________________
૧૦
માધ્યસ્થ ભાવના
सत्त्वेषु मैत्री गुणीषु प्रमोदम् क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् । माध्यस्थभावम् विपरीतवृतौ, सदाममात्मा विदधातु देव ।।
બધા જીવો સાથે મૈત્રીભાવ રાખવો, ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ ધારણ કરવો, દુઃખી જીવો પ્રત્યે કૃપા બતાવવી અને વિપરીત વૃત્તિવાળા જીવો પ્રત્યે માધ્યસ્થભાવ રાખવો એવી ભાવના માટે હે પ્રભુ ! મારો આત્મા સદા પ્રયત્નશીલ રહો !
આ વિચિત્ર સંસારમાં વિવિધ સ્તરના, સ્વભાવના, સંસ્કારવાળા લોકો જોવા મળે છે. વળી વિવિધ શક્યતાવાળી પરિસ્થિતિ જોવા મળે છે. પુણ્ય અને પાપ, સત્ય અને અસત્ય, ક્ષમા અને વૈર, પ્રેમ અને ધિક્કાર વગેરે પરસ્પરવિરોધી ભાવો ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. બધા જ જીવો શીલવાન, ગુણવાન, પરોપકારી, નિષ્પાપ, ક્ષમાશીલ અને વિનયી નથી હોતા. વળી જગતમાં પાપનું, અવિચારીપણાનું, અણસમજનું, સ્વભાવની વકતાનું પ્રમાણ પણ ઠીક ઠીક જોવા મળે છે. સાધકનું, સંતનું પ્રમાણ એકંદરે ઓછું હોય છે, તો પણ તેનો પ્રભાવ ઓછો નથી હોતો. જગતમાં જ્યારે અધર્મનું પ્રમાણ વધે છે ત્યારે સંત મહાત્માઓ જ અનેકને તારે છે અથવા તરવાનો માર્ગ બતાવે છે. તેઓ જીવન સારી રીતે જીવવાનું બળ આપે છે. બીજાના દોષો પ્રત્યે ઉપેક્ષાભાવ કે માધ્યસ્થભાવ પોતે રાખે છે અને તે રાખવા માટે બીજાને શીખવે છે. હેમચંદ્રાચાર્યે “યોગશાસ્ત્રમાં લખ્યું છે :
ટૂર વર્ષ/નિઃશવા, રેવતા નિર્જિવુ
आत्मप्रशंसिषुयोपेक्षा तन्माध्यस्थमुदीरितम् ।। હિંસાદિ ક્રૂર કાર્ય કરે, દેવ, ગુરુ અને ધર્મની નિંદા કરે, આત્મપ્રશંસા કરે તેવા લોકો તરફ ઉપેક્ષા દાખવવી, તેને માધ્યસ્થભાવ કહે છે.
જીવનમાં હર્ષ કે શોક, માન કે સન્માન, વિજય કે પરાજય વગેરે પ્રકારના સંયોગો આવે ત્યારે મનથી વિચલિત થવાને બદલે સમભાવ ધારણ કરવો તે મધ્યસ્થભાવ.
કોઈ અસંસ્કારી, અણસમજુ, ક્ષુદ્રવૃત્તિવાળા, ટૂંકી બુદ્ધિવાળા, દગાખોર કે નિદક જેવી વ્યક્તિને ઉન્માર્ગેથી પાછા વળવા શિખામણ આપવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org