________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ પણ તેને સમ્યગ્દર્શન જ્ઞાન અને ચારિત્રની પ્રાપ્તિ થાય એટલે મોક્ષમાર્ગ અવશ્ય પ્રાપ્ત થઈ શકે એમ આપણાં ધર્મશાસ્ત્રો કહે છે. સંસારનાં સુખોમાં લુપ્ત આ જીવ મોક્ષસુખની ખાસ દરકાર કરતો નથી, કારણ કે તેને તે વિશે વાસ્તવિક જ્ઞાન નથી.
તૃતીય બેઠક :
સોમવાર, તા. ૧૩મી માર્ચ, ૧૯૯૫ના રાત્રિના ૭-૩૦ કલાકે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની ત્રીજી બેઠક મળી હતી. આ બેઠકનું સંચાલન શ્રી ચીમનલાલ કલાધરે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. લેશ્યા :
આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. સાગરમલ જૈને જણાવ્યું હતું કે જૈન દર્શનમાં લેશ્યાને કર્મમાં બાંધનારી વસ્તુ તરીકે ઓળખાવવામાં આવી છે. લેશ્યાને એક પ્રકારના પૌદગલિક પર્યાવરણરૂપે પણ માનવામાં આવી છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં લેશ્માનું નિરૂપણ સ્વરૂપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામ, લક્ષણ, સ્થાન, સ્થિતિ, ગતિ અને આયુષ્યના આધાર પર કરવામાં આવ્યું છે. લેશ્યા છ પ્રકારની બતાવવામાં આવી છે તે છે ઃ (૧) કૃષ્ણલેશ્યા (૨) નીલલેશ્યા (૩) કાપોતલેશ્યા (૪) તેોલેશ્યા (૫) પદ્મલેશ્યા અને (૬) શુકલલેશ્યા. લેશ્યા સિદ્ધાંતમાં આત્માના સંક્લિષ્ટ અથવા વિશુદ્ધ પરિણામની ચર્ચા કરવામાં આવી છે, અને દરેક લેશ્યાનો જુદો જુદો રંગ બતાવવામાં આવ્યો છે. લેશ્યાના પ્રકારોનાં નામ તે રંગ અનુસાર બતાવવામાં આવ્યાં છે.
પૂ. ગુરુદેવ ઉપાધ્યાય અમરમુનિજીકા ચિંતન :
આ વિષય પર પ્રવચન આપતાં પૂ. સાધ્વી શ્રી યશાજીએ જણાવ્યું હતું કે પુ. ગુરુદેવ સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, ન્યાય, આગમ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકા ગ્રંથો વગેરેની સાથે બૌદ્ધ સાહિત્યના પણ ઊંડા અભ્યાસી હતા. તેમણે પોતાની કલમ દ્વારા વિવિધ વિષયો પર પંચોતેર જેટલા ગ્રંથોનું સર્જન કર્યું હતું. લેખનની સાથે કાવ્યકલા પણ તેમને સહજ સાધ્ય હતી,
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only