________________
૯૬
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪
મુખ્ય વિભાગો કે ખંડોમાં વહેંચાયેલો છે. વળી તિરુકુરળની જેમ એ વિભાગોમાં વિષયો છે : પ્રથમ ‘ધર્મ’, બીજો ‘સંપત્તિ’ અથવા ‘અર્થ’ અને ત્રીજો ‘કાળ અથવા પ્રેમ'. એક એક પ્રકરણ કે ‘અધિકારમ્' દશ દશ પદોનો બનેલો છે. એટલે આવાં ચાલીસ પ્રકરણો કે ‘અધિકારમ્’ છે. કામ કે પ્રેમ સંબંધી માત્ર એક જ અધિકારમ્ એટલે દશ જ પદ્યે છે. કવિ પદુમનારે આ પદો પર ટીકા-ભાષ્ય લખ્યાં છે.
પાંચરાજા ઉમપેરુવલુડિના સમયમાં ‘નાલડિયાર'ની રચના થઈ છે. રાજા ઉગ્રપેરુવલુડિનો સમયકાળ છે ઈ. સ. ૧૨૫ આસપાસ. તમામ સંદર્ભો જોતાં આ ગ્રંથની રચના બીજી સદી આસપાસ થઈ હોય, એ માન્યતાને વધારે પુષ્ટિ મળે છે. તિરુપુરળનો પ્રભાવ પણ આ રચના પર જબરો છે, કારણ કે બેઉ રચનાઓ વચ્ચે અદ્ભુત સામ્ય જોવા મળે છે. બેઉ ગ્રંથોમાં જીવનવ્યવહારમાં ઉપયોગી થાય, જીવન કેવી રીતે જીવવું જોઈએ એની કલાની વાત છે. બેઉમાં સામાજિક જીવનની સુસ્થિતિ માટે ધર્મ, જીવનસમૃદ્ધિ માટે અર્થ અને બાહ્ય તેમજ આંતરિક પ્રકૃતિની સુંદરતા અનુભવવા માટે પ્રેમ, એ ત્રણેની ચર્ચાવિચારણા છે. મોક્ષની વાત વિભાગરૂપે નથી કારણ કે માનવીએ જો આ ત્રણે પુરુષાર્થ યથાર્થ રીતે સાધ્યા હોય તો મોક્ષ અવસ્થા સહજ બની જાય છે.
રચનાની રીતે ‘નાલડિયાર' પણ એક ઉત્કૃષ્ટ ગ્રંથ છે. ‘નાલડિયાર’ની રચના પાછળનો પૂર્વ ઇતિહાસ કંઈક આવો છે : એક વખત તમિળ દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો. નદી, નાળાં, તળાવ, સુકાઈ ગયાં. ખેતરો સૂકાં ભઠ્ઠ થઈ ગયાં. પ્રાણીઓ ટળવળી ટપોટપ મરવા લાગ્યાં. ગૃહસ્થોનાં ઘરોમાં ધાન રહ્યું નહિ, ત્યાં સાધુઓ, ભિક્ષુઓ, ભિખારીઓને કોણ ખવડાવે ? લોકો ઉચાળા ભરી પ્રાણ બચાવવા સ્થળાંતર કરવા લાગ્યાં.
આવા કપરા સમયે આઠ હજાર મુનિઓ પોતાનું વતન છોડી પાંડ્ય રાજા ઉગ્રપેરુવલુડિ પાસે મદુરાઈ પહોંચ્યાં. મદુરાઈ તે સમયે પાંડ્યોની રાજધાની હતી. રાજા સદાચારી અને દયાવંત હતો. એણે મુનિઓને આવકાર્યા અને રહેવા-ક૨વાની તમામ વ્યવસ્થા કરી આપી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org