________________
મધ્યસ્થ ભાવના
__૧૦૯ સાધુ, તાપસ હતો. તેના સંસ્કારના મૂળમાં સાધુત્વની, ત્યાગની, તપની ભાવના હતી. પરંતુ અત્યંત ક્રોધને કારણે તેની એટલી બધી અવનતિ થઈ હતી કે તે દૃષ્ટિવિષ સર્પ બન્યો હતો. પરંતુ શુભ સંયોગાનુસાર તેને મહાન આત્માનો યોગ થતાં તેની સાધુતા પ્રગટી, તેનું હૃદયપરિવર્તન થયું. ભગવાન મહાવીરના માધ્યસ્થ ભાવનો વિજય થયો. ચંડકૌશિકનું એટલી હદે પરિવર્તન થયું કે પોતાના વિષથી કોઈને હાનિ ન થાય, કોઈની હિંસા ન થાય એ માટે તેણે દરમાં મોટું સંતાડી દીધું. તેના શરીર પર ચડેલી કીડીઓ મરી ન જાય તે માટે જરાપણ હલ્યા વિના સ્થિર પડી રહ્યો.
ચંડકૌશિકના આ પ્રસંગમાં વસ્તુતઃ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારે ભાવના જોવા મળે છે. ભગવાન મહાવીરની દૃષ્ટિવિષ સર્પ પ્રત્યે મૈત્રીભાવના, તેને પતનમાંથી ઉગારવાના પ્રયત્નમાં રહેલી તેમની કરુણાભાવના, સર્પના પરિવર્તન પછી તેના પ્રત્યે આનંદ અને સંતોષનો ભાવ તે પ્રમોદ ભાવના. તેની ઝેર ઓકતી આંખો સામે સમતા ભાવે સ્થિર ઊભા રહેવું, વાત્સલ્ય દર્શાવવું, તે માધ્યસ્થ ભાવના. આમ, ચારે ભાવનાનાં દર્શન આ એક દૃષ્ટાંતમાં જોવા મળે છે.
માધ્યસ્થ ભાવના એ કાયરતાની કે નબળાઈની નિશાની નથી. શિખામણની ઉપેક્ષા કરનાર પ્રત્યે ક્રોધ ન કરવો, મૌન રહેવું, સમતા ભાવ રાખવો, શુભ આશયથી જ શિખામણ દેવી, પોતાની પાત્રતાનો વિચાર કરવો. ઉન્માર્ગે ગયેલા માટે પ્રાર્થના કરવી, કોઈક વાર તેની તરફથી પ્રગટ થતો વિરોધ કે આક્રોશ સહન કરવો વગેરે ખૂબ ઊંડી સમજ, ધૈર્ય અને વિચારશક્તિ માંગી લે છે. આ દૃષ્ટિએ જોઈએ તો માધ્યસ્થ ભાવ માટે દઢ આત્મશક્તિની અપેક્ષા રહે છે. આવી વિરલ શક્તિને કેળવવા માટે ધર્મધ્યાન અને આત્મજાગૃતિની જરૂર રહે છે. એટલા માટે પૂર્વાચાર્યોએ માધ્યસ્થ ભાવનાને તીર્થ સમાન ગણી છે. એ બંનેને તારે છે. એટલે કે માધ્યસ્થ ભાવના ધારણ કરનાર પોતે તરે છે અને જેના પ્રત્યે એ ભાવના ધારણ કરાય છે તેને પણ તે તારે છે.
માધ્યસ્વભાવ અને પ્રમોદભાવ વચ્ચે સૂક્ષ્મ ફરક છે. પ્રમોદભાવ ધરાવનાર વિવિધ પ્રકારના ગુણોને જોઈને આનંદ અનુભવે છે, માધ્યસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org