________________
કવિ ઋષભદાસ : મધ્યકાલીન જૈન સાહિત્યના એક શ્રેષ્ઠ સર્જક
ચીમનલાલ એમ. શાહ – ‘કલાધર’
મધ્યકાલીન જૈન સાહિત્યમાં થોકબંધ જૈન સાધુ–કવિઓ થયા છે, પરંતુ તેમાં જૈન ગૃહસ્થ કવિઓ આંગળીના વેઢે ગણાય એટલા અલ્પ છે. સત્તરમા સૈકામાં ખંભાતમાં થયેલા કવિ ઋષભદાસ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશિષ્ટ સ્થાન ધરાવતા ઉત્તમ સાહિત્યસર્જક છે. જૈનેતર કવિઓમાં તેમના અનુગામી મહાકવિ પ્રેમાનંદ, શામળ અને અખાની હરોળમાં તેઓ બિરાજે છે. જૈન કવિઓમાં તેમના સમકાલીન મહાકવિઓ કવિ નયસુંદર અને કવિ સમયસુંદરની સમકક્ષાએ આવે છે.
કવિ ઋષભદાસ ખંભાતના વીસા પ્રાગવંશીય (પોરવાડ) જૈન જ્ઞાતિના હતા. તેમનો જન્મ ખંભાતમાં થયો હતો. તેમના પિતાનું નામ સાંગણ અને માતાનું નામ સરૂપાદેવી હતું. કવિએ રચેલ ‘ભરત-બાહુબલી રાસ'માં તેમની માતાને ભક્તિભાવથી વંદન કરતાં કવિ લખે છે : જનની સરૂપાદેને શિર નામી, જોડ્યો ભરતનો રાસ રે......' તેમના પિતામહદાદાજીનું નામ મહીરાજ હતું. મહીરાજ વિસલદેવ ચાવડાએ સં. ૧૦૬૪માં વસાવેલ વિસલનગર(વિસનગર)ના વતની હતા. મહીરાજે છરી—પાલિત સંઘ કાઢી શત્રુંજય, ગિરનાર, આબુ, દેલવાડાની યાત્રા કરી હતી અને ‘સંઘવી’નું બિરુદ પામ્યા હતા. કવિના પિતા સાંગણે પણ જૈન તીર્થોનો પદયાત્રા—સંઘ કાઢીને પોતાના પિતાને અનુસર્યા હતા. કવિના પિતા સાંગણ ધંધાર્થે ખંભાત આવી વસ્યા હતા. ત્યાં તેમણે વેપારમાં ઘણી બધી સિદ્ધિ અને સંપત્તિ મેળવી હતી.
કવિ ઋષભદાસના દાદા અને પિતાએ સંઘ કાઢેલો એટલે ઋષભદાસની પણ સંઘવી અટક પડેલી જણાય છે. ‘સંઘપતિ તિલક ભલું જ ધરાવું' - એવો મનોરથ તે ધરાવતા. તે ઉપરથી મહેચ્છા છતાં પોતે સંઘ કાઢ્યો નહિ હોય તેમ જણાય છે. આમ છતાં કવિ ઋષભદાસ એક શ્રીમંત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org