________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ શમ સંવેગાદિક ગુણ, ક્ષય ઉપશમ તસ થાય રે; દર્શન તેથી જ આતમાં, શું હોય નામ ધરાવે રે. વીર. જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપશમ તસ શાય રે. તો હું અહી જ આતમા, જ્ઞાન અબોધતા જાય રે. વીર. જાણ ચારિત્ર તે આતમ, નિજ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલ કર્યા, મોહવને નવી ભમતો રે. વીર. ઇચ્છારાધે સંવરી, પરિણતિ સમતા યોગે રે; તપ તે એહી જ આતમા, વર્ત નિજ ગુણ ભોગે રે. વીર.
આમ છતાંય સમક્તિ દેવ-દેવીનું માહાત્મ છે, જેને માટે ચૌદપૂર્વમાંના એક પૂર્વમાં નીચે પ્રમાણેની ગાથા છે : મમ મંગલ અરિહંતા, સિદ્ધા સાહૂ સુમં ચ ધમ્મો અ,
સન્મ-દિઠી-દેવા હિતું સાહિં ચ બોષ્ઠિ .” આ ગાથા એમ સૂચવે છે કે જીવને સમાધિ અને બોધિની પ્રાપ્તિ માટે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ અને શ્રુતધર્મ જેટલાં સહાયક છે તેટલાં જ સમકિત દૃષ્ટિ દેવ-દેવીઓ સહાયક છે. એ સમતિ દષ્ટિ દેવોનું વિશ્વમાં શું સ્થાન છે તે હકીકત એટલા માટે મહત્ત્વની છે કે આ વિશ્વમાં સર્વ જીવોમાં સર્વશ્રેષ્ઠ એવા તીર્થંકર પરમાત્મા, તીર્થંકર નામકર્મનો ભોગવટો પ્રધાનપણે દેવ નૈમિત્તિક કરે છે. આ રીતે શાસનરક્ષા અને શાસનપ્રભાવના માટે દેવોનું સ્થાન પણ એટલું જ મહત્ત્વનું છે.
જેમ આપણી લઘુતા, નમ્રતા માટે દાસાનુદાસપણું સ્વીકારીએ છીએ તેમ દેવો પણ દાસાનુદાસપણું સ્વીકારે છે અને નમસ્કાર મંત્રના આરાધકની યથાયોગ્ય અવસરે દષ્ટ અને અષ્ટરૂપે સહાયતા કરે છે, દેવોના જીવનમાં. તેમની સાધનામાં આ એ વિકાસ વિભાગ છે કારણ કે તેમના નિકાચિત પુણ્યના ઉદયમાં અને ભોગ સુખમાં આપણી જેમ વિરતિધર્મનું તેઓ પાલન કરી શકતા નથી તેથી જ તે ગાયું છે કે..... . “સમરો મંત્ર ભલો નવકાર એ છે ચૌદપૂર્વનો સાર...
દેવો સમરે, દાનવ સમરે, સમારે રાજા રંક...
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org