________________
જૈન સાહિત્યની છંદરચનાઓનો પરિચય ------ ૧૧૯
“નવકાર સાર સંસાર છે કશળ લાભ વાચક કહે એક ચિત્તે આરાધતા વિવિધ ઋદ્ધિ વંછિત લહે /૧૪
પદ્માવતી દેવીનો છંદ : કવિ હર્ષસાગરે દશ ગાથામાં પદ્માવતી દેવીનો ચિત્રાત્મક શૈલીમાં પરિચય કરાવ્યો છે. સંસ્કૃત ભાષાના પ્રભાવવાળી આ રચના ગુજરાતી ભાષાની અન્ય છંદરચનાઓ કરતાં શુદ્ધ કવિતાના લક્ષણો વિશેષરૂપે ધરાવે છે. કાવ્યનો વિશિષ્ટ લય, માધુર્ય અને પ્રાસાદિકતાની સાથે સાથે અંત્યાનુપ્રાસ અને અલંકારયોજનાથી સમગ્ર રીતે આ છંદરચના પદ્માવતીનો સાક્ષાત્કાર કરાવે છે.
આરંભનો શ્લોક વસ્તુ નિર્દેશ કરે છે.
શ્રીમતુ કલિકંડદંડ શ્રી પાર્શ્વનાથ સંતુ ધરણેન્દ્ર સર્ક, ધર્મ કામર્થ સિદ્ધયે ૧.”
પદ્માવતી દેવીનાં કેટલાંક વિશેષણો નોંધપાત્ર છે. ધ.ત., સમક્તિધારી, શીલવંતી, જૈનમતી, ભાગ્યવતી, કમલાક્ષી, પ્રિયમુખી, રાગવતી, ચિંતામણી, રક્ષાકરની, સતી વગેરે વિશેષણો દ્વારા પદ્માવતીનો મહિમા ગાવામાં આવ્યો છે. પદમાવતીનું શબ્દચિત્ર આલેખતી નીચેની પંક્તિઓ કવિની મનોહર ઉપમાઓ અને મધુર પદાવલીનો આસ્વાદ કરાવે છે.
કંચન સમવરણી - કલાભરણી – શીતલ કરણી સોમમુખી ઉજજવલ કાને કંડલ – જિત રવિમંડલ કમલાસી ગયગંગણ ગણી વિકસિત નથણી અવિચલ વયણી પ્રિયમુખી સંતુષ્ય ૩ નાસા અણીયાલી અધર પ્રવાલી જીભ રસાલી નિરદોષી દાડી મકણ દંતી મધુર લવતી જિનગુણ યુવતી તારનખી જિત કિન્નરવાદી સુસ્વરવાદી જિનગુણ લાધી રાગવતી સંતુષ્ય ૪ll”
છંદને અંતે કલશ મૂકવામાં આવ્યો છે. તેમાં પણ પદ્માવતી દેવીનું ચમત્કારયુક્ત નિરૂપણ કરવામાં આવ્યું છે. ઉદા. નીચેની પંક્તિઓ લક્ષમાં લેવા જેવી છે.
કલશઃ અતિ શયવંત અપાર, સત જગ સાચી દેવી, સમક્તિ પાળે શુદ્ધ શ્રી જિનશાસન સેવી; અધો મધ્ય આકાશ રાસ રમતી અમરી, સેવક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org