________________
_ _જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ અરિહન્ત શબ્દનો લક્ષ્યાર્થ છે “અભેદજ્ઞાન.” એટલે કે આત્માના ક્ષાયિક સ્વરૂપની પ્રાપ્તિ. જ્યારે શબ્દાર્થ છે ભેદજ્ઞાન અર્થાત્ આત્મા અને દેહ બે ભિન્ન છે તે ક્ષીરનીર રૂપ થઈ ગયા છે અને જુદા પાડવાનું જ્ઞાન તે ભેદજ્ઞાન.
અરિહન્ત શબ્દનો નિશ્ચય અર્થ એ છે કે જેણે રાગદ્વેષરૂપી અંતરંગ શત્રને હણ્યા છે તે અરિહન્ત. જ્યારે એનો વ્યાવહારિક અર્થ એ છે કે જેણે ઘાતિકર્મોનો નાશ કર્યો છે તે અરિહન્ત છે. તેમ “અરિ' એટલે દ્રવ્યાનુયોગ અને “હત્ત' એટલે ચરણકરણાનુયોગ પણ કહી શકાય.
અરિહન્ત શબ્દની વિચારણા બાદ હવે નવકારમંત્રની ચૂલિકામાંના “સવ્વપાવપણાસણો” એ સાતમા પદ વિષે વિચારીશું.
ચાર ઘાતિકર્મની બધી પ્રકૃતિ પાપપ્રકૃતિરૂપ છે. જ્યારે ચાર અઘાતિકર્મમાં પુણ્ય પાપ ઉભય પ્રકૃતિ છે. પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ અટકે એટલે પાપપ્રકૃતિ નહિ બંધાય. ઘાતિકર્મ, પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિથી બંધાય છે. સ્વરૂપની અપેક્ષાએ ચારે ઘાતિકર્મ આત્માને પરમાત્મા બનવા દેતા નથી તેથી જ તેને પાપપ્રકૃતિ કહેલ છે. અહીં એક પ્રશ્ન એ ઉદ્દભવે છે કે નિદ્રા એ ઘાતકર્મમાંના દર્શનાવરણીય કર્મનો એક ભેદ છે તે નિદ્રા તો જીવને આવશ્યક છે, કેમ કે નિદ્રા વિના જીવ જીવી શકતો નથી. નિદ્રાનાશના રોગી આપઘાત કરી જીવવાનો અંત આણવા સુધી જાય છે તો એને પાપપ્રકૃતિ કેમ કહેવાય ? એનો જવાબ એ છે નિદ્રા એ જડવતું દશા છે, અને પ્રમાદરૂપ હોવાથી કદીય નિદ્રાવસ્થામાં કેવલજ્ઞાન થતું નથી અર્થાત્ પરમાત્મા બની શકાતું નથી. માટે તેને પાપપ્રકૃતિ કહેલ છે.
“મંગલાણં ચ સવ્વસિં પઢમં હવઈ મંગલં”. સર્વ મંગલમાં પ્રથમ મંગલ એટલે કે ઉત્કૃષ્ટ મંગલ નમસ્કાર મહામંત્રમાંના પંચ પરમેષ્ઠી પદોને કરવામાં આવતો નમસ્કાર છે.
અહીં હવે પ્રશ્ન એ ઉદ્ભવે છે કે આનંદ અથવા સુખનો સંકેત કેમ ન કર્યો ? પાપને ગાળે તે મંગલ એ “મંગલ” શબ્દનો અર્થ છે. વ્યાકરણશાસ્ત્રની પદ્ધતિએ “મંગલ' શબ્દના એવા ઘણા અર્થ થાય છે, જ્યાં આનંદ યા સુખ હોય ત્યાં મંગલ હોય પણ ખરું અને ન પણ હોય. પરંતુ જ્યાં મંગલ હોય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org