________________
૫૬__
_જેન સાહિત્ય સમારોહ-ગુરુ * હોય છે. પરંતુ સિદ્ધ પરમાત્મા પોતાની તેવી શક્તિ કદી ફોરવતા નથી કારણ પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ હવે તેમને રહેતી નથી. વળી તેઓને તેમ કરવાનું કોઈ પ્રયોજન હોતું નથી. આ શક્તિથી જ તેઓના આત્મિક ગુણોમાં જરા પણ પરિવર્તન થતું નથી.
શ્રી જ્ઞાનવિમલસૂરિ “નવકાર ભાસ'માં નવકારમંત્રના બીજા પદનો મહિમા વર્ણવતાં સિદ્ધ પરમાત્માના આઠ ગુણ આઠ કર્મના ક્ષયથી પ્રગટ થાય છે તે દર્શાવતાં લખે છે :
“નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ,
જેહમાં ગુણ છે આઠ રે. શુક્લ ધ્યાન અનલે કરી રે લોલ,
કેવળજ્ઞાન અનંત રે. દર્શનાવરણ ક્ષયથી થયો રે લોલ,
કેવલ દર્શન કંત રે. અખય અનંત સુખ સહજથી રે લોલ,
વેદની કર્મનો નાશ રે. મોહની કર્મે નિરમતું રે લોલ,
ક્ષાયિક સમક્તિ વાસ રે. અખયથિતિ ગુણ ઉપનો રે લોલ,
આયુકર્મ અભાવિ રે. નામકર્મક્ષયે નીપનો રે લોલ,
રૂપાદિક ગત ભાવ રે. અગુરુલઘુગુણ ઉપનો રે લોલ,
ન રહ્યો કોઈ વિભાવ ૨. ગોત્ર કર્મલયે નીપનો રે લોલ,
નિજ પર્યાય સ્વભાવ રે. અનંતવીર્ય આતમતણું રે લોલ,
પ્રગટ્યો અંતરાય નાસ રે. આઠ કર્મ નાશ થયો રે લોલ,
અનંત અખય સુખવાસ રે.' '
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org