________________
સિદ્ધ પરમાત્મા
––––– મસ્તક અડે છે. એટલે જ આપણે તીર્થંકર પરમાત્માની નવાંગી પૂજા કરતી વખતે, મસ્તકે તિલક કરતાં એનો મહિમા ગાઈએ છીએ કે :
સિદ્ધશિલા ગુણ ઊજળી, લોકાંતે ભગવંત વસિયા તેને કારણે ભવિ શિરશિખા પૂજંત.
આ રીતે સિદ્ધશિલાનું આખું દશ્ય જો નજર સમક્ષ કરીએ તો અનંત આત્મા જ્યોતિઓનો મસ્તકનો ઉપરનો ભાગ લોકના અંતની લીટીએ એકસરખો અડીને રહેલો છે. તેમાં મસ્તકાકાર નાનામોટા છે, પરંતુ તે બધા એકસરખા એક રેખાએ અડીને રહેલા છે. પરંતુ મસ્તકની નીચેના શરીરની અવગાહનાનો ભાગ બધાંનો એકસરખો નથી, કારણ કે દરેકનું ચરમ દેહપ્રમાણ એકસરખું નથી, અને મોક્ષગતિ વખતની તેમની આસનમુદ્રા પણ એકસરખી નથી. એટલે સિદ્ધગતિના જીવોની અવગાહના મસ્તકે ઉપરના ભાગમાં સદશ છે અને નીચેના ભાગમાં વિસદશ છે.
સિદ્ધશિલા પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે અને તેની ઉપર સિદ્ધાત્માઓની અવગાહના રહેલી છે. સિદ્ધશિલાની ઉપર પ્રત્યેક પ્રદેશ અનંતા સિદ્ધાત્માઓ રહેલા છે એમ શાસ્ત્રકારો કહે છે. મુક્તિ પામનાર જીવો સમશ્રેણીએ સીધી ગતિએ બીજા સમયે સિદ્ધશિલા ઉપર લોકાગ્રે પહોંચી જાય છે. મોક્ષગતિ, મનુષ્યગતિમાંથી જ પામી શકાય છે. ચૌદ રાજલોકમાં ફક્ત અઢી દ્વીપમાં જ મનુષ્યો હોય છે. અઢી દ્વીપ પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ છે. આ મનુષ્યલોકમાંથી અનંતકાળથી અનંત જીવો મોક્ષગતિ પામતા રહ્યા છે અને મુક્તિ પામીને તેઓ પિસ્તાલીસ લાખ યોજનપ્રમાણ સિદ્ધશિલાની ઉપરના ભાગમાં બિરાજમાન થાય છે. હવે કોઈ પ્રશ્ન કરે કે મનુષ્યલોકમાં અકર્મભૂમિની સીધી દિશાએ ઉપર સિદ્ધશિલાની ઉપર રહેલા પ્રદેશોમાં પણ અનંતા સિદ્ધો રહેલા છે. પરંતુ અકર્મભૂમિમાં કેવળજ્ઞાન નથી. તો સિદ્ધશિલાની ઉપરના એ પ્રત્યેક પ્રદેશ અનંતા સિદ્ધાત્માઓ કેવી રીતે સંભવે ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે કાળ અનંત છે. એમાં સંહરણ થયેલ કેવળજ્ઞાની અકર્મ ભૂમિમાં મોક્ષે જાય તો તે સિદ્ધશિલાની ઉપર એ પ્રદેશમાં પહોંચીને સ્થિત થાય. આવી રીતે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org