________________
તેરમો જૈન સાહિત્ય સમારોહ
3
શરૂ કરાયો. પરંતુ જૈનો પાસે અઢળક સાહિત્ય અને કલાનો વારસો છે. તેને વ્યવસ્થિત કરવાનો તથા તેના અભ્યાસીઓને પ્રોત્સાહિત કરવાનો આ પ્રયાસ છે. આ સાહિત્ય સમારોહ યોજવા પાછળનો ઉદ્દેશ જ્ઞાનની ઉપાસના અને ધર્મ તથા તત્ત્વદર્શનની પ્રવૃત્તિને વેગ આપવાનો છે. અગાઉ વર્ષો સુધી ગુજરાતી સાહિત્ય પરિષદના સંમેલનમાં જૈન સાહિત્યનો એક જુદ્ધે વિભાગ રહેતો. કેટલાંક વર્ષોથી એ વિભાગ બંધ થયો છે. આથી જૈન સાહિત્યના અધ્યયન અને સંશોધનને વધુ સક્રિય બનાવવાની દૃષ્ટિથી
આ અલગ સમારોહ યોજવાની ભૂમિકા રચાઈ હતી અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી જ્ઞાનસમૃદ્ધ સંસ્થાએ એ જવાબદારી ઉપાડી લીધી છે.
આ જૈન સાહિત્ય સમારોહનું કોઈ ઔપચારિક માળખું ઘડવામાં આવ્યું નથી. સમારોહનું કોઈ બંધારણ નથી કે તેના સભ્યપદનું કોઈ લવાજમ રાખવામાં આવ્યું નથી. આ એક સ્વૈરપણે વિકસતી પ્રવૃત્તિ છે. એમાં કોઈ ફિરકાભેદ કે જૈન-જૈનેતર એવી સાંપ્રદાયિક સંકુચિતતા પણ નથી. જૈન સાહિત્યનાં સંશોધન, સંપાદન, અધ્યયન ઇત્યાદિ પ્રકારની પ્રવૃત્તિને વિકસાવવા તથા નવોદિત સાહિત્યકારોને પ્રોત્સાહિત કરવાના આશયથી લગભગ બે દાયકાથી આ સાહિત્ય સમારોહની પ્રવૃત્તિ ચાલી રહી છે. આ પ્રવૃત્તિ માટે આર્થિક તથા અન્ય પ્રકારનો સહયોગ વિવિધ સંસ્થાઓ અને શ્રેષ્ઠિઓ દ્વારા અમને મળતો રહ્યો છે તે માટે અમે સૌના ઋણી છીએ.'
દીપ-પ્રાગટ્ય :
મંગલદીપ પ્રગટાવીને સાહિત્ય સમારોહનું ઉદ્દઘાટન કરતાં ત્યાગમૂર્તિ શ્રી જોહરીમલ પારેખે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ‘આજે આપણા રાષ્ટ્રમાંથી શાંતિ અને સંતોષ અદૃશ્ય થતાં જાય છે. વિઘા, રાજનીતિ, વ્યવસાય વગેરે દરેક ક્ષેત્રમાં અસંતોષનો અગ્નિ પ્રજ્વલિત થતો જોવા મળે છે. તેનું મૂળ કારણ ચારિત્રનો હ્રાસ છે. આપણું આજનું નેતૃત્વ ખતમ થઈ ચૂક્યું છે ! ‘ધમ્મ નાયગાણું’–ધર્મનું નેતૃત્વ જ હવે દેશને બચાવશે. આ જગતમાં વિદ્વાન બનવું સહેલું છે પણ સમ્યગ્ જ્ઞાની બનવું કઠિન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org