________________
સિદ્ધ પરમાત્મા _ _ ____ _ _ _ _ _ _ _ _ _
સિદ્ધ પરમાત્મા માટે શાસ્ત્રકારોએ પર્યાયવાચક ભિન્નભિન્ન શબ્દો વિશિષ્ટ અર્થચ્છાયા સાથે પ્રયોજ્યા છે “સિદ્ધાણં બુદ્ધા ની પહેલી ગાથામાં કહ્યું છે :
सिद्धाणं बुद्धाणं पारगयाणं परंपरगयाणं लोएग्गमुवगयाणं नमो सया सव्वसिद्धाणं ।
આમ સિદ્ધ, બુદ્ધ, પારગત, પરંપરાગત, લોકાગ્રગત, મુક્ત, ઉન્મુક્ત, અજર, અમર, અચલ, અનંત, અક્ષય, અવ્યાબાધ, અશરીરી ઇત્યાદિ શબ્દો સિદ્ધ પરમાત્મા માટે પ્રયોજ્યા છે.
સિદ્ધ પરમાત્માઓ જે ગતિ પ્રાપ્ત કરે છે તે સિદ્ધગતિના પર્યાયરૂપ જુદા જુદા શબ્દો શાસ્ત્રકારોએ પ્રયોજ્યા છે. તે આ પ્રમાણે છે : (૧) મોક્ષ, (૨) મુક્તિ, (૩) નિર્વાણ, (૪) સિદ્ધિ-સિદ્ધગતિ-સિદ્ધિગતિ, સિદ્ધદશા, (૫) કેવલ્ય, (૬) અપવર્ગ, (૭) અપુનર્ભવ, (૮) શિવ, (૯) અમૃતપદ, (૧૦) નિઃશ્રેયસ, (૧૧) શ્રેયસ, (૧૨) મહાનંદ, (૧૩) બ્રહ્મ, (૧૪) નિર્માણ, (૧૫) નિવૃત્તિ, (૧૬) મહોદય, (૧૭) અક્ષર, (૧૮) સર્વકર્મક્ષય, (૧૯) સર્વદુઃખલય, (૨૦) પંચમ ગતિ.
આ બધી વ્યાખ્યાઓ ઉપરથી સિદ્ધ પરમાત્મા અને સિદ્ધિગતિનાં મહત્ત્વનાં લક્ષણો દર્શાવતાં શાસ્ત્રકારો કહે છે :
पट्ठट्ठकम्मबंधा अट्ठमहागुणसमण्णिया परमा लोयग्गठिया णिच्या सिद्धा ते एरिसा होंति
[જેઓએ આઠ કર્મોનાં બંધનો નષ્ટ કરી નાખ્યાં છે, જેઓ આઠ મહાગુણોથી યુક્ત છે, પરમ છે, લોકાગ્રે સ્થિત છે તથા નિત્ય છે એવા સિદ્ધ પરમાત્મા હોય છે.
આચારાંગ સૂત્ર(૧/૫/૬)માં સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ વર્ણવતાં કહેવાયું છે ?
सव्वे सरा नयटृति तक्का जत्थ न विज्जई मइ तत्थ ण गाहिया, आए अप्पइठ्ठाणस्सं खेयन्ने [જ્યાંથી સર્વ શબ્દો પાછા ફરે છે (અર્થાત્ શબ્દો વર્ણન કરવાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org