________________
તમિળ જેન કૃતિ - ‘નાવડિયાર',
મદુરાઈની આસપાસ આઠ પર્વતો પર આઠ હજાર જૈન મુનિઓએ વસવાટ શરૂ કર્યો. આ મુનિઓ તપસ્યા અને આત્મસાધના કરતા, ધર્મ, દર્શન, આયુર્વેદ તથા કલાઓનું શિક્ષણ હજારો વિદ્યાર્થીઓને આપતા.
આઠ પર્વતોમાંના મદુરાઈથી છ માઈલ દૂર આવેલા “યાને મલેહસ્તગિરિ' પર્વત પર અનેક ગુફાઓ છે. એમાં બ્રાહ્મી લિપિમાં ઘણા શિલાલેખ છે જે ઈસુની બીજા સદીના હોવાનું કહેવામાં આવે છે. ઈ. સ. ૭૭૦ સુધી અહીં જૈનોનો વાસ રહ્યો હતો. એ જ વર્ષે ત્યાંનું જૈન મંદિર, વિષ્ણુ મંદિર બનાવવામાં આવ્યું, જેનું પ્રમાણ મંદિરના આલેખમાં મળે છે.
બીજો શમણ મલે અર્થાત્ શ્રામણ-ગિરિ પહાડ મદુરાઈથી પાંચમાઈલ દૂર છે. પહાડ ઉપર ચઢતાં જ ઠેર ઠેર તીર્થકરોની પ્રતિમાઓ દેખાય છે. ત્યાં એક ગુફામાં સિત્યલવાસન જેવી જ સુંવાળા કાળા પથ્થરની શય્યા છે. આ શવ્યાની નજીક એક મોટી પીઠિકા પર મહાવીરસ્વામીની સુંદર અને ભવ્ય પ્રતિમા છે. ગુફાની છત પર બ્રાહ્મી લિપિમાં શિલાલેખ છે, જે ઈસુ પૂર્વેના કહેવાય છે.
શમણ મલેથી ચેદીપ્રોડા પહાડ જવાય છે. આ પહાડ પર ૨૫૦ શ્રોતાઓ બેસી શકે એવો ભવ્ય “પરિચ પલ્બમ્” – ઉપદેશ-મંડપ છે. મંડપમાં તીર્થંકરોની મૂર્તિઓ કોતરેલી છે. ત્યાં આઠમી, નવમી સદીનો એક શિલાલેખ છે. એક જૈન મંદિરના પણ અવશેષ જોવા મળે છે. પાસેની ટેકરીની ટોચ પર એક ઊંચો દીપસ્તંભ છે, જેના અધોભાગમાં અગિયારમી સદીના કન્નડ શિલાલેખ છે. ચેટ્ટિપોડવું ગુફાના પ્રવેશદ્વારની નજીક એક વિશાળકાય તીર્થંકરની પ્રતિમા કંડારેલી છે. ગુફાની અર્ધચંદ્રાકાર છત પર પાંચ મૂર્તિઓ અંકાયેલી છે. એક સિંહાસનારૂઢ ચતુર્ભુજ યક્ષની મૂર્તિ છે, જેના ચારે હાથમાં આયુધો છે. એક ગજ પર આરૂઢ પ્રતિમા, અને પછી ત્રિછત્રધારી તીર્થકરની મૂર્તિ છે.
પછીનો પહાડ સિદ્ધ પર્વત કહેવાય છે. તમિળમાં જૈન મુનિઓને સિદ્ધ પણ કહેવાય છે. અહીં ગુફાઓમાં શિલા-શવ્યા છે અને સપ્ત સમુદ્ર નામનું સરોવર પણ છે. “તકય્યા ભરણી' નામના તમિળ ગ્રંથ અનુસાર જૈન મુનિઓએ મંત્રબળથી આ સરોવરનું નિર્માણ કર્યું હતું. મૃચ્છ ૪ – ૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org