________________
_જૈન સાહિત્ય સમારોહ-ગુછ ૪ તર્કનો સહારો લઈ કોઈ કદી સમ્યગૂ જ્ઞાની બની શકે નહિ. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય થવાથી જ સમ્યગ જ્ઞાન પ્રગટ થાય છે. જ્ઞાનાવરણીય કર્મનો ક્ષય તપ જ કરી શકે. તપમાં તમે વિકાસ નહિ કરો ત્યાં સુધી જ્ઞાન પ્રગટ થશે નહિ.” જ્ઞાનનો મહિમા :
આ ઉદ્ઘાટન બેઠકમાં વિદ્વાન વ્યાખ્યાતા પ્રા. તારાબહેન ૨. શાહે ઉદ્ઘાટન કરતાં કહ્યું હતું કે “જૈન ધર્મમાં જ્ઞાનનો ભારે મહિમા ગવાયો છે. આપણાં શાસ્ત્રોમાં જ્ઞાનને દીપકની ઉપમા આપવામાં આવી છે. એક સૂર્યમાંથી બીજો સૂર્ય પ્રગટ થઈ શકતો નથી, પરંતુ એક દીપકમાંથી અનેક દીપકો પ્રગટ થઈ શકે છે, તેમ છતાં મૂળ દીપકનું તેજ જરા પણ ઓછું થતું નથી. દીપકની હાજરીમાં જેમ અંધકાર ટકી શકતો નથી તેમ જ્ઞાનરૂપી દીપક જેમનાં અંતઃકરણમાં વિદ્યમાન છે તેમનાં અંતઃકરણમાં અજ્ઞાન, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, ઇર્ષ્યા અને અસૂયારૂપી અંધકારમાંથી ઉત્પન્ન થનાર અશાંતિ, દુઃખ, ખેદ કે શોકરૂપી દુર્ગુણો ટકી શકતા નથી.' જ્ઞાન ગુણનું સેવન :
શ્રી નેમચંદ ગાલાએ સાહિત્ય સમારોહની આ સમ્યક પ્રવૃત્તિથી લેખનપ્રવૃત્તિને કેવો વેગ મળે છે તે અંગે પોતાના અનુભવની વાત સાથે જ્ઞાનદોષના નિર્મુલન અને જ્ઞાન ગુણના સેવન પર વિશેષ ભાર મૂક્યો હતો. સમત્વપ્રાપ્તિ-આત્માનું લક્ષ્ય :
તેરમા જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ ડો. સાગરમલ જૈને પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે આજે આપણે દુર્ભાગ્ય છે કે ધર્મ વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ પણ તેના આચરણ તરફ એટલા ગંભીર નથી. ધર્મના નામે આપણે સંપ્રદાયની દીવાલ ઊભી કરી દીધી છે અને તેના વ્યામોહમાં જૈન શાસનનો વિકાસ આપણે રૂંધી નાખ્યો છે. આપણે ધર્મને ન તો જીત્યો છે, ન તો તેની અનુભૂતિ કરી છે. ભગવાન મહાવીરે ભગવતીસૂત્રમાં આત્માને સમત્વરૂપ કહ્યો છે. સમત્વ પ્રાપ્ત કરવું એ જ આત્માનું પરમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org