________________
જૈન સાહિત્ય સમારોહ-ગુચ્છક આવી તીર્થકરોની પાવન ભૂમિ રાજગૃહી (બિહાર) મધ્યે મુંબઈની સુપ્રસિદ્ધ જૈન શિક્ષણ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે તા. ૧૨, ૧૩, ૧૪ માર્ચ, ૧૯૯૫ના રોજ તેરમા જૈન સાહિત્ય સમારોહનું આયોજન થયું હતું.
રાજગૃહી ખાતે વીરાયતન સંસ્થામાં પૂ. દર્શનાચાર્ય શ્રી ચંદનાજીની પાવન નિશ્રામાં અને પાર્શ્વનાથ વિદ્યાશ્રમ શોધ સંસ્થાનના નિયામક અને જૈનધર્મના પ્રકાંડ વિદ્વાન ડૉ. સાગરમલ જૈનના પ્રમુખસ્થાને યોજાયેલ આ તેરમા જૈન સાહિત્ય સમારોહમાં ઉદ્ઘાટન બેઠક અને સાહિત્યની બેઠકો સહ કુલ પાંચ બેઠકો આયોજિત થઈ હતી. આ જૈન સાહિત્ય સમારોહમાં વીસેક જેટલા વિદ્વાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તે પૈકી તેર જેટલા વિદ્વાનોએ પોતાના અભ્યાસપૂર્ણ પેપર્સ રજૂ કર્યા હતાં. ઉદ્દઘાટન બેઠકઃ
રવિવાર, તા. ૧૨મી માર્ચ, ૧૯૯૫ના રોજ સવારના દસ વાગે વીરાયતનના સ્વાધ્યાય હોલમાં પૂ. શ્રી ચંદનાજીના મંગલાચરણથી આ સાહિત્ય સમારોહનો પ્રારંભ થયો હતો. સ્વાગત અને ભૂમિકા?
આ સાહિત્ય સમારોહના પ્રાણ અને મુખ્ય સંયોજક ડૉ. રમણલાલ ચી. શાહે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે “શ્રી મહાવીર જૈન વિદ્યાલય જિનાગમ ટ્રસ્ટના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી જૈન સાહિત્ય સમારોહની પ્રવૃત્તિને આ વર્ષે શ્રી વસનજી લખમશી શાહ પરિવાર તરફથી, તેમના માતુશ્રી રતનબહેન લખમશી ઘેલાભાઈની સ્મૃતિમાં, પૂરક આર્થિક સહયોગ પ્રાપ્ત થતાં રાજગૃહી ખાતે આ તેરમો જૈન સાહિત્ય સમારોહ યોજાયો છે. વિરાયતન જેવી સુંદર સંસ્થા અને પૂ. શ્રી ચંદનાજીનું શુભ સાંનિધ્ય આ કાર્યક્રમને પ્રાપ્ત થયું છે તેનો આનંદ છે. આપ સૌનું સ્વાગત કરતાં અત્યંત હર્ષ અનુભવું છું.
“જૈન સાહિત્ય સમારોહ એ સાંપ્રદાયિક કે સંકુચિત દૃષ્ટિથી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org