________________
તેરમો જૈન સાહિત્ય સમારોહ લક્ષ્ય હોવું ઘટે. જૈન સમાજ ઓચ્છવ-મહોત્સવ વગેરેમાં અઢળક પૈસો ખર્ચ છે પરંતુ જૈન સાહિત્ય માટે ખાસ કંઈ કરવાની રસ-રુચિ ધરાવતો નથી. દુનિયા પાસે ન હોય તેટલું વિપુલ સાહિત્ય જૈનો પાસે હોવા છતાં તેનો ઉપયોગ નહિવતું થાય છે તે અત્યંત ખેદની વાત છે.' સાહિત્ય-જીવનનું ધ્યેય :
પૂ. શ્રી ચંદનાજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે “તીર્થંકરની આ પવિત્ર ભૂમિ રાજગૃહીમાં સાહિત્યકારો સાથે વાર્તાલાપ કરવાનો અનોખો આનંદ મળ્યો છે તે અમારા માટે મોટા સદ્ભાગ્યની વાત છે. સાહિત્ય એ જીવનનું મહત્ત્વનું અંગ છે, ધ્યેય છે. જે સમાજમાં સાહિત્ય અને સાહિત્યકારોની ઉપેક્ષા થાય છે તે સમાજ કદાપિ પોતાનો વિકાસ સાધી શકતો નથી. આપ સૌ આપની તેજસ્વી કલમ દ્વારા ધર્મ-સંસ્કૃતિને વધુ ને વધુ ઉદ્યોત કરતા રહો એવી આ તકે મારી શુભ કામના છે.” પ્રથમ બેઠક :
રવિવાર તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રોજ બપોરના ત્રણ વાગે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની પ્રથમ બેઠકનો શુભારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન પ્રા. ઉત્પલાબહેન કે. મોદીએ કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. માધ્યસ્થ ભાવના :
પ્રા. તારાબહેન ૨. શાહે માધ્યસ્થ ભાવના એ વિષય પર બોલતાં જણાવ્યું હતું કે જેન ધર્મમાં મોક્ષલક્ષી આત્મસાધના માટે જે વિવિધ પ્રકારના ઉપાયો દર્શાવવામાં આવ્યા છે તેમાં શુભ ભાવનાઓનું સેવન જીવો માટે ઘણું લાભકારક છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવનાને જૈન શાસ્ત્રોમાં શુભ ભાવના તરીકે ઓળખવામાં આવી છે. કદર્ષિ, કિલ્બર્ષિ, અભિયોગિકી, દાનવી અને સંમોહી એ પાંચ પ્રકારની ભાવના તે અશુભ ભાવના છે. પ્રા. તારાબહેન શાહે ચાર પ્રકારની શુભ ભાવનાની ચર્ચા કરતાં માધ્યસ્થ ભાવના મનુષ્ય જીવનમાં શો ભાગ ભજવે છે તેનો સરસ ચિતાર આપ્યો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org