________________
સ્વરૂપ મંત્ર
૧૭
એવો કોણ છે જે વિશ્વની અંદર પોતાથી વિરુદ્ધ યા પ્રતિકૂળ પદાર્થને ચાહતો હોય યા તો સહન કરી શકતો હોય ? જીવ માત્ર અંદરથી, પોતાથી વિરુદ્ધ પદાર્થનો વિરોધી છે અને અસહિષ્ણુ છે. વિશ્વમાં જ્યાં સુધી પોતાથી વિરોધી તત્ત્વ અથવા પ્રતિકૂળ તત્ત્વ હોય ત્યાં સુધી પોતાની અસિદ્ધિને જ અનુભવતો હોય છે. આ રીતે જીવ માત્ર અભાવમાં જ જીવતો હોય છે. બહારથી પ્રાપ્ત વસ્તુ તો માત્ર ભાસરૂપ જ હોય છે. એવો કોણ છે કે જે પોતાની દૃષ્ટિની સિદ્ધિને ઇચ્છતો ન હોય અને અસિદ્ધ રહેવા માંગતો હોય ? આનો આંતરિક લક્ષ્ય અર્થ તો એ થયો કે જીવ માત્ર અંદરમાં સિદ્ધત્વનું જ વણાટ કરી રહ્યો છે. સર્વ કોઈ સર્વ પ્રકારની સર્વ સિદ્ધિને ઇચ્છે છે અને સર્વસિદ્ધિ સિદ્ધ થયા વગર પ્રાપ્ત થવી શક્ય નથી; વળી સિદ્ધ તે જ હોઈ શકે કે જેનો કોઈ શત્રુ અર્થાત્ અરિ નથી. ‘અરિ'થી હણાયેલો ‘અરિહત' છે જ્યારે ‘અરિ’ને જેણે હણી નાંખ્યાં છે તે ‘અરિહંત' છે.
પ્રશ્ન એ થાય છે કે શત્રુ કોણ ? પુદ્ગલદ્રવ્ય આત્મદ્રવ્યથથી વિરુદ્ધ ગુણધર્મવાળું છે. જે વિરુદ્ધ છે તે દુશ્મન અર્થમાં છે. તે શત્રુ છે માટે પુદ્ગલ એ શત્રુ છે (વિશેષ સ્પષ્ટતા માટે અરિહત-અરિહન્ન અને અનુયોગનો પરિશિષ્ટમાં આપેલ લેખ અવશ્ય વાંચવો.) અરિ એવાં પુદ્ગલ દ્રવ્યના સંયોગ સંબંધનો અભાવ કરવાનો છે એટલે કે દેહાતીત (અશરીરી) અને કર્માંતીત (કર્મરહિત નિરંજન) થવાનું છે. તે જ મુજબ પુદ્ગલસંગે પોતામાં રહેલ રાગ દ્વેષ આદિ, પોતાના જ હોવા છતાં તે વડે પોતાને મલીન વિકૃત કરી રહ્યો છે, તે પણ અરિરૂપ છે. અને તેને પણ હણી નાંખવાના છે. આવા આ ઉભયપ્રકારના બહિરંગ (પુદ્ગલદ્રવ્ય) અને અંતરંગ (રાગ-દ્વેષ) અરિઓને જેણે હણી નાખ્યા છે તે ‘અરિહંત’ છે.
રાગને કારણે મોહ, માયા, મમતા, લોભની ઉત્પત્તિ છે અને રાગીને જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ છે. જેના કારણે માન અને ક્રોધની ઉત્પત્તિ છે. કોઈપણ એક સામાન્ય દ્વેષમાંથી પણ સર્વદોષની ઉત્પત્તિની શક્યતા છે. આજ અંદરના રાગ-દ્વેષ, ક્રોધ, માન, માયા, મમતા, મોહ, લોભને કારણે બહારના બીજા જીવો સાથે અર્થાત્ પરસ્પર શત્રુતા છે. તો
ગુચ્છ ૪ – ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org