________________
૧૦૪
૪ __________ન સીઉિર્થ સમારોહ- સફળ થાય ? શાસ્ત્રકારોએ જુદી જુદી બે મુખ્ય દૃષ્ટિથી ભાવનાઓનું વર્ગીકરણ કર્યું છે.
અધ્યાત્મની અથવા વૈરાગ્યની બાર ભાવનાઓ આ પ્રમાણે છે : (૧) અનિત્ય (૨) અશરણ (૩) સંસાર (૪) એકત્વ (પ) અન્યત્વ (૬) અશુચિ (૭) આસવ (૮) સંવર (૯) નિર્જરા (૧૦) લોકસ્વરૂપ (૧૧) બોધિદુર્લભ અને (૧૨) ધર્મભાવના. આ ભાવનાઓ આત્મલક્ષી છે એટલે કે આત્મસ્વરૂપને સમજવા માટે ઉપયોગી છે. મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચારને ધર્મધ્યાનની અથવા સમ્યકુત્વની ભાવના તરીકે ઓળખાવવામાં આવે છે. આ ભાવનાઓ પરલક્ષી છે. એટલે કે અન્ય પ્રત્યે એના કલ્યાણ માટે ભાવવાની છે. મૈત્રી એટલે પ્રાણીમાત્ર પ્રત્યે મિત્રતાનો ભાવ. પ્રમોદ એટલે ગુણીજન પ્રત્યે આદર. કરુણા એટલે દુઃખી પ્રત્યે દયા અને માધ્યસ્થ એટલે વિપરીત વૃત્તિવાળા પ્રત્યે ઉપેક્ષાભાવ. આ ચાર ભાવનામાં માધ્યસ્થ ભાવના ક્રમમાં સૌથી છેલ્લી છે. એ ભાવનાને જીવનમાં અમલમાં મૂકવી તે ખૂબ અઘરી છે.
મૈત્રી, પ્રમોદ અને કરુણા એ ત્રણ ભાવનાને જે વ્યક્તિ જીવનમાં ઉતારી શકે તે જ માધ્યસ્થ ભાવના ભાવી શકે. એ દૃષ્ટિએ માધ્યસ્થ ભાવના એ પહેલી ત્રણ ભાવનાનો સરવાળો છે. માધ્યસ્થ ભાવના એટલે મનની સમતા, સ્વસ્થતા. એ મુખ્યત્વે તો આત્માનો ગુણ છે. માધ્યસ્થભાવ અન્ય પ્રત્યે દાખવવાનો હોવાથી એ પરલક્ષી છે. આમ માધ્યસ્થભાવ આત્મલક્ષી છે અને પરલક્ષી પણ છે. આ ભાવના જે ભાવી શકે તે સ્વકલ્યાણ અને પરકલ્યાણ બંને સાધી શકે.
હરિભદ્રસૂરિએ આ ચાર ભાવનાની વ્યાખ્યા બાંધતાં કહ્યું છે, परिहितचिंतामैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टि मुदिता, परदोषोप्रेक्षण उपेक्षा ।।
બીજાના હિતની ચિંતા કરવી તે મૈત્રી, બીજાનાં દુઃખ દૂર કરવાનો વિચાર કરવો તે કરુણા, બીજાનું સુખ જોઈ આનંદિત થવું તે મુદિતા અને બીજાના દોષોની ઉપેક્ષા કરવી તે તે માધ્યસ્થ ભાવના. કોના પ્રત્યે કઈ ભાવના ભાવવી એ વિશે આચાર્ય અમિતગતિએ પણ આ પ્રમાણે કહ્યું છે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org