________________
સ્વરૂપ મંત્ર'
‘સત્તા શુદ્ધ અરૂપી તેરી નહિ જગકો વ્યવહાર;
કા કહીએ કછુ કહ્યો ન જાયે તું પ્રભુ અલખ અપાર.’
૨૫
અરિહંત ભગવંતો, અરિહંત પરમાત્મા બન્યા બાદ, દેહ હોવાના કારણે દેહ હોય ત્યાં સુધી, દેહના માધ્યમથી નિર્વાણ થતા સુધીના શેષ આયુષ્યકાળ દરમિયાન, લોકસંપર્કમાં હોવાથી લોકો ઉપર દેશના આદિ દ્વારા ખૂબ ખૂબ ઉપકાર કરે છે. જ્યારે અરિહંત ભગવંતનું નિર્વાણ થતાં તેઓ સિદ્ધ બને છે. અદેહી થાય છે. પછી તેમની સાથે વ્યવહાર શક્ય નથી. છતાં ય તેઓ સિદ્ધપદેથી ધ્રુવતારક બની આપણને સિદ્ધ બનવામાં પ્રેરણારૂપ રહે છે. બાપને ઓળખાવનાર માનું મહત્ત્વ જેમ બાપ કરતાં અધિકું છે એમ સિદ્ધને ઓળખાવનાર અને સિદ્ધ પદે પહોંચાડનાર, અરિહંત પદનું મહત્ત્વ અધિકું છે.
આ નમસ્કાર મહામંત્ર સંબંધી વળી એક શાસ્ત્રીય પાઠ છે કે...... ‘નવકાર ઈક અબ્બર પાવ ફેડઇ સત્ત અયરાઈ.....’
સાત સાગરોપમ સુધી નર્કની અશાતા વેદનીય વેદીને જે કર્મનિર્જરા થાય, તેટલી કર્મનિર્જરા, નવકારમંત્રના એક અક્ષરના ઉચ્ચાર માત્રથી થાય છે. તો હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે અરિહંત-સિદ્ધ અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુમાં ભેદ હોવા છતાં પાંચે પદનું ફળ એકસરખું કેવી રીતે હોઈ શકે ? પદ-ભેદ જે છે તે અવસ્થા અને વ્યવસ્થાના ભેદો છે. અરિહંત સંયોગી-સદેહી વીતરાગ પરમાત્મા છે. સિદ્ધ અશરીરી અદેહી વીતરાગ પરમાત્મા છે, જ્યારે આચાર્ય શાસનધૂરા-ધારક સર્વોચ્ચ વૈરાગી સાધક છે. ઉપાધ્યાય પઠન પાઠન કરાવનાર વૈરાગી સાધક છે. સાધુ, સ્વયં સાધના કરનારા, સાધના કરનાર અન્યને સહાયક થનારા તેમજ સાધનાનો આદર્શ આપનારા વૈરાગી સાધક છે. આ બધા અવસ્થા અને વ્યવસ્થાના ભેદ છે. પરંતુ ફળપ્રાપ્તિની દૃષ્ટિએ પાંચે પદથી સરખું ફળ મળી શકે છે.
અરિહંત અને સિદ્ધના શરણથી અને હાજરી-નિશ્રામાં જ કેવલજ્ઞાન થાય અને આચાર્ય-ઉપાધ્યાય-સાધુના શરણથી અને તેમની નિશ્રામાં કેવલજ્ઞાનમોક્ષપ્રાપ્તિ ન થાય એવું નથી. પાંચેય પદના શરણથી અને અરિહંત,
For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International