________________
જૈન સાહિત્ય સમારોહ-ગુરુ ગણાય છે. સિદ્ધ પરમાત્માઓ મુક્તિરૂપી લક્ષ્મીનું સર્વશ્રેષ્ઠ સૌભાગ્ય અપાવનારા છે માટે લાલ રંગથી એમનું ધ્યાન ધરવાનું હોય છે. બધા રંગોમાં લાલ રંગ ઘણે દૂર સુધી જોઈ શકાય છે. (સિગ્નલ વગેરેમાં એટલે જ લાલ રંગ વપરાય છે.) સિદ્ધ પરમાત્મા ચૌદ રાજલોકના ઠેઠ ઉપરના છેડે બિરાજમાન છે, છતાં સારી આંખવાળા (સમ્યફ દૃષ્ટિવાળા) જીવો એમને પોતાના ધ્યાનમાં જોઈ શકે છે. લાલ રંગ ચેતવણીનો, થોભી જવાનો રંગ છે. સિદ્ધ પરમાત્મા આપણને નવા કર્મબંધનથી થોભી જવા માટે ચેતવે છે.
એટલા માટે અષ્ટદલ કમળમાં નવપદજીનું ધ્યાન ધરવામાં સિદ્ધ પરમાત્માનું રક્તવર્ણથી ધ્યાન ધરવાનું હોય છે. સિદ્ધ પરમાત્માના રક્ત રંગનાં ઉદાહરણો આપતાં એક બાલાવબોધકારે લખ્યું છે : “જે સિદ્ધ રક્તકાત્તિ ધરતા, જિસ્ ઊગતો સૂર્ય, હિંગુળનો વર્ણ, દાડમ-જાસુદનું ફૂલ, અર્ધગુંજારંગ, નિષધ પર્વત, રક્તોત્પલ કમલ, મરકત રત્ન, ચોળનો રંગ, કંકુનો રોળ, ચુના સહિત તંબોળ, ઈસી રક્તવર્ણ સિદ્ધની પાંખડી ધ્યાઈએ.”
યુવાચાર્ય શ્રી નથમલજીએ પંચપરમેષ્ઠીના ધ્યાનની પ્રક્રિયામાં સિદ્ધ પરમાત્માનું ધ્યાન દર્શન કેન્દ્રમાં ચિત્તને કેન્દ્રિત કરી, પોતાના વ્યાસ વડે આકાશમાં “નમો સિદ્ધાણં' એમ અક્ષરો લખી, પહેલાં માતૃકાઓનું, પછી પદનું, પછી અર્થનું અને પછી પોતાનામાં રહેલા સિદ્ધ સ્વરૂપનું ધ્યાન, બાલ સૂર્ય અને પછી પૂર્ણિમાના શીતલ ચંદ્રના રૂપમાં સાક્ષાત્કાર સહિત કરવાનું સમજાવ્યું છે.
હેમચંદ્રાચાર્યે દર્શાવેલ પદસ્થ, પિંડસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એ ક્રમે પણ સિદ્ધ પરમાત્માનું ધ્યાન ધરવામાં આવે છે.
નવપદની આરાધનામાં બીજા દિવસે સિદ્ધ પદની આરાધના કરવાની હોય છે એ માટે ઉપાધ્યાય યશોવિજયજીએ લખેલો નીચેનો દુહો બોલી સિદ્ધ ભગવંતને નમસ્કાર કરાય છે :
રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોય સિદ્ધ ગુણ ખાણી રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org