________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ
મદુરાઈથી ત્રણ માઈલ દૂર તિરુપુકુન્દરમ્ પહાડ પર પણ જૈન મુનિઓના નિવાસને સમર્થન આપતી ગુફાઓ અને શિલા-શય્યાઓ છે. તીર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ છે. અને ઈસુની પહેલાંની ત્રીજી સદીથી ઈસુ પછીની બીજી સદીના સમયગાળાના બ્રાહ્મી અને તમિળ લિપિના શિલાલેખો પણ છે. ઉપરાંત પરશુમલૈ, નાગમલૈ અને વૃષભમલૈ વગેરે અન્ય પહાડીઓ પર પણ મુનિનિવાસના પુરાવા, શિલાલેખો વગેરે જોવા મળે છે. સાતમી સદી સુધી મદુરાઈ અને એની આસપાસ જૈન ધર્મની ઘણી પ્રતિષ્ઠા હતી. રાજકન પાંડિયને જૈન ધર્મ અંગીકાર કર્યો, એના રાજ્યના છેલ્લા કાળમાં જૈન ધર્મને દક્ષિણમાં મુસીબતો વેઠવી પડી હોવાનો સંભવ છે. જૈન-શૈવ સંઘર્ષમાં મદુરાઈનાં જૈન ધર્મનાં કેન્દ્રોને નષ્ટ કરવામાં આવ્યાં.
મુનિઓએ આ આઠ પહાડો પર વસવાટ કર્યો. મુનિઓના સમાગમથી રાજાને પણ સત્સંગનો રંગ લાગ્યો અને મુનિઓ સાથે જ્ઞાનગોષ્ઠિ વગેરે થવા લાગી. અને એક વર્ષ પૂરું થવા આવ્યું. વળતે વર્ષે સારો વરસાદ થયો અને મુનિઓએ રાજા પાસે વતન પાછા ફરવા રજા માગી. પણ રાજાએ એમને થોડા દિવસ રોકાઈ જવા આદરપૂર્વક આગ્રહ કર્યો. સત્સંગી રાજાના આગ્રહને વશ મુનિઓ રોકાઈ ગયા. થોડા સમય પછી ફરી મુનિઓએ વિદાય માટે અનુમતિ માગી પણ રાજા એકના બે ન થયા. મુનિઓ ફરી રોકાઈ ગયા. આવું અનેક વેળા થયું.
છેવટે મુનિઓએ વિચાર કર્યો કે રાજા તો કોઈ કાળે રજા આપવાના નથી. રાજાને તો જ્ઞાનની ભૂખ છે, જેમાં રાજા ઊંડા ઊતરતા જાય છે અને આપણને રોકી રાખ્યા છે. માટે આપણે ચૂપચાપ આજે રાતે જ નગર છોડી ચાલ્યા જઈએ. પરંતુ રાજાની જ્ઞાનપિપાસાને સંતોષ મળે અને આપણને ઋણ ચૂકવ્યાનો અવસર સાંપડે એ અર્થે એવી જ્ઞાનસભર સુંદર રચના મૂકતા જઈએ કે રાજા આનંદિવભોર થઈ જાય અને વિદાયની વાત હળવી થઈ જાય.
થોડાક કલાકો જ પ્રયાણ આડે રહ્યા હતા. એટલા ટૂંકા સમયમાં શી રચના થઈ શકે ? એટલે છેલ્લે મુનિઓએ નિર્ણય કર્યો કે આપણે દરેકે એક એક પદ, ચારેક લીટીનું એક પદ લખી મૂક્તા જઈએ. જેથી આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org