________________
_ _જન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ છે તેમ હું પણ દોષોને દૂર કરી, ગુણોનો ઉત્કર્ષ કરી, યોગ્ય ઉપાદાન મેળવીને મારા શુદ્ધ સ્વભાવને પ્રાપ્ત કરી શકું છું.
આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્મામાં ક્ષાયિક સમ્યકત્વ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અવ્યાબાધત્વ, અનંત વીર્ય, સૂક્ષ્મત્વ, અવગાહનત્વ, અગુરુલઘુત્વ એ આઠ ગુણ પ્રગટ થાય છે તેમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર ઉમેરી તે બાર ગુણ પણ ગણાવવામાં આવે છે.
આમ, સિદ્ધ પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વ કર્મથી મુક્ત છે, અપુનર્ભવ છે, અશરીર છે, જ્ઞાનશરીર છે, જ્યોતિરૂપ છે, નિરંજન છે, નિત્ય છે, શાશ્વત છે, કૃતકૃત્ય છે, અનવધ છે, અકલ છે, અસંગ છે, નિર્મમનિર્વિકાર છે, અવ્યય છે, અક્ષય છે, અવ્યાબાધ છે, સ્વતંત્ર છે, પરમ પ્રભુત્વને પ્રાપ્ત કરનાર છે, શુદ્ધ ચેતનામય છે, કેવળજ્ઞાનના કેવળદર્શનના ઉપયોગથી યુક્ત છે, જ્ઞાતાદ્રષ્ટા છે, પરમ શાન્તિમય છે, નિષ્કપ છે, લોકાગ્રે સ્થિત છે, સ્વસ્વરૂપમાં લીન છે, સર્વથા દુઃખરહિત છે તથા અનંત સુખના ભોક્તા છે.
કર્મમુક્તિ થતાં આ મુક્તાત્માઓ દેહ છોડીને શું કરે છે ? તેઓ સીધા ઊર્ધ્વગમન કરી બીજા સમયે સિદ્ધ શિલા ઉપર બિરાજમાન થાય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ “નવપદજીની પૂજામાં સિદ્ધ પદ માટે કહ્યું છે :
ત્રિભાગોને દેહાવગાહર્ભ દેશ, રહ્યા જ્ઞાનમય જાત વર્ણાદિ વેશ્યા, સદાનંદ સૌખ્યાશિતા જ્યોતિરૂપા, અનાબાધ અપુનર્ભવાદિ સ્વરૂપા.
ચાર ઘાતકર્મનો ક્ષય કરી કેવળજ્ઞાન પામેલા તીર્થકરોના કે સામાન્ય કેવળીના જીવો બાકીનાં ચાર અઘાતી કર્મની જ્યારે ક્ષય કરે અને મુક્તિ પામે ત્યારે તેઓ ક્યારે, શા માટે અને કેવી રીતે લોકાગ્રે પહોંચી જાય છે તે પણ બહુ સૂક્ષ્મ વિચારણીય વિષય છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી શ્રીપાળ રાસમાં લખે છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org