________________
ન્યાયસંપન્ન વૈભવ :
શ્રી નેમચંદ ગાલાએ આ વિષય પર પોતાનું અભ્યાસપૂર્ણ પેપર રજૂ કરતાં કહ્યું હતું કે જૈનશાસ્ત્રોમાં માર્ગાનુસારીના ૩૫ ગુણો દર્શાવ્યા છે. તેમાં પ્રથમ ગુણ તરીકે “ન્યાયસંપન્ન વૈભવ'ને મૂકવામાં આવ્યો છે. ન્યાય, નીતિ, પ્રામાણિકતાથી વ્યવસાય, નોકરી કરી ધન ઉપાર્જન કરવું તેને ન્યાયોપાર્જિત ધન અથવા ન્યાયસંપન્ન આજીવિકા કહે છે. શ્રી ગાલાએ જૈન દર્શનના અને અન્ય દર્શનોનાં ઘણાં ઉદાહરણો આપી આ વિષયને વધુ પ્રમાણિત અને રોચક બનાવ્યો હતો. દ્વિતીય બેઠકઃ
રવિવાર, તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રાત્રિના આઠ વાગે વિરાયતનના સ્વાધ્યાય હોલમાં જૈન સાહિત્ય સમારોહની બીજી બેઠકનો પ્રારંભ થયો હતો. આ બેઠકનું સંચાલન શ્રી જયેન્દ્રભાઈ એમ. શાહે કર્યું હતું. આ બેઠકમાં નીચે મુજબના વિદ્વાનોએ પોતાના નિબંધો રજૂ કર્યા હતા. વિજયશેખરકૃત નલ-દવદંતી રાસ :
આ વિષય પર વક્તવ્ય આપતાં ડૉ. રમણલાલ ચી. શાહે કહ્યું હતું કે સત્તરમા સૈકામાં થયેલ અચલગચ્છના મહાકવિ વિજયશેખરગણિત આ નલ-દવદંતી રાસ મધ્યકાલીન સાહિત્યની એક ઉત્તમ રાસકૃતિ છે. વિ. સ. ૧૬૭૨માં મારવાડના લાદ્રહપુરમાં આ કૃતિની રચના કરી છે. કવિ પોતે અચલગચ્છના છે. જે સમયે રાજસ્થાનમાં ખરતરગચ્છનું જોર વધારે હતું તે સમયે કવિએ રાજસ્થાનમાં રહીને આ રાસની રચના કરી છે. કવિએ રાસમાં દરેક ખંડને અંતે પોતાના દાદાગુરુ શ્રી કલ્યાણસાગરસૂરિનો નિર્દેશ કર્યો છે. કવિએ આ સુદીર્ઘ રાસકૃતિમાં નલદવદંતીની કથા, જૈન પરંપરાની મૂળ કથાને બરાબર વફાદાર રહીને વર્ણવી છે. જૈન પરંપરાની નલ-દવદંતીની કથામાં નલ અને દવદંતીના પૂર્વભવની વાત પણ આવે છે. અને નલ-દવદંતીના પછીના ભવની વાત પણ આવે છે. કવિએ એ રીતે સમગ્ર કથાનું સવિગત નિરૂપણ આ રસની ચાર ખંડની સત્તાવન ઢાળમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org