SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂપ મંત્ર ૨૩ વેદનમાં લાવવાનું છે. તે માટે અરિહંત અને સિદ્ધ પદને, નમસ્કાર કરીને આપણે પણ તે સ્વરૂપે પરિણમવાનું છે, તદૂરૂપ થવાનું છે. પંચપરમેષ્ટિ ભગવંતોને આનંદ સ્વયં આત્મામાં છે. તેઓ સ્વરૂપ નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વ પર જીવ-અજીવ સચરાચર સમગ્ર બ્રહ્માંડ ઉપર છે. તેઓનો પ્રેમ અસીમ છે. તેઓ જ્ઞાની છે અને તેથી સ્વરૂપને વેદે છે. જ્યારે આપણા વેદનનો આધાર અજ્ઞાનવશ આપણે ૫૨ પદાર્થને બનાવ્યો છે. ૫૨૫દાર્થ નૈમિત્તિક આપણે વેદન કરીએ છીએ. તેથી ૫૨૫દાર્થમાંથી વેદન મળે છે એવું માનીએ છીએ અને તેમ સમજીએ છીએ, જેથી પર પદાર્થને આપણે સ્વરૂપ સમજીએ છીએ. પરિણામે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સીમિત સાંકડો બનાવીએ છીએ. એટલે જ આનંદસ્વરૂપી એવાં આપણે દુખી થઈએ છીએ. આનું કારણ આત્માનું અર્થાત્ સ્વ-સ્વરૂપનું અજ્ઞાન છે. પોતાના આત્માના સાચા શુદ્ધ સ્વરૂપથી આત્મા અભાન છે. તેથી બેભાન બની, બેફામ બની ભમે છે, ચારે ગતિમાં ફંગોળાયા કરે છે. આ અજ્ઞાનને કારણે આત્મા દોષનું સેવન કરે છે. તેથી પાપ બંધાય છે અને પરિણામે દુઃખી થાય છે. ભૌતિક ભોગને સાધનો કે કરતાં ભોક્તા એવા જીવની કિંમત વધારે છે, જીવ કરતાં સાપેક્ષ સત્યની કિંમત વધારે છે અને સાપેક્ષ સત્ય કરતાં નિરપેક્ષ પરમ સત્ય એવા પરમાત્મતત્ત્વની કિંમત વધારે છે. પરમાત્મતત્ત્વની એનાં નામ સ્થાપના દ્રવ્ય ભાવ એમ ચારેય સ્વરૂપમાં રક્ષા કરતાં ભૌતિક દુન્યવી સાધનો, જીવ સ્વયંનો અને સાપેક્ષ સત્યનો ભોગ આપવાની તૈયારી રાખવી જોઈએ. “પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવંત; ચાર નિક્ષેપે ધ્યાઇએ, નમો નમો શ્રી જિનભાણ.” ચારે નિક્ષેપથી ભગવાનને ભજવો, જેથી મતિજ્ઞાનમાં તેની વિસ્મૃતિ ન થાય અને સ્મૃતિ કાયમ બની રહે. એ ચાર ભેદ નીચે પ્રમાણે છે : નામ નિક્ષેપાથી નામસ્મરણ, સ્થાપના નિક્ષેપાથી દર્શન-સ્મરણ, દ્રવ્ય નિક્ષેપાથી પરમાત્મ-જીવનકથાશ્રવણ સ્મરણ અને ભાવ નિક્ષેપાથી કર્મક્ષય (આઠ કર્મના નાશ)થી પ્રગટ થયેલ શુદ્ધ સ્વરૂપ સ્મરણ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014004
Book TitleJain Sahitya Samaroha Guchha 4
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages155
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy