________________
૬ - - - - — —
__ જૈન સાહિત્ય સમારોહ-ગુ૭ ૪
— —– કુટુંબજીવન એ બધા સદ્દગુણોની ભૂમિ છે. માનવીની આવશ્યક સામાજિક સદ્ગણોની પ્રથમ તાલીમશાળા કુટુંબ છે એમ એરિસ્ટોટલે કહ્યું છે. એનો આધાર લઈને એવું પ્રગટ ચિંતન કરવામાં આવ્યું છે કે રાજ્યને, સમાજને જે સદ્ગણો જોઈએ છે તે બધાં માતા-પિતા, ભાઈભાંડું, સગાંવહાલાં જોડેના સંબંધમાં કેળવાય છે, પોષાય છે. અહીં પણ તર્કસંગતતા જણાતી નથી. એકસરખા સંસ્કારજન્ય વાતાવરણમાં ઉછેર પામનાર બે વ્યક્તિમાંથી એક વ્યક્તિ, સંત થાય અને બીજી વ્યક્તિ સ્થાપિત સમાજ વ્યવસ્થાથી વિરુદ્ધ વર્તે એવું બને છે. એરિસ્ટોટલનો આધાર લઈને કરવામાં આવેલ અર્થઘટનમાં પૂર્વજન્મના સંસ્કારને અને અન્ય મુદ્દાઓનું વિસ્મરણ થયું છે.
સ્ત્રી-પુરુષની સમાનતાના આ યુગમાં સ્ત્રીઓને હલકી ચીતરવામાં આવી છે એવું બ્રહ્મચર્યની નવ વાડ વિષે વિચારતાં લાગે ખરું. એનો વિચાર કરતાં એમ સમજાય છે કે એ સમયનો સ્ત્રી-સમાજ ખૂબ પરતંત્ર હતો. વિષયોની નિંદા કરવી હોય તો પુરુષની વાસનાની નિંદા ન કરતાં માત્ર સ્ત્રીઓની જ નિંદા કરવામાં આવી છે. તે સમયે બીજા સમાજની અસરથી, જૈન સમાજે પણ એવા કેટલાક નિયમો ઘડ્યા હોય એવો સંભવ છે. પરિણામે સ્ત્રી અને પુરુષના અધિકારનું સામ્ય તૂટતું જણાય. કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે કહેલું છે કે કાંઈ એકલી સ્ત્રીઓ જ દુષ્ટ નથી. પુરુષો પણ દુષ્ટ, ક્રૂર, કપટી, વિષયી અને જુલમી છે. સ્ત્રીઓ તો પવિત્ર અને સંત પુરુષોની માતા છે. તીર્થકરોએ એની કૂખ ઉજાળી છે. સ્ત્રી-સમાજની એમની આ તરફદારી પણ એક જમાનાની અસર છે. બ્રહ્મચર્યની સાધનામાં બંનેને સમાન રીતે અધિકારી ગણવામાં આવ્યા છે. સૂક્ષ્મ રીતે જોતાં સ્ત્રીજાતિ તરફ નહીં, પરંતુ સ્ત્રી-ફ્લેવર તરફ દૃષ્ટિપરિવર્તનની એમાં મહત્તા છે. કદાચ, ફેશન અને સૌંદર્ય પુરુષને સ્ત્રી-જાતિના આકર્ષણથી મુક્ત રાખવા સ્ત્રી-ફ્લેવર તરફ પ્રબળ ધૃણા થાય એવાં વર્ણનો શાસ્ત્રોમાં છે. અને એને સમર્થક સાહિત્ય રચવામાં આવ્યું છે. પરંતુ એ બાબત પર એટલો બધો ભાર મૂકવામાં આવે છે કે એની ઊજળી બાજુ આપણા ધ્યાન પર આવતી નથી. સાધ્વી થયેલાં રાજિમતીએ ગિરનારની ગુફામાં એકાંતમાં પોતાના સૌંદર્યને જોઈ બ્રહ્મચર્યથી ચલિત થતા સાધુ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org