________________
૧૨
_______ઉન સાહિત્ય સમારોહ-મુછ જ વિચારધારાઓ, બ્રાહ્મણ સંસ્કૃતિ “બ્રહ્મ પર અને શ્રમણ સંસ્કૃતિ “સમ' પર આધારિત છે. સમસ+કૃતિ = સંસ્કૃતિ. સમભાવપૂર્વકની કૃતિ એટલે સંસ્કૃતિ. માનવીની સામ્યભાવના થકી સંસ્કૃતિનો ઉદય થયો છે. જૈન શુતરૂપે પ્રસિદ્ધ બાર અંગો કે ચૌદ પૂર્વમાં સામાયિકનું સ્થાન પ્રથમ છે. સામાયિક એટલે સમતામાં રહેવું તે. સમત્વ એ આત્માનો સહજ સ્વભાવ છે. જૈનદર્શનનો સાર જ સમતા છે. સમતા એટલે નિર્બળતા, કાયરતા, જડતા કે ભાવશૂન્યતા નહિ પરંતુ સમતા છે. એટલે અંતરની ઉદારતા, સૌમ્યતા, ક્ષમાપના અને સ્વસ્થતા. સમતા એ સદાચારની જનની છે. અને સદાચાર એ તમામ ધર્મોની આધારશીલા છે. પુણ્યતીર્થ :
વિરાયતન સંસ્થાના વર્તમાન સમયમાં પ્રાણસમા પૂ. શ્રી ચંદનાજીએ જૈન સાહિત્ય સમારોહમાં સમાપન-પ્રવચન કરતાં કહ્યું હતું કે બિહારની આ પવિત્ર ભૂમિ ખરા અર્થમાં તપોભૂમિ છે. આ પવિત્ર ધરા તીર્થકરોના વિહારની સાથે સંબંધિત હોવાથી તેનું નામ બિહાર પડ્યું છે. પ્રાચીનકાળમાં રાજગૃહી, મગધ દેશની રાજધાની હતી અને આ નગર હિન્દુ, જૈન અને બૌદ્ધ સંસ્કૃતિનું મહત્ત્વનું કેન્દ્ર હતું. જૈન સાહિત્યમાં અનેક સ્થાનો પર રાજગૃહીની સમૃદ્ધિ, વૈભવ અને ધર્મ-સંસ્કૃતિના અભ્યદયનું વર્ણન જોવા મળે છે. રાજગૃહીના સુવર્ણકાળને જીવંત કરતું પુણ્યતીર્થ વીરાયતન એ જનકલ્યાણનું મંગલમય તીર્થ છે.
સન ૧૯૭૩થી પૂ. ઉપાધ્યાય શ્રી અમરમુનિજીની પ્રેરણા અને આશીર્વાદથી આ સંસ્થાનો પ્રારંભ થયો હતો અને આજે આ સંસ્થાએ સાહિત્ય, કલા અને સમાજસેવાના ક્ષેત્રે કેટલીક ઠીક ઠીક પ્રવૃત્તિ હાથ ધરી છે. પૂ. શ્રી ચંદનાજીએ જૈન સાહિત્ય સમારોહ જેવી પ્રવૃત્તિ રાજગૃહીમાં યજવામાં આવી તે બદલ પોતાનો હર્ષોલ્લાસ વ્યક્ત કર્યો હતો અને અહીં પુનઃ પધારવા માટે નિમંત્રણ આપ્યું હતું.
આ સાહિત્ય સમારોહની વિશેષતા એ રહી હતી કે સમારોહપ્રમુખ ડૉ. સાગરમલ જેને દરેક વિદ્વાનોના નિબંધ વાંચન પછી તેમના વિષય પર વિદ્વતાપૂર્ણ વિવેચન આપી ઉપસ્થિત સૌને પ્રભાવિત કર્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org