ધ કહેવાય. (૧૨) અન્યલિંગ સિદ્ધ – કોઈક વ્યક્તિ જૈન ધર્મની ન હોય, અન્ય ધર્મની હોય, અન્ય પ્રકારનો વેષ ધારણ કર્યો હોય પરંતુ દુષ્કર તપ વગેરે કરી વિભંગશાની થાય અને સંસારનું સ્વરૂપ તથા તત્ત્વ સમજાતાં, વિશુદ્ધ પરિણામે ચડતાં ચડતાં પરમ અવધિએ પહોંચે અને કેવળજ્ઞાન પામે અને આયુષ્ય પૂર્ણ થવામાં હોય અને સાધુનો વેષ ધારણ કરવા પહેલાં સિદ્ધ થાય તે “અન્યલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., વલ્કલચીરી “અન્યલિંગ સિદ્ધ” કહેવાય છે. (૧૩) ગૃહસ્થલિંગ સિદ્ધ -- સર્વવિરતિધર સાધુ ન થયા હોય અને જેમને ગૃહસ્થપણામાં ધર્માચરણ કરતાં કરતાં, વિશુદ્ધ ભાવના ભાવતાં ભાવતાં કેવળજ્ઞાન થાય અને સિદ્ધ થાય તે “ગૃહસ્થલિંગ સિદ્ધ' કહેવાય. ઉ.ત., ભરત ચક્રવર્તી ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય છે. (૧૪) એક સિદ્ધ – એક સમયમાં ફક્ત એક સિદ્ધ થાય તે એક સિદ્ધ કહેવાય. ઉ.ત., મહાવીર સ્વામી એક સિદ્ધ કહેવાય. (૧૫) અનેક સિદ્ધ – એક સમયમાં એક સાથે બેથી માંડીને ૧૦૮ સુધી સિદ્ધ થાય તે અનેક સિદ્ધ કહેવાય. ઉ.ત., ઋષભદેવ ભગવાન અનેક સિદ્ધ કહેવાય છે. એક સમયમાં ૧૦૮થી વધુ સિદ્ધ થાય નહિ. (દિગંબરો સ્ત્રીલિંગ સિદ્ધ અને નપુંસકલિંગ સિદ્ધમાં માનતા નથી. તદુપરાંત અન્ય લિંગ અને ગૃહસ્થલિંગમાં પણ કેટલાક માનતા નથી અથવા માને છે તો જુદી રીતે ઘટાવે છે.) - શ્રી સિદ્ધ પરમાત્માનો મહિમા અને એમનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકાર કહે છે : FOT Page #73 -------------------------------------------------------------------------- ________________ ૬૪ _ – –– – ––––– – – _._જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ જ – – – असरीरा जीवघणा उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं लकरवणमेअं तु सिद्धाणं ।। केवलनाणुवउत्ता जाणंती सव्वभावगुणभावे । पासंति सव्वओ खलु केवल दिठ्ठीहिऽणताहिं ।। અશરીરી (શરીર વિનાના), જીવના પ્રદેશો વડે ધન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધાનું લક્ષણ છે. તેઓ કેવળજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને જાણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદૃષ્ટિ વડે જોઈ રહ્યા છે.] સિદ્ધ ભગવંતો અમૂર્ત છે, અદષ્ટ છે. એ દૃષ્ટિએ તેઓ નિરાકારી છે અને તેમની અવગાહના તેમના ચરમ શરીર અનુસાર હોય છે માટે તેઓ સાકારી છે. “સિરિ સિરિવાલ કહામાં શ્રી રત્નશેખરસૂરિ કહે છે : जे अ अणंता अपुणष्भवाय असरीरया अणाबाधा । दसण नाणुवउत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। [જે અનંત છે, અપુનર્ભવ છે, અશરીર છે, અવ્યાબાધ છે, દર્શનશાનથી ઉપયુક્ત છે તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.. જીવવિચાર પ્રકરણમાં કહ્યું છે : सिद्धाणं नत्थि देहो न आउ कम्मं न पाणी जोणीओ । साइ अनंता तेसिं ठिइ जिणिंदागमे भणिआ ॥ સિદ્ધ ભગવંતોને દેહ નથી, આયુષ્ય નથી, કર્મ નથી, દ્રવ્ય પ્રાણ નથી અને યોનિ નથી, તેમની સાદિ અનંત સ્થિતિ જિનેશ્વરના આગમમાં કહી છે.] અજ અવિનાશી, અકલ, અજરામર, કેવલદેસણ નાણીજી, અવ્યાબાધ, અનંત વીરજ, સિદ્ધ પ્રણમાં ગુણખાણીજી. આમ, ગતિરહિતતા, ઇન્દ્રિયરહિતતા, શરીરરહિતતા, યોગરહિતતા, Page #74 -------------------------------------------------------------------------- ________________ અબે પરમાત્મા _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ _ * વેદરહિતતા, કષાયરહિતતા, નામરહિતતા, ગૌત્રરહિતતા, આયુરહિતતા ઇત્યાદિ સિદ્ધ ભગવંતોનાં લક્ષણો છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદજીની પૂજામાં લખ્યું છે : સકલ કરમમલ ક્ષય કરી, પૂરણ શુદ્ધ સ્વરૂપોજી, અવ્યાબાધ પ્રભુતામયી, આતમ સંપત્તિ ભૂપોજી. જેહ ભૂપ આતમ સહજ સંપત્તિ, શક્તિ વ્યક્તિ પણ કરી, સ્વદ્રવ્યક્ષેત્ર સ્વકાલભાવે, ગુણ અનંત આદરી. સુસ્વભાવ ગુણ પર્યાય પરિણતિ, સિદ્ધ સાધન પરભણી. મુનિરાજ માનસીંસ સમવડ, નમો સિદ્ધ મહામુણી.” સિદ્ધ ભગવંતો સકલ કર્મનો ક્ષય કરી પોતાના શુદ્ધ સ્વરૂપને પામે છે. તેઓ જ્ઞાયક સ્વભાવમાં રમણ કરે છે. હવે તેમને વૈભાવિક દશા રહેતી નથી. તેઓ આત્મસંપત્તિવાળા રાજા છે. તેમની આત્મસંપત્તિ પ્રભુતામય છે. હવે તેઓને બીજા કશા ઉપર આધાર રાખવાનો રહેતો નથી. તેઓના એક એક ગુણનો જો ગહનતાપૂર્વક વિચાર કરવામાં આવે તો સ્વ-દ્રવ્યથી, સ્વ-ક્ષેત્રથી, સ્વ-કાલથી અને સ્વ-ભાવથી સિદ્ધ ભગવંતોમાં અનંત ગુણો હોય છે. વળી સિદ્ધ ભગવંતોને શુદ્ધ જ્ઞાનાદિ ગુણોની પરિણતિ થયેલી છે તથા અશરીરત્વ, નિરંજનત્વ વગેરે શુદ્ધપર્યાયોની પણ પરિણતિ થયેલી છે. આ પરિણતિ શાશ્વત કાળ માટે થયેલી છે. શ્રી પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે : सिद्धानुद्भूत कर्म प्रकृति समुदयान साधितात्म स्वभावन् । वन्दे सिद्धि प्रसिद्धयै तदनुपम गुणा प्रग्रहवाकृष्टि तुष्टः ।। सिद्धिः स्वात्मोपलब्धिः प्रगुण गुणगणोच्छादि दोषापहराद् । योग्योपादानयुक्त्या हषद इह यथा हेमभावोपलब्धिः || [જેમણે સર્વ કર્મપ્રકૃતિઓનો સંપૂર્ણ નાશ કર્યો છે અને પોતાના સ્વભાવને (નિજસ્વરૂપને) પ્રાપ્ત કર્યું છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર કરું છું. એમના જેવા અનંત ગુણોને ધારણ કરનાર મારો આત્મા પણ છે. જેમ સુવર્ણ અગ્નિ વગેરે દ્વારા શુદ્ધ થઈને પોતાનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકે ગૃચ્છ ૪ - ૫ Page #75 -------------------------------------------------------------------------- ________________ _ _જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ છે તેમ હું પણ દોષોને દૂર કરી, ગુણોનો ઉત્કર્ષ કરી, યોગ્ય ઉપાદાન મેળવીને મારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું. આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધત્વ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ એ આઠ ગુણ પ્રગટ થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ઉમેરી તે બાર ગુણ પણ ગણાવવામાં આવે છે. આમ, સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ કર્મથી મુક્ત છે, અપુનર્ભવ છે, અશરીર છે, જ્ઞાનશરીર છે, જ્યોતિરૂપ છે, નિરંજન છે, નિત્ય છે, શાશ્વત છે, કૃતકૃત્ય છે, અનવધ છે, અકલ છે, અસંગ છે, નિર્મમનિર્વિકાર છે, અવ્યય છે, અક્ષય છે, અવ્યાબાધ છે, સ્વતંત્ર છે, પરમ પ્રભુત્વને પ્રાપ્ત કરનાર છે, શુદ્ધ ચેતનામય છે, કેવળજ્ઞાનના કેવળદર્શનના ઉપયોગથી યુક્ત છે, જ્ઞાતાદ્રષ્ટા છે, પરમ શાન્તિમય છે, નિષ્કપ છે, લોકાગ્રે સ્થિત છે, સ્વસ્વરૂપમાં લીન છે, સર્વથા દુઃખરહિત છે તથા અનંત સુખના ભોક્તા છે. કર્મમુક્તિ થતાં આ મુક્તાત્માઓ દેહ છોડીને શું કરે છે ? તેઓ સીધા ઊર્ધ્વગમન કરી બીજા સમયે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદજીની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે : ત્રિભાગોને દેહાવગાહર્ભ દેશ, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ વેશ્યા, સદાનંદ સૌખ્યાશિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા. ચાર ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામેલા તીર્થકરોના કે સામાન્ય કેવળીના જીવો બાકીનાં ચાર અઘાતી કર્મની જ્યારે ક્ષય કરે અને મુક્તિ પામે ત્યારે તેઓ ક્યારે, શા માટે અને કેવી રીતે લોકાગ્રે પહોંચી જાય છે તે પણ બહુ સૂક્ષ્મ વિચારણીય વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાળ રાસમાં લખે છે : Page #76 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા સમય પએસ અણફરસી, ચરમ વિભાગ વિશેષ અવગાહન લહી જે શિવ પહોતા, સિદ્ધ નમો તે અશેષ રે. પૂર્વ પ્રયોગ ને ગત પરિણામે, બંધન છેદ અસંગ, સમય એક ઊર્ધ્વ ગતિ જે હતી તે સિદ્ધ પ્રણામો સંત રે. નિર્મળ સિદ્ધશિલાની ઉપરે જોયણ એક લોગંત, સાદિ અનંત તિહાં સ્થિતિ જેહની, તે સિદ્ધ પ્રણામો રંગ રે. તેરમે - સયોગી કેવલીના - ગુણસ્થાનકેથી જીવ ચૌદમા અયોગી કેવલીના ગુણસ્થાનકે પહોંચે છે ત્યારે અંત સમયે યોગનિરોધ અને શૈલેશીકરણ કરવાને કારણે તેના એ ચરમ શરીરમાં નાસિકાદિ છિદ્રોવાળી પોલાણવાળી જગ્યામાં આત્મપ્રદેશો ઘન બનતાં શરીરનો એક તૃતીયાંશ જેટલો ભાગ ઓછો થાય છે અને બે તૃતીયાંશ જેટલી થયેલી આત્મજ્યોતિ સીધી ઊર્ધ્વગમન કરી સિદ્ધશિલાની ઉપર પહોંચે છે. એમાં કેટલી વાર લાગે છે ? જીવ બીજા જ સમયે ત્યાં પહોંચી જાય છે. વચ્ચે એક સમયનું પણ આંતરું પડતું નથી. મુક્તાત્મા અસ્પૃશદ્ ગતિએ ત્યાં પહોંચે છે એક પણ આકાશપ્રદેશને સ્પર્શ કર્યા વિના તે જાય છે. (જો સિદ્ધાત્મા એક એક આકાશપ્રદેશને એક “સમય” જેટલો અલ્પતમ કાળ સ્પર્શીને સાત રાજલોક ઉપર જાય તો તેમ કરવામાં અસંખ્યાત અવસર્પિણી અને ઉત્સર્પિણી જેટલો કાળ સિદ્ધશિલા ઉપર પહોંચતાં લાગે). સ્પર્શ કરવાનું તેમને હવે કોઈ પ્રયોજન કે કારણ હોતું નથી. સંસારી જીવો એક ગતિમાંથી બીજી ગતિમાં જાય છે તો તેને લઈ જનાર કર્મ છે. પરંતુ મુક્તિ પામનાર જીવોને તો કોઈ જ કર્મ રહ્યાં નહિ. તો તેમની ઊર્ધ્વ ગતિ કેવી રીતે થઈ શકે ? એનો ઉત્તર એ છે કે દેહરહિત વિશુદ્ધ આત્માનો સ્વભાવ ઊર્ધ્વ ગતિ કરવાનો છે. તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ કહ્યું છે : पूर्वप्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागतिपरिणामाच्च । आविद्धकुलालचक्रव्यपगतले पालावुवदेरण्डबीजवदग्निशिरवावच्च । આ સૂત્રમાં સિદ્ધોની ઊર્ધ્વગતિ માટે ચાર હેતુ અને દૃષ્ટાંત દર્શાવવામાં આવ્યાં છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ ઉપરની કડીમાં શાસ્ત્રાનુસાર આ ચાર કારણનો નિર્દેશ કર્યો છે : (૧) પૂર્વપ્રયોગ, (૨) ગતિપરિણામ, (૩) બંધનછેદ અને (૪) અસંગ. “વિશેષાવશ્યક ભાષ્યમાં પણ આ ચાર હેતુઓ સમજાવવામાં આવ્યા છે, અને તેનાં દૃષ્ટાંતો આપવામાં આવ્યાં છે. (૧) પૂર્વપ્રયોગ – એ માટે બાણની ગતિ અથવા કુંભારના ચાકડાની ગતિનું દૃષ્ટાંત આપવામાં આવે છે. ધનુષ્યમાંથી બાણ છૂટીને ગતિ કરે છે, પણ તે પૂર્વે કશુંક કરવામાં આવ્યું હોય તો જ બાણ છૂટે. બાણ છોડતાં પહેલાં ધનુષ્યની પણછ ખેંચવામાં આવે છે. એથી ધનુષ્ય પણ વાંકે વળે છે અને પણછ પણ વાંકી ખેંચાય છે. આ પૂર્વપ્રયોગ પછી પણછ અને ધનુષ્ય પોતાનાં મૂળ સ્થાને આવે કે તરત બાણ છૂટીને ગતિ કરે છે. બાણને પણછનો જે ધક્કો વાગે છે તે તેનો પૂર્વપ્રયોગ છે, તેવી રીતે કુંભારના ચાકડામાં દાંડો ભરાવી તેને જોરથી ફેરવવામાં આવે છે. પછી દાંડો કાઢી લીધા પછી પણ ચાકડો ઘણી વાર સુધી ફરતો રહે છે, એમાં દંડા વડે ચાકડાને ફેરવવો તે એનો પૂર્વપ્રયોગ છે. આવી જ રીતે સર્વથા કર્મમુક્ત થવું એ જીવનો પૂર્વપ્રયોગ છે, એમ થતાં મુક્ત જીવની ઊર્ધ્વગતિ થાય છે. (૨) ગતિપરિણામ – એ માટે અગ્નિની જ્વાળા અને ધુમાડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જ્યારે આગ લાગે છે ત્યારે એની જ્વાળા અને ધુમાડો સ્વભાવથી સહજ રીતે જ ઊંચે ગતિ કરે છે. તેવી રીતે જીવ સંપૂર્ણ કર્મક્ષય કરે છે ત્યારે એના પરિણામરૂપે સ્વભાવથી સહજ રીતે ઊર્ધ્વ ગતિ કરે છે. (૩) બંધન છેદ – એ માટે એરંડાના મીંજનું દૃષ્ટાંત આપવામાં આવે છે. એરંડાના છોડ ઉપર એનું ફળ પાકે છે. એમાં એનું મીંજ રહેલું હોય છે. આ ફળ ડાળીના છેડા ઉપર રહેલું હોય છે, અને છેડા નીચેના કોશને લાગેલું હોય છે. જ્યારે કોશ સુકાઈ જાય છે ત્યારે મીંજ ફટાક કરતું છૂટું પડે છે અને ઊંચે ઊડે છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા–––– બંધન-છદનું બીજું દૃષ્ટાંત વૃક્ષની ડાળીનું આપવામાં આવે છે. વૃક્ષની ડાળીને નીચે નમાવી, દોરીથી બાંધવામાં આવે તો તે નીચે બંધાયેલી રહે છે. પરંતુ દોરીને જો છેદી નાખવામાં આવે તો બંધન જતું રહેતાં ડાળી પોતાની મેળે તરત ઊંચે જતી રહે છે. આવી રીતે જીવને કર્મબંધન છેદાઈ જતાં તે સહજ રીતે ઊંચે ગતિ કરે છે એ એનો સ્વભાવ છે. (૪) અસંગ – એ માટે માટીથી લપડેલા તુંબડાનું દૃષ્ટાંત આપવામાં આવે છે. તુંબડું પાણીમાં તરવાના સ્વભાવવાળું છે. પરંતુ એના ઉપર જો માટીનો થોડો લેપ કરવામાં આવે અને પછી એને પાણીમાં મૂકવામાં આવે તો માટીના સંગથી એ તળિયે ડૂબી જશે. પરંતુ જેમ જેમ માટી ઓગળતી જશે તેમ તેમ એ ઉપર આવતું જશે અને બધી જ માટી ઓગળતાં તે માટીથી અસંગ થઈ પાણીમાં ઉપર તરવા લાગશે. એ પ્રમાણે કર્મરૂપી મલ આત્મામાંથી પૂરેપૂરો નીકળી જતાં આત્મા કર્મમલથી અસંગ બની ઊર્ધ્વગતિ કરે છે. ઊર્ધ્વગમન કરીને વિશુદ્ધ આત્મા ક્યાં જાય છે ? ચૌદ રાજલોકમાં ઉપરના ભાગમાં આવેલી સિદ્ધશિલાની ઉપર શાશ્વત કાળને માટે તે સ્થિર, અચલ થઈ જાય છે. ત્યાંથી એને હવે પાછું સંસારમાં ફરવાનું નથી. મોક્ષે ગયેલા આત્માઓને પાછું ફરવાનું નથી એ તત્ત્વ અન્ય કેટલાંક દર્શનોને પણ માન્ય છે. બૃહદ્ આરણ્યક ઉપનિષદૂમાં કહ્યું છે : . तेषु ब्रह्मलोकेषु परापरावतो वसन्ति । तेषां न पुनरावृत्तिः । [એ બ્રહ્મલોકમાં મુક્ત આત્માઓ અનંતકાળ સુધી નિવાસ કરે છે. તેઓનું સંસારમાં પુનરાગમન થતું નથી.] એવી જ રીતે “પ્રશ્નોપનિષદુમાં પણ કહ્યું છે કે મુક્ત આત્માઓ ત્યાં જાય છે કે જ્યાંથી સંસારમાં પણ પાછા આવવાનું હોતું નથી : एतस्मान पुनरावर्तन्ते । [એ સ્થાનથી મુક્ત આત્માઓ ફરીથી ભાવભ્રમણમાં આવતા નથી.] હિંદુ ધર્મમાં મુક્તાત્માઓના આ સ્થાનને બ્રહ્મલોક તરીકે ઓળખવામાં Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૦. "__________જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે : तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ।। (અંતિમોપદેશ કારિકા) * * महा उज्ज्वल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्दैः ।। * * * एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपष्भारं । अज्जुण सुवण्ण सरिसं गाणारयणेहिं परिपुण्णं ।। उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं । पंधतालं जोयणया अंगुलं पि यंताम्मि ।। (તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશ—ાભાર પણ કહેવામાં આવે છે. - સિદ્ધશિલા માટે બીજા પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઈસીતિવા, (૨) ઈસીપ્રભાાતિવા, (૩) તણુતિવા, (૪) તણુયરિયાતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાલાતિવા, (૯) લોયગ્ગતિવા, (૧૦) લોયગ થભિયાતિવા, (૧૧) લોયગ બુઝમાનતિવા, (૧૨) સવપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા. શ્રી લલિત વિજયજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે : સર્વાર્થસિદ્ધ વેમાન, ધ્વજાથી જોજન બાર, ઉજ્ઞાન છત્રની પરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશ ત્યાગભારા' એવું એનું બીજું નામ છે. ત્રવા, Page #80 -------------------------------------------------------------------------- ________________ – – – – * સિદ્ધ પરમાત્મા . અર્જુન સુવર્ણ સમ, સ્ફટિક રનની પરે, ઉજજવળ ગોદુગ્ધ એમ જાણે મોતી દામ છે; છેડે માંખ પાંખ, વચ્ચે જાડી આઠ જોજન છે, જોજન અંતે “લલિત’ સિદ્ધનો વિશ્રામ છે. ચૌદ રાજ (રજુ) લોકમય આ સમગ્ર વિશ્વના ૩૪૩ ઘનાકાર રજુ ગણવામાં આવે છે. તેમાં સર્વાર્થ સિદ્ધ વિમાનની ઉપર અલોક સુધીનો શેષ લોકભાગ અગિયાર ઘનરજ્જુ જેટલો છે. તેમાં સિદ્ધશિલા આવેલી છે. આ સિદ્ધશિલા સર્વાર્થ સિદ્ધ વિમાનની ધ્વજાથી બાર યોજન ઉપર આવેલી છે. આ સિદ્ધશિલાની પરિષેિ ૧,૪૨,૩૨૭૧૭ (અથવા ૧,૪૨,૩૦૨૪૯) યોજનાની છે. આ સિદ્ધશિલા ઉપર સિદ્ધગતિના જીવો રહે છે. તેઓ સિદ્ધશિલાને અડીને નહિ, પણ ઊંચે રહે છે. કેટલા ઊંચે ? બતાવવામાં આવે છે કે એક જોજનના ચોવીસ ભાગ કરવામાં આવે અને તેના તેવીસ ભાગ છોડીને એટલે કે નીચે મૂકીને, ઉપરના ચોવીસમા ભાગમાં (અથવા એક કોસના છઠ્ઠા ભાગમાં) સિદ્ધાત્માઓ બિરાજે છે. એ ચોવીસમો ભાગ કેટલો છે ? ૩૩૩ ધનુષ અને ૩૨ આંગળનાં માપનો છે. (ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યના દેહમાનવાળા જીવની અવગાહના પડે તેટલો). માત્ર મનુષ્યગતિમાં જ મુક્તિ છે. માત્ર મનુષ્યગતિમાંથી જ સિદ્ધગતિ પ્રાપ્ત થઈ શકે છે. મનુષ્યલોક પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. બરાબર એની ઉપર, લોકના અગ્ર ભાગમાં પિસ્તાલીસ લાખ યોજન પ્રમાણ લાંબી અને પહોળી સિદ્ધશિલા છે. આ વર્તુળાકાર સિદ્ધશિલા મધ્યમાં આઠ યોજન જાડી છે અને ચારે તરફ ઘટતી ઘટતી કિનારે માખીની પાંખ જેટલી પાતળી છે. તેનો આકાર નગારા જેવો, અડધી કાપેલી મોસંબી જેવો, કટોરા જેવો, ચત્તા છત્ર જેવો કે અર્ધચંદ્રાકાર જેવો છે. કોઈક ગ્રંથમાં સિદ્ધશિલાનો આકાર અષ્ટમીના ચંદ્ર જેવો બતાવ્યો છે, તો કોઈકમાં બીજના ચંદ્ર જેવો બતાવ્યો છે, એટલે સ્વસ્તિકમાં (દેરાસરમાં કરાતા સાથિયામાં) સિદ્ધશિલાની આકૃતિ બંને પ્રકારની જોવા મળશે. જુદી જુદી અપેક્ષાએ બંને સાચા છે. નીચેથી સિદ્ધશિલા જોવામાં આવે તો તે Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૨--- - -- - - - - - - - જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બીજના ચંદ્ર જેવી દેખાય અને સામેથી, સમાન કક્ષાએથી જોવામાં આવે તો અષ્ટમીના ચંદ્ર જેવી દેખાય. ઉવવાદ સૂત્રમાં “સિદ્ધ' વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. कहिं पडिहया सिद्धा कहिं सिद्धा पइट्ठिया । कहिं बोंदि चइत्ताणं कत्थ गंतुणु सिज्झइ ।। હિં ભગવાન ! સિદ્ધ ભગવાન ક્યાં જઈને થોભ્યા છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સ્થિર રહ્યા છે ? સિદ્ધ ભગવાને શરીર ક્યાં છોડ્યું છે ? સિદ્ધ ભગવાન ક્યાં જઈને સિદ્ધ થયા છે ?] अलोए पडिहया सिद्धा लोयग्गेय पठ्ठिया । इहं वोदिं चइत्ताणं तत्थ गंतूण सिज्झइ ।। હિ શિષ્ય ! અલોક આગળ સિદ્ધ ભગવાન થોભ્યા છે. લોકના અગ્રભાગમાં પહોંચીને સિદ્ધ ભગવાન સ્થિર રૂપે રહેલા છે. સિદ્ધ ભગવાને આ લોકમાં દેહનો ત્યાગ કર્યો છે. સિદ્ધ ભગવાન લોકના અગ્રભાગે પહોંચીને સિદ્ધ થયા છે.] જીવ આઠ કર્મનો ક્ષય કરી ઊર્ધ્વ ગતિ કરી સિદ્ધશિલા ઉપર લોકાગ્રે બિરાજે છે. કોઈકને પ્રશ્ન થાય કે તે લોકાગ્રે જ શા માટે બિરાજે છે ? તેનું કારણ એ છે કે ઊર્ધ્વગતિ કરવી એ કર્મકળથી સર્વથા મુક્ત થઈને વિશુદ્ધ બનેલા આત્માનો સ્વભાવ છે. આત્મા લોકાગ્રે અટકી જાય છે કારણ કે ગતિમાં સહાય કરનારું ધર્માસ્તિકાય તત્ત્વ અને સ્થિતિમાં સહાય કરનારું અધર્માસ્તિકાય તત્ત્વ ફક્ત ચૌદ રાજમય લોકમાં જ છે, અલોકમાં નથી. એટલે જીવ લોકના અગ્રભાગે પહોંચીને અટકી જાય છે. સિદ્ધ બનેલો જીવ જ્યારે એનું ચરમ શરીર છોડે છે ત્યારે એ શરીરના ૨/૩ ભાગ જેટલી એની આત્મજ્યોતિ-અવગાહના (પોતાના આત્મપ્રદેશોમાં બાપીને રહેવું.) લોકાંતે બિરાજે છે. સિદ્ધ બનેલા બધા જીવોનાં ચરમ શરીર એકસરખા માપનાં નથી હોતાં; નાનાંમોટાં હોય છે. એટલે દરેકની અવગાહના એકસરખા માપની નથી હોતી, પરંતુ નાનીમોટી હોય છે. હવે સિદ્ધના જીવો જ્યારે ઊર્ધ્વગતિ કરે છે ત્યાં તેમનું મસ્તક ઉપર હોય છે એટલે જ્યાં લોક પૂરો થાય છે (અને અલોક શરૂ થાય છે, ત્યાં એમનું Page #82 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ––––– મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે : સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજંત. આ રીતે સિદ્ધશિલાનું આખું દશ્ય જો નજર સમક્ષ કરીએ તો અનંત આત્મા જ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટીએ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી, અને મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે. સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશ અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. મોક્ષગતિ, મનુષ્યગતિમાંથી જ પામી શકાય છે. ચૌદ રાજલોકમાં ફક્ત અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે. અઢી દ્વીપ પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે. આ મનુષ્યલોકમાંથી અનંતકાળથી અનંત જીવો મોક્ષગતિ પામતા રહ્યા છે અને મુક્તિ પામીને તેઓ પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ સિદ્ધશિલાની ઉપરના ભાગમાં બિરાજમાન થાય છે. હવે કોઈ પ્રશ્ન કરે કે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશ અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ -- _____ જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ અનંત કાળચક્રમાં અનંત જીવો ત્યાં પણ સિદ્ધાવસ્થા પામ્યા છે એ રીતે વિચારતાં અકર્મભૂમિ ઉપર આવેલા સિદ્ધશિલાના એ ભાગમાં પ્રત્યેક પ્રદેશે અનંતા સિદ્ધો રહેલા છે એ સમજાય એવું છે. જીવો બે પ્રકારના છે : (૧) સિદ્ધ અને (૨) સંસારી. સિદ્ધશિલા ઉપર સિદ્ધ જીવો તો હોય છે. પણ શું સંસારી જીવો પણ ત્યાં હોઈ શકે ? હા, કારણ કે ચૌદ રાજલોક સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોથી ઠાંસીઠાંસીને ભરેલો છે. એટલે સુક્ષ્મ નિગોદના એકેન્દ્રિય જીવો સિદ્ધશિલા ઉપર પણ અનંતા છે. ત્યાં જવાનું તેમનું પ્રયોજન કે કારણ ? તેમની તેવી કર્મની ગતિ. સિદ્ધશિલા ઉપર ગયેલા સિદ્ધના પ્રકારના જીવો ત્યાં જ્યોતિરૂપે અનંત કાળ માટે નિષ્કપ, સ્થિર છે. એમને હવે નીચે ઊતરવાપણું, સંસારનું પરિભ્રમણ રહ્યું નથી. પરંતુ સૂક્ષ્મ સ્થાવરકાય એકેન્દ્રિય જીવોનો ત્યાં સ્થિરવાસ નથી. કર્મવશ તેમને પણ નીચે ઊતરવાનું, સંસારમાં પરિભ્રમણ કરવાનું રહે જ છે. આવી રીતે એ પ્રકારના સંસારી જીવો અનંત વાર સિદ્ધશિલા ઉપર જઈ આવ્યા હોવા છતાં અને સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોની લગોલગ રહેવા છતાં, કર્મની ગતિને કારણે તેમને તેઓનો કશો લાભ મળતો નથી. વળી સિદ્ધશિલા ઉપર કાર્મણ વર્ગણાના પુગલ પરમાણુઓ પણ હોવા છતાં સિદ્ધ ભગવંતોના આત્મપ્રદેશોને તે સ્પર્શી શકતાં નથી. - સિદ્ધાત્માઓ સિદ્ધશિલા ઉપર બિરાજમાન થાય છે. સિદ્ધશિલા ભલે પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ હોય, પણ ચૌદ રાજલોકની દૃષ્ટિએ એ અલ્પ પ્રમાણ ગણાય. એના ઉપર અનંત સિદ્ધાત્માઓ કેવી રીતે બિરાજમાન થઈ શકે ? વળી સિદ્ધગતિ તો નિરંતર ચાલુ છે એટલે કે નવા નવા સિદ્ધાત્માઓ ત્યાં પહોંચે છે. તો પછી એ બધાનો સમાવેશ ત્યાં કેવી રીતે થઈ શકે ? આવી જિજ્ઞાસા થવી સ્વાભાવિક છે. એનો ઉત્તર એ છે કે સિદ્ધાત્માઓની અવગાહના ત્યાં પરસ્પર અવિરોધથી સમાઈ શકે છે. સિદ્ધાત્માઓ નિજ નિજ પ્રમાણ અમૂર્ત અવગાહનારૂપ હોય છે. જેમ દૂધમાં સાકર ભળી જાય તેમ તેઓ રહે છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી સમ્યકત્વ જસ્થાન ચોપાઈ'માં કહે છે : Page #84 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા જિહાં એક તિહાં સિદ્ધ અનંત, પય સાકર પરિ મિલઇ એકંત; રૂપી નઇ મિલતાં સાંકડું, રૂપ રહિત નઇ નવિ વાંકડું. જેમ કોઈ વિશાળ ખંડમાં હજાર દીવા મૂકવામાં આવ્યા હોય તો તે બધાના પ્રકાશ એકબીજા સાથે ભળીને સમાય છે. તેની વચ્ચે સંઘર્ષ થતો નથી. વળી એ ખંડમાં બીજા હજાર કે વધુ દીવા મૂકવામાં આવે તો તેનો પ્રકાશ પણ તેમાં અવિરોધથી સમાઈ જાય છે અને દરેક દીવાનો પોતાનો સ્વતંત્ર પ્રકાશ હોય છે. તેવી રીતે સિદ્ધશિલા ઉપર સિદ્ધાત્માઓની અશરીરી અમૂર્ત આત્મજ્યોતિ અવગાહના કે છાયારૂપે ત્યાં સમાઈ જાય છે. જો દૃશ્યમાન, મૂર્ત દીપક પ્રકાશ એક સ્થળે સમાઈ શકે તો અમૂર્ત, અદૃશ્યમાન અવગાહનાની તો વાત જ શી ? જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ ‘વિશેષાવશ્યક ભાષ્ય'માં લખે છે : परिमियसेऽणता किधमाता मुत्तिविरहितत्तातो । थम व णाणाइं दिट्ठीओ वेगरूवम्मि | ૭૫ [એક જ દ્રવ્યમાં જો અનંત જ્ઞાન અને અનંત દર્શન રહી શકતાં હોય અને એક જ નર્તકીમાં જો અનેક પ્રેક્ષકોની દૃષ્ટિ સમાઈ શકતી હોય તો પરિમિત ક્ષેત્રમાં અનંત સિદ્ધોના સમાવેશમાં બાધા કેવી રીતે આવી શકે ?] સિદ્ધ ભગવંત સિદ્ધશિલા ઉપર શાશ્વત કાળને માટે બિરાજમાન થાય છે, તો પછી તેમને ક્યાંય જવા આવવાનું નહિ ? કશું કરવાનું નહિ ? એવી રીતે રહેવામાં કંટાળો ન આવે ? આવા નિષ્ક્રિય જીવનની મજા શી ? આવા આવા પ્રશ્નો થવા એ સામાન્ય જિજ્ઞાસુ માણસોને માટે સ્વાભાવિક છે. આપણે જે સુખ અનુભવીએ છીએ તે ઇન્દ્રિયાધીન છે, ઇન્દ્રિયો દ્વારા તે સુખ ચિત્ત અનુભવે છે. એ સુખ પુદ્ગલ પાર્થના સંસર્ગનું છે. એટલે ખાવુ-પીવું, હરવું-ફરવું, ભોગ ભોગવવા વગેરેમાં આપણને સુખ લાગે છે. તેવી જ રીતે તેના અભાવથી આપણને દુઃખનો અનુભવ થાય છે. આ Page #85 -------------------------------------------------------------------------- ________________ ––––––––– જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ જ સુખ-દુઃખને પણ મર્યાદા છે – દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના. આ સુખ અનંત કાળ માટે અનુભવી શકાતું નથી. વળી તેનો અતિભોગ પણ થઈ શકતો નથી. એના અનુભવમાં પરાધીનપણું છે. જ્યાં રાગ છે, આસક્તિ છે, તૃષ્ણા છે, અપેક્ષા છે, સુક્યા છે ત્યાં તેના સંતોષથી આ સુખ અનુભવાય છે. પરંતુ તે સુખ કર્માધીન છે. ક્યારેક અનુભવની ઇચ્છા થતાં તે અનુભવવા ન મળે. ક્યારેક સુખ અનુભવવા જતાં, મધવાળી તલવાર ચાટવા જવાની જેમ, અતિશય દુ:ખ સહન કરવાનો વખત પણ આવે. સિદ્ધગતિનું સુખ અક્ષય, અવ્યાબાધ, શાશ્વત છે. તે પુગલ પદાર્થ પર અવલંબતું નથી. તે સ્વ-સ્વભાવમાં રમણતારૂપ છે. શરીરરહિત અવસ્થાનું એ સુખ કેવું છે તે સમજાવવા માટે કે સરખામણી કરવા માટે જગતમાં કોઈ પાર્થ કે પરિસ્થિતિ નથી. ખુદ સર્વજ્ઞ ભગવંતો, એ સુખ કેવું છે તે જાણવા છતાં વર્ણવી શકતા નથી. ભાષાનું માધ્યમ ત્યાં અપૂર્ણ છે. એ વર્ણવવા માટે ભાષાની શક્તિ પરિમિત છે. એ સુખ માત્ર અનુભવગમ્ય છે. “અપૂર્વ અવસરમાં શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે : જે પદ શ્રી સર્વ દીઠું જ્ઞાનમાં, કહી શક્યા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. જ્યાં આસક્તિ, ઔસ્ક્ય, અપેક્ષા, તૃષ્ણા, અપૂર્ણતા ઇત્યાદિ હોય છે ત્યાં ક્રિયાથી ઇન્દ્રિયગમ્ય આનંદનો અનુભવ થાય છે અને તે પણ અત્યંત પરિમિત પ્રકારનો. જ્યાં પૂર્ણતા છે, તથા આશા, તૃષ્ણા, અપેક્ષાનો અભાવ છે, ત્યાં ક્રિયાની કોઈ આવશ્યક્તા કે અપેક્ષા રહેતી નથી. એટલે જ સિદ્ધગતિમાં નિષ્ક્રિયતા નથી. ત્યાંથી બીજે ક્યાંય જવાની જરૂર નથી, જવાપણું રહેતું નથી. સિદ્ધત્વ એ જીવનો પારિણામિક ભાવ છે, એ જીવનો સ્વભાવવ્યંજન પર્યાય છે. વસ્તુતઃ અશરીર અવસ્થામાં, વિશુદ્ધ સ્વરૂપમાં રમણતાનો જે આનંદ છે તેની તોલે એવો આપણો કોઈ જ આનંદ નથી. ઔપપાતિક (ઉવવાઈ) સત્રમાં કહ્યું છે : Page #86 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા णवि अत्धि मणुस्साणं तं सोक्खं ण वि य सव्वदेवाणं । जं सिद्धाणं सोक्खं अव्वाबाहं उवगयाणं ।। जं देवाणं सोक्ख सव्वद्धा पिंडियं अणंतुगणं । ण य पावइ मुत्तिसुहं णंताहिं वग्ग-वगृहि ।। નિરાબાધ અવસ્થા જેમણે પ્રાપ્ત કરી લીધી છે એવા સિદ્ધો જે સુખ અનુભવે છે તેવું સુખ મનુષ્યોની પાસે નથી તથા સર્વ પ્રકારના દેવો પાસે નથી. દેવતાઓના ત્રણે કાળ(ભૂત, વર્તમાન અને ભવિષ્ય)નાં સુખોને એકત્રિત કરવામાં આવે અને એને અનંત વાર વર્ગ-વગિત (એટલે ગુણિત-square) કરવામાં આવે તો પણ મુક્તિસુખની તોલે તે ન આવે.] યોગશાસ્ત્રમાં શ્રી નેમિનાથ પણ કહ્યું છે : सुरासुरनरेन्द्राणां यत्सुखं भुवनत्रये । तत्स्यादनन्तभागोपि न मोक्षसुखपसंदः ॥ સિર, અસુર અને નરેન્દ્રોને આ ત્રણ ભુવનમાં જે સુખ છે તે સુખ મોક્ષસુખની સંપદા પાસે અનંતમા ભાગ જેટલું પણ નથી.] “પ્રશમરતિમાં વાચક ઉમાસ્વાતિ કહે છે : देहमनोवृत्तिभ्यां भवतः शारीर मानसे दुःखे । तदभावस्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।। સિરિસિરિવાલ કહા'માં શ્રી રત્નશેખરસૂરિએ કહ્યું છે : जे अ अणंतमणुतरमणोवमं सासयं सयाणंदं । सिद्धिसुहं संपत्ता ते सिद्धा दितु मे सिद्धिं ।। ‘ તાનમાં કહ્યું છે : 211; '' ' - 1 - - - 277 ! શ - - -ચમો વધુઃ iી જેિ સુખ સ્વાધીન છે, બાધારહિત છે, ઇન્દ્રિયોથી પર છે, આત્મિક છે, અવિનાશી છે તથા ઘાતી કર્મોના ક્ષયથી પ્રગટ થયું છે તેને “મોક્ષસુખ' કહેવામાં આવે છે.] Page #87 -------------------------------------------------------------------------- ________________ . જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘શ્રીપાળ રાસ'માં લખે છે : ઉપમા વિણ નાણી ભવમાંહે, તે સિદ્ધ દિયો ઉલ્લાસ રે. જ્યોતિશું જ્યોતિ મળી જસ અનુપમ, વિરમી સકલ ઉપાધિ. આતમરામ રમાપતિ સમો તે સિદ્ધ સહજ સમાધિ રે. વળી ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ‘સમ્યકૃત્ત્વ ષસ્થાન ચોપાઈ'માં લખે છે : સર્વ શત્રુક્ષય, સર્વ જ રોગ, અપગમ સર્વારથ સંયોગ; સર્વ કામના પૂરતિ સુક્ષ્મ, અનંતગુણ તેહથી મુક્ખસુક્મ. પંડિત દોલતરામજીએ ‘છહ ઢાળામાં સિદ્ધ પરમાત્માનું વર્ણન કરતાં લખ્યું છે ઃ જ્ઞાન શરીરી ત્રિવિધ કર્મમલવર્જિત સિદ્ધ મહંતા, તે હૈ નિકલ અમલ પરમાત્મા ભોગે શર્મ અનન્તા. [જ્ઞાન એ જ માત્ર જેઓનું હવે શરીર છે અને જેઓ દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ અ ત્રિવિધ પ્રકારના કર્મના મલથી રહિત છે એવા નિર્મળ સિદ્ધ પરમાત્મા અનંત કાળ સુધી અનંત (અસીમિત) સુખ ભોગવે છે.] શ્રીમદ્ રાજચંદ્ર લખે છે, ‘જેમાં અતીન્દ્રિય, ઇન્દ્રિયોથી અતિક્રાન્ત, વિષયોથી અતીત, ઉપમારહિત અને સ્વાભાવિક વિચ્છેદરહિત, પારમાર્થિક સુખ હોય તેને મોક્ષ કહ્યો જાય છે. જેમાં આ આત્મા નિર્મળ, શરીરરહિત, ક્ષોભરહિત, શાંતસ્વરૂપ, નિષ્પન્ન (સિદ્ધરૂપ), અત્યંત અવિનાશી સુખરૂપ, કૃતકૃત્ય તથા સમીચીન સમ્યક્, જ્ઞાન સ્વરૂપ થઈ જાય છે તે પદને મોક્ષ કહીએ છીએ.’ પ્રત્યેક સંસારી જીવમાં સિદ્ધત્વ સત્તાથી રહેલું છે, પરંતુ તે કર્મના આવરણથી યુક્ત છે. જીવોમાંથી ફક્ત ભવ્ય જીવો સિદ્ધત્વ પ્રાપ્ત કરી શકે છે. અભવ્ય કે જાતિભવ્ય જીવો ક્યારેય સિદ્ધગતિ પામી શકવાના નથી. ભવ્ય જીવોમાંથી પણ કોણ, ક્યારે, કેટલી સંખ્યામાં સિદ્ધગતિ પામી શકે Page #88 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા –– – – – – – – – – – – – તે વિશે આગમ સૂત્રોમાં સ્પષ્ટ વિધાનો છે. ઉ. ત., ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : जीवेण भन्ते । सिज्झमाणे कायरंमि आउए सिज्झइ ? गोयमा । जहन्नेणं साइरेगट्ठवासाए उक्कोसेणं पुव्वकोडियाउए सिज्झइ ।। ભિગવનું ! જીવ કેટલા આયુષ્યમાં સિદ્ધમુક્ત થઈ શકે છે ? ગૌતમ! જઘન્ય આઠ વર્ષથી અધિક આયુષ્યમાં અને ઉત્કૃષ્ટ કરોડ પૂર્વના આયુષ્યમાં જીવ સિદ્ધ થઈ શકે છે.] “સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધપંચાશિકા', “નવતત્ત્વપ્રકરણ” વગેરે ગ્રંથોમાં સિદ્ધપદની આઠ દ્વારે, નવ દ્વારે અને પંદર દ્વારે એમ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ પ્રરૂપણા કરવામાં આવી છે. આઠ દ્વાર આ પ્રમાણે છે : (૧) સતું પદ (૨) દ્રવ્ય પ્રમાણ, (૩) ક્ષેત્ર, (૪) સ્પર્શના, (૫) કાળ, (૬) અંતર, (૭) ભાવ, (૮) અલ્પબદુત્વ. આ આઠ દ્વારમાં ભાગદ્વાર ઉમેરી નવ દ્વારે વિચારણા કરવામાં આવે છે. સિદ્ધપદની પંદર દ્વારે પ્રરૂપણા આ પ્રમાણે કરવામાં આવે છે : (૧) ક્ષેત્ર, (૨) કાળ, (૩) ગતિ, (૪) વેદ, (૫) તીર્થ, (૬) લિંગ, (૭) ચારિત્ર, (૮) બુદ્ધ, (૯) જ્ઞાન, (૧૦) અવગાહના, (૧૧) ઉત્કર્ષ, (૧૨) અંતર, (૧૩) અનુસમય, (૧૪) ગણના અને (૧૫) અલ્પબદુત્વ. આ પંદર દ્વારમાંથી કેટલીક મહત્ત્વની વિગતો નીચે પ્રમાણે આપવામાં આવી છે. (વધુ વિગતો માટે “સિદ્ધપ્રાભૃત”, “સિદ્ધ પંચાશિકા' વગેરે ગ્રંથો જોવા.) જુદા જુદા પ્રકારના સિદ્ધની અપેક્ષાએ એક સમયમાં વધુમાં વધુ કેટલા સિદ્ધ થાય ? એ માટે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે : (૧) તીર્થંકરના શાસનકાળ દરમિયાન અર્થાત્ તીર્થની પ્રવૃત્તિમાં એક “સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૨) તીર્થના વિચ્છેદના કાળમાં એક સમયમાં વધુમાં વધુ ૧૦ સિદ્ધ થાય. (૩) એક સમયમાં વધુમાં વધુ ૨૦ તીર્થકરી સિદ્ધ થાય. Page #89 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ (૪) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સામાન્ય કેવલીઓ સિદ્ધ થાય. (૫) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વયંબુદ્ધ સિદ્ધ થાય. (૬) એક સમયમાં વધુમાં વધુ ૧૦ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ થાય. (૭) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ બુદ્ધબોધિત સિદ્ધ થાય. (૮) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સ્વલિંગી સિદ્ધ થાય. (૯) એક સમયમાં વધુમાં વધુ ૧૦ અન્યલિંગી સિદ્ધ થાય. (૧૦) એક સમયમાં વધુમાં વધુ ૪ ગૃહસ્થલિંગી સિદ્ધ થાય. (૧૧) એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ પુરુષલિંગી સિદ્ધ થાય. (૧૨) એક સમયમાં વધુમાં વધુ ૨૦ સ્ત્રીલિંગી સિદ્ધ થાય. (૧૩) એક સમયમાં વધુમાં વધુ ૧૦ નપુંસકલિંગી સિદ્ધ થાય. (૧૪) આ બધા જુદા જુદા પ્રકારના ભેગા મળીને કોઈ પણ એક સમયે વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. ૯૦ સિદ્ધગતિનાં દ્વાર નિરંતર ખુલ્લાં છે, છતાં ક્યારેય કોઈ જીવ સિદ્ધ ન થાય એવો કાળ પણ હોય છે. એવો અંતર કાળ કેટલો ? એટલે કે બે સિદ્ધ કે સિદ્ધો વચ્ચેનું જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતર કેટલું ? જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ છ મહિનાનું અંતર સિદ્ધ થયા વિનાનું હોય છે. અવગાહના આશ્રીને સિદ્ધો નીચે પ્રમાણે થાય : (૧) જન્ય બે હાથની કાયાવાળા (વામન સંસ્થાનવાળા) એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (તેમની અવગાહના એક હાથ અને ૮ અંગૂલની રહે.) (૨) મધ્યમ કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. તેમની અવગાહના તેમની કાયાના લગભગ ૨/૩ ભાગ જેટલી રહે. (૩) ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા એક સમયમાં વધુમાં વધુ બે સિદ્ધ થાય. તેમની અવગાહના ૩૩૩ ધનુષ્ય અને ૩૨ અંગુલ જેટલી રહે. (ઋષભદેવ ભગવાનના કાળમાં તેમના સહિત ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ્યની કાયાવાળા ૧૦૮ જીવો એક સાથે એકસમયમાં મોક્ષે ગયા તેન અચ્છેરા તરીકે ગણવામાં આવે છે.) Page #90 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા તીર્થકરો હંમેશાં જઘન્યથી સાત હાથની કાયાવાળા અને ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ્યની કાયાવાળા જ સિદ્ધ થાય. મરુદેવી માતા પર૫ ધનુષ્યની કાયાવાળા હતાં, પરંતુ તેઓ બેઠાં બેઠાં મોક્ષે ગયાં હતાં એટલે તેમની અવગાહના તેટલી ઓછી હતી. કાળ આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : (૧) પહેલા અને બીજા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. (૨) ત્રીજા અને ચોથા આરામાં એક સમયમાં વધુમાં વધુ ૧૦૮ સિદ્ધ થાય. (૩) પાંચમા આરામાં અને છઠ્ઠાના આરંભમાં એક સમયમાં વધુમાં વધુ ૪ સિદ્ધ થાય. વળી, “સિદ્ધ પંચાશિકામાં બતાવ્યું છે, તેમ આસન આશ્રીને નીચે પ્રમાણે સિદ્ધ થાય : उम्मंथिअ उद्धठिअ, उक्कडि वीरासणे निउंजे अ । पासिल्लग उत्ताणग सिद्धा उ कमेण संखगुणा || [ઉન્મથિત આસને સિદ્ધ થયેલા થોડા, તેથી ઊર્ધ્વસ્થિત આસને, કટ આસને, વીરાસન, ન્યુન્જાસને (નીચી દૃષ્ટિ રાખી બેઠેલા), પાસિલ્લગ આસને (એક પડખે સૂઈ રહેલા), તથા ઉત્તાનાસને (ચત્તા સૂઈ રહેલા) સિદ્ધ થયેલા અનુક્રમે સંખ્યાતાનુણા જાણવા. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે : तीसा अडयाला सट्ठी बावत्तरि य बोधव्वा । चुलसीई छिन्नुवई य दुरहिय अठुत्तरसयं च ।। એક સમયમાં (સૂક્ષ્મમાં સૂક્ષ્મ ક્ષણમાં) વધુમાં વધુ કેટલા જીવો સિદ્ધગતિ પામી શકે ? અને તે નિરંતર કેટલા સમય સુધી ? - આ પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે બતાવવામાં આવે છે ? (૧) એક સમયમાં એક, બે, ત્રણ એમ કરતાં વધુમાં વધુ બત્રીસ જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત આઠ સમય સુધી સિદ્ધગતિ પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. ગુચ્છ ૪ – ૬ Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૨ _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ (૨) એક સમયમાં તે પ્રમાણે તેત્રીસથી અડતાલીસની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત સાત સમય સુધી પામી શકે. ત્યૉરપછી અવશ્ય અંતર પડે. (૩) એક સમયમાં તે પ્રમાણે ઓગણપચાસથી સાઠની સંખ્યા સુધી જીવો જો એકસાથે સિદ્ધગતિ પામે તો તે નિરંતર-સતત છ સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. (૪) એક સમયમાં તે પ્રમાણે એકસઠથી બોતેરની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર પાંચ સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. * (૫) એક સમયમાં તે પ્રમાણે તોંતેરથી ચોર્યાસીની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તે નિરંતર ચાર સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. (૭) એક સમયમાં તે પ્રમાણે સત્તાણુથી એકસો-બે (૧૦૨)ની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે નિરંતર બે સમય સુધી પામી શકે. ત્યારપછી અવશ્ય અંતર પડે. (૮) એક સમયમાં તે પ્રમાણે એક સો ત્રણથી એક સો આઠની સંખ્યા સુધી જીવો એકસાથે જો સિદ્ધગતિ પામે તો તેવી રીતે ફક્ત એક સમયે જ સિદ્ધગતિ પામી શકે. ત્યારપછી એટલે કે બીજે સમયે અવશ્ય અંતર પડે. આમ, કોઈ પણ એક સમયે જઘન્ય એક જીવ અને ઉત્કૃષ્ટ ૧૦૮ જીવ મોક્ષગતિ પામી શકે. અનંત કાળથી જીવો મોક્ષે જાય છે, તો પણ તેઓ સંસારી જીવોના અનંતમા ભાગના હોય છે. જ્યારે પણ આ પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે તેનો આ જ જવાબ હશે. અનંત કાળ પછી પણ આ જ જવાબ રહેશે. નવ તત્ત્વ પ્રકરણમાં કહ્યું છે : जइआइ होइ पुच्छा जिंणाण मग्गम्मि उत्तरं तइया । इक्कस्स निगोयस्स अणंतभागो अ सिद्धिगओ ।। Page #92 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૩ જ્યારે કોઈ જિનેશ્વર ભગવાનને પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં કેટલા જીવો મોક્ષે ગયા છે ? ત્યારે જિનેશ્વર ભગવાન ઉત્તર આપે કે અત્યાર સુધીમાં એક નિગોદના અનંતમા ભાગ જેટલા જીવો મોક્ષે ગયા છે. કોઈક પ્રશ્ન કરે કે અત્યાર સુધીમાં સંસારમાંથી કેટલા જીવો સિદ્ધ પરમાત્મા બન્યા ? ઉત્તર છે : અનંત જીવો, કારણ કે જીવો સંસારપરિભ્રમણમાંથી મુક્ત થઈ સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરે એ ઘટના અનાદિ-અનંત છે. ભૂતકાળમાં અનંત જીવો સિદ્ધ થઈ ગયા છે, વર્તમાનકાળે પણ (મહાવિદેહ ક્ષેત્રમાંથી) અનેક જીવો સિદ્ધ થાય છે અને ભવિષ્યમાં પણ અનંત જીવો સિદ્ધ થશે. જૈન દર્શન પ્રમાણે સંસારમાં જેટલા જીવો છે અને સિદ્ધાવસ્થામાં જેટલા જીવો છે તે કુલ જીવોમાંથી એક પણ જીવ ક્યારેય ઓછો થવાનો નથી કે એક પણ નવો જીવ તેમાં ઉમેરાવાનો નથી. સંસારી જીવો સિદ્ધ બને એ ઘટના અનાદિ કાળથી નિરંતર બને છે અને અનંત કાળ સુધી બનતી રહેશે. જૈન દર્શન પ્રમાણે જ્યારે એક જીવ સિદ્ધ થાય છે ત્યારે એક જીવ સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવે છે. કોઈક પ્રશ્ન કરે કે જો આવી રીતે જીવો નિરંતર સિદ્ધાવસ્થા પામતા જાય તો એનો અર્થ એ થયો કે સંસારી જીવોમાંથી એટલા જીવો ઓછા થયા. તો પછી એમ કરતાં કરતાં એવો વખત ન આવે કે બધા જ જીવો સિદ્ધ બની જાય ? એનો ઉત્તર એ છે કે સિદ્ધગતિમાં હાલ અનંત જીવો છે અને હવે પછી ગમે તેટલા જીવો ત્યાં જાય તો પણ તે અનંત જ રહેવાના. તેવી રીતે સૂક્ષ્મ નિગોદમાંથી નીકળી વ્યવહારરાશિમાં આવી, ક્રમ ક્રમે જીવ ઊંચે ચડતો જઈ સિદ્ધ બને તો પણ નિગોદના અનંત જીવો જે છે તે અનંત રહેવાના, એટલા માટે જ કહેવાય છે ઃ ઘટે ન રાશિ નિગોદકી, બઢે ન સિદ્ધ અનંત.’ જૈન દર્શન પ્રમાણે આંકડાઓના ત્રણ મુખ્ય વિભાગ (રાશિ) બતાવવામાં આવે છે : (૧) સંખ્યાત (૨) અસંખ્યાત અને (૩) અનંત. આમાં અનંત રાશિને આય (+) અને વ્યય (-) ઇત્યાદિની કોઈ અસર થતી નથી. એટલે તેનો ક્યારેય વિચ્છેદ થતો નથી. એ વાત ગણિતશાસ્ત્ર અને વિજ્ઞાન Page #93 -------------------------------------------------------------------------- ________________ __________ળ સાહિત્ય સગીરવે-ગુ® ૪ પણ માન્ય રાખે છે : જેમ કે અનંત + અનંત = અનંત (૪+૪=૪) અનંત-અનંત અંનત (૮-૪=૪), અનંત x અનંત = અનંત (xxx= ૪), અનંત + અનંત = અનંત (+૦=૦) એટલે સંસારના અનંત જીવોમાંથી અનંત જીવો મોક્ષે જાય તો પણ સંસારમાં અનંત જીવો શેષ રહે. એટલે ગમે તેટલા જીવો સિદ્ધ બને તો પણ સંસાર ખાલી થઈ જવાનો પ્રશ્ન જ રહેતો નથી. આવી રીતે સિદ્ધાવસ્થા પ્રાપ્ત કરવાની ઘટના જો નિરંતર ચાલતી હોય અને સંસારમાં ભવભ્રમણ કરતા જીવોનું અંતિમ લક્ષ્ય મોક્ષસુખ પામવાનું હોય એ વાતમાં આપણને જો સમ્યફ શ્રદ્ધા હોય તો આપણે પોતે એમ વિચારવું ઘટે કે કોઈક કાળે કોઈક ભવ્યાત્માએ ભવ્ય પુરુષાર્થ કરી સિદ્ધદશા પ્રાપ્ત કરી હશે ત્યારે તેમની સાથેના કોઈક ઋણાનુબંધમાં મારો જીવ સૂક્ષ્મ નિગોદમાંથી છૂટો પડી વ્યવહારરાશિમાં આવ્યો હશે. જો તેમ ન હોત તો હું હજુ પણ નિગોદના અનંતાનંત જીવોની જેમ નિગોદનું મહાદુઃખ વેઠી રહ્યો હોત. મને નિગોદમાંથી મુક્ત કરાવનાર એ સિદ્ધાત્માનો મારા ઉપર અનંત ઉપકાર થયો છે. માટે એ સિદ્ધાત્મા મારે માટે પરમ વંદનીય છે. એ સિદ્ધાત્માના ઉપકારનો બદલો હું કઈ રીતે વાળી શકે ? વળી તેઓ તો હવે એવી દશામાં છે કે જ્યાં એમને કશું લેવાપણું પણ રહ્યું નથી. મારે એ ઋણમાંથી મુક્ત થવાનું તો બાકી જ છે. અનંત ભવભ્રમણ કરતાં કરતાં હું મનુષ્યગતિમાં આવી પહોંચ્યો છું અને મને જો હવે ધર્મરુચિ થઈ છે અને ઋણમુક્ત થવાના કર્તવ્યની સમજ આવી છે તથા સિદ્ધાત્માએ કરેલા પુરુષાર્થનો પ્રેરક, ઉપકારક આદર્શ મારી નજર સામે છે, તો મારું એ જ કર્તવ્ય છે કે મારે પણ સૂક્ષ્મ નિગોદના કોઈક એક જીવને મુક્ત કરીને વ્યવહારરાશિમાં લાવવો જોઈએ. આ હું ત્યારે જ કરી શકું કે જ્યારે પ્રબળ પુરુષાર્થ કરી હું પોતે સિદ્ધગતિ પામી શકું. એમ હું જ્યારે કરી શકીશ ત્યારે મારા બે મુખ્ય હેતુ સરશે. જે સિદ્ધાત્માએ નિગોદમાંથી મને બહાર કાઢ્યો અને સિદ્ધદશાનો આદર્શ મારી સમક્ષ મૂક્યો છે તે હું પરિપૂર્ણ કરી શકીશ તેમજ નિગોદમાંથી એક જીવને વ્યવહારરાશિમાં લાવીને હું ઋણમુક્ત બની શકીશ.' Page #94 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ૮૫ આમ, મોક્ષપુરુષાર્થ એ ભવ્ય જીવોનું ઉભય દૃષ્ટિએ પરમ કર્તવ્ય બની રહે છે. સિદ્ધ ભગવંતોને વંદન કરવાનું સપ્રયોજન છે એની પણ આથી પ્રતીતિ થશે. સિદ્ધ ભગવંતો મંગલરૂપ છે. અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલી પ્રણીત ધર્મ એ ચાર મંગલ, ચાર લોકોત્તમ અને ચાર શરણરૂપ છે. આ ચારમાં બીજે ક્રમે સિદ્ધ ભગવંત છે. કોઈક કદાચ પ્રશ્ન કરે કે અરિહંત પરમાત્મા તો અનેક જીવોને ધર્મ પમાડે છે. સાધુ ભગવંતો દ્વારા અને કેવલી પ્રણીત ધર્મ દ્વારા પણ અનેક જીવોનું કલ્યાણ થાય છે. પરંતુ સિદ્ધ ભગવંતો તો સિદ્ધદશામાં સિદ્ધશિલા ઉપર અનંત કાળ માટે સ્થિર છે. એમને કશું કરવાપણું નથી. તેઓ હવે આપણું કશું કરી શકે તેમ નથી. તો પછી તેમને કેવી રીતે આપણે મંગલરૂપ કહી શકીએ ? તેઓ કઈ રીતે આપણને ઉપયોગી કે ઉપકારક થઈ શકે ? એનો ઉત્તર એ છે કે જો ખુદ અરિહંત ભગવંતો માટે પણ સિદ્ધ પરમાત્મા મંગલરૂપ છે તો આપણા માટે તો કેમ ન હોઈ શકે ? વળી સિદ્ધ ભગવંતો પોતાના સિદ્ધપણા દ્વારા આપણને મોક્ષમાર્ગ દર્શાવે છે. એ એમનો ઉપકાર પણ અનહદ છે. કોઈ મહાત્મા સૈકાઓ પૂર્વે થઈ ગયા હોય, આપણે એમને જોયા ન હોય તો પણ જો એમનું જીવન આપણે માટે પ્રેરણારૂપ બની જાય, પરોક્ષ રીતે તેમનો આપણા ઉપ૨ ઘણો બધો ઉપકાર થાય. તેમ સિદ્ધ પરમાત્માઓ અષ્ટકર્મનો ક્ષય કરી મુક્તદા દ્વારા આપણને પરોક્ષ રીતે સમજાવે છે, પ્રેરણા આપે છે અને તે તરફ ગતિ કરવાનું બળ આપે છે. આ રીતે સિદ્ધ પરમાત્મા આપણે માટે મંગળરૂપ અને વંદનીય છે. કોઈકને પ્રશ્ન થાય કે સિદ્ધ પરમાત્માને કોણે જોયા છે ? સિદ્ધશિલા કોણે જોઈ છે ? કોણ ત્યાં જઈ આવ્યું છે ? માટે આ બધી વાતો માન્યામાં આવે એવી નથી. એના ઉત્તરમાં કહેવાનું કે આ વિશ્વમાં બધી જ બાબતો દશ્યમાન અને પ્રત્યક્ષ હોતી નથી. વર્તમાન વાસ્તવિક જીવનમાં પણ કેટકેટલી વાતો માટે આપણે બીજા ઉપર આધાર રાખવો પડે છે, તે કહેનાર વ્યક્તિ કોણ છે તે મહત્ત્વનું છે. પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ એમ કહેવાય છે. એટલે સર્વજ્ઞ ભગવંતોએ જે સિદ્ધ પરમાત્માની વાત Page #95 -------------------------------------------------------------------------- ________________ ૧૬– – – જૈિન સાહિત્ય સમારોહ-ગુચછ ૪ – – – કહી હોય તે માનવામાં આપણને કશો વાંધો ન હોઈ શકે. વળી તેઓ એવી દશાએ પહોંચેલા હોય છે કે અન્યથા કહેવા માટે તેમને કોઈ પ્રયોજન નથી. વળી, આકાશ સામે નજર કરીએ છીએ તો એની અનંતતાનો ખ્યાલ આવે છે. એમાં રહેલી કેટકેટલીય વસ્તુઓ વિશેની જાણકારી એ આપણી પહોંચ બહારની વાત છે. આવી અદષ્ટ, અગમ્ય વાત કોઈ આપણને પોતાની જ્ઞાનલબ્ધિથી કહે તો તે ન માનવા માટે કોઈ કારણ રહેતું નથી. તે માટે શ્રદ્ધા જોઈએ. બુદ્ધિ અને તર્ક કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર આ વિશ્વમાં ઘણું મોટું છે. પરંતુ તેવા જ્ઞાનીનો યોગ અને સમ્યક શ્રદ્ધા અત્યંત દુર્લભ મનાય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ તત્ત્વમાં શ્રદ્ધા અને રૂચિ ન થવાં એ અભવ્ય જીવનું લક્ષણ છે. અભવ્ય જીવોને નવ તત્ત્વમાંથી આઠ તત્ત્વ સુધી શ્રદ્ધા હોય છે, તેઓ ચારિત્ર લે છે અને સારી રીતે તેનું પાલન કરે છે, પરંતુ અંતરમાં તેમને નવમા તત્ત્વની – સિદ્ધગતિની – મોક્ષગતિની શ્રદ્ધા હોતી નથી. સિદ્ધગતિમાં, મોક્ષપદમાં શ્રદ્ધા થવી એ ભવ્યપણાની નિશાની છે. જેમને એવી શ્રદ્ધા છે તેમને માટે સિદ્ધ ભગવંતો પરમ વંદનીય છે. આમ, અરિહંત પરમાત્માની જેમ સિદ્ધ પરમાત્માને પણ નમસ્કાર કરવા જોઈએ. શ્રી અભયદેવસૂરિ ભગવતી સૂત્રની ટીકામાં લખે છે : नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शन सुखवीर्यादिगुणयुक्त तयास्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन भव्यानामतीवोपकार हेतुत्वादिति । [સિદ્ધ ભગવંતો અવિનાશી એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી, સ્વવિષયમાં પ્રમોદનો ઉત્કર્ષ ઉત્પન્ન કરનારા હોવાથી તથા ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનારા હોવાથી નમસ્કાર કરવાને યોગ્ય છે.] સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાથી કેવા કેવા લાભ થાય છે તે વિશે “આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે : सिद्धाण नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। सिद्धाण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ।। Page #96 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા – – – – – – –– – – सिद्धाण नमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ।। सिद्धाण नमुक्कारो सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं ।। [શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે. તેઓને ભાવપૂર્વક કરાતો નમસ્કાર તો વળી બોધિલાભને માટે થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ધન્ય પુરુષોના ભવનો ક્ષય કરનાર થાય છે. હૃદયમાં તેનું અનુકરણ કરવાથી દુર્ગાનનો નાશ થાય છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે બહુ વાર સતત કરવામાં આવે છે. શ્રી સિદ્ધ પરમાત્માને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે તથા સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.] કોઈક કદાચ પ્રશ્ન કરે કે મોક્ષે ગયેલા જીવોને આપણે નમસ્કાર કરીએ છીએ. તો પછી “નમો મુત્તાણું'ને બદલે “નમો સિદ્ધાણં' બોલવાની - શી જરૂર ? એનો ઉત્તર એ છે કે જીવનું લક્ષ્ય તો આઠ પ્રકારનાં કર્મનો અર્થાત્ સર્વ કર્મનો ક્ષય કરી સંસાર–પરિભ્રમણમાંથી મુક્તિ મેળવવાનું છે. ” જે જીવો મુક્તિ પામ્યા છે તેમને આપણે નમસ્કાર કરીએ છીએ એ સાચું. “મુક્ત” અને “સિદ્ધ” એ બે શબ્દો આમ તો સમાન અર્થવાળા છે. છતાં તે બંને વચ્ચે સૂક્ષ્મ અર્થભેદ છે. એટલે જ આપણે “નમો મુત્તાણું” નથી બોલતા, પણ “નમો સિદ્ધાણં' બોલીએ છીએ. સર્વ કર્મનો ક્ષય કરીને મુક્ત થવું અને અનંત ચતુષ્ટયી પ્રાપ્ત કરી સિદ્ધ બનવું એ બે વચ્ચે સમયાંતરનો ફરક છે. શ્રી સાગરાનંદસૂરિએ સમજાવ્યું છે કે જેલમાંથી છૂટવું એ કેદીનું પ્રથમ લક્ષ્ય હોય છે, પરંતુ છૂટ્યા પછી સ્વગૃહે આવીને રહેવાનો આનંદ ભોગવવો એ એનું અંતિમ લક્ષ્ય હોય છે. તેવી રીતે કાયારૂપી જેલમાંથી, સંસાર–પરિભ્રમણમાંથી છૂટવું એ જીવનું પ્રથમ લક્ષ્ય છે અને સિદ્ધશિલા ઉપર બિરાજમાન થઈ, શુદ્ધ સ્વરૂપમાં રહી અવ્યાબાધ સુખ અનુભવવું એ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૯ - - - - - _જૈન સાહિત્ય સમારોહ-ગુજ - - - - જીવનું અંતિમ લક્ષ્ય છે. એટલા માટે “નમો મુત્તાણને બદલે “નમો સિદ્ધાણં' જ યોગ્ય પાઠ છે. નવકારમંત્રમાં આપણે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીએ છીએ. એમાં સિદ્ધ ભગવંતને કરેલો નમસ્કાર આવી જાય છે. દરેક પદની જે જુદી જુદી આરાધના કરવામાં આવે છે તેમાં પણ સિદ્ધ પદની જુદી આરાધના થાય છે. નવ પદની આરાધનામાં અને વિસ સ્થાનકની આરાધનામાં પણ સિદ્ધ પદની આરાધના આવી જાય છે. આત્મરક્ષા મંત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતો મુખ ઉપર શ્રેષ્ઠ વસ્ત્ર તરીકે રહેલા છે (મુવપદં વરF). જિનપંજર સ્તોત્રમાં દર્શાવ્યા પ્રમાણે સિદ્ધ ભગવંતોની આરાધના ચક્ષુરિન્દ્રિય અને લલાટના રક્ષણ માટે કરાય છે. શરીરમાં રહેલા મૂલાધાર વગેરે સાત સૂક્ષ્મ ચક્રોમાં નવકારમંત્રનાં પદોનું ધ્યાન ધરાય છે, તેમાં “નમો સિદ્ધાણં પદ”નું ધ્યાન મસ્તકમાં રહેલા સહસાર ચક્રમાં અથવા લલાટમાં આજ્ઞાચક્રમાં ધરવામાં આવે છે. (લલાટ અર્ધચંદ્રાકાર સિદ્ધશિલાનું પ્રતીક ગણાય છે.) હૃદયના સ્થાને અદલ કમળમાં નવકારમંત્રનું ધ્યાન ધરાય છે, તેમાં મધ્યમાં કર્ણિકામાં અરિહંત પરમાત્માના ધ્યાન પછી ઉપરની પાંદડીમાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ષે ધ્યાન ધરવામાં આવે છે. આમ, ધ્યાનની વિવિધ પદ્ધતિઓ છે. “નમો સિદ્ધાણં' પદના વર્ણાક્ષરોને જુદી જુદી રીતે ઘટાવી શકાય છે, જેમ કે, ન = નમસ્કાર, મ = મર્દન (માનકષાયનું), સિ = સિદ્ધ સ્વરૂપની ઉપલબ્ધિ, દ્ધ = ધર્મસ્વભાવ અને ણ = નહિ (એથી કશું અધિક નથી). આમ પાંચે વર્ણનો સાથે અર્થ કરતાં કહેવાય કે સિદ્ધ પરમેષ્ઠીને નમસ્કાર કરવાથી માન–કષાયનું મર્દન થાય છે, નિજસ્વરૂપની ઓળખાણ થાય છે. સ્વાત્મજ્ઞાન જાગ્રત થાય છે અને સ્વસ્વરૂપની ઉપલબ્ધિ પ્રાપ્ત થતાં એથી અધિક કશું જ મેળવવાનું રહેતું નથી. તદુપરાંત “નમો સિદ્ધાણં'ના જાપ અને ધ્યાનથી “ગરિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે, કારણ કે “સિદ્ધાણં' પદમાં ત્રણે ગુરુ માત્રાઓ રહેલી છે, સિદ્ધ પદ પાંચે પદમાં મોટું છે - ગુરુ છે અને તેમાં “સિદ્ધા” પદ સિદ્ધેશ્વરી યોગિની માટે વપરાય છે અને તે ગરિમા સિદ્ધિ આપનાર છે. આમ “નમો Page #98 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા ---- -------- - - સિદ્ધાણં ના જાપ તથા ધ્યાનથી આવા લૌકિક લાભો થાય છે. અલબત્ત સાધકનું લક્ષ્ય તો સિદ્ધપદ પામવાનું જ હોવું જોઈએ. “નમો સિદ્ધાણં' પદની સાથે બીજા મંત્રાક્ષરો જોડીને એટલે કે એને પલ્લવયુક્ત કરીને પણ ભિન્નભિન્ન હેતુ માટે જાપ કરાય છે, જેમ કે ૐ નમો સિદ્ધાણં સ્વાહા, ૐ નમો સિદ્ધાણ ઠઃ ઠઃ સ્વાહા, ૐ નમો સિદ્ધાણ ર્ સ્વાહા ઇત્યાદિ. આવા કેટલાક જાપ લૌકિક કાર્યસિદ્ધિ માટે કરાય છે, પરંતુ સાચા સાધકે તેમાં ન અટવાતાં સ્વસ્વરૂપની પ્રાપ્તિ માટે જાપ કરવા જોઈએ. કર્મરૂપી શત્રના ઘાત માટે જાપ કરવા જોઈએ કે જેથી આત્મસ્વરૂપની ઉપલબ્ધિ ત્વરિત થાય. નવપદજીમાં, સિદ્ધચક્રમાં સિદ્ધ પરમાત્માનો રંગ બાલ સૂર્ય જેવો લાલ બતાવવામાં આવ્યો છે અને તે રંગની એમની આકૃતિનું ધ્યાન ધરવાનું ફરમાવવામાં આવ્યું છે. પંચ પરમેષ્ઠીમાં અરિહંતનો શ્વેત, સિદ્ધનો લાલ, આચાર્યનો પીળો, ઉપાધ્યાયનો લીલો અને સાધુનો કાળો એમ રંગો બતાવવામાં આવ્યા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠીઓનો પોતાનો આવો કોઈ રંગ હોતો નથી, પરંતુ શાસ્ત્રકાર મહર્ષિઓએ પંચપરમેષ્ઠીના ધ્યાન અને આરાધના માટે આ પ્રતીકરૂપ રંગોની સહેતુક સંકલના કરી છે અને તે યથાર્થ તથા રહસ્યપૂર્ણ છે. સિદ્ધ પરમાત્માએ આઠે કમને બાળીને ભસ્મ કરી નાખ્યાં છે એટલે કર્મરૂપી ઇંધનને બાળનાર અગ્નિના પ્રતીકરૂપે તેમનો રંગ લાલ રાખવામાં આવ્યો છે. સિદ્ધ પરમાત્માએ પોતાના આત્માને તપાવીને, સર્વ કર્મનો ક્ષય કર્યો. તપાવેલું રક્તવર્ણી સોનું જેમ મલીનતા વિનાનું સાવ શુદ્ધ થઈ જાય છે, તેમ સિદ્ધ પરમાત્માના વિશુદ્ધ આત્માનું ધ્યાન તપાવેલા સુવર્ણ જેવા રક્ત રંગથી કરવાનું હોય છે. જેમ સંપૂર્ણ નિરામય માણસનું ૨ક્ત લાલ રંગનું હોય છે, તેમ કર્મના કોઈ પણ પ્રકારના રોગથી રહિત સિદ્ધ પરમાત્માનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. મંત્રશાસ્ત્રમાં રક્ત વર્ણ વશીકરણ-આકર્ષણના હેતુ માટે મનાય છે. સિદ્ધાત્માઓ મુક્તિરૂપી વધૂનું આકર્ષણ કરનારા છે, તેથી તથા જગતના સર્વ જીવોને પોતાના તરફ આકર્ષી રહ્યા છે, તેથી તેમનું ધ્યાન રક્તવર્ણથી કરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ સૌભાગ્યનો મનાય છે, શુકનવંતો Page #99 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુરુ ગણાય છે. સિદ્ધ પરમાત્માઓ મુક્તિરૂપી લક્ષ્મીનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય અપાવનારા છે માટે લાલ રંગથી એમનું ધ્યાન ધરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. (સિગ્નલ વગેરેમાં એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યફ દૃષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઈ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે. એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ણથી ધ્યાન ધરવાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે : “જે સિદ્ધ રક્તકાત્તિ ધરતા, જિસ્ ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડમ-જાસુદનું ફૂલ, અર્ધગુંજારંગ, નિષધ પર્વત, રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચુના સહિત તંબોળ, ઈસી રક્તવર્ણ સિદ્ધની પાંખડી ધ્યાઈએ.” યુવાચાર્ય શ્રી નથમલજીએ પંચપરમેષ્ઠીના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના વ્યાસ વડે આકાશમાં “નમો સિદ્ધાણં' એમ અક્ષરો લખી, પહેલાં માતૃકાઓનું, પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન, બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચંદ્રના રૂપમાં સાક્ષાત્કાર સહિત કરવાનું સમજાવ્યું છે. હેમચંદ્રાચાર્યે દર્શાવેલ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ક્રમે પણ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે. નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધ પદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દુહો બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે : રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે. Page #100 -------------------------------------------------------------------------- ________________ બે પરમાત્મા _ __ _ __ _ _ __ _ _ _ _ ~ એ દિવસે “ૐ હ્રીં નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. એ દિવસે આઠ કાઉસગ્ગ, આઠ સાથિયા, આઠ પ્રદક્ષિણા અને આઠ ખમાસમણ – એ પ્રમાણે વિધિ કરવાની હોય છે. સિદ્ધ ભગવંતના આઠ ગુણ છે. તે પ્રત્યેક ગુણ બોલીને સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે, જેમ કે (૧) અનંત જ્ઞાન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૨) અનંત દર્શન સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૩) અવ્યાબાધ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૪) અનંત ચારિત્ર ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (પ) અક્ષમ સ્થિતિ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૬) અરૂપી નિરંજન ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ, (૭) અગુરુલઘુ ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ (૮) અનંતવીર્ય ગુણ સંયુતાય શ્રી સિદ્ધાય નમઃ. એ દિવસે ગોધુમ (લાલ ઘઉં)ના સાથિયા કરાય છે. શક્તિસંપન્ન વ્યક્તિ આઠ સાથિયા ઉપર આઠ માણેક મૂકે છે. એક ધાનનું આયંબિલ કરનાર ઘઉંની વાનગી વાપરે છે. વીસ સ્થાનક તપની આરાધનાના દુહાઓમાં સિદ્ધ પરમાત્માને નીચેનો દુહો બોલી નમસ્કાર કરવામાં આવે છે. ગણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ. અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો તાસ. એ દિવસે “ૐ નમો સિદ્ધાણં'ની વીસ નવકારવાળી ગણવાની હોય છે. તદુપરાંત ૩૧ સાથિયા, ૩૧ ખમાસમણ તથા ૩૧ કાઉસગ્ન કરવાના હોય છે. પ્રત્યેક ખમાસમણ વખતે સિદ્ધપદના એક એક એમ ૩૧ ગુણ(આઠ કર્મની ૩૧ મુખ્ય પ્રકૃતિ)ના નિર્દેશ સાથે નમસ્કાર કરાય છે. ઉ.ત., શ્રી મતિજ્ઞાનાવરણીય કર્મરહિતાય શ્રી સિદ્ધાય નમ:. વળી પ્રત્યેક ખમાસમણ વખતે ઉપરનો દુહો બોલવાનો હોય છે. ખમાસમણ પછી ૩૧ લોગસ્સનો કાઉસગ્ન કરવાનો હોય છે તથા સિદ્ધપદનું ધ્યાન રક્ત વર્ણ કરવાનું હોય છે. સિદ્ધપદની આવી આરાધનાથી હસ્તિપાળ રાજા તીર્થંકર થયા હતા. સિદ્ધપદના સાચા આરાધક જીવો અવશ્ય સિદ્ધપદ પામે છે. એટલે જ Page #101 -------------------------------------------------------------------------- ________________ ___જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ ચતુર્વિશતિસ્તવ-લોગસ્સસૂત્રમાં પણ છેલ્લી ગાથામાં સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવામાં આવી છે : चंदेसु निम्मलयरा आइच्चेसु अहियं पयासयरा । सागर वर गंभीरा सिद्धा सिद्धिं मम दिसंतु ।। સિદ્ધ પરમાત્મા પાસે સિદ્ધગતિ માટે જ પ્રાર્થના કરવાની હોય છે. આચાર્ય શ્રી સિદ્ધસેને કહ્યું છે કે “નમો સિદ્ધાણં' પદમાં પાંચ અક્ષર છે તે ઔદારિક વગેરે પાંચ પ્રકારનાં શરીરનો નાશ કરનાર, પંચત્વ (મરણ)ના પ્રપંચોને દૂર કરનાર તથા “પંચમ ગતિ' (મોક્ષ ગતિ) અપાવનારા છે. આ પંચમ ગતિ મેળવવાનું પોતાનું લક્ષ્ય રહે અને તેને યોગ્ય પુરુષાર્થ કરવાનું બળ મળી રહે એવી જીવની અભિલાષા હોવી ઘટે. परिशिष्ट શ્રી સિદ્ધપદનું ચૈત્યવંદન શ્રી શૈલેશી પૂર્વપ્રાંત, તનુ હીન ત્રિભાગી; પર્વપ્રયોગ પ્રસંગથી, ઉરધ ગતિ જાગી. સમય એકમ લોકપ્રાંત, ગયા નિગુણ નિરાગી; ચેતન ભૂપે આત્મરૂપ, સુદિશા લહી સાગી. કેવલ દંસણ નાણથી એ, રૂપાતીત સ્વભાવ; સિદ્ધ ભયે સુ હીરધર્મ, વંદે કરી શુભ ભાવ. શ્રી સિદ્ધપદનું સ્તવન શ્રી સિદ્ધપદ આરાધીએ રે, ક્ષય કીધાં અડ કર્મ રે શિવ વસીયા. અરિહંતે પણ માનીયા રે, સાદી અનંત સ્થિર શર્મ રે. ૧ ગુણ એકત્રીસ પરમાત્મા રે, તુરિય દશા આસ્વાદ રે. એવંભૂત નયે સિદ્ધ થયા રે ગુણગણનો આહલાદ રે. ૨ સુરગણ સુખ ચિહું કાળના રે, અનંતગુણો તે કીધ રે અનંત વર્ગે વર્ગિત કર્થ રે, તો પણ સુખ સમીધરે. ૩ Page #102 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ પરમાત્મા બંધ ઉદય ઉદીરણા રે, સત્તા કર્મ અભાવ રે. ઊર્ધ્વ ગતિ કરે સિદ્ધજી રે, પૂર્વપ્રયોગ સદ્દભાવ રે, ગતિ પરિણામિક ભાવથી રે, બંધન છેદન યોગ રે. અસંગ ક્રિયા બળે નિર્મળો રે, સિદ્ધગતિનો ઉદ્યોગ રે. પએસઅંતર અણફરસતા રે, એક સમયમાં સિદ્ધ રે. ૪ ચરમ વિભાગ વિશેષથી રે, અવગાહન ઘન કીથ રે. ૫ સિદ્ધશિલાની ઉપરે રે, જ્યોતિમાં જ્યોતિ નિવાસ રે. ૬ હસ્તિપાલ પરે સેવતાં રે, સૌભાગ્યલક્ષ્મી પ્રકાશ રે. ૭. શ્રી સિદ્ધપદની સ્તુતિ અષ્ટ કરમ હું દહન કરીને, ગમન કિયો શિવવાસીજી, અવ્યાબાધ સાદિ અનંત ચિદાનંદ ચિરાશિજી; પરમાતમ પદ પૂરણ વિલાસી અઘઘન દાઘ વિનાશજી, અનંત ચતુષ્ટય શિવપદ ધ્યાવો, કેવલજ્ઞાની ભાખીજી. Page #103 -------------------------------------------------------------------------- ________________ તમિળ જૈન કતિ – “નાલડિયાર નેમચંદ ગાલા ભાષાવિજ્ઞાનની દૃષ્ટિએ તમિળ ભાષા સૃષ્ટિની પ્રાચીનતમ ભાષાઓમાંની એક છે. દ્રવિડ પરિવારની અન્ય કન્નડ (કાનડી), તેલુગુ અને મલયાલમમાં તમિળ સૌથી વધુ વિકસિત ભાષા છે. * તમિળ દેશની પ્રજાસંસ્કૃતિ એટલે દ્રવિડ સંસ્કૃતિ. તે અતિ પ્રાચીન ગણાય છે. પાછળથી આર્યો દક્ષિણમાં આવ્યા. પોતાની સંસ્કૃતિ લાવ્યા. બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ, ત્રણે પંથના લોકો પોતાની સંસ્કૃતિ અને નીતિતત્ત્વ લઈને દક્ષિણમાં આવવા લાગ્યા. તમિળ સંસ્કૃતિના મૂળ પાયા દ્રવિડ છે પણ એની ભવ્ય ઇમારત આર્ય સંસ્કૃતિની છે. બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ પંડિતોએ આ દેશમાં વિદ્યાપીઠો સ્થાપી, સાહિત્ય સંઘોની સ્થાપના કરી, ગ્રંથાલયો નિર્માણ કર્યા; અદ્ભુત સાહિત્યસર્જનથી તમિળ ભાષાને ભવ્યતા, સમૃદ્ધિ તેમજ સ્થિરતા અર્પી. ભારતની અનેક અર્વાચીન ભાષાઓનો ઉદ્ભવ સંસ્કૃતમાંથી થયો છે. પરંતુ તમિળ એ સ્વતંત્ર ભાષા છે. એમાં સંસ્કૃતના પાંચ ટકા જ શબ્દો જ હશે. તમિળ ભાષાનો શબ્દકોશ, શબ્દસંગ્રહ, સ્વતંત્ર અને વિપુલ છે, એની વાક્યરચના, સમગ્ર માળખું સ્વાવલંબી અને સ્વયંભૂ છે. વિંધ્યાચલ પર્વતમાળા ઓળંગી પ્રથમ આવેલા મહર્ષિ અગત્સ્ય, તમિળ ભાષાનું પ્રથમ વ્યાકરણ એમણે રચ્યું હતું એવી દંતકથા છે. પ્રાચીનતમ કાવ્યો સંગમ કાવ્ય તરીકે ઓળખાતાં. મદુરાઈમાં “સંગમ' જ્ઞાનપીઠની સ્થાપના થઈ હતી. સંગમ કાવ્યો આઠ વિભાગમાં સંગ્રહિત છે. કાવ્યોના બે જ મુખ્ય વિષય જોવા મળે છે. પ્રેમ (અહમ્) અને યુદ્ધ (પુરમ્). તમિળ દેશના પાંચ વિભાગઃ પર્વર્તી, વેરાન પ્રદેશ, જંગલો, ખેતરો અને કાંઠાનો પ્રદેશ. એ સૌને પ્રેમ અને યુદ્ધના એક એક સંદર્ભથી Page #104 -------------------------------------------------------------------------- ________________ તામિળ જૈન કૃતિ - “નાલડિયાર'_________ કાવ્યોમાં સાંકળી લેવામાં આવ્યાં છે. દ્રવિડોનો મુખ્ય વ્યવસાય સૈનિકનો. એમને સૌથી વિશેષ આનંદ યુદ્ધમાં આવે. કર્તુત્વહીન જીવન એમને નીરસ ભાસતું. અતિ પ્રાચીન ગીતસંગ્રહમાં એમની શૂરવીરતા અને સાહસિકતા દૃષ્ટિગોચર થાય છે. એક ગીતમાં દ્રવિડ નારી કહે છે : “મારો દીકરો ક્યાં છે, તે તમે પૂછો છો ? એ તો સમરાંગણમાં તમને દેખાશે, કારણ કે એ મારા ઉદરમાંથી પ્રસવેલો વાઘ છે.' શૂરવીર પુત્રોને જન્મ આપનારી માતાઓ ધન્યતા અનુભવતી. ઈશુ અગાઉની સદીથી લગભગ આઠસો વર્ષ સુધી જૈન અનુગામનો વ્યાપક પ્રભાવ રહ્યો. રાજવીઓનો સહયોગ મળ્યો. કેટલાય રાજાઓએ જૈન ધર્મ અંગીકાર કર્યો. આ સુવર્ણયુગમાં વિપુલ જૈન સાહિત્ય રચાયું. તમિળનાં પાંચ મહાકાવ્યોમાંથી ત્રણના રચયિતા જૈન હતા. “શિલ્પાદિકારમુ” મહાકાવ્ય અતિ લોકપ્રિય છે. ઉપરાંત વ્યાકરણ, જીવનચરિત્રો, બોધપ્રદ સાહિત્ય વગેરે પણ એટલું જ પ્રસ્તુત ચિરંજીવ રહ્યું છે. તમિળ ભાષાના વિકાસમાં જૈનોનો સાધવર્ગ તેમજ શ્રાવક વિદ્વાનોનો ફાળો અમૂલ્ય રહ્યો છે. જૈન દર્શન અને સિદ્ધાંતોની પરંપરાનો ઉદય થઈ જ્યારે શતદલ પાંખડીઓ ફેલાવી વિસ્તરી રહ્યા હતા, ત્યારે એ પાર્શ્વભૂમિના વાતાવરણમાં સંતકવિ તિરુવલ્લુવરે સંભવતઃ ઈસુની પ્રથમ સદી આસપાસ જન્મ ધારણ કર્યો કહી શકાય. ઐતિહાસિક માહિતી પાંખી હોવાથી. નિશ્ચયપૂર્વક સમય કહી શકાતો નથી. એ જ અરસામાં સંતના “તિરુકુળની રચના પછી “નાલડિયારની રચના થઈ હોવી જોઈએ. બેઉ રચનાઓ વચ્ચે અદ્ભુત સામ્ય જોવા મળે છે. તમિળ ભાષામાં “ચાર'ને “ના” કહેવાય છે. “ચરણ”ને “અડિ” કહે છે. અને “આર' એટલે “શ્રેષ્ઠ'. આનો અર્થ થાય : “ચાર શ્રેષ્ઠ ચરણ”. નાલુડિયારમાંથી “નાલડિયાર' થયું. આ ગ્રંથ “નાલવિના - ગુરુ' તેમજ વેચાણવદેમ'ના નામથી પણ પ્રચલિતપણે ઓળખાય છે. “નાવડિયારનાં ચારસો પદો ઉપલબ્ધ છે. એક પદ ચાર પંક્તિઓનું છે. બાકી સર્વ વિગતોમાં, સ્વરૂપમાળખાં અને ગોઠવણીમાં સંત તિરુવલ્લરના “તિરુકુળ” સાથે અપરૂપ સામ્ય ધરાવે છે. “તિરુકુળ'ની જેમ આ ગ્રંથ પણ ત્રણ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૬ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ મુખ્ય વિભાગો કે ખંડોમાં વહેંચાયેલો છે. વળી તિરુકુરળની જેમ એ વિભાગોમાં વિષયો છે : પ્રથમ ‘ધર્મ’, બીજો ‘સંપત્તિ’ અથવા ‘અર્થ’ અને ત્રીજો ‘કાળ અથવા પ્રેમ'. એક એક પ્રકરણ કે ‘અધિકારમ્' દશ દશ પદોનો બનેલો છે. એટલે આવાં ચાલીસ પ્રકરણો કે ‘અધિકારમ્’ છે. કામ કે પ્રેમ સંબંધી માત્ર એક જ અધિકારમ્ એટલે દશ જ પદ્યે છે. કવિ પદુમનારે આ પદો પર ટીકા-ભાષ્ય લખ્યાં છે. પાંચરાજા ઉમપેરુવલુડિના સમયમાં ‘નાલડિયાર'ની રચના થઈ છે. રાજા ઉગ્રપેરુવલુડિનો સમયકાળ છે ઈ. સ. ૧૨૫ આસપાસ. તમામ સંદર્ભો જોતાં આ ગ્રંથની રચના બીજી સદી આસપાસ થઈ હોય, એ માન્યતાને વધારે પુષ્ટિ મળે છે. તિરુપુરળનો પ્રભાવ પણ આ રચના પર જબરો છે, કારણ કે બેઉ રચનાઓ વચ્ચે અદ્ભુત સામ્ય જોવા મળે છે. બેઉ ગ્રંથોમાં જીવનવ્યવહારમાં ઉપયોગી થાય, જીવન કેવી રીતે જીવવું જોઈએ એની કલાની વાત છે. બેઉમાં સામાજિક જીવનની સુસ્થિતિ માટે ધર્મ, જીવનસમૃદ્ધિ માટે અર્થ અને બાહ્ય તેમજ આંતરિક પ્રકૃતિની સુંદરતા અનુભવવા માટે પ્રેમ, એ ત્રણેની ચર્ચાવિચારણા છે. મોક્ષની વાત વિભાગરૂપે નથી કારણ કે માનવીએ જો આ ત્રણે પુરુષાર્થ યથાર્થ રીતે સાધ્યા હોય તો મોક્ષ અવસ્થા સહજ બની જાય છે. રચનાની રીતે ‘નાલડિયાર' પણ એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે. ‘નાલડિયાર’ની રચના પાછળનો પૂર્વ ઇતિહાસ કંઈક આવો છે : એક વખત તમિળ દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદી, નાળાં, તળાવ, સુકાઈ ગયાં. ખેતરો સૂકાં ભઠ્ઠ થઈ ગયાં. પ્રાણીઓ ટળવળી ટપોટપ મરવા લાગ્યાં. ગૃહસ્થોનાં ઘરોમાં ધાન રહ્યું નહિ, ત્યાં સાધુઓ, ભિક્ષુઓ, ભિખારીઓને કોણ ખવડાવે ? લોકો ઉચાળા ભરી પ્રાણ બચાવવા સ્થળાંતર કરવા લાગ્યાં. આવા કપરા સમયે આઠ હજાર મુનિઓ પોતાનું વતન છોડી પાંડ્ય રાજા ઉગ્રપેરુવલુડિ પાસે મદુરાઈ પહોંચ્યાં. મદુરાઈ તે સમયે પાંડ્યોની રાજધાની હતી. રાજા સદાચારી અને દયાવંત હતો. એણે મુનિઓને આવકાર્યા અને રહેવા-ક૨વાની તમામ વ્યવસ્થા કરી આપી. Page #106 -------------------------------------------------------------------------- ________________ તમિળ જેન કૃતિ - ‘નાવડિયાર', મદુરાઈની આસપાસ આઠ પર્વતો પર આઠ હજાર જૈન મુનિઓએ વસવાટ શરૂ કર્યો. આ મુનિઓ તપસ્યા અને આત્મસાધના કરતા, ધર્મ, દર્શન, આયુર્વેદ તથા કલાઓનું શિક્ષણ હજારો વિદ્યાર્થીઓને આપતા. આઠ પર્વતોમાંના મદુરાઈથી છ માઈલ દૂર આવેલા “યાને મલેહસ્તગિરિ' પર્વત પર અનેક ગુફાઓ છે. એમાં બ્રાહ્મી લિપિમાં ઘણા શિલાલેખ છે જે ઈસુની બીજા સદીના હોવાનું કહેવામાં આવે છે. ઈ. સ. ૭૭૦ સુધી અહીં જૈનોનો વાસ રહ્યો હતો. એ જ વર્ષે ત્યાંનું જૈન મંદિર, વિષ્ણુ મંદિર બનાવવામાં આવ્યું, જેનું પ્રમાણ મંદિરના આલેખમાં મળે છે. બીજો શમણ મલે અર્થાત્ શ્રામણ-ગિરિ પહાડ મદુરાઈથી પાંચમાઈલ દૂર છે. પહાડ ઉપર ચઢતાં જ ઠેર ઠેર તીર્થકરોની પ્રતિમાઓ દેખાય છે. ત્યાં એક ગુફામાં સિત્યલવાસન જેવી જ સુંવાળા કાળા પથ્થરની શય્યા છે. આ શવ્યાની નજીક એક મોટી પીઠિકા પર મહાવીરસ્વામીની સુંદર અને ભવ્ય પ્રતિમા છે. ગુફાની છત પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ છે, જે ઈસુ પૂર્વેના કહેવાય છે. શમણ મલેથી ચેદીપ્રોડા પહાડ જવાય છે. આ પહાડ પર ૨૫૦ શ્રોતાઓ બેસી શકે એવો ભવ્ય “પરિચ પલ્બમ્” – ઉપદેશ-મંડપ છે. મંડપમાં તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં આઠમી, નવમી સદીનો એક શિલાલેખ છે. એક જૈન મંદિરના પણ અવશેષ જોવા મળે છે. પાસેની ટેકરીની ટોચ પર એક ઊંચો દીપસ્તંભ છે, જેના અધોભાગમાં અગિયારમી સદીના કન્નડ શિલાલેખ છે. ચેટ્ટિપોડવું ગુફાના પ્રવેશદ્વારની નજીક એક વિશાળકાય તીર્થંકરની પ્રતિમા કંડારેલી છે. ગુફાની અર્ધચંદ્રાકાર છત પર પાંચ મૂર્તિઓ અંકાયેલી છે. એક સિંહાસનારૂઢ ચતુર્ભુજ યક્ષની મૂર્તિ છે, જેના ચારે હાથમાં આયુધો છે. એક ગજ પર આરૂઢ પ્રતિમા, અને પછી ત્રિછત્રધારી તીર્થકરની મૂર્તિ છે. પછીનો પહાડ સિદ્ધ પર્વત કહેવાય છે. તમિળમાં જૈન મુનિઓને સિદ્ધ પણ કહેવાય છે. અહીં ગુફાઓમાં શિલા-શવ્યા છે અને સપ્ત સમુદ્ર નામનું સરોવર પણ છે. “તકય્યા ભરણી' નામના તમિળ ગ્રંથ અનુસાર જૈન મુનિઓએ મંત્રબળથી આ સરોવરનું નિર્માણ કર્યું હતું. મૃચ્છ ૪ – ૭ Page #107 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ મદુરાઈથી ત્રણ માઈલ દૂર તિરુપુકુન્દરમ્ પહાડ પર પણ જૈન મુનિઓના નિવાસને સમર્થન આપતી ગુફાઓ અને શિલા-શય્યાઓ છે. તીર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ છે. અને ઈસુની પહેલાંની ત્રીજી સદીથી ઈસુ પછીની બીજી સદીના સમયગાળાના બ્રાહ્મી અને તમિળ લિપિના શિલાલેખો પણ છે. ઉપરાંત પરશુમલૈ, નાગમલૈ અને વૃષભમલૈ વગેરે અન્ય પહાડીઓ પર પણ મુનિનિવાસના પુરાવા, શિલાલેખો વગેરે જોવા મળે છે. સાતમી સદી સુધી મદુરાઈ અને એની આસપાસ જૈન ધર્મની ઘણી પ્રતિષ્ઠા હતી. રાજકન પાંડિયને જૈન ધર્મ અંગીકાર કર્યો, એના રાજ્યના છેલ્લા કાળમાં જૈન ધર્મને દક્ષિણમાં મુસીબતો વેઠવી પડી હોવાનો સંભવ છે. જૈન-શૈવ સંઘર્ષમાં મદુરાઈનાં જૈન ધર્મનાં કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યાં. મુનિઓએ આ આઠ પહાડો પર વસવાટ કર્યો. મુનિઓના સમાગમથી રાજાને પણ સત્સંગનો રંગ લાગ્યો અને મુનિઓ સાથે જ્ઞાનગોષ્ઠિ વગેરે થવા લાગી. અને એક વર્ષ પૂરું થવા આવ્યું. વળતે વર્ષે સારો વરસાદ થયો અને મુનિઓએ રાજા પાસે વતન પાછા ફરવા રજા માગી. પણ રાજાએ એમને થોડા દિવસ રોકાઈ જવા આદરપૂર્વક આગ્રહ કર્યો. સત્સંગી રાજાના આગ્રહને વશ મુનિઓ રોકાઈ ગયા. થોડા સમય પછી ફરી મુનિઓએ વિદાય માટે અનુમતિ માગી પણ રાજા એકના બે ન થયા. મુનિઓ ફરી રોકાઈ ગયા. આવું અનેક વેળા થયું. છેવટે મુનિઓએ વિચાર કર્યો કે રાજા તો કોઈ કાળે રજા આપવાના નથી. રાજાને તો જ્ઞાનની ભૂખ છે, જેમાં રાજા ઊંડા ઊતરતા જાય છે અને આપણને રોકી રાખ્યા છે. માટે આપણે ચૂપચાપ આજે રાતે જ નગર છોડી ચાલ્યા જઈએ. પરંતુ રાજાની જ્ઞાનપિપાસાને સંતોષ મળે અને આપણને ઋણ ચૂકવ્યાનો અવસર સાંપડે એ અર્થે એવી જ્ઞાનસભર સુંદર રચના મૂકતા જઈએ કે રાજા આનંદિવભોર થઈ જાય અને વિદાયની વાત હળવી થઈ જાય. થોડાક કલાકો જ પ્રયાણ આડે રહ્યા હતા. એટલા ટૂંકા સમયમાં શી રચના થઈ શકે ? એટલે છેલ્લે મુનિઓએ નિર્ણય કર્યો કે આપણે દરેકે એક એક પદ, ચારેક લીટીનું એક પદ લખી મૂક્તા જઈએ. જેથી આઠ Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯ -- તમિળ જૈન કૃતિ - “નાલડિયાર'__ હજાર પદ થઈ જાય અને રાજા એ પદો આપણી વિદાય પછી પણ ગાય, તેનું મનન કરે, જ્ઞાન પામે અને આનંદિત થઈ ઊઠે. અને એ નિર્ણયને અનુરૂ૫ દરેક મુનિએ પોતાના જ્ઞાન-અનુભવની ચરમસીમારૂપ એક એક પદ રચ્યું અને મધરાતે એ પદ પોતપોતાના આસન પર મૂકી અંધારામાં જ મુનિઓ નગર છોડી ગયા. બીજા દિવસે સવારે રાજાને સમાચાર મળ્યા ને રાજાને સખત આઘાત પહોંચ્યો. અનુચરોએ આઠ હજાર પદ-પત્રો રાજા સમક્ષ રજૂ કર્યા. પરંતુ આઘાતની અવધિમાંથી રાજાનો ક્રોધ ભભૂક્યો અને પદમાં શું લખ્યું છે તે જાણવાની, વાંચવાની જરી પણ દરકાર કર્યા વગર રાજાએ ભાન ભૂલી તમામ પત્રોને નદીમાં પધરાવી દેવાનો કડક હુકમ આપ્યો. સેવકોએ રાજાની આજ્ઞા અનુસાર તમામ પદ-પત્રો નદીમાં પધરાવી દીધાં. નદીના ધસમસતા વહેણમાં પદ-પત્રો તણાઈ લુપ્ત થતાં ગયાં. યોગાનુયોગે માત્ર થોડાંક પદ-પત્રો સામે કાંઠે પહોંચી અટવાઈ અટકી ગયાં. રાજાના ક્રોધના આવેશ ઓસરતાં જ એને ખૂબ પશ્ચાત્તાપ થયો. ખૂબ ખેદ થયો. એણે ફરી પાછા અનુચરોને દોડાવ્યાં.....નદીમાં પધરાવેલ બધાં પદ-પત્રો એકઠાં કરી હાજર કરો...” અનુચરો દોડ્યા...કિનારે અટવાયેલાં ચારસો પદ-પત્રો મળ્યાં. અનુચરોએ રાજા સમક્ષ રજૂ કર્યા. દરેક પદ-પત્રમાં ચાર પંક્તિનું સુંદર ભાવવાહી અને જ્ઞાનસભર પદ હતું. રાજાના આશ્ચર્ય અને આઘાતનો પાર ન રહ્યો. રાજાએ ફરી સેવકોને દોડાવ્યા......પણ બાકીનાં પદો તો તણાઈ ચૂક્યાં હતાં. રાજાએ ખૂબ અફસોસ કર્યો.....પણ વ્યર્થ. ઉપલબ્ધ ચારસો પદોને રાજાએ એકત્ર કરી જે ગ્રંથ રચ્યો-ગ્રંથસ્થ કર્યા, અને નામ આપ્યું “નાવડિયાર'. હવે નાવડિયારનાં કેટલાંક પદ્ય જોઈએ ? આ દેહ કેટલો નશ્વર છે, નાશવંત છે અને ધર્મ, આરાધના, સાધના વિના વિલંબેઘડપણની રાહ જોયા વિના–સમયસર શરૂ કરવી જોઈએ, : પરી કરવી જોઈએ. કારણ કે ક્ષણ માત્રમાં માણસ હતો ન હતો થઈ જાય છે. એ પદનો ભાવાર્થ છેઃ આ શરીર ઘાસનાં તણખલાં પર પડેલાં ઝાકળબિંદુ સમાન ક્ષણિક Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦e_ ___ઐન સાહિત્ય સમારોહ-ગુ૭ ૪ અને ક્ષણભંગુર છે. માટે બને તેટલી ત્વરાથી આત્મસાધનાનું કાર્ય શરૂ કરી પૂર્ણ કરો. કારણ કે દેહનો કોઈ ભરોસો નથી. હજી હમણાં જ એક માણસ અહીં સાજા-નરવો ઊભો હતો પણ થોડી ક્ષણો પહેલાં જ બધાને રોતા-કકળતા મૂકી, સ્વજનો-સંબંધીઓને છોડી સદાને માટે ચાલ્યો ગયો. માટે સમજી લ્યો કે આ શરીર નશ્વર છે. (૨૯). અહીં ફરી મહાવીરસ્વામીની વાત આવી. ઝાકળ સમાન ક્ષણભંગુર દેહ, અને મહાવીરે જે કહ્યું, “હે ગૌતમ, સમય અલ્પ છે, ક્ષણ માત્રનો પ્રમાદ ન કર.' બીજા એક પદમાં અલ્પ સમયને લક્ષમાં રાખી, વાંચન-ચિંતનમાં પણ સમયનો વિવેક જાળવવાની વાત કહી છે. જિજ્ઞાસુ કે મુમુક્ષુએ ક્ષીરનીરનો ભેદ પારખી યથાર્થ અને વ્યર્થ વચ્ચેની સીમારેખાને સમજી આવશ્યક વાંચન-ચિંતન કરી બિનઆવશ્યક પાછળ સમય વેડફવો ન જોઈએ. આ પદનો ભાવાર્થ છે : ઓ..હો...આ દુનિયામાં ગણ્યા ગણાય નહિ એટલા ગ્રંથો છે. ગ્રંથોની સીમા નથી, પણ આયુષ્ય મર્યાદિત છે, અલ્પ કે ઓછું છે. તેમાં પણ માનવીને કેટલાક એવા રોગ થાય છે કે જે આયુષ્યનો અમુક ભાગ નષ્ટ કરી દે છે. એટલા માટે શાણા વિદ્વાન પુરુષો દૂધ પીનારા હંસની જેમ પાણી છોડી સારા સારા ગ્રંથોમાંથી ગ્રહણ કરવા યોગ્ય ગ્રહણ કરી બાકીનું છોડી દે છે.” (૩૮૩) સજ્જન પોતાની સજજનતા કે સવૃત્તિ ક્યારેય છોડતા નથી અને અપકાર કરે તેના પર પણ પરોપકારવૃત્તિ અને પારમાર્થિક ભાવનાથી ઉપકાર જ કરે છે. એક પદમાં આ વાત ખૂબ સુંદર રીતે રજૂ થઈ છે. એનો ભાવાર્થ છે : “કૂતરો ક્રોધે ભરાય ત્યારે માણસને કરડે છે. પણ માણસને ક્રોધ ચડે તો પણ તે કૂતરાને કરડતો નથી, દુર્જન કે નીચ વૃત્તિના લોકો ક્રોધાવેશમાં હલકા શબ્દો સંભળાવે છે. છતાં ઉચ્ચ ગુણો ધરાવતી વ્યક્તિ એના પ્રત્યુત્તર પણ આપતી નથી અને વિચલિત પણ થતી નથી.” (૭૦). બીજા એક પદમાં સંપત્તિની લણજીવિતા, નશ્વરતા વિષે કહ્યું છે કે Page #110 -------------------------------------------------------------------------- ________________ તમિળ જૈન કૃતિ –‘નાલડિયાર’ ૧૦૧ સમયને પારખ્યા વગર અવિચારીપણે સંપત્તિને બેફામપણે વેરી નાંખનારને સમય પલટાતાં પાઈ-પાઈ માટે ટળવળવાનો વારો આવે છે. આ પદનો ભાવાર્થ છે : જે એક તરફ આરોગે છે, અને બીજી તરફ થૂંકી નાખે છે, તે ખૂબ જ ધનવાન છે. પણ સમય ક્યારે પલટો લે છે, એ કોઈ જાણતું નથી - જાણી શકતું નથી. આજનો લખપતિ આવતી કાલે રઝળતો ભિખારી પણ થઈ જાય છે. રોજ મિષ્ટાન્ન આરોગનારને રોટલીના ટુકડા માટે પણ ટળવળવાનો અવસર આવે છે. માટે યાદ રહે કે સંપત્તિ નાશવંત છે, લક્ષ્મી ચંચલ છે.’(૨) એક પદમાં ચારિત્રવિહીનતા, પરસ્ત્રીસંબંધ વિષે અર્થગંભીર ચેતવણી ઉચ્ચારી સૂચક-અંગુલિનિર્દેશ કર્યો છે. આ પદનો ભાવાર્થ છે : ‘વ્યક્તિ જ્યારે પરસ્ત્રીસંબંધ અર્થે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારથી જ એના મનમાં ફફડાટ અને ડર ઉત્પન્ન થાય છે. એવી સ્ત્રી સાથે સંબંધ બાંધતાં પણ ભયભીત હોય છે. ઘરમાંથી નીકળતાં પણ ડર પીછો છોડતો નથી. કોઈને ખબર પડી જશે તો ? એ વિચારે જ એને પરસેવો થવા માંડે છે. આટલું બધું જાણવા-સમજવા છતાં શા માટે પુરુષો પરસ્ત્રી પાસે જતા હશે ?' (૮૩) અન્ય એક પદમાં દુર્જન પોતાની પ્રકૃતિ પ્રમાણે જ વર્તે અને સ્વભાવ પ્રમાણે જ દુષ્ટતા દાખવે છે એ વાત કહી છે. આ પદનો ભાવાર્થ છે : ‘કૂતરાને સોનાની થાળીમાં ભોજન કરાવશો તોયે એ એંઠી પતરાવલી તો ફેંદવાનો જ. એ જ પ્રમાણે હલકી વૃત્તિના માણસો પર ગમે તેટલો ઉપકાર કરવામાં આવે, તો પણ તેઓ પોતાના સ્વભાવ પ્રમાણે જ વર્તવાના.’ (૩૮૩) એક પદમાં સૌંદર્ય સંસ્કારથી દીપે છે, બાહ્ય આડંબર કે ઠઠારાથી નહિ. આવાં બાહ્ય ઉપકરણો કેટલાં ક્ષુલ્લક હોય છે, એ વાત માર્મિક રીતે કહી છે. આ પદનો ભાવાર્થ છે : જાતજાતના અંબોડા ગૂંથવા, સુંદર ભભકાદાર કપડાં પહેરવાં, Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ _જેને સાહિત્ય સમારોહ-ગુરુ * * શણગાર કરવાં, શરીરે હળદર ચોપડી ચામડીને કોમળ અને મુલાયમ બનાવવી વગેરેથી ભલે સુંદરતા આવતી હોય, તો પણ એ માત્ર ઉપરછલ્લી છે. સુંદરતા એટલામાં સીમાબદ્ધ નથી થતી. સાચું સૌંદર્ય તો કેળવણી અને સંસ્કારવર્ધનમાં છે, કે જેનાથી મનુષ્યને સારા-નરસાની સમજ મળે, વિવેકયુક્ત જ્ઞાનની પ્રાપ્તિ થાય અને અંતરને શાંતિ મળે.” (૨૩૨) નાવડિયારનાં ચાલીસ “અધિકાર માં આવી જ્ઞાનસભર વાતો ઉપરાંત ધાર્મિક આચરણ, સમતા, ક્ષમા, દાનશીલતા, કર્મ અને તેનો વિપાક, સત્યનિષ્ઠા, પરિવાર, ગૃહજીવન, વડીલોનો આદર અને મર્યાદા, સત્સંગ, પુરુષાર્થ, મૈત્રી, બહુગુણસંપન્નતા, કેળવણી, કૃપણતા, દાંપત્યપ્રેમ, હોંશિયારી, બેવકૂફી, અર્થહીન સંપત્તિ, ગરીબી, માન, મોભો, સ્વમાન, અજ્ઞાન, નાદાની, યોગ્યતા, પાત્રતા વગેરે ગૃહસ્થજીવનને સ્પર્શતી તેમજ જીવનવ્યવહારમાં ઉપયોગી એવી અનેક બાબતોને સુંદર રીતે વણી લેવામાં આવી છે. અસ્તુપાલ, પોરુલપાલ અને કામાતુપાલ અર્થાતુ ધર્મ, અર્થ અને કામ સંબંધી ગ્રંથમાં કર્તાનું કોઈ નામ નથી. તમિળ સાહિત્યમાં “તિરુકુળ” જેટલી જ મહત્તા અને લોકપ્રિયતા નાલડિયાર'ની કહી શકાય. સગુણો ખીલવવાનો બોધપ્રધાન ગ્રંથ છે. પરંતુ અફસોસની વાત તો એ છે કે રાજા ઉગ્રપેરવવુડના ક્ષણિક ક્રોધના આવેશને કારણે આઠ હજાર પદોમાંથી માત્ર ચારસો પદો જ ઉપલબ્ધ થઈ શક્યાં. રાજાએ જો આ મૂર્ખાઈ ન કરી હોત તો ભારત પાસે આઠ હજાર ઋચાઓનો કેટલો સમૃદ્ધ જ્ઞાનરાશિ સમો ગ્રંથ હોત ! છતાં ચારસો પદોનો સચવાયેલો ગ્રંથ નાનકડો પણ ફાનસમૃદ્ધ અને આજના સમયમાં પણ એટલો જ ઉપયોગી થાત. એક માન્યતા એવી પણ છે કે આ રચના આઠ હજાર શ્રાવકોએ કરેલી છે. એક માન્યતા એવી છે કે આ રચનાનો સમય પાંચમી સદી આસપાસનો છે. એમ હોય તો પણ કોઈ ફરક પડતો નથી. એક વાત તો ચોક્કસ જ છે કે વિદ્વાન ગુણીજનોએ આ રચના કરી છે એ વિષે કોઈ સંદેહ ન હોઈ શકે ! Page #112 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ ભાવના તારાબહેન ૨. શાહ ભાવના માનવજીવનની અદ્દભુત શક્તિ છે. શુભ ભાવના એટલે જીવની કલ્યાણકારી વિચારધારા. શુભ ભાવના એટલે સ્વ-પર-કલ્યાણ કરે એવા વિચારોનું દૃઢપણે એકાગ્રચિત્તે ચિંતન-મનન કરવું. શુભ ભાવનું વારંવાર ચિંતન કરવાથી મનની ચંચળતા દૂર થાય છે, આત્મા શુદ્ધ બનતો જાય છે અને વૈરાગ્યનો ભાવ દૃઢ બને છે. આમ, ભાવના આત્માને નિર્મળ કરવાનું એક મહત્ત્વનું સાધન છે. ‘તત્ત્વાર્થસૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ભાવના માટે ‘અનુપ્રેક્ષા’ શબ્દ પ્રયોજ્યો છે. પ્રેક્ષા એટલે નિરીક્ષણ કરવું. અનુપ્રેક્ષા એટલે આંતરનિરીક્ષણ કરવું. ‘આવશ્યકસૂત્ર'ની ટીકામાં હરિભદ્રસૂરિએ ભાવ્યતેઽનેનનીતિ ભાવના એવી ભાવનાની વ્યાખ્યા બાંધી છે. જેના વડે મનને આનંદ થાય, સુખ થાય તે ભાવના. તેઓ ભાવનાને ‘વાસના’ પણ કહે છે. જે મનને વાસિત કરે તે ભાવના. આનંદધનજીએ પણ અજિતનાથ ભગવાનના સ્તવનમાં ‘વાસના’ શબ્દ વાપર્યો જ છે : તરતમ જોગે રે તરતમ વાસના, વાસિત બોધ આહાર; પંથડો નિહાળું રે બીજા જિન્નતણો રે. જેટલી વાસના સૂક્ષ્મ તેટલો વિશેષ બોધ મનમાં પ્રગટે છે અને મનની શુદ્ધિ થાય છે. ‘ઉત્તરાધ્યયન સૂત્ર’ના સમ્યક્ત્વ પ્રકરણમાં ગૌતમસ્વામી ભગવાન મહાવીરસ્વામીને ભાવના વિશે પ્રશ્ન પૂછે છે. ભગવાનના જવાબનો સાર એ છે કે ભવનો અંત લાવે તે ભાવના. અર્થાત્ ભાવના ભવનો અંત લાવનારી પ્રક્રિયા છે. એટલે જ ભાવનાને ‘ભવનાશિની’ કહી છે. ભાવના પાછળ માનસશાસ્ત્રીય દૃષ્ટિકોણ રહેલો છે. ભાવનાનો આધાર ચિત્ત ઉપર છે. ચિત્તથી ભાવના ભાવી શકાય છે. જગતના જીવો પ્રત્યે અને પોતાની જાત પ્રત્યે કેવી ભાવના રાખવી જેથી મનુષ્યજન્મ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ૪ __________ન સીઉિર્થ સમારોહ- સફળ થાય ? શાસ્ત્રકારોએ જુદી જુદી બે મુખ્ય દૃષ્ટિથી ભાવનાઓનું વર્ગીકરણ કર્યું છે. અધ્યાત્મની અથવા વૈરાગ્યની બાર ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (પ) અન્યત્વ (૬) અશુચિ (૭) આસવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મભાવના. આ ભાવનાઓ આત્મલક્ષી છે એટલે કે આત્મસ્વરૂપને સમજવા માટે ઉપયોગી છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારને ધર્મધ્યાનની અથવા સમ્યકુત્વની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ ભાવનાઓ પરલક્ષી છે. એટલે કે અન્ય પ્રત્યે એના કલ્યાણ માટે ભાવવાની છે. મૈત્રી એટલે પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતાનો ભાવ. પ્રમોદ એટલે ગુણીજન પ્રત્યે આદર. કરુણા એટલે દુઃખી પ્રત્યે દયા અને માધ્યસ્થ એટલે વિપરીત વૃત્તિવાળા પ્રત્યે ઉપેક્ષાભાવ. આ ચાર ભાવનામાં માધ્યસ્થ ભાવના ક્રમમાં સૌથી છેલ્લી છે. એ ભાવનાને જીવનમાં અમલમાં મૂકવી તે ખૂબ અઘરી છે. મૈત્રી, પ્રમોદ અને કરુણા એ ત્રણ ભાવનાને જે વ્યક્તિ જીવનમાં ઉતારી શકે તે જ માધ્યસ્થ ભાવના ભાવી શકે. એ દૃષ્ટિએ માધ્યસ્થ ભાવના એ પહેલી ત્રણ ભાવનાનો સરવાળો છે. માધ્યસ્થ ભાવના એટલે મનની સમતા, સ્વસ્થતા. એ મુખ્યત્વે તો આત્માનો ગુણ છે. માધ્યસ્થભાવ અન્ય પ્રત્યે દાખવવાનો હોવાથી એ પરલક્ષી છે. આમ માધ્યસ્થભાવ આત્મલક્ષી છે અને પરલક્ષી પણ છે. આ ભાવના જે ભાવી શકે તે સ્વકલ્યાણ અને પરકલ્યાણ બંને સાધી શકે. હરિભદ્રસૂરિએ આ ચાર ભાવનાની વ્યાખ્યા બાંધતાં કહ્યું છે, परिहितचिंतामैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टि मुदिता, परदोषोप्रेक्षण उपेक्षा ।। બીજાના હિતની ચિંતા કરવી તે મૈત્રી, બીજાનાં દુઃખ દૂર કરવાનો વિચાર કરવો તે કરુણા, બીજાનું સુખ જોઈ આનંદિત થવું તે મુદિતા અને બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે તે માધ્યસ્થ ભાવના. કોના પ્રત્યે કઈ ભાવના ભાવવી એ વિશે આચાર્ય અમિતગતિએ પણ આ પ્રમાણે કહ્યું છે : Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦ માધ્યસ્થ ભાવના सत्त्वेषु मैत्री गुणीषु प्रमोदम् क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावम् विपरीतवृतौ, सदाममात्मा विदधातु देव ।। બધા જીવો સાથે મૈત્રીભાવ રાખવો, ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, દુઃખી જીવો પ્રત્યે કૃપા બતાવવી અને વિપરીત વૃત્તિવાળા જીવો પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો એવી ભાવના માટે હે પ્રભુ ! મારો આત્મા સદા પ્રયત્નશીલ રહો ! આ વિચિત્ર સંસારમાં વિવિધ સ્તરના, સ્વભાવના, સંસ્કારવાળા લોકો જોવા મળે છે. વળી વિવિધ શક્યતાવાળી પરિસ્થિતિ જોવા મળે છે. પુણ્ય અને પાપ, સત્ય અને અસત્ય, ક્ષમા અને વૈર, પ્રેમ અને ધિક્કાર વગેરે પરસ્પરવિરોધી ભાવો ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. બધા જ જીવો શીલવાન, ગુણવાન, પરોપકારી, નિષ્પાપ, ક્ષમાશીલ અને વિનયી નથી હોતા. વળી જગતમાં પાપનું, અવિચારીપણાનું, અણસમજનું, સ્વભાવની વકતાનું પ્રમાણ પણ ઠીક ઠીક જોવા મળે છે. સાધકનું, સંતનું પ્રમાણ એકંદરે ઓછું હોય છે, તો પણ તેનો પ્રભાવ ઓછો નથી હોતો. જગતમાં જ્યારે અધર્મનું પ્રમાણ વધે છે ત્યારે સંત મહાત્માઓ જ અનેકને તારે છે અથવા તરવાનો માર્ગ બતાવે છે. તેઓ જીવન સારી રીતે જીવવાનું બળ આપે છે. બીજાના દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ કે માધ્યસ્થભાવ પોતે રાખે છે અને તે રાખવા માટે બીજાને શીખવે છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં લખ્યું છે : ટૂર વર્ષ/નિઃશવા, રેવતા નિર્જિવુ आत्मप्रशंसिषुयोपेक्षा तन्माध्यस्थमुदीरितम् ।। હિંસાદિ ક્રૂર કાર્ય કરે, દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરે, આત્મપ્રશંસા કરે તેવા લોકો તરફ ઉપેક્ષા દાખવવી, તેને માધ્યસ્થભાવ કહે છે. જીવનમાં હર્ષ કે શોક, માન કે સન્માન, વિજય કે પરાજય વગેરે પ્રકારના સંયોગો આવે ત્યારે મનથી વિચલિત થવાને બદલે સમભાવ ધારણ કરવો તે મધ્યસ્થભાવ. કોઈ અસંસ્કારી, અણસમજુ, ક્ષુદ્રવૃત્તિવાળા, ટૂંકી બુદ્ધિવાળા, દગાખોર કે નિદક જેવી વ્યક્તિને ઉન્માર્ગેથી પાછા વળવા શિખામણ આપવામાં Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ . ___ જૈન સાહિત્ય સમારોહ-ગુઠ ૪ આવે ત્યારે તે તેની અવગણના કરે તો તેના પર રોષ કરવાને બદલે ચિત્તમાં સમતા રાખવી, મનથી સ્વસ્થ રહેવું તે માધ્યસ્થભાવ. આવી વ્યક્તિ પર પ્રગટ નહિ પરંતુ મનથી પણ ક્રોધ કરી પોતાની જાતને પણ દુઃખી ન કરવો અને સમજપૂર્વક સ્વસ્થ રહેવું તે માધ્યસ્થ ભાવ. આ ઘણું જ દુષ્કર છે, પરંતુ એકંદરે તે શ્રેયસ્કર અને ધર્મમાર્ગે દોરનારું છે. જ્યારે શુભ આશયવાળી વ્યક્તિને કોઈ ઉન્માર્ગે ગયેલાને સન્માર્ગે વાળવામાં નિષ્ફળતા મળે ત્યારે સ્વાભાવિક રીતે જ તેનામાં ક્રોધ જન્મ, દુર્ભાવ પ્રગટે, પરિણામે પરિસ્થિતિ બગડે. બંને પક્ષે ગેરસમજ અને અણગમો પ્રવર્તે. વ્યક્તિની આ માનવસહજ નબળાઈને ધ્યાનમાં રાખીને ભગવાને માધ્યસ્થ ભાવનો ઉપદેશ આપ્યો છે. પરંતુ આ નિર્બળતા દૂર કરવા શું કરવું ? પ્રથમ તો નિષ્ફળતા મળે તેનો રંજ ન કરવો. પોતે સભાવપૂર્વક કરેલા પ્રયત્નથી સંતોષ માનવો. પોતાના પ્રયત્ન પાછળ સદુભાવ જ હતો કે કેમ તે પ્રામાણિકપણે ચકાસવું. નિષ્ફળતા મળે ત્યારે મૌન રહેવું. મૌનની શક્તિ ઘણી મોટી છે. મૌનમ્ સર્વાર્થસાધનમ્ | મૌનને કારણે વાણીથી થતા દોષોથી બચી જવાય છે. નિષ્ફળતાને કારણે ક્રોધ તો ન જ કરવો, કારણ ક્રોધથી મતિ મૂઢ બને છે. સ્મૃતિવિભ્રમ થાય છે અને પરિણામે બુદ્ધિનો નાશ થાય છે. ક્રોધથી સ્વજનો વિપરીત થઈ જાય છે. એથી જીવનમાંથી સુખ-શાંતિ ચાલ્યાં જાય છે. શાંત સુધારસમાં વિનયવિજયજી મહારાજે લખ્યું છે : योऽपि न सहते हितमुपदेशम् तदुपरि मा कुरु कोप रे । . निष्फलया किं परजनतप्त्या कुरुषे निजसुख लोप रे ।। જે કોઈ હિતકારક ઉપદેશ ન સાંભળે તો પણ તેના પ્રત્યે ક્રોધ ન કરવો, ક્રોધ કરવાથી સામેની વ્યક્તિ સુધરે નહિ અને વધારામાં આપણે પોતાનાં સુખ-શાંતિ ગુમાવીએ. ઉપદેશ કે શિખામણ કે અભિપ્રાય અવસરોચિત હોય તો રુચિકર લાગે છે. સામી વ્યક્તિ ત્યારે તે હૃદયપૂર્વક સ્વીકારવા તૈયાર થાય છે. જો તે અવસરોચિત ન હોય તો તેથી આપનાર અને લેનાર બંને વચ્ચે વેરઝેરનાં બીજ વવાય છે. કેટલીક વાર ટૂંકી દૃષ્ટિવાળી વ્યક્તિ વેરબુદ્ધિથી For Private & Personal Use Page #116 -------------------------------------------------------------------------- ________________ Mવ મળના - ઉશ્કેરાટમાં શિખામણ આપનારના નબળાં પાસાં શોધીને અને ન મળે તો કલ્પીને પણ તેને વગોવે છે, જુઠાણું ફેલાવે છે. આ જુઠાણાંનો સામનો કરવાનું કેટલીક વાર મુશ્કેલ બની જાય છે તેવે વખતે માધ્યસ્થ ભાવના ધારણ કરવાથી ચિત્તની શાંતિ પ્રાપ્ત થાય છે. વળી ઉન્માર્ગે ગયેલાને શિખામણ પણ શુભ આશયથી, હિતબુદ્ધિથી, મીઠી વાણી વડે આપવી. કડવી વાણી ત્યજવી, કારણ કે વાણીની કડવાશ કહેનાર માટે અણગમો જન્માવે છે. કોઈને ગર્વથી, ચારિત્ર્યખંડનના ભાવથી, ઉતારી પાડવાના આશયથી શિખામણ ન આપવી. એવી શિખામણ દ્વેષજનિત ધૂષિત વાતાવરણ જન્માવે. “પંચતંત્રમાં સુઘરીની વાત આવે છે. ચોમાસામાં બચ્ચાં સાથે સુરક્ષિત રહી શકાય એ માટે સુઘરીએ ચોમાસા પહેલાં તૈયારી કરીને ઝાડની ડાળે સરસ હુંફાળો માળો બનાવ્યો. ચોમાસું બેસતાં વરસાદના દિવસોમાં સુઘરી પોતાના માળામાં આરામથી બચ્ચાં સાથે રહેવા લાગી. એક વખત વરસાદમાં ઠંડીથી થરથરતો વાંદરો એ ઝાડ પર આવ્યો. તેને એવી દશામાં જોઈને સુઘરીએ તેને ઠપકો આપ્યો, “તેં આળસ કરી ને ? હવે ભોગવ બધી તકલીફ !” થોડી વાર રહીને ફરી સુઘરી બોલી, “વાંદરા ! તેં તો મોજ-મજા જ કર્યા કરી ! આખો ઉનાળો વીતી ગયો તોય તને કાંઈ વિચાર ન આવ્યો ?” આમ, વારંવાર સુઘરીના ઠપકાથી વાંદરો એકદમ રોષે ભરાયો. એણે કૂદીને રોષમાં આવીને સુઘરીનો માળો તોડી નાંખ્યો. સંઘરી અને તેનાં બચ્ચાં નીચે પડ્યાં. આમ, વાંદરો અને સુઘરી કોઈને ય લાભ ન થયો. આથી પાત્રતા જોયા વિના કોઈને શિખામણ આપવાની ઉતાવળ ન કરવી જોઈએ. માણસે પોતાનાં ડહાપણ, સાવધાની વગેરેની બડાશ ન મારવી જોઈએ. જ્યારે આવી રીતે પોતે કરેલાં હિતવચનની બાબતમાં નિષ્ફળતા મળે ત્યારે માણસે પ્રથમ પોતાની પાત્રતાનો વિચાર કરવો જોઈએ, પોતાની ક્યાંય ભૂલ તો નથી થતી ને ? પોતે ગુરુતાગ્રંથિ (Superiority Complex)થી પીડાતા તો નથી ને ? અથવા તો એમ પણ વિચારવું કે, પોતાનો પુણ્યોદય એટલો ઓછો હશે, પોતાનું યશનામકર્મ એટલું ઓછું Page #117 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુ0 ૪ હશે કે પ્રામાણિક પ્રયત્ન હોવા છતાં પોતાનાં વચનની કંઈ અસર ન થઈ, બલકે પોતાને નુકસાન થયું. આવી રીતે મનનું સમાધાન કરી લઈ, સમભાવ ધારણ કરી પોતાની પાત્રતા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાજુ જેને શિખામણ આપીએ તેની પાત્રતાનો પણ વિચાર કરવો જોઈએ. તે જો ન સાંભળે, ન સમજે તો વિચારવું કે તેની પાત્રતા એટલી ઓછી છે. પ્રત્યેક જીવની ગતિ તેના કર્મને આધીન છે. જ્યાં સુધી તેના અશુભ સંસ્કારો ક્ષીણ થઈ શુભ સંસ્કારો જાગ્રત ન થાય ત્યાં સુધી તેને સાંભળવાની રુચિ થતી નથી. અપાત્રે આપેલો કોઈ પણ જાતનો ઉપદેશ કે શિખામણ પથ્થર પર પાણી સમાન નીવડે છે. માણસની પાત્રતા ન હોય તો તેને સમજાવી શકાતો નથી. પરંતુ ઉન્માર્ગે વળેલો જીવ કોઈક શુભ પળે, ધર્માભિમુખ થઈ જાય છે, ધર્મ આચરવા માટે તે પુરુષાર્થ કરવા લાગે છે. પરિણામે તેનાં અશુભ કર્મો ક્ષીણ થવા લાગે છે. સાચો ધર્મ પાળવાની પાત્રતા તે મેળવે છે. કોઈક વાર એવી આશ્ચર્યજનક ઘટના બને છે કે અતિશય ક્રોધી દુર્ગણી વ્યક્તિમાં અચાનક પરિવર્તન આવે છે, કારણ કે તેનામાં સુષુપ્ત રહેલા ધર્મસંસ્કારો જાગ્રત થાય છે. ચંડકૌશિક સર્પનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. એ અત્યંત ઝેરી હતો. તે દૃષ્ટિવિષ સર્પ હતો. બાર ગાઉ દૂરનાં ઝાડપાન કે જીવો તેની આંખમાંના ઝેરથી અને તેના ફેંફાડાથી બળી જતાં. આવા ભયંકર સર્પનું પરિવર્તન કરવા, તેને બોધ પમાડવા ભગવાન મહાવીર તેની પાસે ગયા. ચંડકૌશિકે તીવ્ર ક્રોધ કરી ભગવાનના પગના અંગૂઠે દંશ દીધો. પરંતુ તેથી વિચલિત થયા વિના ભગવાને અત્યંત સદૂભાવથી કરુણાબુદ્ધિથી, મધુર અવાજે એને કહ્યું : “બુઝઝ, બુઝુઝ, ચંડકૌશિક !” ત્યારે ભગવાનનો માતાતુલ્ય વાત્સલ્યભર્યો અવાજ, તેમના મુખ પરની અપાર શાંતિ અને સમતાભાવ અને અંગુઠામાંથી ઝરતી માતૃત્વના પ્રતીક સમી શ્વેત દૂધની ધારાએ ચંડકૌશિકને જાગ્રત કર્યો. તેનું ઝેર ઓગળી ગયું. પૂર્વ ભવનું તેનું સાધુત્વ જાગ્રત થયું. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તનું અમૃત તેનામાં પ્રગટ્યું. હવે બંને પક્ષે પાત્રતા હતી. એક બાજુ સમતાના પ્રતીક વાત્સલ્યમૂર્તિ ભગવાન મહાવીર હતા. બીજી બાજુ ચંડકૌશિક જે આ ભવે દષ્ટિવિષ સર્પ હતો પરંતુ પૂર્વ ભવમાં ય છે. Page #118 -------------------------------------------------------------------------- ________________ મધ્યસ્થ ભાવના __૧૦૯ સાધુ, તાપસ હતો. તેના સંસ્કારના મૂળમાં સાધુત્વની, ત્યાગની, તપની ભાવના હતી. પરંતુ અત્યંત ક્રોધને કારણે તેની એટલી બધી અવનતિ થઈ હતી કે તે દૃષ્ટિવિષ સર્પ બન્યો હતો. પરંતુ શુભ સંયોગાનુસાર તેને મહાન આત્માનો યોગ થતાં તેની સાધુતા પ્રગટી, તેનું હૃદયપરિવર્તન થયું. ભગવાન મહાવીરના માધ્યસ્થ ભાવનો વિજય થયો. ચંડકૌશિકનું એટલી હદે પરિવર્તન થયું કે પોતાના વિષથી કોઈને હાનિ ન થાય, કોઈની હિંસા ન થાય એ માટે તેણે દરમાં મોટું સંતાડી દીધું. તેના શરીર પર ચડેલી કીડીઓ મરી ન જાય તે માટે જરાપણ હલ્યા વિના સ્થિર પડી રહ્યો. ચંડકૌશિકના આ પ્રસંગમાં વસ્તુતઃ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારે ભાવના જોવા મળે છે. ભગવાન મહાવીરની દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે મૈત્રીભાવના, તેને પતનમાંથી ઉગારવાના પ્રયત્નમાં રહેલી તેમની કરુણાભાવના, સર્પના પરિવર્તન પછી તેના પ્રત્યે આનંદ અને સંતોષનો ભાવ તે પ્રમોદ ભાવના. તેની ઝેર ઓકતી આંખો સામે સમતા ભાવે સ્થિર ઊભા રહેવું, વાત્સલ્ય દર્શાવવું, તે માધ્યસ્થ ભાવના. આમ, ચારે ભાવનાનાં દર્શન આ એક દૃષ્ટાંતમાં જોવા મળે છે. માધ્યસ્થ ભાવના એ કાયરતાની કે નબળાઈની નિશાની નથી. શિખામણની ઉપેક્ષા કરનાર પ્રત્યે ક્રોધ ન કરવો, મૌન રહેવું, સમતા ભાવ રાખવો, શુભ આશયથી જ શિખામણ દેવી, પોતાની પાત્રતાનો વિચાર કરવો. ઉન્માર્ગે ગયેલા માટે પ્રાર્થના કરવી, કોઈક વાર તેની તરફથી પ્રગટ થતો વિરોધ કે આક્રોશ સહન કરવો વગેરે ખૂબ ઊંડી સમજ, ધૈર્ય અને વિચારશક્તિ માંગી લે છે. આ દૃષ્ટિએ જોઈએ તો માધ્યસ્થ ભાવ માટે દઢ આત્મશક્તિની અપેક્ષા રહે છે. આવી વિરલ શક્તિને કેળવવા માટે ધર્મધ્યાન અને આત્મજાગૃતિની જરૂર રહે છે. એટલા માટે પૂર્વાચાર્યોએ માધ્યસ્થ ભાવનાને તીર્થ સમાન ગણી છે. એ બંનેને તારે છે. એટલે કે માધ્યસ્થ ભાવના ધારણ કરનાર પોતે તરે છે અને જેના પ્રત્યે એ ભાવના ધારણ કરાય છે તેને પણ તે તારે છે. માધ્યસ્વભાવ અને પ્રમોદભાવ વચ્ચે સૂક્ષ્મ ફરક છે. પ્રમોદભાવ ધરાવનાર વિવિધ પ્રકારના ગુણોને જોઈને આનંદ અનુભવે છે, માધ્યસ્થ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન સાહિત્ય સમારોહ-મુછ ૪ ભાવ ધરાવનાર અન્યના ઘેષોને, ત્રુટિઓને જુએ છે અને સમતાભાવથી, હિતબુદ્ધિથી તે દૂર કરવા પ્રયત્ન કરે છે. અને તેમાં સફળતા ન મળે તો તેથી અશાંત થતા નથી. માધ્યસ્થ ભાવના ઢાલ જેવી છે. તે પોતાના આત્માનું રક્ષણ કરે છે. દુર્ભાવ અને રાગદ્વેષના પ્રસંગે સમતા ટકી રહેવી એ ઘણો મોટો લાભ છે. સાંસારિક દૃષ્ટિએ પણ માધ્યસ્થ ભાવના ઉભય પક્ષે લાભકર્તા છે. “અપૂર્વ અવસરમાં શ્રીમદ્ રાજચ માધ્યસ્થ ભાવનાનો આદર્શ યથાર્થ રૂપ વર્ણવતાં લખ્યું છે : શત્રુમિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માન અમાને વર્તે તે જ સ્વભાવ જો; જીવિત કે મરણે નહિ ચુનાધિકતા, ભવ-મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય ' કવિન શાહ છંદ એટલે અક્ષર કે માત્રાના મેળ, નિયમથી બનેલી કવિતા વૃત્ત. છંદમાં રચેલા સ્તોત્રો દ્વારા દેવોની સ્તુતિ કરાવે છે, તે ઉપરથી “પવાડા” અને “સલોકા”ના સમાન અર્થનો વાચક આ “છંદ' શબ્દ બન્યો છે. સામાન્ય રીતે “છંદ” રચના એક છંદમાં હોય છે, પણ અપવાદરૂપે કોઈ છંદમાં છંદ, દેશી, અને ગીત એ ત્રણેનું મિશ્રણ હોય છે. છંદ રચનાનો હેતુ ભાષામાં લાલિત્ય લાવવા માટે છે, પણ આવું લાલિત્ય ઉપલબ્ધ રચનાઓમાં અલ્પ પ્રમાણમાં મળે છે. તેમ છતાં આવી પદ્ય રચનાઓ એક કાવ્ય પ્રકાર તરીકે સ્થાન ધરાવે છે. આ રચના ઉપર ચારણી ભાષાનો પણ પ્રભાવ છે. છંદના બે પ્રકાર છે : વૈદિક છંદ અને લૌકિક છંદ. વેદના મૌલિક સાત છંદ છે. ગાયત્રી, ઉષ્મિગુ, અનુષ્ટ્રપ, બૃહતી, પંક્તિ, ત્રિષ્ટભ અને જગતી. વેદથી જુદા છંદ તે લૌકિક છંદ કહેવાય છે. આવા લૌકિક છંદોનો સાહિત્યમાં વિશેષ પ્રયોગ થયો છે. એક જ છંદમાં કાવ્ય રચના કરવા માટેની પ્રેરણા સંસ્કૃત સાહિત્યના સ્તોત્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થઈ હોય એમ માનીએ તો વધુ યોગ્ય લાગે છે. વિવિધ સ્તોત્રમાં સંસ્કૃતમાં કોઈ એક છંદની પસંદગી કરીને રચના થાય છે. એક હજાર વર્ષ પહેલાંનું ચારણી સાહિત્ય મળી આવે છે, તેના સાહિત્યમાં માત્રામેળ છંદોનો પ્રયોગ થયેલો છે. એક જ છંદમાં લાંબી-ટૂંકી રચનાઓ જેવી કે ઝૂલણા, સોઢા, રામદેપારા, કુંડળિયા, જસા હરધોળણી ચકવિત, બિપાખરી રાવદુદારી રાયસિંહ માનાણી રાકવિત, ચૂડાસમા રીઝમાળ, રાધાનિસાણી, જામરાયસિંહરી ગજગત. ચારણી સાહિત્યના પ્રભાવથી કવિ પ્રેમાનંદ પૂર્વેના જૈન મુનિઓએ કાવ્યરચના કરી છે. તેનાં કેટલાંક ઉદાહરણો પ્રાપ્ત થાય છે. કવિ ક્ષભાસના કુમારપાળ રાસમાં કેટલીક પદ્ય રચનાઓ ચારણી સાહિત્યના પ્રભાવવાળી છે. મીરાંબાઈ, પ્રેમાનંદ અને શામળની રચનાઓ પર ચારણી Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન સાહિત્ય સમારોહ–ગુચ્છ ૪ સાહિત્યનો પ્રભાવ છે. જૈન સાહિત્યમાં મુખ્યત્વે ઝૂલણા અને ભૂજંગી છંદમાં રચનાઓ થઈ છે. છંદ સાહિત્ય ઘણી મોટી સંખ્યામાં રચાયેલું છે. પ્રસ્તુત નિબંધમાં નમૂનારૂપે છંદ રચના પર અવલોકન કરવામાં આવ્યું છે. રણમલ્લ છંદ : ‘રણમલ્લ છંદ' એ ઈડરના રાવ રણમલ્લની પરાક્રમ ગાથાને વર્ણવતું ઐતિહાસિક વીર કાવ્ય છે. ૭૦ કડીની આ નાની ઐતિહાસિક કૃતિ તેના કાવ્યબંધની દૃઢતાની દૃષ્ટિએ, તે સમયની ભાષાની દૃષ્ટિએ, છંદની દૃષ્ટિએ, વીરરસના નિરૂપણની દૃષ્ટિએ, તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ ઘણું મહત્ત્વ ધરાવે છે. આ કાવ્યમાં મુખ્યત્વે રણમલ્લની વીરતાનું અને યુદ્ધનું વર્ણન હોવાથી કવિ ‘શ્રીધર વ્યાસે' એમાં વી૨૨સનું સફળ આલેખન કર્યું છે. અંબિકા છંદ : જૈનેતર છંદરચનાઓમાં કેટલીક કૃતિઓ પ્રાપ્ત થાય છે. અંબિકા છંદ નામનું નાનું સ્તોત્રકાવ્ય ‘કીર્તિમેરુ’ નામના કવિએ સંવત ૧૪૮૭માં રચ્યું છે. તેમાં અંબિકા દેવીની “ખંડ હરિગીત છંદ”માં સ્તુતિ કરવામાં આવી છે. ભવાનીનો છંદ : કોઈ લઘુનાકરે રચેલો ગ્રંથ ભંડારોમાં નોંધાયેલો છે, તદુપરાંત રેવાજીના છંદ, અંબા માતા અને બહુચરાજી માતાના છંદ પણ રચાયેલા છે. રાવ જેતસીનો છંદ : આ છંદમાં બીકાનેરના રાવ જેતસીના પરાક્રમનું વીરરસમાં વર્ણન કરવામાં આવ્યું છે. આવી જ એક રચના ચારણી કવિ વીઠુંએ પણ કરી છે. જૈન સાહિત્યની છંદરચનાઓ : શાંતિનાથનો છંદ : શાંતિનાથના છંદની રચના ઋષિ જેમલજીએ ૨૬ કડીમાં કરી છે. તેમાં શાંતિનાથ ભગવાનનાં પાંચ કલ્યાણકની અને જીવનમાં કરેલી આરાધનાની તથા પરિવારની માહિતી આપવામાં આવી છે. મધ્યકાલીન સાહિત્યમાં ચરિÁત્મક રચનાઓ વિશેષ થઈ છે. આ રચના પણ શાંતિનાથ ભગવાનના ચરિત્રનો પરિચય કરાવે છે. તીર્થંકર ભગવાનનું ચરિત્ર એ સંસારી જીવોને માટે અગણિત ઉપકાર કરનારું છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય ૧૧૩ તેમાં શ્રી શાંતિનાથ ભગવાન સર્વ રીતે શાંતિ પ્રાપ્ત કરાવનાર અને પરમપદની પ્રાપ્તિ માટે પથપ્રદર્શક હોઈ, એમનો મહિમા અપરંપાર છે. શાંતિનાથ ભગવાનની ઉપાસનાથી શું ફળ મળે છે તે માટે કવિ જણાવે છે કે, “તુમ નામ લિયા સવિ કાજ સરે તુમ નામે મુગતિ મહેલ મળે તુમ નામે શુભ ભંડાર ભરો ઋષિ જેમલજીએ એહ વિનંતી કડી પ્રભુ તારા ગુણનો પાર નહી મુજ ભવભવનાં દુઃખ દૂર કરો” //ર૬ મધ્યકાલીન સમયમાં મોટા ભાગની રચનાઓ પદ્યમાં થતી હતી એટલે પદ્યના માધ્યમ દ્વારા તીર્થકરોના ચરિત્રને વિષય તરીકે પસંદ કરીને એક કરતાં વિવિધ સ્વરૂપોમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ છંદરચનાની શૈલી સરળ અને સુગ્રાહ્ય છે. શાંતિનાથનો છંદ : કવિ ગુણસાગરે શાંતિનાથના છંદની એકવીશ ગાથામાં રચના કરીને શાંતિનાથનો મહિમા વર્ણવ્યો છે. તદુપરાંત શાંતિનાથ ભગવાને દીક્ષા લઈ, કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું પછી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, દેશના આપી, સર્વ કર્મનો ક્ષય કરી નિર્વાણ પામ્યા તે વિષેની માહિતી આપવામાં આવી છે. આમ આ છંદ બે વિભાગમાં વહેંચાયો છે. * શ્રી શારદા દેવીની સ્તુતિ કરીને શાંતિનાથનો મહિમા દર્શાવતા કવિ જણાવે છે કે, “શારદા માય નમું શિરનામી, હું ગુણ ગાઉ ત્રિભુવનકે સ્વામી, - શાંતિ શાંતિ જપે સબ કોઈ, તે ઘર શાંતિ સદા સુખ હોઈ /૧ શાંતિ જપી જે કીજે કામ, સોહિ કામ હોવે અભિરામ, શાંતિ જપી જે પરદેશ સધાવે, તે કુશળ કમળા લેઈ આવે” પર આ છંદ ગુજરાતી ભાષામાં રચાયો છે, તેના પર હિન્દી ભાષાનો પ્રભાવ પડ્યો હોય તેમ લાગે છે. નરકું, સાહીબ, તેરો, તુમકુ – આ શબ્દો ગુચ્છ ૪ – ૮ Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ હિન્દી ભાષાના પ્રભાવવાળા છે. ઉપરોક્ત છંદમાં સાચા અર્થમાં શાંતિનાથનો મહિમા ગાવામાં આવ્યો છે. છંદના અંતે કવિ જણાવે છે કે, ―― “જનમ-મરણના ભય નિવારો, ભવસાગરથી પાર ઉતારો, શ્રી હન્થિનાઉર મંડણ સોહે, ત્યાંથી શ્રી શાંતિ સદા મન મોહે.” (૨૦ગા શાંતિનાથ ભગવાનના ગુણગાન ગાવાથી જન્મ-મરણનો મહા ભય દૂર થાય છે અને ભવ-ભ્રમણમાંથી મુક્ત થવાય છે. ભગવાનની ભક્તિનું આ જ ફળ સર્વોત્તમ છે. બીજી કોઈ ફળની અપેક્ષા હોઈ શકે નહિ. શ્રી પાર્શ્વનાથ પ્રભુના ૧૦૮ નામનો છંદ : વર્તમાન ચોવીશીના ત્રેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાનના અનેક ચમત્કારોનો લોકોને અનુભવ થયો છે. પાર્શ્વનાથ ભગવાનની પૂજા-ભક્તિથી ચમત્કાર સર્જાય છે. એમના જીવનચરિત્ર વિશે વિવિધ પ્રકારની રચનાઓ થઈ છે, તેમાં એમનો મહિમા ગાવામાં આવ્યો છે. પ્રભુને અનેક નામથી ઓળખવામાં આવે છે. શ્રી પાર્શ્વનાથ ભગવાનને ૧૦૮ નામથી ઓળખવામાં આવે છે. વિવિધ સ્થળોએ આ નામધારી મૂર્તિનાં મંદિરો અસ્તિત્વ ધરાવે છે. કવિ ખુશાલદાસે એકવીસ ગાથામાં આ છંદની રચના સંવત ૧૮૧૧ના ફાગણ સુદિ બીજને શુભ દિવસે કરી હતી, એવો ઉલ્લેખ છેલ્લી ગાથામાં થયો છે, તે નીચે મુજબ છે : “અઢાર એકાસીએ ફાલ્ગુન માસીએ, બીજ કજ્જલ ખે છંદ કરીયો, ગુરુ તણાં વિજય ખુશાલનો, ઉત્તમે સુખ સંપત્તિ વરીયો.” વાર૧/ કવિએ ઝૂલણા છંદમાં પાર્શ્વનાથ ભગવાનના નામનો મહિમા ગાયો છે. પાર્શ્વનાથ ભગવાન ભક્તોને સાચા હૃદયથી અત્યંત વ્હાલા છે, અને તેમની ભક્તિથી સર્વે મનોકામના પૂર્ણ થાય છે. સંસારી જીવો પાર્શ્વનાથ ભગવાનને મનોવાંછિતના હેતુથી ભાવપૂર્વક પૂજે છે. કવિએ જણાવ્યું છે કે, “સાચ જાણી સ્તવ્યો મન માહરે ગમ્યો, પાર્શ્વ હૃદયે રમ્યો પરમ પ્રીતે સમીહિત સિદ્ધિ નવનિધિ પામ્યો સહુ, મુજ થકી જગતમાં કોણ જીતે પાર્શ્વજિન રાજ-૧૯ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય ભીડભંજન પાર્શ્વનાથનો છંદ : ભીડભંજન પાર્શ્વનાથના છંદની રચના મુનિ ઉદયસાગરે સંવત ૧૭૭૮ કાર્તિક વદિ આઠમના રોજ કરી છે, એવો ઉલ્લેખ છંદમાં મળી આવે છે. આ રચનામાં યમકયુક્ત પંક્તિઓ ધ્યાન ખેંચે છે. “ભીડભંજન પ્રભુ ભીડભંજન સદા, ભીડ ભવ ભિતિ ભય ભાવક ભંજણ, ભક્તિ જન રંજણો ભાવે ભેટ્યો.” ભક્તજનોની સર્વ સર્વ આપત્તિને દૂર કરવામાં ભીડભંજન પાર્શ્વનાથ ભગવાન પરોક્ષ રીતે સહાય કરે છે, અને ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક ઉપાસના કરે છે. આ લઘુ છંદમાં કવિની વર્ણવ્યવસ્થાથી પદલાલિત્ય શુદ્ધ કવિતાનું દર્શન કરાવે છે. શંખેશ્વર પાર્શ્વનાથનો છંદઃ ગુજરાતના જૈન તીર્થોમાં ઉત્તર ગુજરાતમાં આવેલા શંખેશ્વર પાર્શ્વનાથ તીર્થનો મહિમા અપરંપાર છે. ઘણી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ તીર્થમાં વિવિધ રીતે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરે છે. કવિ ઉદયરત્નની ઉપરોક્ત ૭ ગાથાની રચનામાં શંખેશ્વર પાર્શ્વનાથનો અવર્ણનીય મહિમા ગાયો છે. અન્ય દેવદેવીઓની ઉપાસના છોડીને શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની એકાગ્રચિત્તે શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી જોઈએ. કવિએ વિવિધ દૃષ્ટાંતો દ્વારા એમનો મહિમા ગાયો છે. મનુષ્યજન્મ સફળ કરવા માટે શંખેશ્વર પાર્શ્વનાથની ભક્તિ કરવી જોઈએ. આ ભક્તિના પ્રભાવથી મુક્તિ પણ મળી શકે તેમ છે. નિદર્શના અલંકારવાળી નીચેની પંક્તિઓ કવિની ચતુરાઈ દર્શાવે છે : | કિહાં કાંકરો ને કીઠાં મેરુ શું ? કહાં કેસરી ને કહાં તે કરંગ? કહાં વિશ્વનાથ કહાં અન્ય દેવા ? કરો એકચિત્તે પ્રભુ પાસ સેવા (૪ કવિએ ભુજંગી છંદમાં આ રચના કરી છે. નેમિનાથનો છંદ : જૈન સાહિત્યની છંદરચનાઓમાં મુનિ લાવણ્યસમયની સંવત ૧૫૪૬ની એક રચના પ્રાપ્ત થાય છે. કવિએ વિવિધ Sain Education International Page #125 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ૪ છંદોમાં નેમિનાથનું ચરિત્ર વર્ણવ્યું છે. તેની રચના પર સંસ્કૃત ભાષાનો પ્રભાવ પડ્યો છે. કવિની પ્રાસાદિક શૈલી અને અલંકારયોજના આ છંદમાં નોંધપાત્ર છે. શ્રી સૂર્યદીવાવાદ છંદ : કવિ લાવણ્યસમયે આ છંદની રચના ૩૦ છપ્પામાં કરી છે, અને તેમાં સૂર્ય અને દીવો બંને વચ્ચે કોણ સરસ છે એ બાબતનો વિવાદ વર્ણવ્યો છે. અહીં કવિની કલ્પના મનોહર બની છે. મહાવીર સ્વામીનો છંદ : કવિ ઉદયસાગરે ભુજંગી છંદની ૧૫ ગાથામાં મહાવીર સ્વામીના છંદની રચના કરી છે. આ છંદની વિશેષતા એ છે કે તેમાં ભગવાન મહાવીરના જીવન અને કાર્ય વિશે કોઈ ઉલ્લેખ નથી પણ વીતરાગી મહાવીર સિવાય પરિગ્રહવાળા અન્ય દેવદેવીઓની ઉપાસના કરવા યોગ્ય નથી, તેનો નામોલ્લેખ કરીને ભગવાન મહાવીરનું શરણ સ્વીકારીને મુક્તિ મેળવી શકાય છે, એમ જણાવ્યું છે. “કોઈ દેવ હાથે આસિ ચક્રધાર, કોઈ દેવ વાલે ગળે રૂદ્રમાળા કોઈ દેવ ઉસંગે રાખે છે વાયા, કોઈ દેવ રાગે રમે વૃંદ રામા જ કોઈ દેવ જપે લઈ જપ માળા, કેઈ માંસભક્ષી મહા વિકરાળા, કોઈ યોગીની ભગિની ભોગ રાગે, કોઈ રૂદ્રાણી છાગનો હોમ માર્ગે પIL “ભગવાન ભક્તોનો ઉદ્ધાર કરે, તારા સિવાય મારો કોઈ ઉદ્ધારક નથી.” એમ હૃદયની શુભભાવનાથી જણાવ્યું છે. કવિએ આ ભાવને નીચેની પંક્તિમાં વ્યક્ત કર્યો છે. ગતિ ચાર સંસાર અસાર પામી, આવ્યો આશ ધરી પ્રભુ પાય સ્વામી; તુંહી તુંહી તુંહી પ્રભુ પરમ રાગી, ભાવફેરની શૃંખલા મોહ ભાગી ll૧૪ કવિએ વિવિધ દેવદેવીઓનો ઉલ્લેખ કરીને મિથ્યાત્વનો કટાક્ષ કર્યો છે, અને વિતરાગ સિવાય અન્ય કોઈની ઉપાસના કરવી નહિ એવી પાયાની હકીક્ત કે જે સમક્તિનો મૂળભૂત ભાગ છે તેનું નિરૂપણ કર્યું છે. જૈન તત્ત્વજ્ઞાનને સ્પર્શતા વિષયને લોકપ્રચલિત ઉદાહરણ દ્વારા અહીં સ્થાન આપવામાં આવ્યું છે. અહીં કાવ્યની રચનામાં પદલાલિત્ય અને માધુર્ય જોવા મળે છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય _____ ૧૧૭ શ્રી ગૌતમસ્વામીનો છંદ : આ છંદની નવ ગાથામાં અનંતલબ્ધિનિધાન ભગવાન મહાવીરના પ્રથમ ગણધર અને જૈન સમાજના સૌ કોઈના મહાન ગુરુ ગૌતમસ્વામીનો અભૂતપૂર્વ મહિમા દર્શાવવામાં આવ્યો છે. પ્રભાતના સમયમાં અને શુભકાર્યના પ્રારંભમાં ગૌતમસ્વામીનું સ્મરણ સર્વ પ્રકારની અભિલાષા પૂર્ણ કરે છે. એમનો મહિમા દર્શાવતાં કવિ જણાવે છે કે, સુરમણિ જેહ ચિંતા મણિ સુરતરુ કામિત પૂરણ કામધેનું. એક ગૌતમ તણું ધ્યાન હૃદયે ધરો જેહ થકી અધિક નહિ માહાભ્ય કેહનું કામ અષ્ટાપદ પર્વત પર શ્રી ગૌતમસ્વામી પોતાની લબ્ધિથી પહોંચ્યા અને પાંચસો તાપસીને પારણું કરાવ્યું. આ કાળમાં ગૌતમસ્વામીના જીવનનો પ્રસંગ મહાન ચમત્કાર હોવાની સાથે સાથે એમનો પ્રભાવ દર્શાવે છે. તીર્થ અષ્ટાપદે આપ લબ્ધ જઈ પત્તરસે ગણને દીખ કીધી અઠ્ઠમને પારણે તાપસ કારણે ક્ષીર લબ્ધ કરી અખૂટ કીધી છા ગૌતમસ્વામીના નામસ્મરણનો પ્રભાવ એવો છે કે આધિ-વ્યાધિ અને ઉપાધિ દૂર થાય છે. સર્વ રીતે શાંતિ થાય છે. ભૌતિક જીવનમાં સુખ-સમૃદ્ધિ મળે છે. ભૂત, પ્રેત અને દેવો પણ પીડા આપતા નથી. આ રીતે આ છંદમાં ગૌતમસ્વામીના પરમ પ્રભાવક જીવનની માહિતી આપવામાં આવી છે. નવકારનો છંદ : સામાન્ય રીતે જૈન સાહિત્યની છંદરચના એક જ છંદમાં વિષયવસ્તુનું નિરૂપણ કરે છે, પણ નવકારના છંદમાં પરંપરાગત લક્ષણો છે. આરંભમાં દુહા અને અંતે કલશનો પ્રયોગ થયેલો છે. છંદના પ્રારંભમાં ચાર દુહા છે જેમાં નવકારમંત્રનો મહિમા દર્શાવ્યો છે. મનોવાંછિત પૂર્ણ થાય છે, સંપત્તિ પ્રાપ્ત થાય છે અને પૂર્વજન્મનાં Page #127 -------------------------------------------------------------------------- ________________ « ૧૧૮ કર્મો નાશ પામે છે એમ દર્શાવ્યું છે. નવકારમંત્રનો મહિમા દર્શાવતાં કવિ નીચે પ્રમાણે જણાવે છે : જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ “સકળ મંત્ર શિર મુકુટ મણિ સદ્ગુરુ ભાષિત સાર સો ભવિયાં મન શુદ્ધશું નિત જપીએ નવકાર જી ▪▪▪▪▪ ૧૩ કડીમાં હાટકી છંદપ્રયોગ કરીને કવિએ નવકારમંત્રનો વિવિધ દૃષ્ટાંતો દ્વારા મહિમા ગાયો છે. કવિએ શ્રીપાલ મહારાજા, ચારુદત્ત, પાર્શ્વકુમાર, મહાબલકુમાર, મયણાસુંદરી, શ્રીમતી શ્રાવિકા, કંબલ-સંબલ વગેરે દૃષ્ટાંતોનો ઉલ્લેખ કર્યો છે. આ દૃષ્ટાંતો જૈન ધર્મની કથાઓમાં અવારનવાર સાંભળવા મળે છે, અને નવકારમંત્રના સંદર્ભમાં એમના નામ જનસમાજમાં અહોભાવપૂર્વક યાદ કરવામાં આવે છે. કાળચક્રનાં ગમે તેટલાં પરિવર્તન આવે તો પણ નવકારમંત્ર શાશ્વત છે, એમ અરિહંત ભગવાનની વાણી છે. કવિએ આ વિચાર દર્શાવતાં નીચે મુજબ જણાવ્યું છે કે, “આગે ચોવીશી હુઈ અનંતી હોસે વાર અનંતા નવકાર તણી કોઈ આદિ ન જાણે ઈમ ભાખે અરિહંત.” ઘો નવકારમંત્રના અડસઠ અક્ષર છે. પ્રત્યેક અક્ષર મંત્રાક્ષર સમાન પવિત્ર હોઈ તેના સ્મરણથી આપત્તિ દૂર થાય છે. નવ લાખ નવકારમંત્રનો એક ચિત્તે જાપ કરવાથી નરક ગતિનું આયુષ્ય બંધાતું નથી, આ રીતે નવકાર મંત્રની માહિતી આપવામાં આવી છે. કવિએ પંચ શબ્દનો વૈવિધ્યપૂર્ણ પ્રયોગ કરીને નવકારમંત્રના ગૂઢ રહસ્યને સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે. “પંચ પરમેષ્ઠી જ્ઞાન જ પંચહ પંચ દાન ચરિત્ર પંચ સજ્જાય મહાવ્રત પંચહ, પંચ સુમતિ સમકિત પંચ પ્રમાદહ વિષય તો પંચ, પાળો પંચાચાર ।।૧૩। કલશ દ્વારા છંદરચના પૂર્ણ કરવામાં આવી છે. છંદના કવિ ઉપાધ્યાય કુશળલાભ છે, તેનો ઉલ્લેખ થયેલો છે. ધાર્મિક રચનાઓમાં પ્રત્યક્ષ રીતે ઉપદેશનું તત્ત્વ રહેલું હોય છે, તેનો પણ કલશમાં ઉલ્લેખ થયેલો છે. છંદના અંતે કવિ નીચે મુજબ જણાવે છે : Page #128 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય ------ ૧૧૯ “નવકાર સાર સંસાર છે કશળ લાભ વાચક કહે એક ચિત્તે આરાધતા વિવિધ ઋદ્ધિ વંછિત લહે /૧૪ પદ્માવતી દેવીનો છંદ : કવિ હર્ષસાગરે દશ ગાથામાં પદ્માવતી દેવીનો ચિત્રાત્મક શૈલીમાં પરિચય કરાવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રભાવવાળી આ રચના ગુજરાતી ભાષાની અન્ય છંદરચનાઓ કરતાં શુદ્ધ કવિતાના લક્ષણો વિશેષરૂપે ધરાવે છે. કાવ્યનો વિશિષ્ટ લય, માધુર્ય અને પ્રાસાદિકતાની સાથે સાથે અંત્યાનુપ્રાસ અને અલંકારયોજનાથી સમગ્ર રીતે આ છંદરચના પદ્માવતીનો સાક્ષાત્કાર કરાવે છે. આરંભનો શ્લોક વસ્તુ નિર્દેશ કરે છે. શ્રીમતુ કલિકંડદંડ શ્રી પાર્શ્વનાથ સંતુ ધરણેન્દ્ર સર્ક, ધર્મ કામર્થ સિદ્ધયે ૧.” પદ્માવતી દેવીનાં કેટલાંક વિશેષણો નોંધપાત્ર છે. ધ.ત., સમક્તિધારી, શીલવંતી, જૈનમતી, ભાગ્યવતી, કમલાક્ષી, પ્રિયમુખી, રાગવતી, ચિંતામણી, રક્ષાકરની, સતી વગેરે વિશેષણો દ્વારા પદ્માવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. પદમાવતીનું શબ્દચિત્ર આલેખતી નીચેની પંક્તિઓ કવિની મનોહર ઉપમાઓ અને મધુર પદાવલીનો આસ્વાદ કરાવે છે. કંચન સમવરણી - કલાભરણી – શીતલ કરણી સોમમુખી ઉજજવલ કાને કંડલ – જિત રવિમંડલ કમલાસી ગયગંગણ ગણી વિકસિત નથણી અવિચલ વયણી પ્રિયમુખી સંતુષ્ય ૩ નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિરદોષી દાડી મકણ દંતી મધુર લવતી જિનગુણ યુવતી તારનખી જિત કિન્નરવાદી સુસ્વરવાદી જિનગુણ લાધી રાગવતી સંતુષ્ય ૪ll” છંદને અંતે કલશ મૂકવામાં આવ્યો છે. તેમાં પણ પદ્માવતી દેવીનું ચમત્કારયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉદા. નીચેની પંક્તિઓ લક્ષમાં લેવા જેવી છે. કલશઃ અતિ શયવંત અપાર, સત જગ સાચી દેવી, સમક્તિ પાળે શુદ્ધ શ્રી જિનશાસન સેવી; અધો મધ્ય આકાશ રાસ રમતી અમરી, સેવક Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ જન આધાર સાર કરે મન સમરી; ફણિપતિ મંડિત પાસ પ્રતિમા મસ્તક ધરણી, હર્ષસાગર કહે હરખશું પદ્માવતી પૂજો સુખ કરણી. સોળ સતીનો છંદ : જૈન અને જૈતત્તર સાહિત્યમાં સતીઓના સતીત્વ અને શીલરક્ષણ અંગેની ચરિત્રાત્મક માહિતી સુપ્રસિદ્ધ છે. જૈન સાહિત્યમાં પણ સતીઓના પવિત્ર નામનું સ્મરણ જીવનમાં સદવિચારોનું સિંચન કરે છે. આ સતીઓના નામને છંદરચનામાં સ્થાન આપવામાં આવ્યું છે. મુનિ ઉદયરત્ન સોળ સતીના છંદની ઝૂલણા છંદનો પ્રયોગ કરીને ૧૭ ગાથામાં રચના કરીને દરેક સતીના જીવનની લાક્ષણિકતા દર્શાવી છે. સોળ સતીઓનાં જીવન અત્યંત પવિત્ર છે. તેનો મિતાક્ષરી ઉલ્લેખ થયેલો છે. કવિએ આદિનાથ અને અન્ય ભગવાનની સ્તુતિ કરીને સોળ સતીના છંદનો પ્રારંભ કર્યો છે. આ સતીઓનાં નામ બ્રાહ્મી, સુંદરી, ચંદનબાળા, ધારિણી, રાજિમતી, દ્રૌપદી, કૌશલ્યા, મૃગાવતી, સુલસા, સીતા, સુભદ્રા, કુતા, પમિની, દમયંતી, પુષ્પચૂલા, પ્રભાવતી વગેરે છે. કવિના શબ્દમાં સુલતાનો પરિચય નીચે મુજબ આપવામાં આવ્યો છે. “સુલ સાચી શિયલેન કાચી રાચી નહી વિકયા રસમાં મુખડું જતાં પાપ પલાએ નામ લેતા મન ઉલ્લએ.” સતીના નામસ્મરણનું ફળ દર્શાવતાં કવિ જણાવે છે કે, “વીરે ભાખી શાસ્ત્ર શાખી ઉદયરત્ન ભાખે મુદાએ વહાણું વાતા જે નર ભણસે તે લહેસે સુખ સંપદાએ.”૧૭ આ રચનામાં કવિની વર્ણયોજનાથી કાવ્યશક્તિનો પરિચય આપે છે. શ્રી માણિભદ્ર વીરનો છંદઃ જૈન શાસનમાં વીતરાગ કે અરિહંતની પૂજાભક્તિને સર્વોત્તમ કક્ષાની ગણવામાં આવી છે. તેમ છતાં ઐહિક સુખસંપત્તિની અપેક્ષાથી વીતરાગ સિવાય અન્ય દેવદેવીઓનું ભક્તિનું પ્રમાણ વધતું જાય છે. મણિભદ્રવીરની ઉપાસના ઘણા મોટા પ્રમાણમાં થાય છે. Page #130 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય______ ૧૨૧ દેવાધિદેવ તીર્થકર ભગવાનના મંદિરની નજીક બહારના ભાગમાં માણિભદ્રની દેરી કે નાનું મંદિર બનાવવામાં આવે છે. આ માણિભદ્ર અન્ય દેવો કરતાં મનોવાંછિત પૂર્ણ કરવામાં પ્રત્યક્ષ રીતે સહાય કરે છે. પાંચ ગાથાના આ નાનકડા છંદમાં માણિભદ્રવીરનો ચમત્કારયુક્ત પ્રભાવ દર્શાવ્યો છે. કવિએ આ છંદની રચના દોહામાં કરી છે. નહિ ચિંતામણી રતન ચિત્રાવેલ વિચાર માણિક સાહેબ મારે દોલતનો દાતાર.” w૪ તાવનો છંદ : લાખા ભગતે તાવના છંદની પંદર ગાથામાં રચના કરી છે. છંદના વિષયની દૃષ્ટિએ વિચારતાં તાવ જેવા શરીરના રોગને પસંદ કરવામાં આવ્યો છે. પ્રભુની ભક્તિથી કે શુદ્ધ મનથી નામસ્મરણ કરવામાં આવે તો તાવનો વર દૂર થાય છે. એવા ચમત્કારનું નિરૂપણ થયું છે. કવિએ તાવનું વાસ્તવિક સ્વરૂપ વર્ણવ્યું છે. આ વર્ણન ભાવવાહી અને ચિત્રાત્મક શૈલીના નમૂનારૂપ છે, ઉદાહરણ તરીકે નીચેની પંક્તિઓ નોંધપાત્ર છે. “આવતો પરહર કંપાવે ડાહ્યાને જિનતિમ બહાકાવે પહિતો તું કેડમાંથી આવે સાત શિખર પણ શીતને જાવે ! હા, હા, હીં, હીં, હું હુંકાર કરાવે પાસળિયા હાડાં કકડાવે ઉનાળે પણ અમલ જગાવે, તાપે પરિઠણમાં મૃતરાવે ટા” આ છંદ મંત્ર ગર્ભિત છે એટલે તેનું સ્મરણ કે શ્રવણ કરવાથી તાવ દૂર થાય છે. એવી ફળશ્રુતિ દર્શાવવામાં આવી છે. “મંત્ર સહિત એ છંદ જે પસે, તેને તાવ કદી નવ ચઢસે કાંતિ કળા દેહી નિરોગ લહેશે લક્ષ્મી લીલા ભેગા ૧પા" છંદના વિષયવસ્તુ તરીકે તીર્થકર ભગવાનના જીવન-ચરિત્રની પસંદગી કરવામાં આવી છે. ખાસ કરીને આદિનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ, નેમનાથ અને મહાવીરસ્વામીવિષયક છંદરચનાઓ મળી આવે છે. ગૌતમસ્વામીને ગુરુ તરીકે સ્વીકાર કરીને ગુરુભક્તિરૂપે છંદ રચાયા છે, તદુપરાંત Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨ . . -- જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ : પદ્માવતી દેવી, માણિભદ્રવીર સોળ સતીઓ, નવકારમંત્ર અને તાવ વગેરે વિષયો પર છંદરચના થયેલી છે. આ રચનાઓ પ્રભુનો મહિમા, જીવનના વિવિધ પ્રસંગોનું આલેખન, છંદસ્મરણથી પ્રાપ્ત થતા લાભ અને સમકિતની પ્રાપ્તિ વગેરેનું નિરૂપણ થયેલું છે. કોઈ કોઈ છંદ-રચના દુહાથી પ્રારંભ થાય છે, અને કળશથી પૂર્ણ થાય છે એવો ઉલ્લેખ મળી આવે છે. ભક્ત ભગવાનને પોતાના ઉદ્ધાર માટે વિનંતી કરે છે. તે સ્વરૂપમાં રચના થયેલી છે, તો વળી મંત્રગર્ભિત છંદરચના પણ સ્થાન ધરાવે છે. ઉપલબ્ધ છંદરચનાઓ વિશેષ : જૈન ધર્મની માહિતી દ્વારા પ્રભાવ દર્શાવે છે. શુદ્ધ કવિતાઓ કહી શકાય તેવી રચનાઓ ઘણી થોડી છે. પ્રાસ યોજના દ્વારા કોઈ કોઈ વાર કવિત્વ શક્તિનો પરિચય થાય છે. પદ્માવત દેવીનો છંદ એ કવિતાકલાનો સુંદર નમૂનો છે. તેની વર્ણયોજના માધુર્ય અને પ્રાસાદિકતા પદ્માવતી દેવીનો સાક્ષાત્કાર કરાવે છે. સાંપ્રદાયિક રચનાઓ હોવાથી તેમાં ઉપદેશનું તત્ત્વ સહજ રીતે સ્થાન પામ્યું છે. આ રચનાઓમાં ભક્તિ કે શાંતરસ કેન્દ્રસ્થાને છે. તો વળી કોઈ કોઈ વખત નાયકના પરાક્રમને પણ બિરદાવવામાં આવે છે. જ્યાં ધર્મ ત્યાં ચમત્કાર એ ન્યાયે કેટલાક ચમત્કારના પ્રસંગો પણ ગૂંથાયેલા છે. છંદરચનાઓ હજુ પણ વિશેષ પ્રાપ્ત થઈ શકે તેમ છે, અને આ દિશામાં શોધ કરવાથી જૈન સાહિત્યની છંદરચનાઓ પર વિશેષ માહિતી ઉપલબ્ધ થઈ શકે તેમ છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યકુત “યોગશાસ્ત્રમાં બ્રહ્મચર્યની વિભાવના - પન્નાલાલ ૨. શાહ શ્રીમદ્ રાજચંદ્ર બ્રહ્મચર્ય વિશે નીચેની સચોટ પંક્તિઓ લખી છે : નીરખીને નવયૌવના લેશ ન વિષય નિદાન; ગણે કાષ્ઠની પૂતળી, તે ભગવાન સમાન. * * * એક વિષયને જીતતાં જીત્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતીએ દળ, પૂર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી છાકે જ્યમ અજ્ઞાન. પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવા સદા બ્રહ્મચર્ય મતિ માન. જૈન ધર્મમાં બ્રહ્મચર્યની બે વ્યાખ્યાઓ મળે છે. પહેલી વ્યાખ્યા વિશાળ અને સંપૂર્ણ છે. એ પ્રમાણે બ્રહ્મચર્ય એટલે જીવનસ્પર્શી સંપૂર્ણ સંયમ. આ સંયમમાં માત્ર પાપવૃત્તિઓ ઉપર અંકુશ મૂકવાનો સમાવેશ થતો નથી : જૈન પરિભાષામાં એમ કહી શકાય કે માત્ર આસવ-નિરોધનો જ સમાવેશ થતો નથી, પરંતુ તેવા સંપૂર્ણ સંયમમાં શ્રદ્ધા, જ્ઞાન, ક્ષમાદિ સ્વાભાવિક સદુવૃત્તિઓના વિકાસનો સુધ્ધાં સમાવેશ થાય છે. એટલે આ વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે કામ, ક્રોધાદિ, અસદુવૃત્તિને જીવનમાં ઉદ્ભવતી અટકાવવી અને શ્રદ્ધા, ચેતના, નિર્ભયતા આદિ સદુવૃત્તિઓને જીવનમાં પ્રગટાવવી અને તેમાં તન્મય થવું. આવી વ્યાપક અને અર્થપૂર્ણ વ્યાખ્યામાં જૈન વિચારધારામાં બ્રહ્મચર્યની વિભાવના સ્પષ્ટ થાય છે. Page #133 -------------------------------------------------------------------------- ________________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ બીજી વ્યાખ્યા છે સાધારણ લોકોમાં બ્રહ્મચર્ય શબ્દનો જે અર્થ જાણીતો છે તે પ્રમાણે ઉપર વર્ણવેલ સંયમનો એક માત્ર અંશ જ છે. તે વ્યાખ્યા પ્રમાણે બ્રહ્મચર્ય એટલે મૈથુન વિરમણ અર્થાત્ કામસંગનો-કામાચારનો ત્યાગ. બ્રહ્મચર્યની સિદ્ધિ માટે બે માર્ગો છે : પહેલો ક્રિયામાર્ગ અને બીજો જ્ઞાનમાર્ગ. ક્રિયામાર્ગ કામસંસ્કારને ઉત્તેજિત થતો અટકાવી તેના સ્થૂળ વિકારને જીવનમાં પ્રવેશવા દેતો નથી. જ્યારે જ્ઞાનમાર્ગ એ કામસંસ્કારને નિર્મૂળ કરી બ્રહ્મચર્યને સર્વથા અને સર્વદા સ્વાભાવિક કરે છે. અર્થાત્ ક્રિયામાર્ગ તેની નિષેધબાજુ અને જ્ઞાનમાર્ગ એની વિધિબાજુ સિદ્ધ કરે છે; ક્રિયામાર્ગથી બ્રહ્મચર્ય, જૈન પરિભાષામાં કહીએ તો, ઔપમિકભાવે સિદ્ધ થાય છે; જ્યારે જ્ઞાનમાર્ગથી ક્ષાયિકભાવે સિદ્ધ થાય છે. ક્રિયામાર્ગ જ્ઞાનમાર્ગની મહત્ત્વની ભૂમિકા તૈયાર કરે છે એટલે તે માર્ગ વસ્તુતઃ અપૂર્ણ હોવા છતાં પણ, બહુ ઉપયોગી મનાયો છે, અને દરેક સાધક માટે પ્રથમ આવશ્યક હોવાથી તેની પર ખૂબ જ ભાર મૂકવામાં આવ્યો છે. ક્રિયામાર્ગ બાહ્ય નિયમો દર્શાવે છે. એ નિયમોનું નામ ગુપ્તિ છે. ગુપ્તિ એટલે રક્ષાનું સાધન અર્થાત્ વાડ. એવી નવ ગુપ્તિઓમાં એક વધુ નિયમ ઉમેરી એમને જ બ્રહ્મચર્યનાં દસ સમાધિસ્થાનક તરીકે વર્ણવવામાં આવ્યા છે. એ નિષેધાત્મક સમાધિસ્થાનોના પાલન માટે જે રીત અખત્યાર કરવામાં આવી છે તે ભારતવર્ષનાં અન્ય દર્શનોમાં પણ પ્રસિદ્ધ અને જૂની છે. એ રીત-રસમ પ્રમાણે સાધક પુરુષને સ્ત્રીજાતિના આકર્ષણથી દૂર રાખવા સ્ત્રીફ્લેવર તરફ પ્રબળ ઘૃણા થાય, સ્ત્રીસ્વભાવમાં દોષ દેખાય અને સ્ત્રીજાતિ મૂળથી જ દોષની ખાણરૂપ છે એવી પ્રતીતિ થાય એવાં વર્ણનો શાસ્ત્રમાં છે. તે ઉપરાંત સમાજભય, રાજભય અને પરલોકભય, કીર્તિ-પ્રતિષ્ઠાની સિદ્ધિ અને દૈવી સુખના પ્રલોભન દ્વારા સાધક બ્રહ્મચર્યને વળગી રહે તે માટે અદ્ભુત વર્ણનો શાસ્ત્રોમાં છે. એક રીતે આ માનસશાસ્ત્રીય/મનોવૈજ્ઞાનિક અભિગમ છે. તેમાં બાધક દોષોની પ્રતિક્રિયાના ચિંતન દ્વારા એને અતિક્રમી જવાનો અભિગમ છે. ૧૨૪ ક્રિયામાર્ગમાં બ્રહ્મચર્યને ગમે તેટલું સ્થૂળ રક્ષણ મળતું હોય તો પણ તેમાં કામસંસ્કાર કાયમ રહેતા હોવાથી અને એમાં ધૃણા, ભય, લોભ Page #134 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્ય કૃત “યોગશાસ્ત્ર'માં બ્રહ્મચર્યની વિભાવના ૧૨૫ આદિ બીજી અનિષ્ટ વૃત્તિઓને પોષણ મળતું હોવાથી એ માર્ગની અપૂર્ણતા દૂર કરવા જ્ઞાનમાર્ગ યોજવામાં આવ્યો છે. તેમાં ધ્યાન મુખ્ય છે. ધ્યાન દ્વારા વિચારવિકાસ અને સ્વરૂપચિંતન સધાતાં કામાદિ બધી અનિષ્ટ વૃત્તિઓનાં બીજો બળી જાય છે. જેમ ફક્ત બ્રહ્મચર્યવ્રત માટે ક્રિયામાર્ગનાં બાહ્ય વિધાનો તદ્દન જુદાં જ કરવામાં આવ્યાં છે તેમ જ્ઞાનમાર્ગનાં આંતરિક વિધાનો ફક્ત એ વ્રતને ઉદ્દેશી જુદાં પાડી ક્યાંય કહેવામાં આવ્યાં નથી. પણ ક્રોધ, મોહ, લોભાદિ બધા સંસ્કારોને નાબૂદ કરવા જે જ્ઞાનમાર્ગ યોજાયો છે તે કામસંસ્કારના નાશમાં પણ લાગુ પડે છે. આધુનિક વિચારધારા અને જૈન દૃષ્ટિએ બ્રહ્મચર્ય વિષે હવે થોડો વિચાર કરીએ. એક એવો વિચાર પ્રવર્તે છે કે આપણે ત્યાં બ્રહ્મચર્યનો પ્રમાણ કરતાં વિશેષ મહિમા છે. તેનું કારણ મનુષ્યને જે વસ્તુ અશક્ય લાગે તે કરવાને તેનું સ્વમાન તેને પ્રેરતું હોય છે. જે અજેય છે તેને જેય કરવાનું, સ્વપ્ન અને તે સિદ્ધ કરનારનો મહિમા સંસારમાં રહ્યા કર્યો છે. એમાં મળતી નિષ્ફળતા જે તેને જીતવા માટેનો ધક્કો આપે છે. એવરેસ્ટ અને ચંદ્રવિજય આદિની અનાદિકાળથી માનવીએ ઝંખના રાખી છે. એમાં એની સંકલ્પશક્તિનો ચરમ ઉત્કર્ષ થયો છે. કામસંસ્કાર પણ મનુષ્ય અનુભવ્યું છે કે દુર્જેય છે. ભલભલા ઋષિમુનિઓને તેણે ચળાવ્યા છે. તેનું સામ્રાજ્ય સર્વ જીવો ઉપર છે. પણ એ સામ્રાજ્યનેય વશ ન થવાની ઇચ્છા મનુષ્યજાતિમાં વિરલ માણસોને રહેવાની. માનવીને પડકારરૂપ બાબત હોય એને સિદ્ધ કરવાની ઝંખના રહેશે અને એ વિરલ કે દુષ્કર હોય ત્યાં સુધી જ એનો મહિમા રહેશે. પરંતુ એ દુષ્કર છે એટલે એને લક્ષ્ય ન બનાવવું કે એવો ધ્યેય અથવા ઉચ્ચ આદર્શ સમાજ સમક્ષ ન મૂકવો એમાં વ્યક્તિની પોતાની મર્યાદાને બાહ્ય કવચ આપવાની વૃત્તિનાં દર્શન થાય છે. એવી એક માન્યતા છે કે પૂલ કામવાસના એ વયજન્ય આવેગ છે. અમુક વયે તંદુરસ્ત માણસમાં તે જન્મે છે ને અમુક ઉંમરે તે શમે છે. વય વિત્યા પછી પણ આપણા સમાજમાં તે રહે છે તેનું કારણ તે વાસના નથી, પણ તે વાસનાને આપણે આપેલ મહત્ત્વ, તેનું ઊર્ધ્વકરણ ન કરવાનો આપણો ઉછેર છે. Page #135 -------------------------------------------------------------------------- ________________ ૬ - - - - — — __ જૈન સાહિત્ય સમારોહ-ગુ૭ ૪ — —– કુટુંબજીવન એ બધા સદ્દગુણોની ભૂમિ છે. માનવીની આવશ્યક સામાજિક સદ્ગણોની પ્રથમ તાલીમશાળા કુટુંબ છે એમ એરિસ્ટોટલે કહ્યું છે. એનો આધાર લઈને એવું પ્રગટ ચિંતન કરવામાં આવ્યું છે કે રાજ્યને, સમાજને જે સદ્ગણો જોઈએ છે તે બધાં માતા-પિતા, ભાઈભાંડું, સગાંવહાલાં જોડેના સંબંધમાં કેળવાય છે, પોષાય છે. અહીં પણ તર્કસંગતતા જણાતી નથી. એકસરખા સંસ્કારજન્ય વાતાવરણમાં ઉછેર પામનાર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ, સંત થાય અને બીજી વ્યક્તિ સ્થાપિત સમાજ વ્યવસ્થાથી વિરુદ્ધ વર્તે એવું બને છે. એરિસ્ટોટલનો આધાર લઈને કરવામાં આવેલ અર્થઘટનમાં પૂર્વજન્મના સંસ્કારને અને અન્ય મુદ્દાઓનું વિસ્મરણ થયું છે. સ્ત્રી-પુરુષની સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવી છે એવું બ્રહ્મચર્યની નવ વાડ વિષે વિચારતાં લાગે ખરું. એનો વિચાર કરતાં એમ સમજાય છે કે એ સમયનો સ્ત્રી-સમાજ ખૂબ પરતંત્ર હતો. વિષયોની નિંદા કરવી હોય તો પુરુષની વાસનાની નિંદા ન કરતાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવી છે. તે સમયે બીજા સમાજની અસરથી, જૈન સમાજે પણ એવા કેટલાક નિયમો ઘડ્યા હોય એવો સંભવ છે. પરિણામે સ્ત્રી અને પુરુષના અધિકારનું સામ્ય તૂટતું જણાય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહેલું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, ક્રૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તો પવિત્ર અને સંત પુરુષોની માતા છે. તીર્થકરોએ એની કૂખ ઉજાળી છે. સ્ત્રી-સમાજની એમની આ તરફદારી પણ એક જમાનાની અસર છે. બ્રહ્મચર્યની સાધનામાં બંનેને સમાન રીતે અધિકારી ગણવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે જોતાં સ્ત્રીજાતિ તરફ નહીં, પરંતુ સ્ત્રી-ફ્લેવર તરફ દૃષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. કદાચ, ફેશન અને સૌંદર્ય પુરુષને સ્ત્રી-જાતિના આકર્ષણથી મુક્ત રાખવા સ્ત્રી-ફ્લેવર તરફ પ્રબળ ધૃણા થાય એવાં વર્ણનો શાસ્ત્રોમાં છે. અને એને સમર્થક સાહિત્ય રચવામાં આવ્યું છે. પરંતુ એ બાબત પર એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે એની ઊજળી બાજુ આપણા ધ્યાન પર આવતી નથી. સાધ્વી થયેલાં રાજિમતીએ ગિરનારની ગુફામાં એકાંતમાં પોતાના સૌંદર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને Page #136 -------------------------------------------------------------------------- ________________ હેમચંદ્રાચાર્યકૃત ‘યોગશાસ્ત્ર’માં બ્રહ્મચર્યની વિભાવના ૧૨૭ પૂર્વાશ્રમના દિયર રથનૈમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપ્યો છે તે ઘોતક છે. વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાંતઃકાળે એ મહાસતીઓનાં નામોનો પાઠ પણ કરવામાં આવે છે. કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલિભદ્રના એક ગુરુભાઈને શિખામણ આપી સંયમમાં સ્થિર કર્યો તે કથા પડતા પુરુષને એક ભારે ઉપયોગી થાય તેવી અને સ્ત્રીજાતિનું ગૌરવ વધારે તેવી છે. આવી તો અનેક કથાઓ જૈન સાહિત્યમાં નોંધાયેલી છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતાં પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવાં ઓજસ્વી ઉદાહરણો ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાનાં પ્રમાણમાં ઓછાં હોવાનાં, બ્રહ્મચર્યનો બોધ જગતના બધા ધર્મોમાં છે. પરંતુ મહાવ્રત તરીકે એનો ગૌરવભર્યો મહિમા અને એના પરિપાલન માટે ઝીણ વટભર્યું પૃથક્કરણશીલ અધ્યયન જેટલું જૈન ધર્મમાં છે તેટલું અન્યત્ર નથી. Page #137 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવંતી રાજગૃહી જયેન્દ્ર એમ. શાહ જયતિ વિજિતાન્ય તેનઃ સુરાસુરધીશ સેવિતઃ શ્રીમાનું વિમલસ્ત્રાસવિરહિતસ્ત્રિભુવન ચૂડામણિ ભગવાન / (શ્રી સકલાત્ સ્તોત્ર-૨૮) “બીજાં તેજોને હરાવનારા, દેવો અને ભવનપતિઓના ઇદ્રોએ પૂજેલા, સંપત્તિશાળી, પવિત્ર, ત્રાસ વિનાના અને ત્રણ ભુવનના મુકુટ સમાન પ્રભુ વિજય પામે છે.” વર્તમાનમાં રાજગીર તરીકે ઓળખાતું શહેર પ્રાચીન શહેર રાજગૃહ હતું. તે જૈન, બૌદ્ધ અને હિંદુઓનું પવિત્ર શહેર ગણાય છે. તેના પ્રખ્યાત ગરમ પાણીના ઝરા પાસે અધિક માસમાં હિંદુઓનો મેળો યોજાય છે. ભગવાન મહાવીર સ્વામીએ અહીં ચૌદ ચાતુર્માસ ગાળ્યા હતા. ગૌતમ બુદ્ધની આ મુખ્ય વિહારભૂમિ હતી. જૈન ધર્મના વીસમા તીર્થંકર મુનિ સુવ્રત સ્વામીનું આ જન્મસ્થાન છે. પ્રાચીન કાળમાં રાજગીરનાં એકથી વધુ નામો જાણવા મળે છે : વસુમતી, બાહેદ્રથપુર, ગિરિધ્વજ, કુશાગ્રપુર અને રાજગૃહ. રામાયણમાં વસુમતી નામ આવે છે. બ્રહ્માના પુત્ર વસુરાજા સાથે તેનો સંબંધ હોવાનું મનાય છે. બાહેદ્રથપુરનો ઉલ્લેખ મહાભારત અને પુરાણોમાં પણ છે. તે રાજા બૃહદ્રથ સાથે સંબંધ ધરાવે છે. બૃહદ્રથ રાજા વિખ્યાત રાજા જરાસંધનો પિતામહ હતો. શહેરની ભૌગોલિક રચના જોતાં તેની આસપાસ ટેકરીઓ આવેલી દેખાય છે. તેથી તેનું નામ ગિરિધ્વજ અપાયેલું છે. ટેકરીઓથી ઘેરાયેલું શહેર એવો તેનો અર્થ થાય છે. કુશાગ્રપુર નામ હ્યુએન-સાંગ નામના ચીની પ્રવાસીના પ્રવાસવર્ણનમાં, જૈન ધર્મગ્રંથો તથા બૌદ્ધ ધર્મગ્રંથોમાં આવે છે. હ્યુએન-સાંગ તેનો અર્થ “ઉચ્ચ કક્ષાના ઘાસનું શહેર' – એવો કરે છે. ખસ તરીકે ઓળખાતું સુગંધી ઘાસ અહીં ઊગે છે તે કારણે આવો Page #138 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવતી રાજગૃહી . અર્થ કરાયો હોય તેમ બને. પરંતુ રાજા કુશાગ્ર સાથે આ નામને વધુ સંબંધ હોય તેમ લાગે છે. રાજગૃહ એટલે રાજાનું નિવાસસ્થાન. આ શહેર મગધનું પાટનગર હતું અને સૈકાઓ સુધી પાટનગર રહ્યું હતું તેથી આ અર્થ બરોબર બંધ બેસે છે. - રાજગીરની ફરતે આવેલી ટેકરીઓની સંખ્યા પાંચ છે. તેનાં નામો જુદા જુદા ગ્રંથોમાં જુદાં જુદાં જોવામાં આવે છે. મહાભારતમાં વૈભાર, વરાહ, વૃષભ, ઋષિગિરિ અને ચૈત્યક એવાં નામો છે. એ જ ગ્રંથમાં અન્ય સ્થળે પાંડર, વિપુલ, વરાહ, ચૈત્યક અને માતંગ એવાં નામો આપવામાં આવ્યાં છે. પાલિ ગ્રંથોમાં વૈભાર, પાંડર, વૈપુલ્ય, ગૃધ્રકૂટ અને ઋષિગિરિ–એ પ્રમાણે નામો છે. વર્તમાનમાં વૈભાર, વિપુલ, રત્ન, છાતા, શૈલ, ઉદય અને સોના–એ પ્રમાણે નામો પ્રચલિત છે. અત્યારનાં નામોને પ્રાચીન નામો સાથે સરખાવવામાં પણ મુશ્કેલી અનુભવાય છે. અત્યારે જે ટેકરી વૈભાર નામથી ઓળખાય છે તે પાલિ ગ્રંથોમાં કહેલી વૈભાર ટેકરી છે તે ચોક્કસ છે છતાં તેને હ્યુએન-સાંગે પિપુલો એટલે કે વિપુલ તરીકે ઓળખાવી છે. બિંબિસાર રાજા ગૌતમ બુદ્ધના તેમજ ભગવાન મહાવીરના સમયમાં (ઈ. સ. પૂર્વે પ૪૩-૪૯૧) મગધ ઉપર રાજ્ય કરતો હતો. ઉત્તર ભારતમાં જે ચાર સમ્રાટો હતા તેમાંનો તે એક હતો. બીજા ત્રણ સમ્રાટો હતા કોશલનો પ્રસેનજિત, વત્સાનો ઉદાયન અને અવંતિનો પ્રદ્યોત. બિંબિસારનો વંશવિસ્તાર જો કે લાંબો નથી પરંતુ વીરતા અને રાજ્યના વિસ્તારમાં તે બીજા સમ્રાટો જેવો જ પરાક્રમી હતો. આ મગધ રાજ્ય પછીથી અશોકના સમયમાં ભારતવર્ષ અને અફઘાનિસ્તાન સુધી વિસ્તરેલું એક મહાન સામ્રાજ્ય બન્યું હતું. બૌદ્ધ ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે બિંબિસાર બુદ્ધનો અનુયાયી અને બૌદ્ધ સિદ્ધાંતોનો પ્રશંસક હતો. જૈન ધર્મના ગ્રંથોના અભિપ્રાય પ્રમાણે તે (શ્રેણિક નામ સાથે) ભગવાન મહાવીરનો ચુસ્ત અનુયાયી હતો. વૃદ્ધાવસ્થામાં તેના પુત્ર અજાતશત્રુએ (શાસનકાળ ઈ. સ. પૂર્વે ૪૯૧-૪૫૯) કેદ કર્યો હતો અને મારી નાખ્યો હતો. બૌદ્ધ ગ્રંથો પ્રમાણે તે અજાતશત્રુ બુદ્ધનો Page #139 -------------------------------------------------------------------------- ________________ 19__________ સાહિત્ય સમારોહ-ગુw - અનુયાયી બન્યો હતો. પર્વતોના વિસ્તારની બહાર તેણે નવા રાજગૃહની સ્થાપના કરી હતી એમ ચીની યાત્રિક ફાહિયાને નોંધ્યું છે. પાલિ ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે અવંતિના રાજા ચંડ પ્રદ્યોત તરફથી સંભવિત આક્રમણને ખાળવા શહેરના કિલ્લાઓનું તેણે સમારકામ કર્યું હતું. તે સમયે રાજગૃહ રાજકીય અને ધાર્મિક પ્રવૃત્તિઓથી ધમધમતું શહેર હતું. પાલિ ગ્રંથોના ટીકાકાર બુદ્ધઘોષના અભિપ્રાય પ્રમાણે આ શહેરના અંતર્નગર અને બહિર્નગર એમ બે ભાગ હતા. શહેરને ૩૨ વિશાળ દરવાજા હતા, અને ૬૪ નાના દરવાજા હતા. આ શહેરની વસ્તી બંને ભાગોની મળીને ૧૮ કરોડની હતી એવો ઉલ્લેખ છે, પરંતુ તેમાં અતિશયોક્તિ હોવાનો સંભવ છે. રાજગૃહમાં ગૌતમ બુદ્ધ ઘણાં વર્ષો સુધી ધર્મપ્રચાર કર્યો હતો તેથી બૌદ્ધ ધર્મનું પણ તે મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. તેઓ આ શહેરના વિવિધ વિસ્તારોમાં વસ્યા હતા. પરંતુ વિશેષ કરીને તેઓ ગૃધ્રકૂટ પર વસ્યા હતા. તેમણે આ શહેરની અને તેની આસપાસના વાતાવરણની પ્રશંસા કરેલી છે. બુદ્ધના નિર્વાણ પછી અજાતશત્રુ તેમના અવશેષો રાજગૃહમાં લાવ્યો હતો અને એક સ્તુપ બનાવીને તે અવશેષો તેમાં રાખ્યા હતા. તે પછી કેટલાક મહિનાઓ પછી અગ્રણી બૌદ્ધ સાધુઓએ બુદ્ધના ઉપદેશોનો સંગ્રહ કરવા એક પરિષદ યોજવાનો નિર્ણય કર્યો ત્યારે અજાતશત્રુએ શતપર્ણી ગુફાની સામે એક વિશાળ ખંડ બંધાવી તેમાં પરિષદ યોજવાની વ્યવસ્થા કરી આપી હતી. જૈન ધર્મગ્રંથોમાં અજાતશત્રુને કોણિક તરીકે અને જૈન અનુયાયી તરીકે ઓળખવામાં આવ્યો છે. જૈનોના ૨૪મા તીર્થંકર મહાવીરસ્વામીએ રાજગૃહ અને તેના ઉપનગર નાલંદામાં ૧૪ ચોમાસાં કર્યાં હતાં. રાયગિહિં નગરે નાલંદં ચ બાહિરિયે નીસાએ ચોધરા અંતરાવાસે વાસાવસે ઉવાગએ / (કલ્પસૂત્ર) • પ્રેરક સ્મૃતિઓ અષ્ટમીનો મહિમા વર્ણવતા એક સ્તવનમાં કવિ કાંતિવિજયજીએ રાજગૃહીમાં ભગવાન મહાવીરસ્વામીના સમવસરણનું અને શ્રેણિક મહારાજાના Page #140 -------------------------------------------------------------------------- ________________ – – – – – –૨: પુણ્યવંતી રાજગૃહી . ધર્મશ્રવણનું વર્ણન સુંદર ભાવવાહી પંક્તિઓમાં કર્યું છે. તે આ પ્રમાણે છે : હાં રે મારા ઠામ ધરમના સાડા પચવીશ દેશ જ દીપે રે તિહાં દેશ મગધ સૌમાં શિરે રે લોલ. હાં રે મારે નગરી તેહમાં રાજગૃહી સુવિશેષ જો, રાજે રે તિહાં શ્રેણિક ગાજે ગજ પરે રે લોલ. ૧ હાં રે મારે ગામ નગર પુર પાવન કરતા નાથ જો. વિચરંતા તિહાં આવી વીર સમોસર્યા રે લોલ હાં રે મારે ચૌદ સહસ મુનિવરના સાથે સાથ જો, સુધાં રે તપ સંયમ શિયળ અલંકર્યા રે લોલ. ૨ હાં રે મારે ફૂલ્યા રસભર ઝુલ્યા અંબકંદબ જો, જાણું રે ગુણશીલવાન હસી રોમાંચિયો રે લોલ હાં રે મારે વાયા વાય સુવાય તિહાં અવલંબી જો. વાસે રે પરિમલ ચિહું પાસે સંચિયો રે લોલ, ૩ હાં રે મારે દેવ ચતુર્વિધ આવે કોડાકોડ જો ત્રિગ રે મણિ હેમ રજતનું તે રચે રે લોલ. હાં રે મારે ચોસઠ સરપતિ સેવા હડાહડ જો. આગે રે રસ લાગે છેદ્રાણી નાચે રે લોલ. ૪ હાં રે મારે મણિમય હેમ સિંહાસન બેઠા આપ જો ઢાળે રે સુર ચામર મણિરત્ન જડ્યા રે લોલ હાં રે મારે સુણતાં દુંદુભિનાદ ટળે સવિ તાપ જો વરસે રે સુર ફૂલ સરસ જાનું અડ્યાં રે લોલ. ૨ હાં રે મારે તાજે તેજે ગાજે વન જેમ ગુંબજો રાજે રે જિનરાજ સમાજે ધર્મને રે લોલ હાં રે મારે નિરખી હરખી આવે જન મન લુંબ જો. પોષે રે રસ ન પડે ઘોષે ભર્મમાં રે લોલ. ૬ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨ _________ જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ હાં રે મારે આગમ જાણી જિનનો શ્રેણિકરાય જો આવ્યો રે પરવર્યા હયગય રથ પાયગે રે લોલ હાં રે મારે દઈ પ્રદક્ષિણા વંદી બેઠો ઠાય જો સુણવા રે જિનવાણી મોટે ભાગે રે લોલ. ૭ હાં રે મારે ત્રિભુવન નાયક લાયક નવ ભગવંત જો આણી રે જનકરુણા ધર્મકથા કહે રે લોલ હાં રે મારે સહજ વિરોધ વિસારી જગજંત જો. સુણવા રે જિનવાણી મનમાં ગહગહે રે લોલ. ૮ પુણ્યવંતી રાજગૃહી નગરી સાથે અનેક તપસ્વીઓ, શ્રાવક શ્રેષ્ઠીઓ, સતીઓ, રાજપુત્રો અને રાજપરિવારની પ્રેરક સ્મૃતિઓ સંકળાયેલી છે. રોજ સાત મનુષ્યોની હત્યા કરનાર ભયંકર હત્યારા અર્જુનમાલીનું હૃદયપરિવર્તન અહીં થયું હતું. રોહિણેય ચોરના કાનમાં અકસ્માતુ ભગવાનની વાણી પ્રવેશી અને ચોર મટીને તે મુનિ બન્યો હતો. “અભયકુમારની બુદ્ધિ હજો” એવી પ્રાર્થના જેમના નામ પરથી આપણે કરીએ છીએ તે અભયકુમાર શ્રેણિક રાજાના મોટા પુત્ર હતા. આર્દ્રકુમારને પ્રતિબોધ પમાડનાર અભયકુમાર ભગવાન મહાવીર પાસે દીક્ષા સ્વીકારીને તપશ્ચર્યા દ્વારા અનુત્તર વિમાનમાં ગયા છે. જન્મ ચંડાલ એવા મુનિવર ધર્મની સમતા સુપ્રસિદ્ધ છે. સુવર્ણકારને ત્યાં ગોચરી વહોરવા જતાં સુવર્ણના જવ કૌંચપલી ગળી જતાં સુવર્ણકાર તરફથી ચામડાની વાધરી માથા પર બાંધવામાં આવતાં સમતાભાવે કષ્ટ સહન કરી તેઓ મોક્ષ પામ્યા. શ્રેણિક મહારાજાના વૈભવને ઝાંખો પાડી દે તેવા વૈભવશાળી શાલિભદ્ર રાજગૃહી નગરીને શોભાવતા હતા. તેમના પિતા સ્વર્ગલોકમાંથી રોજ દિવ્ય આભૂષણોની તેત્રીસ પેટીઓ મોકલતા હતા. માતાએ જ્યારે શ્રેણિક રાજાની ઓળખાણ આપી ત્યારે “મારા માથે પણ રાજા છે ?” એ વિચારથી પ્રતિબોધ પામ્યા અને રોજ એક પત્નીનો ત્યાગ કરવા લાગ્યા. તે વાત પરથી ધન્ય શ્રેષ્ઠિએ પોતાની પત્ની અને શાલિભદ્રની બહેનને ટોણો મારતાં કહ્યું કે, “રોજ એક એક પત્ની ત્યજવામાં શી બહાદુરી ?” Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ ––– ૧૩૩ પુeતી રાજગૃહી પત્નીએ કહ્યું, “કહેવું સહેલું છે, કરવું મુશ્કેલ છે. ત્યારે એ વચને જાગ્રત થઈ તરત જ દીક્ષા માટે તૈયાર થઈ ગયા. સાળા-બનેવી બંનેએ ભગવાન મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી. બંને સર્વાર્થસિદ્ધિ વિમાનમાં ગયા છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિનો વૃત્તાંત રાજગૃહીની પાસેના વનમાં બન્યો છે. વૈભારગિરિ પર સમવસરેલા પ્રભુ મહાવીરને વંદન કરવા ગયેલા શ્રેણિક રાજાએ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્રની ગતિ વિષે પ્રશ્ન કર્યો ત્યારે પ્રભુએ કહ્યું, “સાતમી નરકે જાય.' ફરી પૂછતાં તે “પાંચમી નરકે જાય' તેમ કહ્યું. ફરી પૂછતાં “સર્વાર્થ સિદ્ધિ વિમાનમાં જાય' તેમ કહ્યું. ફરી પૂછતાં પ્રસન્નચંદ્રને કેવળજ્ઞાન થયું હોવાની જાણ થઈ. પ્રસન્નચંદ્ર ધ્યાનમાં હતા છતાં અધ્યવસાયોની ચડતી અને પડતી જ તેમની ગતિનું કારણ હતી તેવો ખુલાસો ભગવાન પાસેથી શ્રેણિક રાજાએ મેળવ્યો. શ્રેણિક રાજાની ધારિણી રાણીના પુત્ર મેઘકુમારે ભગવાન મહાવીર સ્વામી પાસે દીક્ષા લીધી હતી. તેમનો સંથારો છેલ્લે બારણા પાસે આવ્યો. તેથી સાધુઓની અવરજવરથી પગ અડવાથી તથા સંથારામાં ધૂળ પડવાથી તેઓ ઊંઘી શક્યા નહિ. સવારે પ્રભુ પાસે આવીને ઘેર પાછા જવાની ઇચ્છા દર્શાવી. પ્રભુએ તેમને પૂર્વજન્મમાં ભોગવેલાં કષ્ટોની વાત કહી સંયમમાં સ્થિર કર્યા. જેમને પરિવ્રાજક સંબડ દ્વારા પ્રભુએ “ધર્મલાભ' કહેવડાવ્યો હતો. તે સૌભાગ્યશાલિની સુલસા રાજગૃહીના નાગ નામના રક્ષિકનાં ધર્મપત્ની હતાં. અંબડે તેમના સમ્યક્ત્વની પરીક્ષા કરવા બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર અને પ્રભુ મહાવીરનાં રૂપો ઇંદ્રજાલશક્તિથી સર્જીને લોકોને આકર્ષ્યા પરંતુ સુલસા સમ્યકત્વમાં દઢ રહી તેનાથી આકર્ષાઈ નહીં. ચેટક રાજાનાં પુત્રી અને શ્રેણિક રાજાનાં પટ્ટરાણી એદલણાના સતીત્વ પર રાજાને એક વાર શંકા થઈ હતી. તે નિદ્રામાં બોલી ગયાં હતાં કે, “તેને કેમ હશે ?' આ એક જ વાક્યથી શંકાશીલ બનીને રાજાએ અંતઃપુર સળગાવવાનો આદેશ આપ્યો હતો. અભયકુમારે યુક્તિપૂર્વક ઘાસ સળગાવી આ આદેશનો અમલ કર્યો. રાજાએ ભગવાન મહાવીર સ્વામીને ચેલણાના સતીત્વ વિષે પૂછતાં ભગવાને તે સતી હોવાનું કહ્યું તે Page #143 -------------------------------------------------------------------------- ________________ - - ૧૩૪_ જૈિન સાહિત્ય સમારોહ-ગુજ રાજાને સંતોષ થયો. ચેલ્લણા બચી ગઈ છે તે જાણી રાજાને આનંદ થયો. ચિલ્લણા દીક્ષા લઈને મોક્ષમાં ગયાં. જેમને શ્રેણિક રાજાએ કહ્યું હતું, “તમારી એક સામાયિકનું ફળ મને આપો. હું તમને મારું અડધું રાજપાટ આપું,” તે પુણિયા શ્રાવક રાજગૃહીનું શ્રાવકરત્ન હતા. પાંચસો સત્તાવીશ આત્માઓને પ્રતિબોધ પમાડી સંયમમાર્ગે દોરનાર ચરમ કેવલી જંબૂકુમાર પણ અહીં જ થયા હતા. આત્મકલ્યાણના પંથે ગયેલા આ મહાત્માઓનું પુણ્યસ્મરણ કર્મનિર્જરાનું કારણ બને છે. એ પુણ્યશાળીઓને અને આ પુણ્યવંતી ભૂમિને પ્રણામ. વર્તમાનમાં આ શહેરનું ધાર્મિક મહત્ત્વ જૈનધર્મનું કારણ છે. અહીંની ટેકરીઓ મંદિરોથી શોભી રહી છે. વિપુલગિરિ અને રત્નગિરિ પર શ્રી મુનિ સુવ્રત સ્વામી અને શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં મંદિરો છે. સ્વર્ણગિરિ પર શ્રી આદિનાથ અને શ્રી શાંતિનાથનાં મંદિરો છે. વૈભારગિરિ પર શ્રી મહાવીર સ્વામી અને શ્રી મુનિ સુવ્રત સ્વામીનાં મંદિરો છે. વિપુલગિરિની તળેટી પાસે ગરમ પાણીના પાંચ કુંડો વિદ્યમાન છે. ભગવાન મહાવીર વિપુલગિરિ અને ગુણશીલ ચૈત્યમાં ઘણો કાળ રહ્યા હતા. પંદરમી શતાબ્દીમાં અહીં બે જૈન મંદિરો બંધાયાં હોવાનો ઉલ્લેખ મળે છે. તેમાંના એક પાર્શ્વનાથ ભગવાનના મંદિરની પ્રશસ્તિવાળો એક શિલાલેખ રાજગીરમાં સ્વ. પૂરણચંદ નાહરના શાંતિભવન નિવાસસ્થાને સુરક્ષિત છે. - વિપુલગિરિના જોડાણમાં રત્નગિરિ પર જવાય છે. અહીં શ્રી શાંતિનાથ ભગવાનનું મંદિર છે. વચ્ચેના સ્તૂપમાં શ્રી શાંતિનાથ, શ્રી પાર્શ્વનાથ, શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકાઓ વિદ્યમાન છે. રત્નગિરિથી નીકળી ઊતર્યા પછી ઉદયગિરિ પર જવાનો રસ્તો આવે છે. અહીં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. આ મંદિર રાજગીરનું સૌથી પ્રાચીન મંદિર છે. સ્વર્ણગિરિ પર ઉદયગિરિની પાસેથી જવાય છે. અહીં તળેટીમાં Page #144 -------------------------------------------------------------------------- ________________ પુણ્યવંતી રાજગૃહી. [ ૧૩૫ સપ્તધારાના ગરમ પાણીના કુંડ આવેલા છે. અહીં ભગવાન શ્રી આદિનાથનું મંદિર છે. મંદિર પાસેથી ઊતરવાના રસ્તે કામશિલા નામની વિશાળ જગ્યા છે. અહીં નિગ્રંથ મહાત્માઓ તપશ્ચર્યા કરતા હતા. પહાડ ઊતરતાં એક નાની નદીની સામે વૈભારગિરિ અને તેની જમણી બાજુએ મણિયાર મઠ આવે છે. રાજગૃહના શ્રેષ્ઠીવર્ય શાલિભદ્રને તેમના પિતા દેવલોકમાંથી વસ્ત્રાલંકારોની પેટીઓ રોજ મોકલતા. આ વસ્ત્રાલંકારો એક દિવસ વાપરીને નિર્માલ્ય તરીકે કૂવામાં ફેંકી દેવામાં આવતાં. તેને નિર્માલ્ય કૂઈ કહેવામાં આવતી હતી. આજે આ સ્થળને મણિયાર મઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીંથી મળી આવેલી શાલિભદ્રની પાદુકાઓ અત્યારે પટણાના મ્યુઝિયમમાં છે. મણિયાર મઠની સામે સોનગુફા નામની ગુફા છે. આ ગુફા સપ્તધારાના કુંડોથી એક માઈલ દૂર છે. અહીં ચૌમુખી જિન પ્રતિમાઓ છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ પછી અહીં બૌદ્ધ ભિક્ષુઓની પરિષદ મળી હતી. વૈભારગિરિ પાછળ શ્રેણિક રાજાનો ભંડાર તથા રોહણિયા ચોરની ગુફા છે. તળેટીમાં ગરમ પાણીનો બ્રહ્મકુંડ અને બીજા કેડો પણ છે. અહીં ભગવાન મહાવીર સ્વામીના ૧૧ ગણધર ભગવંતો નિર્વાણ પામ્યા છે. વર્તમાનમાં અહીં ચાર જિનમંદિરો છે. પટણાથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે આવેલું રાજગીર જાપાનના બૌદ્ધ અનુયાયીઓએ બાંધેલા શાંતિસૂપ, વિપુલાચલની તળેટીએ આવેલા ઝરાઓના કુંડમાંના ગુરુ નાનક કુંડ અને બીજા મુસ્લિમ સંતના નામવાળા કુંડના કારણે તમામ ધર્માનુયાયીઓનું પવિત્ર સ્થાન બની રહ્યું છે. નાલંદા વિદ્યાપીઠ એ બૌદ્ધોનું મોટું વિદ્યાધામ હતું. અહીંથી થોડે દૂર આવેલું પાવાપુરી તીર્થ ભગવાન મહાવીર સ્વામીની નિર્વાણભૂમિ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ કવિ ઋષભદાસ : મધ્યકાલીન જૈન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક ચીમનલાલ એમ. શાહ – ‘કલાધર’ મધ્યકાલીન જૈન સાહિત્યમાં થોકબંધ જૈન સાધુ–કવિઓ થયા છે, પરંતુ તેમાં જૈન ગૃહસ્થ કવિઓ આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ છે. સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલા કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ઉત્તમ સાહિત્યસર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમના સમકાલીન મહાકવિઓ કવિ નયસુંદર અને કવિ સમયસુંદરની સમકક્ષાએ આવે છે. કવિ ઋષભદાસ ખંભાતના વીસા પ્રાગવંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદેવી હતું. કવિએ રચેલ ‘ભરત-બાહુબલી રાસ'માં તેમની માતાને ભક્તિભાવથી વંદન કરતાં કવિ લખે છે : જનની સરૂપાદેને શિર નામી, જોડ્યો ભરતનો રાસ રે......' તેમના પિતામહદાદાજીનું નામ મહીરાજ હતું. મહીરાજ વિસલદેવ ચાવડાએ સં. ૧૦૬૪માં વસાવેલ વિસલનગર(વિસનગર)ના વતની હતા. મહીરાજે છરી—પાલિત સંઘ કાઢી શત્રુંજય, ગિરનાર, આબુ, દેલવાડાની યાત્રા કરી હતી અને ‘સંઘવી’નું બિરુદ પામ્યા હતા. કવિના પિતા સાંગણે પણ જૈન તીર્થોનો પદયાત્રા—સંઘ કાઢીને પોતાના પિતાને અનુસર્યા હતા. કવિના પિતા સાંગણ ધંધાર્થે ખંભાત આવી વસ્યા હતા. ત્યાં તેમણે વેપારમાં ઘણી બધી સિદ્ધિ અને સંપત્તિ મેળવી હતી. કવિ ઋષભદાસના દાદા અને પિતાએ સંઘ કાઢેલો એટલે ઋષભદાસની પણ સંઘવી અટક પડેલી જણાય છે. ‘સંઘપતિ તિલક ભલું જ ધરાવું' - એવો મનોરથ તે ધરાવતા. તે ઉપરથી મહેચ્છા છતાં પોતે સંઘ કાઢ્યો નહિ હોય તેમ જણાય છે. આમ છતાં કવિ ઋષભદાસ એક શ્રીમંત Page #146 -------------------------------------------------------------------------- ________________ ક ગૃહસ્થ હતા. તેમના કુટુંબમાં શીલવતી તેમજ સુલક્ષણા પત્ની, બહેન, ભાઈની જોડ અને એકથી વધારે બાળકો હતાં. તેમને ઘેર ગાય, ભેંસ દુઝતી હતી અને લક્ષ્મી પણ તેમના ઉપર પ્રસન્ન હતી. એટલે કે પૈસેટકે તે સુખી હતા. તેમનું કુટુંબ બહોળું - મોટું છતાં સંપીલું હતું. તેઓ ધાર્મિક જીવન ગાળતા અને સર્વ વાતે સુખી હતા. તેમના પુત્રો વિનયી હતા. તેમના ઘરે હાથી, ઘોડા, ગાય, ભેંસ, બળદ, ઘણાં ગાડાં તેમજ વહેલો (રથ) હતાં અને લોકોમાં કવિની સારી પ્રતિષ્ઠા હતી. રાજદરબારમાં તેમનું સારું માન હતું. તેમનું મકાન સ્વચ્છ સ્થળે, સારા લત્તામાં હતું. અને ઘણા લોકો તેમના તરફથી ઘણી આશાઓ સેવતા હતા. તે ઘણા લોકો ઉપર ઉપકાર પણ કરતા અને સુખમાં દિવસો પસાર કરતા હતા. આ સઘળી બીના તેમણે ‘વ્રતવિચાર રાસ’, ‘કુમારપાળ રાસ’, ‘હિતશિક્ષા રાસ’ અને ‘હીરવિજયસૂરિ રાસ'માં સ્પષ્ટ જણાવી છે. ૫ ઋષભદાસ : મધ્યકાલીન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક ——— કવિ ઋષભદાસ ખંભાતના વતની હોવાથી તેમણે પોતાના વતન ખંભાતનું વર્ણન પોતાની કૃતિમાં વિગતવાર કર્યું છે. તે પરથી સત્તરમી સદીમાં ખંભાતની અને ગુજરાતની જસ્થિતિ, રાજસ્થિતિ, લોકોનો પહેરવેશ, રીતરિવાજ વગેરે પર પ્રકાશ પડે છે. ખંભાતના એ સમયે ખંભનગર, ઋષભનગર, ત્રંબાવતી, ભોગાવતી, લીલાવતી, કર્ણાવતી એમ જુદાં જુÜ નામ કવિએ પોતાની કૃતિઓમાં ઉલ્લેખ્યા છે. ખંભાતમાં રહીને કવિએ પોતાની કૃતિઓની રચના કરી હતી. એટલે તેમાંથી સત્તરમા શતકના પૂર્વાર્ધના ખંભાત એટલે બાદશાહ જહાંગીર અને શાહજહાંના સમયના ખંભાતનું વર્ણન મળી આવે છે. તેમણે ‘ઋષભદેવ રાસ’માં લખ્યું છે : ‘નગર ત્રંબાવતી અન્ય હં છઠ્ઠું સારી, ઇન્દ્ર જસ્યા નર પદ્મીની નારી; વાહણ વખાર્ય નર બહુ વ્યાપારી, સાયર લહેર સોભત જયવારી. તપનત્તર પોલી હું કોટ દરવાજા, સાહાં જહાંગીર જસ નગરનો રાજા; Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ – – – – _ _ _જૈન સાહિત્ય સમારોહ-ગુચછ ૪ – – – = = == પ્રાસાદ પચ્ચાસીઆ અતિહિં ઘંટાલા, જ્યાંહા બિતાલીશ પોષધશાલા. અસ્ય ચંબાવતી બહ એ જનવાસ, ત્યાહાં મિં જોડીઓ રીષભનો રાસો.” “સંબાવતી (ખંભાત) નગરી ઘણી સારી છે. ત્યાં ઇન્દ્ર જેવા પુરુષો અને પદ્મિની જેવી સ્ત્રીઓ વસે છે. ત્યાં ઘણાં વાહનો અને વખારો છે. ઘણા વ્યાપારીઓ ત્યાં વસે છે. અહીં સમુદ્રની લહેરો આવે છે અને તેનું પાણી શોભી રહ્યું છે. ઘણી પોળો, (તપનત્તર) ફરતો કિલ્લો અને ઘણા દરવાજા છે. તેનો બાદશાહ જહાંગીર છે. ત્યાં પંચાશી ઊંચાં જિનમંદિરો – પ્રાસાદો અને બેંતાલીશ પૌષધશાળા - ઉપાશ્રયો છે. આવા ખંભાત નગરમાં ઘણી વસ્તી છે જ્યાં મેં આ રાસની રચના કરી છે.” કવિના વતન ખંભાતની માફક કવિના ધર્મગુરુઓ વિશે પણ સઘળી માહિતી કવિની વિવિધ કૃતિઓમાંથી મળી આવે છે. કવિ તપગચ્છના મૂર્તિપૂજક શ્વેતામ્બર વિસા પોરવાડ જૈન વણિક હતા. તેમના સમયમાં તે ગચ્છની ૫૮મી પાટે સમ્રાટ અકબર પ્રતિબોધક શ્રી હીરવિજયસૂરિ હતા. તેમનો સ્વર્ગવાસ સં. ૧૬પર(સન ૧૫૯૬)માં થયો હતો. તે સમયે કવિની ઉમર ૨૧ વર્ષની ગણી શકાય. ત્યારબાદ અકબર બાદશાહ પાસેથી “સવાઈ જગદ્ગુરુ'નું બિરુદ મેળવનાર તેમના પટ્ટધર વિજયસેનસૂરિ થયા. જેમને કવિએ પોતાના ગુરુ તરીકે સ્વીકારી પોતાની કૃતિઓમાં અનેક સ્થળે સ્તવ્યા છે. નેમિનાથ રાજિમતી સ્તવનમાં તેમણે કહ્યું છે : ‘તપગચ્છ મુનિવર સયલ સુખકર શ્રી વિજયસેનસૂરિસરો; તસ તણો શ્રાવક ઋષભ બોલે, થયો નમિ જિનેશ્વરો.” વિજયસેનસૂરિ પાસે ઋષભદાસે વિદ્યાભ્યાસ કર્યો હતો. એક દિવસ વિજયસેનસૂરિએ પોતાના કોઈ એક શિષ્ય સારુ સરસ્વતીદેવીને પ્રસન્ન કરી પ્રસાદ (લાડુ) મેળવ્યો હતો. તે રાત્રે ઉપાશ્રયમાં સૂઈ રહેલા ઋષભદાસના જાણવામાં તે વાત આવી અને સવારે તે પ્રસાદ પોતે જ આરોગી લીધો અને મહાવિદ્વાન થયા. આ દંતકથા બાજુમાં રાખીએ તો પણ એટલી વાત Page #148 -------------------------------------------------------------------------- ________________ - - - - કવિ ઋષભદાસ : મધ્યકાલીન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક_. ૧૩૯ તો સત્ય જ છે કે કવિએ પોતાની દરેક કૃતિમાં સરસ્વતી માતાની ભાવપૂર્વક સ્તુતિ કરી તેનો ત્રણ સ્વીકાર કરે છે. “ઋષભદેવ રાસ”માં કવિ કહે છે : સરસતિ, ભગવતી ભારતી, જહાણી કરી સાર, વાગેશ્વરી વદનિ રમિ, જિમ હુઈ જયજયકાર; બ્રહ્મસુતા તું સારદા, બ્રહ્મવાદિની નામ, વાણી વચન દીઉં અસ્યા, જ્યમ હોઈ વચ્છયું કામ.” કવિ ઋષભદાસે ૩૪ જેટલા રાસ અને ૫૮ જેટલા સ્તવનની રચના કરી છે. આ ઉપરાંત કવિએ ૩૩ અન્ય સ્તવનો, ૩૨ નમસ્કાર, ૪૨ થોયો, ૪૦૦ સુભાષિતો, ૪૧ ગીત, ૫ હરિયાળી અને કેટલીક બોધપ્રદ સક્ઝાયોની રચના પણ કરેલી છે. તેમના રાસા-સાહિત્યમાં ઋષભદેવ રાસ, વ્રતવિચાર રાસ, ભરત-બાહુબલી રાસ, કુમારપાળ રાસ, હીરવિજયસૂરિ રાસ, હિતશિક્ષા રાસ, શત્રુંજય રાસ, સ્થૂલિભદ્ર રાસ વગેરેને ગણાવી શકાય. આ ઉપરાંત તેમણે નેમિનાથ નવરસો, આદિનાથ આલોયણ, આદિનાથ વિવાહલો, બાર આચ સ્તવન, ચોવીસ જિન નમસ્કાર, તીર્થંકર ચોવીસનાં કવિત્ત, મહાવીર નમસ્કાર વગેરેની રચના કરી છે. કવિ ઋષભદાસના જન્મ અને મૃત્યુ વિશે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી. કવિ ઋષભદાસની પ્રથમ અને છેલ્લી કૃતિઓની રચનાતાલ જ તેમનો જીવનકાળ નક્કી કરવામાં સહાયરૂપ બને છે. ઉત્કૃષ્ટ મધ્યકાલીન સાહિત્યકૃતિ તરીકે જેની ગણના કરી શકાય તેવી કવિની પ્રથમ સાહિત્યકૃતિ “ઋષભદેવ રાસ' સં. ૧૬૬રમાં એટલે કે ઈ. સ. ૧૬૦૬માં રચાયેલી કૃતિ છે. પરંતુ રચનાતાલના ઉલ્લેખ વિનાની કવિની બીજી નવેક કૃતિઓમાંથી બે કે ત્રણ કૃતિઓ “ઋષભદેવ રાસ” પહેલાં રચાઈ હોવાનો સંભવ છે. આ વસ્તુને ધ્યાનમાં રાખતાં કવિની સાહિત્યપ્રવૃત્તિ આશરે સં. ૧૬૦૧થી એટલે સત્તરમી સદીની શરૂઆતથી જ ગણી શકાય. આ જોતાં કવિ નયસુંદરના કવનકાળના અંતભાગમાં અને કવિ સમયસુંદરના કવનકાળની લગભગ સાથોસાથ કવિ ઋષભદાસનો કવનકાળ શરૂ થાય છે. હવે બાલ્યકાળ, અભ્યાસ, સાહિત્ય વાંચન અને Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦. જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પરિપક્વતા માટે તેમના જીવનનાં ૨૫ વર્ષ અનામત રાખીએ તો તેમની સાહિત્યપ્રવૃત્તિની શરૂઆત સમયે એટલે સં. ૧૬૦૧માં તેમની ઉંમર આશરે ૨૬ વર્ષની ગણી શકાય. અને એ હિસાબે તેમનો જન્મ નયસુંદર પછી અને સમયસુંદર પછી ૨૧ વર્ષે થયેલો ગણાય. હવે રચનાતાલ હોય એવી કવિની ૨૪ કતિઓમાંથી છેલ્લી કૃતિ “રોહણિયા રાસ...સં. ૧૬૮૮(ઈ. સ. ૧૬૩૨)માં રચાયેલી છે. અને ત્યારપછી પણ કવિએ બીજી એકાદ-બે કૃતિઓ રચી હોવાનો સંભવ છે. એટલે તેમની સાહિત્યપ્રવૃત્તિ લગભગ સન ૧૬૩૪ સુધી ચાલુ ગણી તેમનું મૃત્યુ વહેલામાં વહેલું સન ૧૬૩૫ આસપાસ મૂકી શકાય. કવિ ઋષભદાસનો સ્વર્ગવાસ નયસુંદરના સ્વર્ગવાસ પછી અને સમયસુંદરના સ્વર્ગવાસ પહેલાં થયેલો ગણી શકાય. આ ગણતરીએ ચાલીએ તો તેમના જીવનની પૂર્વમર્યાદા ઈ. સ. ૧૫૭પ અને ઉત્તરમર્યાદા ઈ. સ. ૧૬૩પની લેખતાં તેમનો ઓછામાં ઓછો જીવનકાળ ૬૦ વર્ષનો અને કવનકાળ સન ૧૬૦૧થી ૧૬૩૪ સુધીનો એટલે કે ૩૪ વર્ષનો ગણી શકાય. કવિ ઋષભદાસની કૃતિઓમાં ઉચ્ચ પ્રકારની કવિત્વશક્તિ અને વિશિષ્ટ પ્રતિભાનાં દર્શન થાય છે. ઋષભદાસ ગૃહસ્થ કવિ હોઈ તેમની ભાષા સાધુકવિઓની જેમ રૂઢિચુસ્ત નહિ પણ અર્વાચીન જણાય છે. કવિની થોયો, સ્તવનો, સઝાયો વગેરેનો ઉપયોગ આજે પણ જૈન ગૃહસ્થો અને સાધુઓ ભાવપૂર્વક કરે છે એ કવિ ઋષભદાસની લોકપ્રિયતા દર્શાવે છે. આજે લગભગ પોણાચારસો વર્ષ બાદ પણ જૈનો આ સાધુચરિત કવિ ઋષભદાસને ભક્તિપૂર્વક યાદ કરે છે એ જ એમની ઉત્કૃષ્ટ સર્જકશક્તિનો પરિચય કરાવે છે. આમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પોતાનું વિપુલ અને વિશિષ્ટ સાહિત્યપ્રદાન કરનાર કવિ ઋષભદાસ ગૌરવ લેવા જેવા આપણા એક ઉત્તમ સર્જક છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ પ૦ શ્રી મહાવીર જૈન વિદ્યાલયનાં પ્રકાશનો શ્રી મોતીચંદ ગિરધરલાલ કાપડિયાના ગ્રંથો કિંમત રૂ. * અધ્યાત્મકલ્પદ્રુમ આચાર્યશ્રી મુનિસુંદરસૂરિ-વિરચિત ' ૫૦ * જૈન દૃષ્ટિએ યોગ * શ્રી આનંદઘનજીનાં પદો (ભાગ ૧), * શ્રી આનંદઘનજીનાં પદો (ભાગ ૨) * શ્રી આનંદઘનચોવીશી * શ્રી શાંતસુધારસ : શ્રી મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી વિરચિત ૧૨૦ * પ્રશમરતિ : શ્રી ઉમાસ્વાતિ વાચક-વિરચિત પ૦ જૈન દૃષ્ટિએ કર્મ ૩૦ - શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના ગ્રંથો * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૧) * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૨) * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૩) * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૪) * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૫). * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૬) * જૈન ગૂર્જર કવિઓ (ભાગ ૭) ૨૨૦ (સાતે ભાગનું પુનઃ સંસ્કરણ - પ્રો. જયંત કોઠારી) * શ્રી સામાયિક સૂત્ર : શ્રી મોહનલાલ દલીચંદ દર્જાઈ ૨૫ * શ્રી જિનદેવદર્શન : શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ ૧૨ 8 ૐ ૐ શું છે * ૧૧૦ : Page #151 -------------------------------------------------------------------------- ________________ 1. ૧૪૨ . કિંમત રૂ. * વિરલ વિદ્વત્રતિભા અને મનુષ્ય પ્રતિભા : સંપાદકો : જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ - વિદ્યાલયનાં અન્ય પ્રકાશનો * Kavyanushasana Kalikal Sarvagnya Hemchandracharya : Reedited by Dr. V. M. Kulkarni * The Systems of Indian Philosophy: Shri Virchand Raghavji Gandhi * સુવર્ણ મહોત્સવ ગ્રન્થ (ભાગ ૧-૨) ૧૦૦ * New Documents of Jaina Painting : : 250 Dr. Moti Chandra & Dr. U. P. Shah એક જૈન સાહિત્ય સમારોહ (ગુચ્છ ૧): * જૈન સાહિત્ય સમારોહ (ગુચ્છ ૨) નક જૈન સાહિત્ય સમારોહ (ગુચ્છ ૩) * જૈન સાહિત્ય સમારોહ (ગુચ્છ ૪) * અમૃત મહોત્સવ સ્મૃતિગ્રંથ : ૭૫ ઉપાધ્યાયજી વ યશોવિજયજી સ્વાધ્યાયગ્રંથ સંપાદકો પ્રદ્યુમ્નવિજયજી,જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ * મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય ૧૨૦ સંપાદકો : જયંત કોઠારી, કાંતિભાઈ બી. શાહ * યોગશાસ્ત્ર : આચાર્ય હેમચંદ્ર સંપાદક : શ્રી ખુશાલદાસ જગજીક્વનદાસ * અષ્ટક પ્રકરણ : આચાર્ય હરિભદ્રસૂરિકૃત - સંપાદક : શ્રી ખુશાલદાસ જગજીવનદાસ ૧૫૦ Page #152 -------------------------------------------------------------------------- ________________ * * नदर्शन: वैज्ञानि दृष्टिमे શ્રી નંદિઘોષવિજયજી Jainism: Through Science - English & Hindi जैन आगम ग्रंथमाला ग्रंथांक १ नंदिसुत्तं अणुओगद्दाराई दा : संपादक : पुण्यविजयो मुनिः ग्रंथांक २ (१) आयारांगसुत्तं : ૧૪૩ संपादक : जम्बूविजयो मुनिः ग्रंथांक २ (२) सूयगठंगसुत्तं : संपादक : जम्बूविजयो मुनिः ग्रंथांक ३ ठाणांगसुतं समवायागसुत्तं : संपादक : जम्बूविजयो मुनिः ग्रंथांक ४ (१) वियाहपण्णत्तिसुत्तं : भाग १ : - संपादक : पं. बेचरदास जीवराज दोशी ग्रंथांक ४ (२) वियाहपण्णत्तिसुत्तं : भाग २ :: संपादक : पं. बेचरदास जीवराज दोशी ग्रंथांक ४ (३) वियाहपण्णत्तिसुत्तं : भाग ३ : संपादक : पं. बेचरदास जीवराज दोशी ग्रंथांक ९ ( १ ) पण्णवण्णासुत्तं : भाग १ : संपादक : पूण्यविजयो मुनिः ग्रंथांक ९ (२) पण्णवण्णासुत्तं : भाग २ : संपादक : पूण्यविजयो मुनिः डिमत ३. ४० Edition 60 ४० ४० ४० १२० ४० ४० ४० ३० ४० Page #153 -------------------------------------------------------------------------- ________________ .. . १४४ भत. ३. ग्रंथांक १५ दसवैयात्तियसूत्तं, उत्तराज्झयण्णाहं, आवस्सयसुत्तं : संपादक : पूण्यविजयो मुनिः। ग्रंथांक १७(१) पहंण्णयसुत्ताईं भाग १: । संपादक : पूण्यविजयो मुनिः ग्रंथांक १७(२) पहइंणयसुत्ताईं भाग २ : संपादक : पूण्यविजयो मुनिः ग्रंथांक १७(३) पइण्णयसुत्ताहं भाग ३ : संपादक : पूण्यविजयो मुनिः ग्रंथांक ५ णायाधम्मकहाओ : . . . ... संपादक : जम्बूविजयो मुनिः . १२५ प्राप्तिस्थान : શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાંતિ માર્ગ, मुंबई-४०० ०३६. .. श्री महावीर हैन विद्यालय, बस स्टेन्ड पासे, ५०ी, समावा-3८०००६. (प। सने पोस्टेशयाई सबस). . . Page #154 -------------------------------------------------------------------------- ________________ Jain Education international