________________
૭૦.
"__________જેન સાહિત્ય સમારોહ-ગુચ્છ ૪ આવે છે. જૈન દર્શનમાં સમગ્ર વિશ્વનો નકશો આપી તેમાં સિદ્ધશિલાનું સ્થાન બતાવવામાં આવ્યું છે. કેવી છે આ સિદ્ધશિલા ? શાસ્ત્રકારો વર્ણવે છે :
तन्वी मनोज्ञा सुरभि पुण्या परमभास्वरा । प्राग्भार् नाम वसुधा लोकमूर्ध्नि व्यवस्थिता ।।
(અંતિમોપદેશ કારિકા)
* * महा उज्ज्वल निर्मल गोक्षीरहार संकास पांडुरा । उत्तान छत्र संस्थान संस्थिता भणिता जिनवरेन्दैः ।।
* * * एदाए बहुमज्झे श्वेतं णामेण ईसिपष्भारं । अज्जुण सुवण्ण सरिसं गाणारयणेहिं परिपुण्णं ।। उत्ताणधवल छत्तोवमाण संहाणसुंदर एदं । पंधतालं जोयणया अंगुलं पि यंताम्मि ।।
(તિલોયપણત્તિ) સિદ્ધશિલાને પ્રાભાર અથવા ઇશ—ાભાર પણ કહેવામાં આવે છે. - સિદ્ધશિલા માટે બીજા પણ કેટલાંક નામો છે, જેમ કે (૧) ઈસીતિવા, (૨) ઈસીપ્રભાાતિવા, (૩) તણુતિવા, (૪) તણુયરિયાતિવા, (૫) સિદ્ધિતિવા, (૬) સિદ્ધાલયતિવા, (૭) મુત્તિતિવા, (૮) મુત્તાલાતિવા, (૯) લોયગ્ગતિવા, (૧૦) લોયગ થભિયાતિવા, (૧૧) લોયગ બુઝમાનતિવા, (૧૨) સવપાણભૂયજીવ સત્ત સુહાવહાતિવા.
શ્રી લલિત વિજયજી મહારાજે સિદ્ધશિલાનો પરિચય મનહર છંદમાં પોતે લખેલી નીચેની કાવ્યપંક્તિઓમાં આપ્યો છે :
સર્વાર્થસિદ્ધ વેમાન, ધ્વજાથી જોજન બાર, ઉજ્ઞાન છત્રની પરે, સિદ્ધશિલા ઠામ છે; લાંબી પહોળી પિસ્તાલીસ લાખ તે જોજન માન, ઈશ ત્યાગભારા' એવું એનું બીજું નામ છે.
ત્રવા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org