________________
હેમચંદ્રાચાર્યકૃત ‘યોગશાસ્ત્ર’માં બ્રહ્મચર્યની વિભાવના
૧૨૭
પૂર્વાશ્રમના દિયર રથનૈમિને બ્રહ્મચર્યમાં સ્થિર થવા જે માર્મિક ઉપદેશ આપ્યો છે તે ઘોતક છે. વિશુદ્ધ બ્રહ્મચર્યને પાલન કરનારી અનેક સ્ત્રીઓમાંથી સોળ સ્ત્રીઓ મહાસતી તરીકે એકેક જૈન ઘરમાં જાણીતી છે અને પ્રાંતઃકાળે એ મહાસતીઓનાં નામોનો પાઠ પણ કરવામાં આવે છે. કોશા વેશ્યાએ પોતાને ત્યાં આવેલા અને ચંચળ મનના થયેલા શ્રી સ્થૂલિભદ્રના એક ગુરુભાઈને શિખામણ આપી સંયમમાં સ્થિર કર્યો તે કથા પડતા પુરુષને એક ભારે ઉપયોગી થાય તેવી અને સ્ત્રીજાતિનું ગૌરવ વધારે તેવી છે. આવી તો અનેક કથાઓ જૈન સાહિત્યમાં નોંધાયેલી છે. એમાં બ્રહ્મચર્યથી ચલિત થતાં પુરુષને સ્ત્રી દ્વારા સ્થિર કરાયાના જેવા ઓજસ્વી દાખલાઓ છે તેવાં ઓજસ્વી ઉદાહરણો ચલિત થતી સ્ત્રીને પુરુષ દ્વારા સ્થિર કરાયાનાં પ્રમાણમાં ઓછાં હોવાનાં, બ્રહ્મચર્યનો બોધ જગતના બધા ધર્મોમાં છે. પરંતુ મહાવ્રત તરીકે એનો ગૌરવભર્યો મહિમા અને એના પરિપાલન માટે ઝીણ વટભર્યું પૃથક્કરણશીલ અધ્યયન જેટલું જૈન ધર્મમાં છે તેટલું અન્યત્ર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org