________________
વરૂપ મંત્ર ફળ પુણ્યોદય (સુખ અનુકૂળતા); ઉપાસનાનું ફળ શાંતિ અને જ્ઞાનનું ફળ પ્રભુત્વ-પરમપદની પ્રાપ્તિ છે. કર્મફળમાં વિકાસાત્મક બુદ્ધિ (શ્રદ્ધા) તે સદ્દબુદ્ધિ છે જે શાંતિદાયક છે, અને એ નમસ્કારથી વિકસે છે. એટલું જ નહિ પરંતુ તેના પ્રભાવથી હૃદયમાં પ્રકાશ પ્રગટે છે. જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે, જ્યારે શાંતિ અને આનંદનો વાસ હૃદયમાં છે. બુદ્ધિનો વિકાસ અને હૃદયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. નમસ્કારની ક્રિયા, શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી એકલક્ષ્યતા, વિશ્વાસથી સર્વાર્પણતા અને અભેદતાથી ચિત્ત(બુદ્ધિ)ની સ્થિરતા-એકાગ્રતા વધે છે.
નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે, હૃદયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે અને ઉપકારીના પ્રતિ કૃતજ્ઞતા છે. નમસ્કારના કારણે એક બાજુ મનની વાસના અને બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે, જ્ઞાન ઉપરનું ઘોર આવરણ (અજ્ઞાન) ટળી જાય છે, અર્થાત્ દૂર થાય છે.
અઘાતિકર્મની પાપપ્રકૃતિના ઉદયને પુણ્યપ્રકૃતિમાં ફેરવી આપે છે, એ નમસ્કાર મહામંત્રનો પ્રભાવ છે. જ્યારે પરંપરાએ ઘાતિકર્મના ક્ષયપૂર્વક પાપવૃત્તિ અને પાપપ્રવૃત્તિ રહિત થવાય છે તે નમસ્કાર મહામંત્રનો સ્વભાવ છે. નમસ્કાર મહામંત્રના પ્રભાવથી વિઘ્નો દૂર થાય છે. જ્યારે નમસ્કાર મહામંત્રના સ્વભાવથી વ્યક્તિ સ્વયં કેવલજ્ઞાની, અરિહંત પરમાત્મા બની જાય છે. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, અતિશય છે. જ્યારે સ્વભાવ એ સ્વરૂપ પરિણમન છે. પ્રભાવ સ્થલ કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ શબ્દમાં શંખેશ્વર અને અંતરિક્ષ” એ બનાવરૂપ પ્રભાવ છે. જ્યારે લોકોગ્રે શિખરારૂઢ પાર્શ્વનાથ પરમાત્મતત્ત્વ એ સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને અતિશય એ એમનો પ્રભાવ છે. જ્યારે કેવલજ્ઞાન એ સ્વભાવ છે.
અહંકાર કરનાર વ્યક્તિ પોતે તો ડૂબે છે પરંતુ અન્યને ડૂબવામાં નિમિત્ત બને છે. જ્યારે નમસ્કાર કરનાર વ્યક્તિ પરંપરાએ નમસ્કારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org