________________
૧૬– – –
જૈિન સાહિત્ય સમારોહ-ગુચછ ૪ – – – કહી હોય તે માનવામાં આપણને કશો વાંધો ન હોઈ શકે. વળી તેઓ એવી દશાએ પહોંચેલા હોય છે કે અન્યથા કહેવા માટે તેમને કોઈ પ્રયોજન નથી. વળી, આકાશ સામે નજર કરીએ છીએ તો એની અનંતતાનો ખ્યાલ આવે છે. એમાં રહેલી કેટકેટલીય વસ્તુઓ વિશેની જાણકારી એ આપણી પહોંચ બહારની વાત છે. આવી અદષ્ટ, અગમ્ય વાત કોઈ આપણને પોતાની જ્ઞાનલબ્ધિથી કહે તો તે ન માનવા માટે કોઈ કારણ રહેતું નથી. તે માટે શ્રદ્ધા જોઈએ. બુદ્ધિ અને તર્ક કરતાં શ્રદ્ધાનું ક્ષેત્ર આ વિશ્વમાં ઘણું મોટું છે. પરંતુ તેવા જ્ઞાનીનો યોગ અને સમ્યક શ્રદ્ધા અત્યંત દુર્લભ મનાય છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે મોક્ષ તત્ત્વમાં શ્રદ્ધા અને રૂચિ ન થવાં એ અભવ્ય જીવનું લક્ષણ છે. અભવ્ય જીવોને નવ તત્ત્વમાંથી આઠ તત્ત્વ સુધી શ્રદ્ધા હોય છે, તેઓ ચારિત્ર લે છે અને સારી રીતે તેનું પાલન કરે છે, પરંતુ અંતરમાં તેમને નવમા તત્ત્વની – સિદ્ધગતિની – મોક્ષગતિની શ્રદ્ધા હોતી નથી.
સિદ્ધગતિમાં, મોક્ષપદમાં શ્રદ્ધા થવી એ ભવ્યપણાની નિશાની છે. જેમને એવી શ્રદ્ધા છે તેમને માટે સિદ્ધ ભગવંતો પરમ વંદનીય છે.
આમ, અરિહંત પરમાત્માની જેમ સિદ્ધ પરમાત્માને પણ નમસ્કાર કરવા જોઈએ. શ્રી અભયદેવસૂરિ ભગવતી સૂત્રની ટીકામાં લખે છે :
नमस्करणीयता चैषामविप्रणाशिज्ञानदर्शन सुखवीर्यादिगुणयुक्त तयास्वविषयप्रमोदप्रकर्षोत्पादनेन भव्यानामतीवोपकार हेतुत्वादिति ।
[સિદ્ધ ભગવંતો અવિનાશી એવા જ્ઞાન, દર્શન, સુખ, વીર્યાદિ ગુણોથી યુક્ત હોવાથી, સ્વવિષયમાં પ્રમોદનો ઉત્કર્ષ ઉત્પન્ન કરનારા હોવાથી તથા ભવ્ય જીવોને ખૂબ ઉપકાર કરનારા હોવાથી નમસ્કાર કરવાને યોગ્ય છે.]
સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાથી કેવા કેવા લાભ થાય છે તે વિશે “આવશ્યક નિર્યુક્તિમાં શ્રી ભદ્રબાહુસ્વામી કહે છે :
सिद्धाण नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाए ।। सिद्धाण नमुक्कारो धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो विसोत्तियावारओ होइ ।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org