________________
જૈન સાહિત્ય સમારોહ-ગુ0 ૪ હશે કે પ્રામાણિક પ્રયત્ન હોવા છતાં પોતાનાં વચનની કંઈ અસર ન થઈ, બલકે પોતાને નુકસાન થયું. આવી રીતે મનનું સમાધાન કરી લઈ, સમભાવ ધારણ કરી પોતાની પાત્રતા મેળવવા પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાજુ જેને શિખામણ આપીએ તેની પાત્રતાનો પણ વિચાર કરવો જોઈએ. તે જો ન સાંભળે, ન સમજે તો વિચારવું કે તેની પાત્રતા એટલી ઓછી છે. પ્રત્યેક જીવની ગતિ તેના કર્મને આધીન છે. જ્યાં સુધી તેના અશુભ સંસ્કારો ક્ષીણ થઈ શુભ સંસ્કારો જાગ્રત ન થાય ત્યાં સુધી તેને સાંભળવાની રુચિ થતી નથી. અપાત્રે આપેલો કોઈ પણ જાતનો ઉપદેશ કે શિખામણ પથ્થર પર પાણી સમાન નીવડે છે. માણસની પાત્રતા ન હોય તો તેને સમજાવી શકાતો નથી. પરંતુ ઉન્માર્ગે વળેલો જીવ કોઈક શુભ પળે, ધર્માભિમુખ થઈ જાય છે, ધર્મ આચરવા માટે તે પુરુષાર્થ કરવા લાગે છે. પરિણામે તેનાં અશુભ કર્મો ક્ષીણ થવા લાગે છે. સાચો ધર્મ પાળવાની પાત્રતા તે મેળવે છે. કોઈક વાર એવી આશ્ચર્યજનક ઘટના બને છે કે અતિશય ક્રોધી દુર્ગણી વ્યક્તિમાં અચાનક પરિવર્તન આવે છે, કારણ કે તેનામાં સુષુપ્ત રહેલા ધર્મસંસ્કારો જાગ્રત થાય છે.
ચંડકૌશિક સર્પનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. એ અત્યંત ઝેરી હતો. તે દૃષ્ટિવિષ સર્પ હતો. બાર ગાઉ દૂરનાં ઝાડપાન કે જીવો તેની આંખમાંના ઝેરથી અને તેના ફેંફાડાથી બળી જતાં. આવા ભયંકર સર્પનું પરિવર્તન કરવા, તેને બોધ પમાડવા ભગવાન મહાવીર તેની પાસે ગયા. ચંડકૌશિકે તીવ્ર ક્રોધ કરી ભગવાનના પગના અંગૂઠે દંશ દીધો. પરંતુ તેથી વિચલિત થયા વિના ભગવાને અત્યંત સદૂભાવથી કરુણાબુદ્ધિથી, મધુર અવાજે એને કહ્યું : “બુઝઝ, બુઝુઝ, ચંડકૌશિક !” ત્યારે ભગવાનનો માતાતુલ્ય વાત્સલ્યભર્યો અવાજ, તેમના મુખ પરની અપાર શાંતિ અને સમતાભાવ અને અંગુઠામાંથી ઝરતી માતૃત્વના પ્રતીક સમી શ્વેત દૂધની ધારાએ ચંડકૌશિકને જાગ્રત કર્યો. તેનું ઝેર ઓગળી ગયું. પૂર્વ ભવનું તેનું સાધુત્વ જાગ્રત થયું. પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત્તનું અમૃત તેનામાં પ્રગટ્યું. હવે બંને પક્ષે પાત્રતા હતી. એક બાજુ સમતાના પ્રતીક વાત્સલ્યમૂર્તિ ભગવાન મહાવીર હતા. બીજી બાજુ ચંડકૌશિક જે આ ભવે દષ્ટિવિષ સર્પ હતો પરંતુ પૂર્વ ભવમાં
ય
છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org